શુક્રવાર, 19 ફેબ્રુઆરી, 2021

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૬૧,૬૨,૬૩ ‌નો આવો થાય છે અનુવાદ જાણો | Anand No Garbo Meaning 61,61,63 | Okhaharan

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૬૧,૬૨,૬૩ ‌નો આવો થાય છે અનુવાદ જાણો 

આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 

anand no garbo meaning 61 62 63
anand no garbo meaning 61 62 63

 

આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.

 


હર્ષ હાસ્ય ઉપહાસ્ય, કાવ્યકવિતવિતતું મા
ભાવ ભેદ નિજ ભાસ્ય, ભ્રાન્ત ભલી ચિત્ત તું મા || ૬૧ ||


જય શ્રી બહુચર માં  માડી  આનંદ હાસ્ય અને મશ્કરી અને લક્ષ્મીરૂપ આપજ છો. તે સવૅના ભાવ નિભાવ સાહિત્ય વિત્કાર રસ રસભાવ વગેરેના ચિતમાં સારી રીતે વ્યાપી રહેલાં છો. તે આપ માતાનો જ પ્રભાવ છે... || ૬૧ ||


 

ગીત નૃત્ય વાજીન્ત્ર, તાલ તાન માને મા
વાણી વિવિધ ગુણ અગણિત ગાને મા  || ૬૨ ||


જય શ્રી બહુચર માં  માડી  ગીત , અભ્યાસ, નૃત્ય , વાજિંત્ર અભ્યાસ માં તાલ તાન તથા આરોહ અવરોહ તેમજ અનેક વાણીની વિચિત્રતા ગની ન શકાય તેટલા ગાયનાદિકાળમા ગુણવેદ આપની શક્તિ નો પ્રતાપ છે.. || ૬૨ ||



 રતિરસ વિવિધ વિલાસ, આશ સફળ જગની મા
તન મન મધ્યે વાસ, મહં માયા મન ની મા  || ૬૩ ||


જય શ્રી બહુચર માં  માડી  સાંસારીક સુખ સંબંધિ જગત જનની નિરાશા પછી આશાના કિરણ સ્વરૂપે માત્ર આપનો જ ધટધટમા નિવાસ છે. મોહ અને માયાના આપના પ્રભાવથી જ ઉત્પન્ન થાય છે. પ્રાણી માત્રના શરીર અને મનની અંદર એકાગ્રતા થઈ રહેલાં છો... || ૬૩ ||

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને 

શ્રી બહુચર માં જરૂર લખજો.

 

દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો


વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે


વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૫૫,૫૬,૫૭  નો આવો થાય છે અનુવાદ જાણો

 વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૫૮,૫૯,૬૦   નો આવો થાય છે અનુવાદ જાણો 

 

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો