સોમવાર, 3 જાન્યુઆરી, 2022

આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે શિવ ભજન ઉમાપતિ શિવ | Shiv Bhajan Umapati Shiv | Okhaharan

 આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે શિવ ભજન ઉમાપતિ શિવ | Shiv Bhajan Umapati Shiv | Okhaharan

Shiv-Bhajan-gujarati-lyrics-Umapati-Shiv
Shiv-Bhajan-gujarati-lyrics-Umapati-Shiv

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે ઉમાપતિ શિવ શિવજી ભજન.

Shiv Mantra Gujarati

 

ઉમાપતિ શિવ

સખી ઉમા તે પંથે ચાલ્યા રે

મહાવન ના તે મારગ ઝાલ્યા રે

સાથે સોળ સાહેલી નો સાથ

ઉમાપતિ શિવ હ્રદય માં રહેજો રે

સખી ઉમા તે વન માં જાય રે

બીજ ચંદ્ર રૂપેરી પ્રકાશ રે

તજ્યા માતા પિતા શિવ ને કાજ...ઉમાપતિ.....

 સખી આવ્યા તે વન ની માંયે રે

ચડ્યા ગૌરીશિખર ત્યાંય રે

છોડ્યો સર્વે સાહેલી નો સાથ...ઉમાપતિ..... 


સખી વન માં તે પુષ્પો મહેકે રે

 જાઈ જુઈ ચમેલી ને કેવડો

સર્વે ભોગો ને દીધા ત્યાગી...ઉમાપતિ....

સખી જીભે પંચાક્ષર મંત્ર રે

જેનું ધ્યાન ધરે મુનીલોક રે

એવા આરાધ્યા ત્રિલોક નાથ....ઉમાપતિ.....

સખી શરીરે તે વલ્કલ ધાર્યા રે

વળી જટા બાંધી શીરે બેઠા રે

ત્યાગી દીધી મોતી કેરી માળા...ઉમાપતિ....

સખી આરંભ્યું તપ એવું ઉગ્ર રે

આવ્યા દેવતા ઓ તેના દર્શને રે

 વિચાર કરે છે ત્રિશુલ ધારી...ઉમાપતિ.... 

 

આવ્યા બટુક વેશે મહાદેવ રે

ધ્યાન ધરે ઉમા જોગણ વેશે રે

નમન કરી ને ફૂલડે વધાવ્યા...ઉમાપતિ....

બોલ્યા બટુક વેશે મહાદેવ રે

કોમળ તન આ કાં કરમાવો રે

શાને કાજે કઠીન તપ માંડ્યું...ઉમાપતિ....

ત્યારે બોલ્યા ઉમા એવી વાણી રે

પૂર્ણ રૂપે ઓળખું છું એ ત્યાગી ને

ઘરબાર વગર નો છે જોગી... ઉમાપતિ...


 લાયક ગુણ નથી એમાં વર ના રે

 કોણ માત પિતા છે એના રે

 નથી લક્ષ્મી ઝવેરાત ઘર માં...ઉમાપતિ...

ત્યાગ કરો બાળા એ ભોળા નો રે

એ તો વિભુતિ લગાવે આખે અંગે રે

ભુત ભૈરવી છે તેની સંગે....ઉમાપતિ....

ત્યારે બોલ્યા ઉમા એવી વાણી રે

 સાંભળો બટુક વેશે તમે ત્યાગી રે

 તેને જાણે શું અજ્ઞાની...ઉમાપતિ....

સર્વે વિશ્વ નું તો એ છે શરણું રે

બીજા બધા મારે મન તરણું રે

બધી વાતે વિધિ ના છે લેખ...ઉમાપતિ.... 

Shiv-Stuti-Gujarati-Lyrics

 

નિંદા કરશો નહીં તમે તેની રે

સાંભળનાર પાપ ના ભાગી રે

વરી ચુકી છું હ્રદય થી તેને...ઉમાપતિ....

એવું કહી ને ઉમા ગયા ચાલી રે

છાતી ધબકે ગુસ્સા થી ભારી રે

તુટવા લાગ્યા છે વલ્કલ ના બંધ...ઉમાપતિ...

મહાદેવ સ્વરૂપ પ્રકાશિયું રે

ઝાલ્યો હાથ ઉમા નો ઉમંગે રે

હામ પહોંચી ઘેલો બન્યો દાસ...ઉમાપતિ.... 


ગાય શીખે ને કાને જે સાંભળે ભોળાનાથ

તેને દર્શન દેશે રે આશા ફળશે ને મળશે

આનંદ ઉમાપતિ શીવ હ્રદય માં રહેજો રે

સર્વે ને અમારા  ૐ  નમઃ શિવાય

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 શિવમહિમ્નઃ સ્તોત્રમ    

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે  

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

Shiv Mantra Gujarati

 

108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati

 

સોમવારે મહાદેવ નો આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે | shiv raksha stotra gujarati Lyrics | Okhaharan

 સોમવારે મહાદેવ નો આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે | shiv raksha stotra gujarati Lyrics | Okhaharan

shiv-raksha-stotra-gujarati-Lyrics
shiv-raksha-stotra-gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું વષૅ ના પ્રથમ સોમવારે મહાદેવ સવૅ પ્રકારે રક્ષણ આપનારો સ્ત્રોત એટલે શિવ રક્ષા સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે. 

Shiv Mantra Gujarati

 

 

અસ્ય શ્રીશિવરક્ષાસ્તોત્રમન્ત્રસ્ય યાજ્ઞવલ્ક્ય ઋષિઃ ..

શ્રી સદાશિવો દેવતા .. અનુષ્ટુપ્ છન્દઃ ..

શ્રીસદાશિવપ્રીત્યર્થં શિવરક્ષાસ્તોત્રજપે વિનિયોગઃ ..


ચરિતં દેવદેવસ્ય મહાદેવસ્ય પાવનમ્ .

અપારં પરમોદારં ચતુર્વર્ગસ્ય સાધનમ્ .. ૧..


ગૌરીવિનાયકોપેતં પઞ્ચવક્ત્રં ત્રિનેત્રકમ્ .

શિવં ધ્યાત્વા દશભુજં શિવરક્ષાં પઠેન્નરઃ .. ૨..


ગંગાધરઃ શિરઃ પાતુ ભાલં અર્ધેન્દુશેખરઃ .

નયને મદનધ્વંસી કર્ણો સર્પવિભૂષણ .. ૩..


ઘ્રાણં પાતુ પુરારાતિઃ મુખં પાતુ જગત્પતિઃ .

જિહ્વાં વાગીશ્વરઃ પાતુ કંધરાં શિતિકંધરઃ .. ૪..


શ્રીકણ્ઠઃ પાતુ મે કણ્ઠં સ્કન્ધૌ વિશ્વધુરન્ધરઃ .

ભુજૌ ભૂભારસંહર્તા કરૌ પાતુ પિનાકધૃક્ .. ૫..


હૃદયં શંકરઃ પાતુ જઠરં ગિરિજાપતિઃ .

નાભિં મૃત્યુઞ્જયઃ પાતુ કટી વ્યાઘ્રાજિનામ્બરઃ .. ૬..


સક્થિની પાતુ દીનાર્તશરણાગતવત્સલઃ ..

ઉરૂ મહેશ્વરઃ પાતુ જાનુની જગદીશ્વરઃ .. ૭..


જઙ્ઘે પાતુ જગત્કર્તા ગુલ્ફૌ પાતુ ગણાધિપઃ ..

ચરણૌ કરુણાસિંધુઃ સર્વાઙ્ગાનિ સદાશિવઃ .. ૮..


એતાં શિવબલોપેતાં રક્ષાં યઃ સુકૃતી પઠેત્ .

સ ભુક્ત્વા સકલાન્કામાન્ શિવસાયુજ્યમાપ્નુયાત્ .. ૯..


ગ્રહભૂતપિશાચાદ્યાસ્ત્રૈલોક્યે વિચરન્તિ યે .

દૂરાદાશુ પલાયન્તે શિવનામાભિરક્ષણાત્ .. ૧૦ ..


અભયઙ્કરનામેદં કવચં પાર્વતીપતેઃ .

ભક્ત્યા બિભર્તિ યઃ કણ્ઠે તસ્ય વશ્યં જગત્ત્રયમ્ .. ૧૧..


ઇમાં નારાયણઃ સ્વપ્ને શિવરક્ષાં યથાઽઽદિશત્ .

પ્રાતરુત્થાય યોગીન્દ્રો યાજ્ઞવલ્ક્યઃ તથાઽલિખત્ .. ૧૨..


ઇતિ શ્રીયાજ્ઞવલ્ક્યપ્રોક્તં શિવરક્ષાસ્તોત્રં સમ્પૂર્ણમ્ ..  

સર્વે ને અમારા  ૐ  નમઃ શિવાય 

Shiv-Bhajan-gujarati-lyrics-Umapati-Shiv

 

Shiv-Stuti-Gujarati-Lyrics

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 શિવમહિમ્નઃ સ્તોત્રમ    

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે  

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

Shiv Mantra Gujarati

 

108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati