રવિવાર, 31 જુલાઈ, 2022

વીર પસલી ની વ્રત કથા | વીર પસલી વાર્તા | Vir Pasli Varta | Vir Pasli Vrat Katha Gujarati 2024 | Okhaharan

વીર પસલી ની વ્રત કથા | વીર પસલી વાર્તા | Vir Pasli Varta | Vir Pasli Vrat Katha Gujarati 2022 | Okhaharan

vir-pasli-varta-vir-pasli-vrat-katha
vir-pasli-varta-vir-pasli-vrat-katha

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વીરપસલી વ્રત


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


શ્રાવણ માસના પહેલા રવિવારથી આ વ્રતનો પ્રારંભ થાય છે, અને બીજા રવિવારે પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. આ વ્રત ભાઈના કલ્યાણ માટે, તેના દીર્ઘાયુ માટે કરવામાં આવે.


એક ગામમાં એક કણબી રહેતો હતો. તેને સાત દીકરા અને એક દીકરી હતા. સાતે ભાઈઓ અને બહેન પરણેલાં હતાં. પરંતુ બહેનના સાસરિયાં એવાં ખરાબ નીકળ્યાં કે બહેનને તેડવાં જ ન આવે. બહેન પરણીને સાસરે ગઈ, પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા ન જ પામી. એને પરાણે પિયરમાં રહી સુખ:દુઃખમાં દિવસો પસાર કરવા પડે છે.



કણબીનો સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો, જ્યારે બાકીના છએ ભાઈઓ ખૂબ જ કપટી હતા. ખૂબ ખૂબ કમાઈને ધનવાન બની ગયા, એટલે અભિમાની બની જુદા રહેવા લાગ્યા.


નાના ભાઈ સાથે ડોસા, ડોસી, બહેન અને તેનાં સ્ત્રી-બાળકો બધાં ભેગાં રહે. ખાનારાં ઝાઝાં અને કમાનાર એકલો. તે ખૂબ પરિશ્રમ કરે, ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે, એટલે તે બિચારો નિર્ધન જ રહ્યો.

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવતી. તેને થયું કે “લાવ ! મારા ભાઈને ટેકો કરું.' એમ વિચારી તે છએ ભાભીઓ પાસે કામ માગવા ગઈ, ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું : ‘‘નણંદબા ! અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી, પણ અમારા છએ ઘરનાં ઢોર ચારવાં જાવ, તો બપોરનું એકટાણું વધ્યું-ઘટ્યું ખાવા માટે આપીશું.”


બિચારી બહેનને તો કામ જોઈતું હતું, આથી તેણે ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું. બહેન તો છએ ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા



અને વધ્યું-ઘટ્યું ખાઈને દિવસો પસાર કરવા લાગી. એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી, ત્યાં નદીકાંઠે સરખે સરખી છોકરીઓને નાહતી-ધોતી જોઈ એટણે પૂછ્યું : “બહેનો ! તમે આ શું કરો છો ?’’


છોકરીઓ બોલી : “આજે વીરપસલી છે, એટલે

વીરપસલીના દોરા લઈએ છીએ.’’


દોરા લેવાથી શો લાભ થાય ?’’ “બારે માસ ભાઈને સુખ મળે.’’


બહેન બોલી : “મારેય વીરપસલીનું વ્રત લેવું છે. પણ એ વ્રત શી રીતે થાય તે મને શીખવાડો.''

 કર્પૂરગૌરં કરૂણાવતારં નો અર્થ કર્પૂર નથી થતો જાણો અથૅ ગુજરાતીમાં અહીં ક્લિક કરો 


છોકરીઓએ પોતાના કપડામાંથી આઠ તાંતણા કાઢી દોરો આપ્યો. પછી કહ્યું : “લે આ દોરો ! મહાદેવજી - મહાદેવજી’ એમ બોલતી જા અને આંઠ ગાંઠો વાળતી જા. પછી આઠ દિવસ સુધી વ્રત કરજે. રોજ સવારે વહેલા ઊઠીને સ્નાન કરી, આ દોરાને ધૂપ આપજે. નવમા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે.''


છોકરીઓના કહ્યા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું. આમ કરતા આઠ દિવસ પસાર થઈ ગયા. હવે વ્રત ઉજવવાનું હતું,


 છોડિયો બોલી : ‘આજે ભાઈને દોરો બાંધવો. ભાઈ જે આપે તે જમવું.’ બહેને વિચાર કર્યો કે, મારે સાત ભાઈઓ છે, સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા ય નથી. નાનો ભાઈ નિર્ધન છે. મારું વ્રત ઉજવશે કોણ ? તો યે એ દોરો લેવા બેઠી. છોડિયોએ પોતાના લુગડામાંથી આઠ તાંતણા કાઢી, ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું : ‘આઠ દિવસ સુધી નાહી ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે. દોરાને ધૂપ દીધા પછી જમજે. આઠ દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધજે 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે


બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી : મા મા ! આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે. ચૂલામાં દેવતા ઠારશો નહીં.’ 

મા કહે : ‘સારું.’ આ વાત છએ ભાભીઓ જાણી ગઈ. ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું. એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ. દેવતા ઠરી ગયો ! 

બહેન તો નદીએથી નાહીને આવી. દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ. ત્યાં જુએ છે, તો ચૂલામાં પાણી જ પાણી ! એને થયું કે અવશ્ય આ ભાભીઓના જ કામ છે.  

એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી. સીમમાં જઈને એ દોરાને ધૂપ દે અને ગાયમાતાને વાત સંભળાવે, એમ કરતાં કરતાં આઠ દિવસ પૂરા થયા. 

આજે વીરપસલીનું ઉજવણું કરવું હતું, એટલે તેણે માને કહ્યું : ‘મા ! આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ જમીશ.’  

એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું :‘ભાભી ! ભાભી ! મારા ભાઈ ઘરે છે ને ?’  

ભાભી છણકામાં બોલી : ‘તારા ભાઈને તું જાણે, હું શું જાણું !’ બહેન તો ત્યાંથી ચાલી નીકળી. બીજા ભાઈને ઘરે ગઈ. ત્રીજાભાઈને ઘરે ગઈ. એમ થયે ભાઈઓના બારણે જઈને પાછી ફરી.  

છેવટે એ નાનાભાઈને ત્યાં આવી ને ડૂસકું ભરતાં પૂછ્યું : ‘ભાભી ! મારા ભાઈ ક્યાં છે ?’ નાની ભાભીએ નણંદબાને બાથમાં લીધા.  

માથે હાથ ફેરવીને કહ્યું : ‘બહેન ! હું જાણતી હતી કે મોટેરાં તો બોલશે પણ નહિ.’ 

એણે બહેનને કહ્યું : ‘તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે. માંડ પાદરે પહોંચ્યાં હશે. બહેન ત્યાંથી દોડવા લાગી. પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણાં છેટે દેખાય.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

એણે સાદ દીધો : ‘ભાઈ ભાઈ !…. વીરપસલી !’ ભાઈ તો ખેતર પાસે પહોંચેલો, બહેનનો સાદ સાંભળીને ઊભો રહ્યો. 

બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો : ‘અરેરે ! બહેન, હું તો તને શું આપું ? મારી પાસે છે શું ?’ ‘ભાઈ ! તમે જે આપશો તે હું સવાલાખનું ગણીને લઈશ.’ બહેન બોલી. 

ભાઈએ તો બહેનને બી માટે લીધેલા સવાશેર કોદરા આપ્યા. એક માટીનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને એક પૈસો આપ્યો. 

બહેને કોદરાને ઘઉં માનીને લીધા. ઢેફાને ગોળ માનીને લીધું. 

પૈસાને સોનાનાણું માનીને લીધો ! 

એ તો રાજી થતી ઘર ભણી નીકળી, ઘરે આવીને જુએ તો એનો વર તેડવા આવેલો. કોઈ દા;ડે નહિ ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું ? એને તો વ્રત ફળ્યું. 

જમાઈ બોલ્યો : ‘હું તો તેડવા આવ્યો છું. આજને આજ મોકલો. હું તેડીને જ જઈશ.’ સાસુ કહે : ‘એવી ઉતાવળ શી છે ? ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાવ. કાલે જજો !’ 

જમાઈએ હઠ પકડી : ‘ના, હું તો આજે જ તેડીને જઈશ.’ સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી.  

ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે ! છયે ભાભીઓને ટીંખળ કરવાનું મન થયું. એમણે ચીંથરા, સાવરણી, જુની ઈંઢોણી અને કપડાંના ડૂચાનું પોટલું વાળીને નણંદને માથે ચઢાવ્યું. 

ડોશી દીકરીને જમાઈ સાથે વળાવી ઘરે આવી, ત્યારે ડોશીને થયું કે, દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે ? દોરાને ધૂપ નહિ દેવાય તો દીકરી ભૂખી ને તરસી રહેશે. 

એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગયી અને સાદ દેવા લાગી : ‘દીકરી ! દીકરી !…. દેવતા લેતી જા !’ 

વર કહે : ‘તારાં મા કંઈ નહિ ને દેવતા આપવા કેમ આવ્યા ?’ 

વહુ કહે : ‘રૂડા પ્રતાપ એ દેવતાના કે, તમે નહોતા તેડતા તે મને તેડી. આજે મારા વ્રતનું ઊજવણું છે.’ 

એમ કહી વરને વાવને ટોડલે બેસાડી, વહુ નહાવા ઉતરી. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું : ‘પેલા પોટલામાંથી લુગડું નાખો ને ?’ 

વરે પોટલું છોડ્યું અને કહ્યું : ‘કયું ચીર આપું ?’ 

વહુને થયું : ‘કેવા મારી ઠેકડી કરે છે !’ 

એ બોલી : ‘અમારે નિર્ધનને હીર ને ચીર ક્યાંથી હોય ? વરે લુગડું નાખ્યું. વહુ લુગડું જુએ છે. તો કસબી કોરનુ રૂપાળું અમ્બર ! ખરેખર ! પોટલામાં જાતજાતની મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ ?  

એણે તો બહાર આવી હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધો. એના મનમાં થયું કે, પૈસો આપું તો એ પાસેના ગામમાંથી સીધું લઈ આવે. 

છેડેથી પૈસો છોડીને જુએ છે, તો સોનાનું નાણું ! 

ઢેફું જુએ છે તો ગોળ થઈ ગયો ! 

કોદરા જુએ છે તો ઘઉં થઈ ગયા ! એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.  


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ


એણે સોનાનાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો. ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ ! સીધું લઈને વર આવ્યો.  

વહુને સાતમા માળના ઝરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી. વર તો ધીમે ધીમે મેડીએ ચડ્યો. 

બંને જણે પેટ ભરીને વાતો કરી. વહુએ રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું ! 

તેણે ધરતીમાતાને પ્રાર્થના કરી : હે ધરતીમાતા ! એકલા સોનાને હું શું કરું ? થોડી ભોંય ઉઘાડી આપો !’ 

ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ ! વહુએ રસોઈ કરી, બંને જણા જમવા બેઠાં, જમી પરવારીને વાતે વળ્યાં અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. 

એમને તો ખેતીવાડી, વણજ વેપાર ચાલવા માંડ્યાં. થોડા વર્ષો વીતાવ્યા ને વહુના પિયરમાં દુકાળ પડ્યો. છયે ભાઈ ભિખારી થઈ ગયા ! 

ડોસો, ડોશી સાત દીકરા અને સાત વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યાં ! 

બધાં ચાલતાં ચાલતાં દીકરીની હવેલીએ આવ્યાં. મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યાં. સાતમે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા-બાપને ઓળખ્યાં અને તેમને પોતાને ત્યાં રાખ્યા. 

છ ભાઈઓ અને છ ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું. તગારાં, કોદાળી ને ઈંઢોણી આપ્યાં. નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવાનું નહિ અને બે વાર જમવાનું. 

ડોસો-ડોશી છોકરાં રાખે ને પ્રભુ ભજન કરે. એક દિવસ બધાં સાથે જમવા બેઠાં. બહેને છયે ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા, છયે ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાનાભાઈને લાપશી પીરસી ! 

છયે ભાઈઓ અને ભાભીઓ જુએ છે. તો બહેનને દીઠાં અને તેમની આંખો ઉઘડી ગઈ. પોતાની બહેનને દુઃખ દેવા માટે બધાં પસ્તાવો કરવા લાગ્યાં. 

એમની આંખોમાં પાણી વહેવા લાગ્યું. બહેનને દયા આવી, બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું. બધાં આનંદમાં રહેવા લાગ્યાં.  

જેવું બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું’ એવું અમને ફળજો 




શ્રાવણ માસમાં જાણો ૐ નમઃ શિવાય 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે 


ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે   

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇