મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2023

મિત્રતા ની એક લઘુકથા "" ઋણાનુબંધ "" | Runanubandh Short Story By Gayatri Jani |

મિત્રતા ની એક લઘુકથા "" ઋણાનુબંધ "" | Runanubandh Short Story By Gayatri Jani | 

runanubandh-short-story-by-gayatri-jan
runanubandh-short-story-by-gayatri-jan

શીર્ષક:-ઋણાનુબંધ

કરણ અને રામ નાનપણથી મિત્ર હતા કરણની આર્થિક સ્થિતિ સારી ન હતી અને માતા પણ નહી આથી પિતા એને રામના ઘરે મુકીને નોકરી પર જતા હતા. રામના પિતા એને બધુ નવુ નવુ શીખવાડે અને રોજ કઈક શીખે તો ચોકલેટ પણ લાવે. રામ નાનો હતો એને કયારેક આ બધુ ગમતુ નહી એના મનમા ઈર્ષા થતી કે મારા પપ્પા મને નથી આપતા અને કરણને આપે છે આથી મિત્ર ભાવ એ ઈર્ષામા બદલાઈ ગયો કરણ ખૂબ હોશિયાર હતો પણ પરિસ્થિતિના કારણે એ કઈ કરી શકતો નહી એને ડોકટર બનવુ હતુ રામના પિતાએ એનો ખર્ચો આપી ભણાવ્યો મોટા થયા પછી રામને વધુ ઈર્ષા થતી એ ભુલી ગયો કે આ મારો મિત્ર છે. પણ કરણની સ્થિતિએ નાની ઉંમરમા ઘણો મોટો બનાવી દીધો હતો આથી એની સમજણ વધારે હતી.

એકવાર રામ ખૂબ બિમાર થાય છે અને કરણ એની ખૂબ સરસ સારવાર કરે છે રામ મનોમન પસ્તાય છે કે હુ જ ખોટુ વિચારતો હતો કરણને તો હજુ મારા પ્રત્યે લાગણી છે એ માફી માંગે છે ત્યારે કરણ જવાબ આપે છે કે મિત્રતામા માફી ના હોય અને તારા પિતાનુ ઋણ મારા પર છે. રામ ધરતી પર જન્મ લેતા પહેલા દરેક સબંધ ઈશ્વર નકકી કરીને મોકલે છે માત્ર મિત્રતાનો સંબંધ જ જાતે બાંધવાનો હોય છે અને આજે તને ભૂલ સમજાઈ એજ મારા માટે મારી મિત્રતા સાચી હોવાનો પૂરાવો છે અને આ બધુ ઋણાનુબંધ છે.

રામ અને કરણ બધુ ભૂલીને નાના હતા એ દિવસો યાદ કરી આનંદ માણવા લાગ્યા.

 સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

 

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા | Literacy Shot Story By Gayatri Jani |

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા | Literacy Shot Story By Gayatri Jani | 

 

સાક્ષરતા

મમ્મી ઓ મમ્મી બોલ બેટા

ઉમિયા કેમ સ્કૂલ જતી નથી? ક્રિષ્ના બેન તીર્થ ને જવાબ આપવા વિચારે ત્યાં જ તીર્થ બોલ્યો

મમ્મી એ આપણે ત્યાં આવે છે અને ઘણી બધી વાર બેસીને ટી વી જોવે છે ત્યારે હુ એને શિખવાડું?દસ વર્ષ નો તીર્થ એકદમ સહજ ભાવે મમ્મી સાથે વાત કરી રહ્યો હતો.

એટલે ક્રિષ્ના બેને પણ એનો ઉત્સાહ જોઈને હા પાડી

હા બેટા તું શિખવાડજે

ઉમિયા ક્રિષ્ના બેન ને ત્યાં કામ કરતી એક આદિવાસી છોકરી હતી

અને જવાબદારી થોડી જડતા વાળો સમાજ જેથી ભણી શકી નહી

પણ એનુ ગણતર ખુબ ઉત્તમ હતુ એને રૂપિયા કમાવા અને ગણવા બધુ જ આવડતુ


એ સિવાય ટીવી ની ચેનલ બદલવી કે મોબાઇલ ઓપરેટ કરવો બધુ જ સરળતા થી કરી લેતી. જો ભણે તો હજી સરસ બધુ કરી શકે

ઉમિયા જયારે વાસણ  ઘસવા આવે ત્યારે તીર્થ એને રમત કરતા એને કક્કો શિખવાડે બેવ ને મજા આવે.

આમ કરતા કરતા એ વધારે નહી પણ લખતા વાચતા સીખી ગઈ

ઉમિયા એમની આજુબાજુ મા રહેતી છોકરીઓ ને પણ શિખવાડવા લાગી અને એક પછી બે, ત્રણ એમ સંખ્યા વધતી ગઈ

અને એક નાના છોકરા એ ભણતર ની નાના પ્રયત્ન દ્વારા ખૂબ મોટી શરૂઆત કરાવી.

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

માં ની કરૂણા " સફેદ કાગળ" એક લધુકથા | White Paper short story by Gayatri Jani |

 માં ની કરૂણા " સફેદ કાગળ" એક લધુકથા | White Paper short story by Gayatri Jani | 


સફેદ કાગળ


"મીના બેન કેમ આજે રીંકુ ના રડવાનો અવાજ બહુ આવે છે?"


એવું પૂછતા જસોદા બેન આવે છે


"અરે કઈ નહી આજે રીંકુ મારુ કઈ માનતી નથી એટલે મને ગુસ્સો આવ્યો હુ એને લડી માટે


"હા એ વાત સાચી પણ તમે એને સમજાવો તો સમજી જશે""જસોદા બેન એ પહેલા આવુ નહોતી કરતી પણ જ્યારથી એ મામા ને ત્યાં રહીને આવી ત્યાર થી આવુ કરે છે "


"હા મામા ને ત્યાં લાડ હોય એટલે"


તમારી પાસે થોડો સમય રહેશે એટલે બધુ સરસ થઈ જશે


"બાળક તો સફેદ કાગળ જેવુ છે તમે જેમ અને જેવા ઇચ્છો એવા રંગ પુરી શકો છો "


હા તમે મને આજે મોટી વાત સમજાવી દીધી
હવે થી હુ પણ એવુ જ કરીશ.


સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની


સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

સરસ બોઘ એક લઘુકથા "" આરાધના "" | Aradhna Short Story By Gayatri Jani |

 સરસ બોઘ એક લઘુકથા "" આરાધના ""   | Aradhna Short Story By Gayatri Jani | 

aradhna-shot-story-by-gayatri-jani

 

લઘુકથા "" આરાધના "" 

 "પાયલ આજે કેમ ઓફિસ આવવાનું મોડુ થયું?"


અરે માયા હુ રોજ મારા નિયમ મુજબ મંદિર જઈને ઓફિસ આવુ છું પણ આજે મંદિર મા ભીડ હતી દર્શન કર્યા નીકળી અને રસ્તામાં ફાટક નડ્યો "


"કંઈ વાંધો નહિ"


"માયા તુ એકદમ સમયસર આવી જવ કારણ કે તું કોઈ દિવસ મંદિર જતી નથી પણ મને એવુ ના ગમે ".


મારે તો રોજ ભગવાન ની આરાધના કરવાની પછી બીજુ બધુ.બીજા દિવસે પાયલ માયા ને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે


"માયા કાલે સવારે મારા ઘરે જ ઓફિસ ની અગત્ય ની વાત કરવી છે તુ સમયસર આવી જજે."

"હા ચોક્કસ "


સવારે માયા પાયલ ને ત્યાં જાય છે.


દરવાજો ખખડાવે છે

 

એક બેન આવીને ખોલે છે કહે છે બેસો પાયલ બેન મંદિર મા છે


માયા ને નવાઈ લાગી એ અંદર જોવા જાય છે તો એક રૂમ માં સરસ પોતાના માતા પિતા નો ફોટો મૂક્યો હોય છે ત્યાં પૂજા કરતી હોય છે.


પાયલ ઉભી થઇ માયા ને બેસવા નુ કહે છે


"અરે પાયલ તુ શુ કરે છે?"


"માયા હુ મારા માતા પિતા ની આરાધના કરતી હતી એ થોડા સમય પહેલાં મૃત્યુ પામ્યા હતા મારા માટે પૃથ્વી પરના પહેલા પરમેશ્વર હતા અત્યારે એજ મારા ભગવાન છે હુ રોજ ઘરે જ એમની આરાધના કરુ છુ"


માયાની આંખ માં આંસુ આવી જાય છે કે હુ ઘર મા માતા પિતા ને સાચવતી નથી અને રોજ મંદિર જવ છું "


સાચી આરાધના તો પાયલ ની જ છે.

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

છોટું અને દાદા ની વાતૉ એક લઘુકથા " " નમસ્તે "" | Namaste Short Story By Gayatri Jani |

 છોટું અને દાદા ની વાતૉ એક લઘુકથા " " નમસ્તે ""   | Namaste Short Story By Gayatri Jani | 

namaste-short-story-by-gayatri-jani
namaste-short-story-by-gayatri-jani

 

" " નમસ્તે ""

 "લગ્નની સિઝન ચાલી રહી છે એટલે એક દિવસમા બે ત્રણ જગ્યાએ જવાનું હોય એવુ પણ બને.


"પપ્પા તમે અને છોટુ પરાગ ભાઈને ત્યાં જઈ આવો અને અમે બે ઓફિસના સાહેબને ત્યા જઈ આવીએ."


"હા વહુ બેટા"છોટુ અને દાદા બેવ લગ્નમા જાય છે. ત્યા બધા દાદાને નમસ્તે નમસ્તે કરી વાત કરતા હતા અને અમુક એન આર આઈ આવ્યાં હતા એ હાથ મિલાવીને નમસ્તે કરતા હતા આ બધુ છોટુએ જોયુ એટલે પાછા આવતા છોટુએ દાદાને પૂછ્યું.


"દાદા ત્યા બધા બે રીત થી નમસ્તે કરતા હતા એવુ કેમ?"


"બેટા આપણા ભારતની સાચી રીત બે હાથ જોડીને નમસ્તે કરવાની છે અને આપણે એમ જ કરતા હતા પણ ધીમે ધીમે પશ્ચિમી અનુકરણ કરવા લાગ્યા ત્યા કોરોના આવ્યો અને સમજાવ્યું કે આવી રીતે નહી. જે લોકો હાથ મિલાવીને કરતા હતા એ ભારતના જ હતા પણ પશ્ચિમ ની સંસ્કૃતિ ને વધારે મહત્વ આપતા હતા પણ એ રીત ખોટી છે બેટા "


છોટુને દાદાની વાત સરસ સમજાઈ ગઈ. 

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

 

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

એક લઘુકથા "" ઉડતા પક્ષી "" | Flying Birds Short Story By Gayatri Jani |

 એક લઘુકથા  "" ઉડતા પક્ષી ""   | Flying Birds Short Story By Gayatri Jani | 

 

flying-birds-short-story-by-gayatri-jani
flying-birds-short-story-by-gayatri-jani

 

"" ઉડતા પક્ષી ""


રોજ સાંજે એક હરોળમા પક્ષીઓ ઉડતા જોવા મળે.


"મમ્મી મમ્મી જોવો ઉપર કેવા સરસ પક્ષીઓ જાય છે.


"હા બેટા સરસ છે તારા જેવા "


"હા મમ્મી પણ મારે એમની જેવુ ઉડવુ છે"

 

થોડીવાર તો સંગીતા બેન વિચારમા ખોવાઈ ગયા કે ખરેખર કેટલુ સરસ મુક્તપણે ઉડવાનું કોઈ જ બંધન નહી.નાના હતા ત્યારે પ્રાણીસંગ્રહાલયમાં જતા હતા બધા પ્રાણીઓને જોઈ આનંદ મળતો પણ જ્યારે હવે પોતાના બાળકોને જોવા લઈ જઈએ ત્યારે નથી ગમતુ એ પક્ષી અને પ્રાણીઓને પુરેલા જોઈ દયા આવે છે. એમ પક્ષી, પ્રાણી કે વ્યક્તિ મુક્ત મને વિહરી શકે એજ આનંદ.

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

 

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

 

સોમવાર, 27 ફેબ્રુઆરી, 2023

"" અજાણ્યું આમંત્રણ "" એક લઘુકથા | Ajanuyu Amantran Shot Story By Gayatri Jani |

"" અજાણ્યું આમંત્રણ ""  એક લઘુકથા  | Ajanuyu Amantran Shot Story By Gayatri Jani |


અજાણ્યું આમંત્રણ

"સપના ઓ સપના ક્યા ગઈ સવાર સવાર માં"

સપના ભગવાન ની પૂજા કરતી હતી અને ઘંટડી વાગવાનો અવાજ સંભળાય છે.

"ચોક્કસ આ અત્યારે ભગવાન પાસે બેસી ગઈ લાગે છે"

પ્રથમ આવીને જોવે છે તો સપના પૂજા કરતી હતી.

"સપના તારી ઉમર નથી થઈ વહેલા ઉઠી આ બધુ કરવાની"

 "પ્રથમ એવુ ના હોય ખીલેલું ફૂલ ભગવાન ને ધરાવીએ તો એમને ગમે એમ આપણી ઉમર નાની હોય હાથ પગ ચાલતા હોય ત્યારે ભગવાન નુ નામ લઈએ તો એમને પણ ગમે"

"હા સપના હજી આખુ જીવન બાકી છે એ કરવા માટે"

"પ્રથમ એવુ ના વિચારશો કાલે મૃત્યુ છે એમ માનીને કરીશું તો જ થશે અને મૃત્યુ એતો અજાણ્યું આમંત્રણ છે ક્યારે આવશે એની ખબર નહી પડે."

અને પ્રથમ ને સપના ની વાત સમજાઈ જાય છે એ પણ જાગ્યા ત્યારથી સવાર એમ માની ભગવાન નું નામ લેવાનુ ચાલુ કરે છે.

 

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા | Night Party Shot Story By Gayatri Jani |

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા  | Night Party Shot Story By Gayatri Jani | 


"મમ્મી આજે મારે નાઈટ પાર્ટી મા જવાનુ છે એટલે મારુ જમવાનુ ના બનાવતા."


"રાહુલ નથી જવુ અમને બેવ ને એ બધું પસંદ નથી તને ખબર છે ને"


"હા મમ્મી પણ ખાસ મિત્ર ની બર્થ ડે છે એટલે"


"સારુ કાલે તારે ઇન્ટરવ્યૂ આપવા જવાનુ છે તો વહેલા આવી જજે"


"હા મમ્મી"


રાહુલ રાત ના આઠ વાગે જવા નીકળે છે.


પાર્ટી મા બધા મિત્રો ભેગા થાય છે અને ધમાલ મસ્તી, ખાવું પીવું બધુ ચાલે છે રાત ના બાર વાગે છે રાહુલ ખૂબ નશા માં હોય છે ગાડી લઈને ઘરે આવવા નીકળે છે નશા માં હોવાથી ભાન રહેતુ નથી અને એક્સિડન્ટ થાય છે મિત્ર રાહુલ ના ઘરે ફોન કરે છે.

 "હેલો કાકી હુ રાહુલ નો મિત્ર રાહુલ ને હોસ્પિટલ માં દાખલ કર્યો છે તમે ત્યા આવી જાવ"


બિના બેન નો જીવ અધ્ધર થઈ જાય છે જલદી પહોચે છે અને સારવાર કરાવે છે.


"રાહુલ મે તને ના પાડી હતી છતા તુ ગયો એમા તારું ઇન્ટરવ્યૂ માટે જઈ શકીશ નહિ અને આર્થિક, શારીરિક રીતે પણ નુકશાની આપણે"


"હા મમ્મી હવે મને તમારી વાત સમજાઈ ગઈ હુ હવે ક્યારેય આવી નાઈટ પાર્ટી મા જઈશ નહી "


રાહુલ ને સમજાયુ કે દવાખાને કોઈ મિત્ર આયા નથી.


"બેટા આ આપણી ભારતીય સંસ્કૃતિ છે જ નહિ આપણે તો દિવસ ના જ જન્મ દિવસ ઊજવવા વાળા છે રાતે બાર વાગે ક્યારેય જન્મ દિવસ ઉજવવો જોઈએ નહી "


"હવે થી ક્યારેય નહીં કરું મમ્મી અને બેવ સાથે ઘરે જવા નીકળે છે.


સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

શનિવાર, 25 ફેબ્રુઆરી, 2023

શ્રી હનુમાનજી નો આ સ્તોત્ર નો પાઠ કરવાથી બ્રહ્મરાક્ષસ, પિશાચગણો, ભૂતો દૂર થાય છે | Hamuman Stotra Gujarati Lyrics | Okhaharan

શ્રી હનુમાનજી નો આ સ્તોત્ર નો પાઠ કરવાથી  બ્રહ્મરાક્ષસ, પિશાચગણો, ભૂતો દૂર થાય છે |  Hamuman Stotra Gujarati Lyrics | Okhaharan

hamuman-stotra-gujarati-lyrics
hamuman-stotra-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે પાઠ કરીશું સવૅ કષ્ટ દૂર કરનારો શ્રી હનુમાન સ્ત્રોત ગુજરાતી અથૅ સહિત. 

 શ્રીરામ ની આ જપમાળા જાપ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિને પાપ તાપ ટળી જાય ગુજરાતીમાં અહી ક્લિક કરો.   


આ હનુમાન સ્ત્રોત ના રચયિતા શ્રી શતાનંદ રચિત છે આ સ્ત્રોત શનિવાર કે મંગળવારે પ્રાતઃકાળે અનુષ્ઠાન કરવું આ સ્ત્રોત દિવસ દરમિયાન 11 વખત પાઠ કરવો. આ સ્ત્રોત ના પ્રભાવ થી તમામ પ્રકાર ના ભય , ક્લેશ, રોગ નાશ પામે છે. રોગ ધરના દરવાજા સુધી આવતો નથી  અને જો હોય તો તે પણ ભાગી જાય છે.ધંધા રોજગાર માં બરકત આવે છે. વેપાર ધંધો ધમાકેદાર ચાલે છે. ધરમાં કોઈ નું અપમૃત્યુ થતું નથી. હવે આપણે આ સ્ત્રોત નું પાઠ કરીયે


શ્રી હનુમાન સ્ત્રોત  
શ્રી સીયાવર રામચંદ્ર ભગવાન ની જય
ૐ હનુમંતે નમઃ
નીતિપ્રવીણ નિગમાગમ શાસ્ત્રબુદ્ધે ।
રાજાધિરાજ રઘુનાયક મંત્રિવર્ય ।
સિંદૂર ચર્ચિત કલેવર નૈષ્ઠિકેન્દ્ર
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૧ ॥

અર્થ : રાજનીતિમાં પ્રવીણ, વૈદાદિક શાસ્ત્રોમાં પારંગત, રઘુકુળનાયક શ્રી રામચંદ્રજીના મંત્રી, સિંદૂર અર્ધેલા શરીરવાળા અને નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૧ ॥

સીતા નિમિત્ત જરદૂત્તમ ભૂરિ કષ્ટ,
 પ્રોત્સારણૈકક સહાય હતાસ્ત્રપૌધ ।
 નિર્દગ્ધયાતુપતિહાટક રાજધાને,
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૨ ॥

અર્થ : સીતાહરણથી શ્રી રામચંદ્રજીને ઊપજેલા મહાન કષ્ટને દૂર કરવામાં મુખ્ય સહાયક; અનેક અસુરોનો નાશ કરનારા અને સોનાની રાજધાની લંકાને બાળી દેનારા, એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૨ ॥ 

હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.  

દુર્વાર્ય રાવણ વિસર્જિત શક્તિઘાત,
કંઠાસુલક્ષ્મ સુખા હ્યત જીવવલ્લે ।
 દ્રોણાચલાનયન નંદ્રિત રામપક્ષ
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૩ ॥

 અર્થ : રાવણે છોડેલી ભયંકર મારણશક્તિથી મૂર્છિત થયેલા લક્ષ્મણજીને સુખી ક૨વા, દ્રોણાચળ સહિત સંજીવની વેલ લાવી આપી, રામચંદ્રજીના પક્ષવાળા સહુને આનંદ પમાડનારા, હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૩॥

રામાગમોકિત તરિતારિત બંધ્વયોગ,
દુઃખાબ્ધિ મગ્ન ભરતાર્પિત પારિબર્હ ।
રામમંત્રિ પદ્મ મધુપીભવં દત્તરાત્મન્,
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૪ ॥

અર્થ : રામચંદ્રજીના આગમનના સમાચાર કહેવા રૂપી નૌકા દ્વારા બંધુવિયોગના દુઃખ-દરિયામાંથી ભરતજીનો ઉદ્વાર કરી, પહેરામણી મેળવનાર અને રામચંદ્રજીનાં ચરણકમળમાં જ ભમરાની માફક આસકૃત રહેનારા, એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૪ ॥દાન્તાત્મ કેસરિ મહાકપિરાર્ તદીય
ભાર્યાજની પુરુ તપઃફલ પુત્રભાવ ।
 તાક્ષ્યૌપમોચિતવપુર્બલ તીવ્રવેગ
 શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૫ ॥

અર્થ : મહાકપિયરાજ કેસરી અને તેમનાં પત્ની અંજનીના દેહદમન તથા તીવ્ર તપના ફળરૂપે, પુત્રભાવને પામેલા અને શરીરબળ તથા તીવ્ર વેગમાં ગરુડ જેવા, હે રામદૂત હનુમાનજી ! તમે મારા કંષ્ટને દૂર કરો. ॥ ૫ ॥

નાના ભિચારિક વિસૃષ્ટ સવીર કૃત્યા,
 વિદ્રાવણારુણં સમીક્ષણ-દુપ્રધષ્ય |
સાથે રોગધ્ન સત્સુતદ વિત્તદ મંત્રજાપ,
 શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૬ ॥

 અર્થ : બહુ પ્રકારના અભિચારકોએ પ્રેરેલી, વીર સહિત ભયંકર કૃત્યાઓને લાલ નેત્રોની દૅષ્ટિમાત્રથી જ નસાડી મૂકનારા અને જેનો મંત્ર જપવાથી દર્દ દૂર થાય છે, સુપુત્રની પ્રાપ્તિ થાય છે તેમ જ ધનસંપત્તિ મળે છે, એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો.

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.  

યજ્ઞામઘેય પદક શ્રુતિ માત્રતો પિ,
 યે બ્રહ્મરાક્ષસ પિશાચ ગણાશ્ચ ભૂતાઃ ।
તે મારિકાશ્ચ સભયં હ્યપયન્તિ સત્વ,
 શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૭ ॥

અર્થ : જેના નામનો એક અક્ષર માત્ર સાંભળવાથી બ્રહ્મરાક્ષસ, પિશાચગણો, ભૂતો અને મરકી, ભય પામીને પલાયન થઇ જાય છે. એવા આપ હે શ્રી રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૭ |

ત્વ ભક્ત માનસ સમીપ્સિત પૂર્તિ શકતો,
 દીનસ્ય દુર્મદ સપત્ન ભયાર્તિ ભાજઃ ।
ઇષ્ટં મમાપિ પરિપૂરય પૂર્ણકામ,
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૮ ॥

અર્થ : : તમે ભક્તોના મનોરથો પૂર્ણ કરવા સમર્થ છો, માટે દુષ્ટ મદવાળા શત્રુઓના ભય થકી મુકાવારૂપ, દીન એવા મારું પણ ઇચ્છિત શુભ પૂર્ણ કરી, પૂર્ણકામ એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારું કષ્ટ દૂર કરો. II ૮ ॥ઇતિશ્રી શતાનંદ મુનિ વિરચિતં શ્રી હનુમત્ત્તોત્રં સમાપ્તમ્ ।

 

 હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.