શુક્રવાર, 7 જાન્યુઆરી, 2022

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું ? શુ ના કરવું ? | Vaibhav Lakshmi Vrat Vidhi Gujarati | Okhaharan

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ? | Vaibhav Lakshmi Vrat Vidhi Gujarati | Okhaharan 

VaibhavLakshmi-Vrat-Vidhi-Gujarati
VaibhavLakshmi-Vrat-Vidhi-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે અને કેવી રીતે કરવું ? વ્રત કરવા માટે અને મતભેદો લોકોમાં પ્રવર્તે છે લોકો જુદી જુદી માન્યતાઓ ધરાવે છે અમે આ વિશે થોડી સ્પષ્ટતા કરવા માંગીએ છે જેથી લોકોનું શંકાનું સમાધાન થાય

આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ કરી શકે છે.જો ઘરમાં સૌભાગ્યવતી સ્ત્રી ન હોય તો કુમારિકા કરે મા લક્ષ્મી તેનું ફળ અવશ્ય આપશે. પુરુષો પણ આ વ્રત કરી શકે છે.

આ વ્રત માં શુ કરવું  ?

 આ વ્રત નો સંકલ્પ અગિયાર કે એકવીસ શુક્રવાર નો હોય છે.  છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ ( વિદ્વાન બ્રાહ્મણ ને બોલાવો) પ્રમાણે ઉજવણી કરવી ઉજવણી શુક્રવારે પ્રસાદ તરીકે ખીર અવશ્ય રાખવી.

આ વ્રત કરનારે શ્રદ્ધા  રાખવી જરૂરી છે શ્રદ્ધા વિના નું વ્રત લુણ વગરના શાક જેવું હોય છે.વ્રતના દિવસે સવારે સ્નાન કરી સવારથી "જય માં વૈભવ લક્ષ્મી" એવો જાપ શરૂ કરવો આખો દિવસ બની શકે એટલો જાપ કરવો.

માતાને શ્રી યંત્ર ખૂબ જ પ્રિય છે વ્રત કરતી વખતે સૌથી પહેલા શ્રીયંત્રને વંદન કરવા અને પછી માતા ના વિવિધ સ્વરૂપોને વંદન કરવા. માતા અવશ્ય પ્રસન્ન થશે અને ફળ આપશે.

 એક વાર વ્રત પૂરું થયા બાદ પણ ફરીથી આ વ્રત ની બાધા રાખી શકાય છે.

કદાચ કોઈ સંજોગોવશાત એક શુક્રવાર છૂટી જાય કે એક શુક્રવારે વ્રત ન થઈ શકે તો કશો વાંધો નથી પરંતુ તે પછીના શુક્રવારે અવશ્ય વ્રત કરવું.

 વ્રત વખતે સોનાનું આભૂષણ મૂકવું સોનુ ન હોય તો ચાંદીનો મૂકવો અને ચાંદીનું ન હોય તો રોકડ રૂપિયા મૂકવો.

 વ્રત પૂરું થઈ અગિયાર કે એકવીસ શુક્રવારે ઉજવણાં આ દિવસે મા ની છબી અને વ્રતની પુસ્તિકાઓ જરૂર વેચવી.


Maha-Lakshmi-Upay-Gujarati


 સ્ત્રીઓને માસિક દરમ્યાન આ વ્રત ન કરવો પરંતુ એક શુક્રવાર જવા દેવો અને જેટલા શુક્રવાર ની બાધા રાખી હોય તેટલા શુક્રવાર અવશ્ય પૂરા કરવા.

 વ્રતની શરૂઆત લક્ષ્મીજીના સ્તવન શ્લોકથી કરવી જો આ રીતે વ્રત કરશો તો માતા અવશ્ય પ્રસન્ન થઈ તમારા પ્રત્યેક મનોરથ હો પુરા કરશે

શુક્રવારે કરો આ શ્રી મહાલક્ષ્મી ના સ્તવન શ્લોક અહી ક્લિક કરો

 
આ વ્રત માં શુ ના કરવું ?

શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રત ન કરવાથી માતા પ્રસન્ન થતા નથી અને વ્રત કરનાર નું વ્રત તેણે જાય છે.

આ વ્રત શુભ આશયથી કરવું ખોટા આશયથી આ વ્રત કરવાથી માતા પ્રસન્ન ન થવાને બદલે કોપાયમાન બનશે.

વ્રત હંમેશા પોતાના ઘરમાં જ કરવું અને જેટલા શુક્રવાર ની માનતા રાખી હોય તેટલા શુક્રવાર પૂર્ણ કરવા.

 વ્રત કરતી વખતે સહેજ પણ કંટાળો લાવો  નહીં.આ દિવસે કોઈની નિંદા ન કરવી. જુઠું બોલવું નહીં.
 
લક્ષ્મી ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો
.

 

વૈભવ આપનારું માઁ વૈભવલક્ષ્મી વ્રત કથા | Vaibhav Laxmi Vrat Katha Gujarati | laxmi vrat vidhi |

 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇