રવિવાર, 5 માર્ચ, 2023

હોલિકા દહન ના દિવસે 12 રાશિ પ્રમાણે કરો આ ઉપાય, દૂર થશે બધી સમસ્યાઓ | Holika Dahan 12 Rashi Upay | Okhaharan

હોલિકા દહન ના દિવસે 12 રાશિ પ્રમાણે કરો આ ઉપાય, દૂર થશે બધી સમસ્યાઓ  | Holika Dahan 12 Rashi Upay | Okhaharan

holika-dahan-12-rashi-upay
holika-dahan-12-rashi-upay

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હોલિકા દહન ના દિવસે 12 રાશિ પ્રમાણે કરો આ ઉપાય, દૂર થશે બધી સમસ્યાઓ તે આજે આ લેખમાં જાણીશું 

તમે ઘણી તકલીફ માથી પસાર થતા હોવ તો જેમ કે બીમારી,ઘરમાં,ઘંઘામાં તકલીફ તો કરો નાનકડો હોલીકા દહનની રાખ કરો ઉપાય 


ફાગણ સુદ પૂર્ણિમા તિથિ ને હોળી  કહેવાય છે.  સત્યયુગમાં અસત્ય પર સત્ય વિજય ભક્ત ની પ્રભુ પર અપાર ભક્તિ ઉત્સવ એટલે હોલીકા દહન. હોલીકા દહન એ રાક્ષસ હિરણ્યાકૃશ્યભ અને તેનો પુત્ર ભક્ત પ્રહલાદ ની કથા છે જેની આપણે સંપૂર્ણ કથા આવનારી બીજી વિડિયો માં સાંભળીશું. પણ આ વર્ષ 2023 માં તિથિ વધુ ધટ ના લીધે હોળી દહન લઈને વધારે મૂંઝવણ છે પરંતુ  જ્યારે તમારી આસપાસ હોળી દહન પુજન થાય ત્યારે તમારી રાશિ મુજબ ઉપાય કરો જીવનમાં ચાલતી દરેક સમસ્યાઓનો અંત આવશે જીવન સુખમય લાગશે., તો ચાલો આપણે 12 રાશિ મુજબ ઉપાય જાણીએ.

ૐ નિરસૃહ નમઃ 


 
મેષ - આ રાશિના લોકોએ તેઓએ ઘરના મંદિરમાં એક આખું નારિયેળ લાવવું જોઈએ અને પછી મંદિર પાસે બેસીને બઘી સમસ્યાઓ કહેવી પછી પર લાલ કપડો બાંઘી ચંદન, ચોખાથી તે નારિયેળની પૂજા કરો અને પછી તે નારિયેળને હોલિકા દહનની અગ્નિમાં મૂકો. તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
 
વૃષભઃ-  આ રાશિના લોકોએ ગુલાબી રંગના કપડામાં 11 સોપારી અને 5 કોડીયો બાંધીને એક પોટલું પછી પોટલી પુજન કરવું જેમાં ચંદનનું તેલ લગાવો અને તેને તમારા માથાના ટોચ પર 7 વાર માર્યા પછી હોલિકા દહનની અગ્નિમાં મૂકો. આમ કરવાથી રોજગાર સંબંધિત સમસ્યાઓનો અંત આવી શકે છે.

હોળીની ધજા અને જ્વાળાની દિશા દ્વારા શુભ ફળ

 
મિથુનઃ- આ રાશિના લોકો નોકરી સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો હોલિકા દહનના દિવસે ઘરે મંદિરમાં ભગવાન શ્રી ગણેશની સામે ઘીનો દીવો કરવો અને ગણેશજીની સામે 27 મખાના રાખવી. પૂજા કર્યા પછી સમસ્યાઓ કહેવી આ મખાનાઓને હોલિકા દહનની અગ્નિમાં મૂકીને દેવા.
 
કર્કઃ- આ રાશિના લોકો તેઓએ પોતાના જીવનની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે હોલિકાની અગ્નિમાં જવના 27 દાણા નાખવા જોઈએ. આ સિવાય ઘઉં અને ચોખાના લોટને મિક્સ કરીને ચારમુખી દીવો બનાવો અને તેમાં તલનું તેલ નાખો અને ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરો.


 
સિંહ રાશિઃ- આ રાશિના લોકોએ એક સોપારી, એક પાતાશા અને 2 લવિંગને સોપારીના પાન પર ઘીમાં બોળીને રાખવા જોઈએ. પછી તેને તમારા માથાથી 7 વાર માર્યા પછી હોલિકાની અગ્નિમાં ફેંકી દો. આમ કરવાથી બધી ખરાબ વસ્તુઓ શુભમાં પરિવતીત થઈ શકે છે.
 
કન્યા રાશિ - આ રાશિના લોકો 22 લવિંગ અને 11 દુર્વા ગાંઠ લઈને પરિવારના સભ્યો અને બાળકોના હાથનો સ્પર્શ કર્યા પછી મંદિરમાં રાખવી જોઈએ. હોલિકા દહન પર આ બધી વસ્તુઓને અગ્નિમાં નાખવી જોઈએ. આમ કરવાથી પરિવારના તમામ સભ્યો ખરાબ નજરથી સુરક્ષિત રહેશે.

શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે


તુલા રાશિઃ- આ રાશિના લોકો પીપળના પાનમાં જાયફળ, થોડા ચોખા અને ખાંડના થોડા દાણા રાખવા જોઈએ. પહેલા તેને તમારા આખા ઘરમાં ફેરવો અને પછી તેને હોલિકાની અગ્નિમાં ચઢાવો. આમ કરવાથી પરિવાર સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે.
 
વૃશ્ચિક રાશિઃ- આ રાશિના લોકોએ એક સોપારી અને 5 કમળના ફૂલ આખા પાન પર ઘીમાં બોળી રાખવા જોઈએ. આ પછી હનુમાન જીના મંત્ર ઓમ હનુમતે નમઃનો 27 વાર જાપ કરો અને જાપ કર્યા પછી બધી વસ્તુઓને હોલિકાની અગ્નિમાં ચઢાવવાની હોય છે. આમ કરવાથી ધંધાની સમસ્યા દૂર થઈ શકે છે.


 
ધનુ -  આ રાશિના લોકો 7 પ્રકારના અનાજ એટલા લેવા જોઈએ કે તે એકસાથે મુઠ્ઠીભર બની જાય. પછી એક સૂકું નાળિયેર કાપીને તેમાં દાણા ભરો. કપાળ પર નારિયેળ લગાવો અને પછી તેને હોલિકા દહનની પૂજામાં લગાવો. આમ કરવાથી તમામ નવ ગ્રહો સંબંધિત સમસ્યાનો અંત આવશે.
 
મકરઃ- આ રાશિના લોકો પીપળના પાન પર અડધા મુઠ્ઠી કાળા તલ રાખો અને તમારી સમસ્યા વિશે બોલ્યા પછી તે પાનને ઘરની પશ્ચિમ દિશામાં રાખો. હોલિકા દહનના સમયે આ પાન ઉપરથી 7 વાર ફેરવો અને હોલિકાની અગ્નિમાં મૂકો. આમ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થશે અને આંખની ખામીઓથી પણ છુટકારો મળશે.

હોળી દહન બાદ કરીલો આ કામ તમારા ધંધા રોજગાર અને અટકેલા કામો ચુટકી માં દુર થશે

 
કુંભઃ- આ રાશિના લોકોએ એક મોટુ પાન લો તેની પર સોપારી મુકો , આખી અડદની દાળને તમારી ઉમંર પ્રમાણે પાન પર રાખો પછી પોતાની સમસ્યા કહીને તેને હોલિકાની અગ્નિમાં નાખે છે. સંપત્તિ અને સંપત્તિ સંબંધિત વિવાદોનો અંત આવશે.
 
મીન રાશિઃ- આ રાશિના લોકો તેમણે એક પાન પર મોટી સોપારી પર એક મુઠ્ઠી હવન સમાગ્રી, હળદર એક ગઠ્ઠો, કપૂર રાખવો જોઈએ. હોલિકાની અગ્નિની 7 વાર પ્રદક્ષિણા કર્યા પછી તેને અગ્નિમાં નાખો. આમ કરવાથી તમારું મન શાંત રહેશે અને દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ શકે છે.આ હતી મિત્રો 12 રાશિ મુજબ હોલિકા દહન ના દિવસે ઉપાય માહિતી. 

 જીવનમાં જાણ્યે અજાણ્યે થયેલા પાપોને નષ્ટ કરનારો "" પાપનાશક સ્તોત્ર "  

 શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   

  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇