ગુપ્ત નવરાત્રિમાં શ્રી મહાકાળી માં ની સ્તુતિ કરો કોઈ મેલી વિદ્યા ની અસર નહીં થાય ગુજરાતી લખાણ સાથે
![]() |
mahakali-stuti-gujarati-lyrics |
માતા મહાકાળીની સ્તુતિ
કરે સેવના તાહરી માત દેવા ,
વિષ્ણુ આદિ મહાદેવ દેવા ;
જપે શેષ પોતે જુઓ દેવી ન્યારી ,
મહાકષ્ટ ભાંગો ભજું માતકાળી .
દેવી દાનવોને મહા દુઃખ દીધાં ,
તેનાં શિર છેદી રુધિરપાન પીધાં ;
બીજા દૈત્ય નાઠા તને દેવી ભાળી ,
મહાકષ્ટ ભાંગો ભજું માત કાળી .
કીધી કેસરી આડ સિંદૂર રાતી ,
નાકે વેસરી વાળી મોતી સોહાતિ ;
ઓઢી ચૂંદડી પંચરંગી વિશાળી ,
મહાકષ્ટ ભાંગો ભજું માત કાળી .
ધર્યાખડગ ખાંડા ત્રિશુળ દેવી સોહીએ ,
વાજે ડંકા ઘંટા તણે નાદ મોહીએ ;
પાયે ઘુઘરી વાજતી હાથ તાળી ,
મહાકષ્ટ ભાંગો ભજું માત ક્રાળી .
દેરે ડુંગરે ચાચરે વાસ તારો ,
જળે નિર્મળ સ્વર્ગમાં વાસ તારો ;
ધર્યું રૂપ માતા વિધાતાનું બાળી ,
મહાકષ્ટ ભાંગો ભજું માતકાળી .
મહા મૂઢ તેને ઘણી બુદ્ધિ આપી ,
જઈ દીનની પાસ સંભાળ લીધી ;
કીધો દાસ કાળી પાવાગઢવાળી ,
મહાકષ્ટ ભાંગો ભજું માત કાળી .
નમ્યા માન મૂકી કીધા દયા તેને કીધી
આપી રાજ રિદ્ધિ વળી અષ્ટ સિદ્ધિ
કીધા છત્રધારી દુઃખો સર્વ ટાળી ,
મહાકષ્ટ ભાંગો ભજું માત કાળી .
કીધા ગિરધરે ’ શ્લોક માતાના આઠ ,
ભણે સાંભળે કે કરે નિત્ય પાઠ
ચિરંજીવ જીવો સદા એ સુખાળી ,
મહાકષ્ટ ભાંગો ભજું માત કાળી
બોલીયે શ્રી મહાકાળી માત કી જય
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
શ્રી મહાકાળીમા જરૂર લખજો.
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો.
શ્રી મહાકાળી માં નો ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે
👇👇👇
![]() |
Mahakali chalisa gujarati |
ચોટીલા વાળા માં ચામુંડા ના ચાલીસ ગુણ નો પાઠ તમે હજી
સુધી નહીં વાંચ્યો હોય 👇👇👇
![]() |
Chamuda Chalisa Gujarati |
દરરોજ કરો શ્રી રાંદલ માં ના ચાલીસ ગુણ નો પાઠ હજી સુધી તમે નહીં વાચ્યો હોય ગુજરાતી લખાણ સાથે👇👇👇
![]() |
Randal Maa Chalisa gujarati |