"" અજાણ્યું આમંત્રણ "" એક લઘુકથા | Ajanuyu Amantran Shot Story By Gayatri Jani |
અજાણ્યું આમંત્રણ
"સપના ઓ સપના ક્યા ગઈ સવાર સવાર માં"
સપના ભગવાન ની પૂજા કરતી હતી અને ઘંટડી વાગવાનો અવાજ સંભળાય છે.
"ચોક્કસ આ અત્યારે ભગવાન પાસે બેસી ગઈ લાગે છે"
પ્રથમ આવીને જોવે છે તો સપના પૂજા કરતી હતી.
"સપના તારી ઉમર નથી થઈ વહેલા ઉઠી આ બધુ કરવાની"
"પ્રથમ
એવુ ના હોય ખીલેલું ફૂલ ભગવાન ને ધરાવીએ તો એમને ગમે એમ આપણી ઉમર નાની હોય
હાથ પગ ચાલતા હોય ત્યારે ભગવાન નુ નામ લઈએ તો એમને પણ ગમે"
"હા સપના હજી આખુ જીવન બાકી છે એ કરવા માટે"
"પ્રથમ એવુ ના વિચારશો કાલે મૃત્યુ છે એમ માનીને કરીશું તો જ થશે અને મૃત્યુ એતો અજાણ્યું આમંત્રણ છે ક્યારે આવશે એની ખબર નહી પડે."
અને પ્રથમ ને સપના ની વાત સમજાઈ જાય છે એ પણ જાગ્યા ત્યારથી સવાર એમ માની ભગવાન નું નામ લેવાનુ ચાલુ કરે છે.
સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની
સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા
ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા અહી ક્લિક કરો.