ગુરુવાર, 15 જુલાઈ, 2021

નિત્ય કમૅ કરતાં બોલવાના મંત્રો તથા તેનો ગુજરાતી માં અથૅ - Daily Mantra and its meaning Okhaharan

 નિત્ય કમૅ કરતાં બોલવાના મંત્રો તથા તેનો ગુજરાતી માં અથૅ - Daily Mantra and its meaning Okhaharan 

Daily-Mantra-Nitya-Mantra-Gujarati-meaning-Gujarati-Lyrics
Daily-Mantra-Nitya-Mantra-Gujarati-meaning-Gujarati-Lyrics


 

મિત્રો આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું દરરોજ નિત્ય કમૅ કરતાં બોલવાના મંત્રો તથા તેનો ગુજરાતી માં અથૅ શું થાય તે જાણીશું. જેમ કે ઉઠી , સ્નાન કરતાં, જમતા સમયે , સંધ્યા સમયે અને રાત્રે સુતા સમયે બોલવાના મંત્રો. દરેક મંત્ર નુ દરેક સમયે મહત્વ અલગ અલગ હોય છે તથા એનું નિત્ય પાઠ જાપ કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે.


ganesh 12 name gujarati

પ્રાતઃ કાળે પથારીમાંથી ઊઠીને હાથનું દશૅન કરતા બોલવાનો મંત્ર

કરાગ્રે વસતે લક્ષ્મી: કરમૂલે સરસ્વતી
કરમધ્યે તું ગોવિન્દ: પ્રભાતે કરદશૅનમ્


મંત્ર નો અથૅ
હાથના આગળના ભાગમાં શ્રી લક્ષ્મીજી, મૂળ ભાગમાં સરસ્વતી અને વચલા ભાગમાં ગોવિંદ વસે છે માટે સવારે હાથનું દશૅન કરવું.જમીન પર પગ મૂકતાં પહેલાં પૃથ્વીદેવીને વંદન મંત્ર

સમુદ્ર વસને દેવી ! પવૅતસ્તનમંડલે
વિષ્ણુ પત્ની ! નમસ્તુભ્યં પાદસ્પશૅ ક્ષમસ્વ મેં


મંત્રનો અર્થ
સમુદ્ર રૂપી કપડાવાળી પવૅતરૂપી સ્તનવાળી અને વિષ્ણુ ભગવાનની પત્ની હે પૃથ્વી દેવી ! તમને નમસ્કાર કરું છું. મારા પગનો સ્પર્શ થાય છે માટે ક્ષમા કરજો.


Krishna-chalisa-gujarati

જગતગુરૂ શ્રી કૃષ્ણને વંદન

વસુતેવસુતં દેવં કંસચાણૂરમદૅનમ્
દેવકી પરમાનંદ કૃષ્ણ વન્દે જગદગુરુમ્


મંત્રનો અર્થ
વસુદેવજી ના પુત્ર કંસ રાજાની ને ચાણૂર મલ્લને મારનાર માતા દેવકીજી પરમ આનંદ આપનાર અને જગતના ગુરૂ એવા શ્રી કૃષ્ણ ભગવાનને હું નમન કરૂં છું.


સ્નાન કરતી વખતે બોલવાનો મંત્ર

ગંગા સિંધુ સરસ્વતી છ યમુના ગોદાવરી નમૅદા
કાવેરી સરયૂ મહેન્દ્રતનયા ચમૅણ્વતી વેદિકા
ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગણ્ડકી
પૂણૉ પૂણૅજલે સમુદ્ર સંહિતા કુવૅન્તુ મેં મંગલમ્


મંત્રનો અર્થ
ગંગા, સિંધુ સરસ્વતી , યમુના , ગોદાવરી , નમૅદા , કાવેરી, સરયૂ, મહેન્દ્રતનયા, ચમૅણ્વતી વેદિકા ,જયા, ક્ષિપા, વેત્રવતી, મહાસુર નદી જે બ્રહ્માપુત્રા અને ગંડકી આ બધી સિદ્ધ પવિત્ર નદીઓના પૂર્ણ જળ વડે પરિપૂર્ણ થઈ સમુદ્ર સાથે મળીને મારૂં કલ્યાણ કરો.

ભોજન સમયે બોલવાનો મંત્ર

યજ્ઞશિષ્ટાશિન: સન્તો મુચ્યન્તે સવૅ કિલ્બિષૈ
ભુજ્જતે તે ત્વધં પાપા યે પચન્ત્યાત્મકારણાત્


મંત્ર નો અથૅ
રોજ પાંચ મહાયજ્ઞ કરીને પ્રસાદીરૂપે રહેલું અન્ન જમનાર એવા સદાચારી જનો બધા પાપથી મુક્ત થાય છે પરંતુ જેઓ પોતાના માટે જ રાધીને ખાય છે તે પાપીઓ પાપ જ ભોગવે છે.

શયન વખતે બોલવાનો મંત્ર

કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને
પ્રણત: કલેશનાશાય ગોવિન્દાય નમો નમઃ


મંત્રનો અર્થ
વસુદેવના પુત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાનને , દુઃખ હરનાર પરમાત્માને , શરણે આવનારના કલેશો ટાળનાર ગોવિંદ ને વારંવાર નમસ્કાર હો.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
ganesh puja vidhi mantra  home

  

Shiv Mantra Gujarati 

anand-no-garbo-lyrics-gujarati