મંગળવાર, 7 ડિસેમ્બર, 2021

અંગારકી વિનાયક ચતુથી આ એક પાઠ કરવાથી શ્રી ગણેશ સદૈવ ભક્તોના વિઘ્ન દુર કરી રક્ષા કરે છે | Ganesh Mangalacharan Gujarati Lyrics | Okhaharan

અંગારકી વિનાયક ચતુથી આ એક પાઠ કરવાથી શ્રી ગણેશ સદૈવ ભક્તોના વિઘ્ન દુર કરી રક્ષા કરે છે | Ganesh Mangalacharan Gujarati Lyrics | Okhaharan

Ganesh-Mangalacharan-Gujarati-Lyrics
Ganesh-Mangalacharan-Gujarati-Lyrics

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે મંગળવાર અને ચતુથી એક સંયોગ જે બને અંગારકી વિનાયક ચતુથી વિનાયક ચતુથીના દિવસે પાઠ કરીશું શ્રી ગણેશ મંગલાચરણ. આ પાઠ દરરોજ સવારે, મંગળવાર તથા ચતુથી ના દિવસે જરૂર કરો.  

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

 


શ્રી ગણેશ મંગલાચરણ

વક્રતુંડ મહાકાય સૂયૅકોટિસમપ્રભ |

નિવિધ્નં કુરૂમે દેવ સવૅ કાયૅષુ સવૅદા||

અથૅ

હે વાંકી સૂંઢવાળા વિશાળ કાયાવાળા કરોડો સૂર્ય સમાન તેજસ્વી એ દેવ ગણપતિ તમે તમારા કાર્યોને સદાય વિઘ્ન રહિત બનાવો


વિધ્નેશ્ર્વરાય વરદાય સુરપ્રિયાય

લંબોદરાય સકલાય જગદ્રિતાય

નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય

ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે


અથૅ

હે ભગવાન ગણપતિ આપ સર્વ સંકટો અને વિઘ્નો ના એક માત્ર શાસક છો એટલે જ તમે જે કોઈ તમારી આરાધના કરે છે તેને ઉત્પીડીત થવા દેતા નથી તમે તમારા ઉપાસકોને અભિષ્ટ વરદાન આપી કૃતાર્થ કરો છો. બધા જ દેવતા તમને પ્રિય છે અને બધા જ દેવતાઓને તમે પ્રિય છો આપ મોટા ઉદરવાળા એટલે લંબોદર અને ચોસઠ કળા ના નિષ્ણાત છો આપ સર્વદા જગતનું મંગલ કરવા તત્પર રહો છો આપ શ્રેષ્ઠ હાથીના મુખવાળા એટલે ગજવદન છો અને શ્રુત્યુક્ત યજ્ઞોને તમારા આભૂષણોની જેમ સ્વીકારી લો છો હે પાર્વતીનંદન હે ગણોના સ્વામી હું આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું


ગજાનનં ભૂતગણાદિ સેવિતં કપિત્થ જમ્બુફલચારૂ ભક્ષણમ્

ઉમાસુત શોકવિનાશકારકં નમામિ વિધ્નેશ્ર્વરપાદ પંકજમ્

અથૅ


જે હાથી સમાન મુખવાળા છે મનુષ્ય દેવોને ગણો જેમની સેવામાં તત્પર રહે છે કોઠા તથા જાંબુ ફળ  જેમનું પ્રિય ભોજન છે પાર્વતીના પુત્ર છે તથા જે પ્રાણીઓના શોકનું કાયમ વિનાશ કરે છે તેવા વિધ્નેશ્ર્વર ભગવાન ગણપતિના ચરણકમળોમાં હું પ્રણામ કરું છું

Angarak-Stotram-Gujarati-Lyrics-PDF


એકદંતં મહાકાયં લંબોદર ગજાનનમ્

વિધ્નાશકરં દેવં હેરમ્બ પ્રણમામ્યહમ્

અથૅ

જે એક દાંતથી સુશોભિત છે વિશાળ શરીરવાળા છે લંબોદર છે ગજાનંદ છે તથા જે વિઘ્નોના વિનાશકતૉ છે એવા દિવ્ય ભગવાન હેરમ્બને હું પ્રણામ કરું છું


રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોકયરક્ષક

ભક્તાનામભંય કતૉ ત્રાતા ભવ ભવાણૅવાત્

અથૅ

હે ગણોના અધ્યક્ષ મારી રક્ષા કરો એ ત્રણે લોકના  રક્ષક મારી રક્ષા કરો હે પ્રભુ તમે ભક્તોને અભય આપવાવાળા છો તો આ ભવસાગરથી મારી રક્ષા કરો


યન્મંગલં સવૅજનેષુ દેવ સયક્ષવિધાધરપન્નષુ

તસ્યેશ્ર્વરો મંગલમૂર્તિતા ત્વં ગતો યતો મંગલકૃત્ સ્વભક્તે


અથૅ

યક્ષો વિદ્યાધરો પન્નાગો અને સર્વ મનુષ્યોનું મંગલ કરનારા સાકાર મંગલમૂર્તિ રૂપ અને સર્વ મંગલોના નિધાન રૂપ હે મહાગણેશ આપ સદૈવ સ્વભક્તોનુ  મંગલ જ કરો છો


બોલીયે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ ની જય 

 

 

Prestige Sandwich Maker

 Prestige Sandwich Maker

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇