વદ ચૌદશ સવારે આ બહુચર માંની સ્તુતિ કરી લેજો કોઈ વાળ પણ વાંકો નહીં કરે | Bahuchar Mani Stuti Lyrics Gujarati | Okhaharan
| karu-koti-koti-pranam-lyrics-in-gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રી બહુચર માં ની સ્તુતિ જેમાં માં નો બાળ તેમની સેવા કરવાની સ્તુતિ ગાય છે.
કરૂં કોટી કોટી પ્રણામ
કરૂં કોટી કોટી પ્રણામ માંડી તારા ચરણોમાં
મારે અડસઠ તીરથ ધામ માડી તારા ચરણોમાં
સોનલ વરણો સૂરજ ઊગ્યો ધેર પધાર્યા માત રે
પૂવૅ જન્મ માં પુણ્ય જ ફળિયા પ્રગટ્યું
પુણ્ય પ્રભાત માડી તારા ચરણોમાં ...
કરૂં કોટી કોટી પ્રણામ માંડી તારા ચરણોમાં
કુમ કુમ અક્ષત ફુલ સુગંધિત શગ મોતીનો થાળ રે.
આજ વધાતુ માત બહુચરા થાય સફળ
અવતાર માંડી તારા ચરણોમાં ...
કરૂં કોટી કોટી પ્રણામ માંડી તારા ચરણોમાં
અમીભરી નજરે માત નિહાળો એક જ છે મુજ આશ રે.
બાળક કર જોડીને ઊભો સેવક કર જોડીને ઊભો
જનમ જનમનો દાસ રે.
માડી તારા ચરણો માં રહેવું માંડી તારા ચરણોમાં ...
કરૂં કોટી કોટી પ્રણામ માંડી તારા ચરણોમાં
મારે અડસઠ તીરથ ધામ માડી તારા ચરણોમાં
બોલીયે શ્રી બહુચર માત કી જય
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇









ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો