નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ | Vishnusahasra Naam Path Gujarati Lyrics | Vishnu Sahasranamam | Okhaharan
Vishnusahasra-Naam-Path-Gujarati-Lyrics
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા આવો સત્સંગ માઁ લેખ માં આજે આપણે જાણીશું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તે પહેલાં આપણે વિષ્ણુ ભગવાન નું ધ્યાન ધરી લઈએ ૐ નમો ભગવતે વાસુદેવાય
નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે
સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ
અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક, સાથળ અને બાહુવાળા, પરમાત્માને નમસ્કાર હો, હજાર નામ વાળા અને હજાર કોટી યુગને ઘારણ કરનાર એવા શાશ્વત બ્રહાપુરૂષને નમસ્કાર હો. જેની વાણીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રીષ્ણુ ભગવાનને નમસ્કાર હો.
હે કેશવ! હે વાસુદેવ આપને નમસ્કાર હો.
વાસુદેવની પ્રાર્થનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે. એવા હૈ -વાસુદેવ આપને નમસ્કાર હો, બ્રહ્મસ્વરૂપ અને ગૌ-બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો, જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો, ગોવિદ સ્વરૂપને નમસ્કાર હો, જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પહેલું પાણી સમુદ્રમાં જાય છે. તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે. એવો આ માર્ગ નિકુંઠ છે.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ
અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે, અને અને તે સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે. તે જે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રધ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણવાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ બે વાર કે એકવાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે. તેના સર્વે પાપ - કર્મો નાશ પામે છે.
જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભકિતથી કરે છે. તેના શત્રુઓ બળી જાય છે. તેના પર સર્વે ઉપગ્રહો શાંત રહે છે. અને તેના સર્વે પાપ વિનાશ પામે છે. જેણે શ્રધ્ધા ભકિતપૂર્વક આ સ્ત્રોતોનું ધ્યાન કર્યું કે શ્રવણ કે પાઠ કર્યો તેણે સર્વદાન આપ્યાને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે. તેણે આ લોક કે પરલોકમાં કોઇપણ ઠેકાણે ભય રહેતો નથી અને તેનાં કરોડો કલ્પના પાપ ધીમે-ધીમે બળી જાય છે.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેન્નીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જે કરે છે. તેને કરોડો ગાયોનાં દાન આપ્યાનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરે છે. તેનાં સર્વે પાપ અને દુઃખ નાશ પામે છે. અને મોક્ષ પામે છે. અને તેણે બ્રહ્મા ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે. એવું ચક્રધારી ભગવાનનું વચન.
ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ, યુધિષ્ઠીર, સંવાદી શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર નામ સંપૂર્ણમ્
શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ...
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર
વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે
વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""
શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇