શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ શ્ર્લોક ગુજરાતી લખાણ સાથે અથૅ સહિત | Sunderkand With Gujarati Meaning Slok | Okhaharan
Sunderkand-With-Gujarati-Meaning-Slok |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું રામચરિતમાનસ સુંદરકાંડ ગુજરાતીમાં અને તેના અથૅ સહીત હું આશા રાખું તમને પંસદ આવશે.
શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ
શાન્તં શાશ્ચતમપ્રમેયમનઘં નિર્વાણશાન્તિપ્રદં
બ્રહ્માશમ્ભુફણીન્દ્રસેવ્યમનિશં વેદાન્તવેધં વિભુમ ।
રામાખ્યં જગદીશ્વરં સુરગુરું માયામનુષ્યં હરિં
વન્દેડહં કરુણાકરં રઘુવરં ભૂપાલચૂડામણિમ્ ॥ ૧॥।
શાંત, સનાતન, અપ્રમેય (પ્રમાણોથી પર), નિષ્પાપ, મોક્ષરૂપ પરમ શાન્તિ આપનારા, બ્રહ્મા, શંભુ અને શેષજી દ્વારા નિરંતર સેવિત, વેદાન્ત દ્વારા જાણવાયોગ્ય, સર્વવ્યાપક, દેવોમાં સૌથી મોટા, માયાથી મનુષ્યરૂપે દેખાનારા, સમસ્ત પાપોને હરનારા, કરુણાની ખાણ, રઘુકુળમાં શ્રેષ્ઠ તથા રાજાઓના શિરોમણિ, રામ કહેવડાવનારા જગદીશ્વરની હું વંદના કરું છું. ॥૧।।
નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયેડસ્મદીયે
સત્યં વદામિ ચ ભવાનખિલાન્તરાત્મા |
ભક્તિં પ્રયચ્છ રઘુપુઙ્વ નિર્ભરાં મે
કામાદિદોષરહિતં કુરુ માનસં ચ।॥ર॥
હૈ રઘુનાથજી! હું સત્ય કહું છું અને વળી, આપ સર્વેના અંતરાત્મા જ છો (સઘળું જાણો જ છો) કે મારા હૃદયમાં બીજી કોઈ ઇરછા નથી હે રઘુકુળશ્રેષ્ઠ! મને આપની નિર્ભરા (ભરપૂર) ભક્તિ આપો અને મારા મનને કામ આદિ દોષોથી રહિત કરો. ।। ૨॥
અતુલિતબલધામં હેમશૈલાભદેહં
દનુજવનકૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યમ્ |
સકલગુણનિધાનં વાનરાણામધીશં
રઘુપતિપ્રિયભક્તં વાતજાતં નમામિ ॥૩॥
અતુલ બળના ધામ, સોનાના પર્વત (મેરુ) સમાન કાંતિયુક્ત શરીરવાળા, દૈત્યરૂપી વન[નો ધ્વંસ કરવા]ને માટે અગ્નિરૂપ, જ્ઞાનીઓમાં અગ્રગણ્ય, સમસ્ત ગુણોના નિધાન, વાનરોના સ્વામી, શ્રીરઘુનાથજીના પ્રિય ભક્ત પવનપુત્ર શ્રીહનુમાનજીને હું પ્રણામ કરુછું. ॥૩॥
જામવંત કે બચન સુહાએ
સુનિ હનુમંત હૃદય અતિ ભાએ ॥
તબ લગિ મોહિ પરિખેહુ તુમ્હ ભાઈ |
સહિ દુઃખ કંદ મૂલ ફલ ખાઈ॥૧।
જામ્બવાનનાં સુંદર વચનો સાંભળીને હનુમાનજીના હૃદયને તે ઘણાં જ ગમ્યાં. [તે બોલ્યા -] હે ભાઈ! તમે લોકો દુઃખ વેઠીને, કદ-મૂળફળ ખાઈને ત્યાં સુધી મારી વાટ જોજો કે - 1
જબ લગિ આવૌં સીતહિ દેખી!
હોઈહિ કાજુ મોહિ હરષ બિસેષી |
યહ કહિ નાઇ સબન્હિ કહુઁ માથા |
ચલેઉ હરષિ હિયઁ ધરિ રઘુનાથા ૨!
જ્યાં સુધી હું સીતાજીને જોઈને [પાછો] ન આવું. કાર્ય અવશ્ય થશે, કારણ કે મને ઘણો જ હર્ષ થઈ રહ્યો છે. આમ કહીને અને સર્વેને શીશ નમાવીને તથા ઉદયમાં શ્રીરધુનાથજીને ધારણ કરીને હનુમાનજી હરખાઈને ચાલ્યા. ।। ૨
સિંધુ તીર એક ભૂધર સુંદર ।
કૌતુક કૂદિ ચઢેઉ તા ઊપર ||
બાર બાર રઘુબીર સઁભારી ।
તરકેઉ પવનતનય બલ ભારી॥ ૩॥
સમુદ્ર તટે એક સુંદર પર્વત હતો. હનુમાનજી રમતમાં જ (અનાયાસે જ) કૂદીને તેની ઉપર જઈ ચઢ્યા અને વારંવાર શ્રીરઘુવીરનું સ્મરણ કરીને અત્યંત બળવાન હનુમાનજી તેના પરથી મોટા વેગથી કૂદયા (ઉછળ્યા) ॥ ૩॥।
જેહિં ગિરિ ચરન દેઈ હનુમંતા ।
ચલેઉ સો ગા પાતાલ તુરંતા॥
જિમિ અમોઘ રઘુપતિ કર બાના |
એહી ભાઁતિ ચલેઉ હનુમાના।૪॥
જે પર્વત પરથી હનુમાનજી પગ મૂકીને ચાલ્યા (જેના પરથી તેમણે છલાંગ લગાવી), તે તરત જ પાતાળમાં ધસી પડ્યો. જેમ શ્રીરઘુનાથજીનું અમોઘ બાણ ચાલે છે, તેવી જ રીતે હનુમાનજી ચાલ્યા. ।૪॥
જલનિધિ રઘુપતિ દૂત બિચારી ।
તૈં મૈનાક હોહિ શ્રમહારી॥પા
સમુદ્રએ તેમને શ્રીરઘુનાથજીના દૂત સમજીને મૈનાક પર્વતને કહ્યું કે હે મૈનાક! તું એમનો થાક ઉતારનાર બન (અર્થાત્ પોતાના ઉપર એમને વિશ્રામ આપ). ॥૫।।
દરરોજ નવા દોહા ના અથૅ અને ભક્તિ લેખ વાચવાં વેબસાઈટ ફોલો કરજો.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇