સંકષ્ટી ચતુથીૅ કરીયે શ્રી ગણેશજી ના નવા ભજન | Ganesh Bhajan Gujarati Lyrics | Okhaharan
Ganesh-bhajan-gujarati-lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. તારીખ 22, ડિસેમ્બર 2021 માગશર વદ-4 ચતુર્થી એટલે સંકટ ચતુર્થી પાઠ કરીશું શ્રી ગણેશજી ના નવા ભજન.
ગણેશ ચતુર્થી હો આજે આનંદ છે
ગણેશ ચતુર્થી હો આજે આનંદ છે,
ગણેશ પધાર્યા હો આજે આનંદ છે,
પુષ્પ વધાવીએ તો આજે આનંદ છે ...
સર્વે દેવોમાં પહેલા પુજવો (૨)
પુજન કરવામાં હો ... આજે આનંદ છે...
ગણેશ...
રિધ્ધિ સિધ્ધિના આપ છો દાતા (૨)
ગુણલા ગાવામાં હો ... આજે આનંદ છે...
ગણેશ...
મનના મંદિરમાં તમને બેસાડીયાં (૨)
આરતી ઉતારતાં હો ... આજે આનંદ છે...
ગણેશ...
ભાવભર્યા ભોજન (મોદક) તમને જમાડતાં (૨)
પ્રસાદ લેવામાં હો ... આજે આનંદ છે...
ગણેશ...
ભજન-મંડળ ભજનો ગવડાવે (૨)
ભજનો ગાવામાં હો ... આજે આનંદ છે...
ગણેશ...
બીજી ભજન
ગણપતી દાદા માની લેજો
આટલડી અરજી રે ગણપતી દાદા માની લેજો
દાદા નહીં કહું જાજું રે થોડું મારું માની લેજો
દાદા ભાવ થી ભક્તિ રે કે અમને કરવા દેજો (૨)
દાદા ભક્તિ કરવાની રે કે અમને શક્તિ દેજો ...
આટલડી...
દાદા નીતી ને ધર્મ રે કે મારા ઘરમાં રહે (૨)
દાદા નીતી ના માર્ગે રે કે અમને ચાલવા દેજો...
આટલડી...
દાદા સુખ દેખીને રે કે હું તો છકું નહી
દાદા દુઃખ દેખીને રે કે હીંમત હારું નહી
દાદા સુખ દુઃખ ના સાથી રે અમારી સંગે રહેજો...
આટલડી...
દાદા એકવાર આવીને કે સન્મુખ દર્શન દેજો (૨)
દાદા દર્શન દઈને રે ઓળખવાની શક્તિ દેજો...
આટલડી....
દાદા રામ મંડળ ની રે કે અરજી ઉરમાં ધરો
દાદા ભક્ત મંડળ ની રે કે અરજી ઉરમાં ધરો
દાદા દર્શન દઈને રે કે અમને પાવન કરો
આટલડી...(૨)
ગણેશ ની ભક્તિ માટે મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇