શુક્રવાર, 11 માર્ચ, 2022

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 11 to 15 Gujarati | Okhaharan

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 11 to 15 Gujarati | Okhaharan

Anand-No-Garbo-Meaning-11-to-15-Gujarati
Anand-No-Garbo-Meaning-11-to-15-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું ભક્ત વલ્લભ ભટ્ટ રચિત માં બહુચર પરમ ભક્તિ કરવાનો આનંદ નો ગરબા ગુજરાતી માં અથૅ. 

 માં બહુચર નો બાલાષ્ટક પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો તથા સવૅ શ્રેષ્ઠ પાઠ માનવામા આવે છે. આનંદ ના ગરબા ની રચના માઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી ત્યારે એ સમયેએમની ઉમંર 13 વષૅ ની હતી એવું કહેવાય છે. માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. આનંદ ના ગરબા કુલ 118 છંદ નો છે અને દરેક છંદ નો અલગ અલગ મહત્વ અને અથૅ થાય છે. તો ચાલો આજે આપણે જાણીયે 11 થી 15 છંદ નો અથૅ. દરેક છંદ અને તેની નીચે દરેક નો અથૅ કહેવામાં આવ્યો છે.


 

મારકંડ મુનિરાય, મુખમહાત્મ ભાખ્યું મા
જૈમિનિ ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું મા.  || ૧૧ ||

જય શ્રી બહુચર માં માડી મારકંડ મુનિએ આપનો મહિમા દેવી ભાગવતમાં પોતાના મુખથી જૈમિની ઋષિ આગળ સપ્તશતીરૂપે કહી સંભાળવ્યુ. તે તેમણે પોતાના હ્રદયમાં ધારણ કરી રાખ્યું હતું. અપ્રાપ્ય અગમ અપાર છતાં. રહસ્ય સાથે મળવાથી તેમના જીવનને ધન્ય માની તેમાં લીન રહેતા હતા. આપની મોહમાયાનુ મહાત્મ્ય પામે શકે તેવા પામરજનોની શું ગુંજાશ છે || ૧૧ ||


શ્રી બહુચર માં નો આ 52 ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


અણ ગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો મા
માત જાગતિ જ્યોત, જળહળ તો પારો મા   || ૧૨ ||

જય શ્રી બહુચર માં માડી તમારા ગુણ તથા આપની ગતિ અને ગોત એ ગણી શકાય નહીં તેવા છો.  આપની ગુણ , કિયા અને જ્ઞાન આ ત્રણેય શક્તિ ઓ અસંખ્ય છે. આનો અર્થ એ છે કે જગતની અંદર ત્રણ શક્તિ જાહેર માં છે. બ્રાહ્મંડ માં સજૅન રૂપે જાગૃતિ જયોતિ સાક્ષી સ્વરૂપ તથા જળહળતાં પાટા જેવા પ્રજ્વલિત સ્વરૂપ આપજ છો. તમારી લીલા ન્યારી છે. જે સમજવી અશક્ય છે.. || ૧૨ || 

જશ તૃણ વત ગુણ ગાન, કહુ ઊડળ ગુડળ મા
ભરવા બુદ્ધિ બે હાથ, ઓદ્યામાં ઉંડળ માં  || ૧૩ ||

જય શ્રી બહુચર માં  માડી અલ્પ સમાન આપના ગુણગાથા કથાઓ કહેવા વિચારૂં છું. તોપણ અવળી સવળી કથવા માગું છું. કેમકે આપના ગુણના ઢગલામાંથી  ફક્ત મારી બાથમાં માઈ શકે યાને ઉડળ જેટલા યશગુણ ગાવા કે હ્રદય માં ગ્રહણ કરવા માટે ફક્ત મારી પાસે બુદ્ધિરૂપે બે હાથ છે.એટલે તેનાથી વધારે મેળવાનું અશક્તિ માન છું || ૧૩ ||

 

માં બહુચર નો આ 40 ગુણ નો પાઠ સવૅ કષ્ટ દુર થાય ગુજરાતી લખાણ સાથે જે તમે હજી સુધી નહીં વાંચ્યો હોય અહી ક્લિક કરો. 


પાગ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ મા
માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડુ મા  || ૧૪ ||

જય શ્રી બહુચર માં  માડી હું આપના ચલણક્રમણમાં  શીશ નમાવી જે કંઈ ગાંડા ધેલા શબ્દો ઉચ્ચારૂ છું તે સંબંધી આપ ગુસ્સો લાવતા નહીં. જો કે આપ ખુલ્લે ખાંડા ની ધાર જેવા હોવાથી થતાં અપરાધની તુરતજ શિક્ષા આપવા સ્વતંત્ર છો. ગાંડા ધેલા શબ્દો પણ આપને પ્યારાજ લાગશે કેમકે બાળકનાં તેવા શબ્દો પર માં કદી રીશા લાવતા જ નથી. પણ ઉલટાના વાસ્તલ્ય પ્રેમ આણી અપરાધનો અપવાદ નથી લાગતા આનંદ વષૉવે છે || ૧૪ || 

 આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી મા
તુજ થી અવર અનેક, વિસ્તરતાં જાણી મા  || ૧૫ ||

જય શ્રી બહુચર માં   માડી સૃષ્ટિના પ્રારંભકાળ થી તું એકજ મહાશક્તિ છે. આદિ નિરંજન નારાયણ ભગવાન કે જે અલખ અને અકળ હતાં. તે પરમ પુરૂષના આપ પ્રકૃતિ મહારાણી હતાં. ત્યારપછી આપની ઈચ્છા થી આપના અંશભુત બીજા અનેક માયા સ્વરૂપ પ્રકટ થયા અને અનેક શક્તિઓનાં વિસ્તાર વાળી લીલા બતાવી છે. અનેક રૂપો ધારણ કરનારી આપ મહામાયા છો.. || ૧૫ ||

તમે આનંદ નો ગરબો પાઠ કરતા હશો પણ તમને ખબર છે આ પાઠ કરવાથી શું ફળ મળે છે? તો જાણો ભક્ત વલ્લભ રચિત આનંદ ના ગરબાનું ફળ ગુજરાતીમાં અહીં ક્લિક કરો

 

 વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 16 થી 20 છંદ નો અથૅ ‌નો આવો થાય છે

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 6 થી 10 છંદ નો અથૅ ‌નો આવો થાય છે અહી ક્લિક કરો. 

  

 અમારી સાથે જોડાયેલા રહેજો અમે આગળ છંદ મુકીયે છે. 

 માં બહુચર ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.  

 

માં બહુચર ની આ સ્તુતિ કરો સવૅ ગુણ ચમત્કાર પાઠ જે તે હજું સુધી નહીં વાંચ્યો હોય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 


જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇