આમલકી એકાદશી વ્રત કથા વાંચવાથી એક હજાર ગૌદાની ના ફળ બરાબર ફળ મળે છે | Amalaki Ekadashi Vrat Katha Gujarati Ma | Okhaharan
 |
Amalaki-Ekadashi-Vrat-Katha-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ સુદ પક્ષની એકાદશી આમલકી એકાદશી માધાતાજી તથા ઋષિ વશિષ્ટજી વ્રત કથા. આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા આ વ્રત નું પુણ્ય એક હજાર ગૌ દાન ફળ બરાબર છે.
આ વષે 2023 ની આમલકી એકાદશીની શરૂઆત
શરૂઆત 02 માર્ચ 2023 ગુરુવારે સવારે 6:39 મિનિટ
એકાદશી તિથિ સમાપ્તિ 3 માર્ચ 2023 શુક્રવારે સવારે 9:01 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 3 માર્ચ 2023 શુક્રવારે કરવો
3 માર્ચ 2023 શુક્રવારે પુજન નો શુભ સમય સવારે 6:59 થી 11:23 સુધી છે
પારણા નો સમય 4 માર્ચ 2023 શનિવારે સવારે 6:44 થી 9:19 સુધી નો છે.
ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી
માંધાતાજી બોલ્યા : હે વશિષ્ટજી જો તમે મારા પર પ્રસન્ન છો તો એવા વ્રતની કથા કહો જેનાથી મારૂં કલ્યાણ થાય .
એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
મહષિ વશિષ્ઠ જી ને બોલ્યા : હે રાજન બધા વ્રતો માં ઉત્તમ અને અંતમાં મોક્ષ દેનાર આમલકી એકાદશી નું વણૅન કરૂં છું..
આ ફાગણ માસના શુક્લ પક્ષમાં થાય છે આ વ્રતના ફળથી સમસ્ત પાપ નષ્ટ થાય છે.આ વ્રતનું પુણ્ય એક હજાર ગૌદાના ફળ બરાબર છે. આ અંગે હું તમને એક પૌરાણિક કથા કહું છું. તે ધ્યાનપૂર્વક સાંભળો.
વૈદિક નામનું એક નગર હતું. એ નગરમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર ચારેય વણૅ આનંદપૂર્વક રહેતા હતા.નગરમા સદૈવ વેદ ધ્વનિ ગુજતો હતો.એ જગ્યાએ પાપી, દુરાચારી નાસ્તિક કોઈ ન હતું.એ નગરમાં ચૈત્રરથ નામનો ચંદ્રવંશી નામનો રાજા રાજ્ય કરતો હતા. એ રાજ્યમાં કોઈપણ દરિદ્ર તથા કંજૂસ ન હતા. બધા વિષ્ણુ ભક્ત હતા. ત્યાંના બધા નિવાસી વૃદ્ધ થી બાળક સુધી બધા એકાદશી નું વ્રત કરતા હતા.
xxx
એક સમયે ફાગણ માસના શુક્લ પક્ષની આમલા નામની એકાદશી આવી. એ દિવસે રાજા લઈને પ્રજા સુધી , વૃદ્ધ થી બાળક સુધી બધાને હષૅ સહિત એ એકાદશી નું વ્રત કર્યું. રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં આવી ને કુંભ સ્થાપના કરીને ધૂપ, નૈવેદ્ય, પંચરત્ન, ક્ષત્ર આદિથી ધાત્રીનુ પૂજન કરવા લાગ્યા તેઓ બધા ધાત્રીની આ પ્રકારની સ્તુતિ કરવા લાગ્યા. હે ધાત્રી તમે બ્રહ્મ સ્વરૂપ છો.તમે બ્રહ્માજી દ્રારા ઉત્પન્ન છો સમસ્ત પાપોને નષ્ટ કરનાર છો. તમને નમસ્કાર છે. હવે તમે મારો અધ્ય સ્વીકાર કરો.તમે શ્રી રામચંદ્રજી ના દ્રારા સન્માનિત છો. હું તમને પ્રાથના કરું છું. મારા સમસ્ત પાપોનું હરણ કરો..
શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.
એ દેવાલયમા રાત્રિએ બધાંએ જાગરણ કર્યું. રાત્રિના એ સમયે એક શિકારી ત્યાં આવ્યો. તે મહાપાપી તથા દુરાચારી હતો. પોતાના કુટુંબ નું ભરણપોષણ તે જીવહિંસા થી કરતો હતો. તે ભૂખ તરસ થી અત્યંત વ્યાકુળ હતો. થોડું ભોજન મળવાની ઈચ્છા થી મંદિરના એક ખૂણામાં બેસી ગયો. તે જગ્યાએ બેસું ને વિષ્ણુ ભગવાનની કથા તથા એકાદશી માહાત્મ્ય સાંભળવા લાગ્યો.
xx
આ રીતે શિકારીએ આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરી વિતાવી . પ્રાંત:કાળ થતાં બધા પોત પોતાના ધરે ગયાં. થોડો સમય વિતાવી તે શિકારીનું મુત્યુ થયું.તેનો આમલકી એકાદશી ના વ્રતનું અને જાગરણના પ્રભાવથી એક રાજાના ત્યાં જન્મ થયો.તેનુ નામ બસુરથ રાખ્યું. મોટો થયો ત્યારે તે ચતુરંગિણી સેના સહિત ધન ધાન્ય યુક્તિ થંઈને એક સહસ્ત્ર ગામોનું પાલન કરવા લાગ્યો. તે તેજના સૂર્ય સમાન કાંતિ માં ચંન્દ્ર સમાન હતો. તે અત્યંત ધાર્મિક , સત્યવાદી, કમૅવીર અને વિષ્ણુ ભક્ત હતો. તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો હતો. તે સદૈવ યજ્ઞ કરતો હતો. દાન આપવું તેનું નિત્ય કતૅવ્ય હતું.
એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો
એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયો. તે વનમાં રસ્તો ભુલી ગયો અને દિશાજ્ઞાન ન હોવાથી વનમાં વૃક્ષ નીચે સૂઈ ગયો. એ સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાના એકલા જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા. તે ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા પુત્ર પોત્ર આદિ સંબંધીઓને માર્યા છે તથા દેશનિકાલ કર્યો છે. તેથી આને અવશ્ય મારવો જોઈએ. આવું કહી ને ડાકુ રાજાને મારવા લાગ્યો અને તેના પર અશ્ત્ર શસ્ત્ર નો પ્રસાર કરવા લાગ્યો. તે અશ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર પડતાં જ નષ્ટ થઈ જતા હતા. રાજાને તે પુષ્પો સમાન લાગતા હતા.
જ્યારે એ ડાકુઓના અશ્ત્ર શસ્ત્ર દ્રારા એમના પર પ્રહાર કરવા લાગ્યા. જેનાથી તેઓ મુચ્છિત થઈ ગયા.એ સમયે રાજાના શરીર માંથી દિવ્ય દેવી પ્રગટ થઈ. તે દેવી અત્યંત સુંદર વસ્ત્રો તથા આભૂષણો થી અલંકૃત હતી. તેની ભ્રમરો ત્રાસી હતી. આંખ માંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો. તે સમયે તે કાળના સમાન પ્રતીત થતી હતી. તે એ ડાકુઓને મારવા દોડી અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યાં. જ્યારે રાજા જાગ્યા અને ડાકુઓને મરેલા જોઈને વિચારવા લાગ્યો કે : આ શત્રુઓને કોણે માર્યો? આ વનમાં મારૂં કોણ હિતેષી છે! જ્યારે રાજા આવો વિચાર કરતો હતો ત્યારે આકાશવાણી થઈ : હે રાજન આ સંસારમાં વિષ્ણુ ભગવાન સિવાય તારી કોણ રક્ષા કરી શકે છે.? રાજા પોતાના નગર માં પાછો ફર્યો અને સુખ પૂવૅક રાજ્ય કરવા લાગ્યો. મહષિ વશિષ્ઠજી બોલ્યા હે રાજન આ બધો આમલકી એકાદશી વ્રત નો પ્રભાવ હતો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય
શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન,
નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ
વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ,
પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ
કરો. 👇👇👇