ગુપ્ત નવરાત્રિ દશ મહાવિધા પ્રથમ સ્વરૂપ શ્રી કાલી રૂપ વણૅન | Gupt Navratri Day 1 Kali Rup Mantra Gujarati | Okhaharan
Gupt-Navratri-Day-1-Kali-Rup-Mantra-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ગુપ્ત નવરાત્રિ દશ મહાવિધા પ્રથમ સ્વરૂપ શ્રી કાલી રૂપ વણૅન અને મંત્ર ગુજરાતી લખાણ સાથે
દશ મહાવિધા સ્વરૂપ કેમ લેવું પડ્યું?
મહાકાળી માં નો પાઠ કરવાથી દરેક કાયૅમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.
મહાભાગવતમાં કથા આવે છે કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો તેમાં પોતાના જમાઈ શિવજીને આમંત્રણ ન આપ્યું. છતાં આ યજ્ઞમાં જવા માટે સતીએ શિવજીની આજ્ઞા માગી. તેમણે જવા ન કહી, તેથી સતીનું સ્વરૂપ બદલાઈ ગયું. તે ક્રોધાયમાન થયાં. તેમની આંખો લાલ થઈ. તે કૃષ્ણવર્ણ થઈ ગયાં. તેમણે મુંડમાળા પહેરી હતી. જીભ બહાર નીકળી ગઈ હતી. તેમનું આ ભયાનક રૂપ જોઈ શિવજી ત્યાંથી ભાગ્યા. આથી શિવજીને ભાગતા રોકવા માટે તેમણે દશે દિશાઓમાં દશ રૂપ ધારણ કર્યા. સતીના આ દશ રૂપ તે દશ મહાવિદ્યા કહેવાય છે.
મધ્યકાલી તથા તારા ષોડી ભુવનેશ્વરી ।
ભૈરવી બગલા છિન્મસ્તા મહાત્રિપુરસુંદરી ।
ઘૂમાવતી માતંગી નૃયામાશુર્વિમુક્તિદા ॥
(ભગવદ્ ગીતા)
(૧) કાલી
(૨) તારા
(૩) ષોડશી ત્રિપુરસુંદરી
(૪) ભુવનેશ્વરી
(૫) છિન્નમસ્તા
(૬) ત્રિપુરભૈરવી
(૭) ધૂમાવતી
(૮) બગલામુખી
(૯) માતંગી
(૧૦) કમલા
સૂતા પહેલા શ્રી મહાકાળી નો આ પાઠ કરો સવૅ મેલીવિઘા , બલા સામે રક્ષણ મળશે અહી ક્લિક કરો.
૧. કાલી સ્વરૂપ વણૅન
દસ મહાવિદ્યાઓમાં તે પ્રથમ આવે છે. પ્રલયકાળ સાથે સંબંધ ધરાવતી હોવાથી તે શ્યામ છે. શબ ઉપર આરૂઢ એટલા માટે છે કે વિશ્વ શક્તિવિહીન મૃત છે. શત્રુસંહારક શક્તિ ભયાનક હોય છે, તેથી તે ભયાનક છે. શત્રુનાશ પછી વિજયી યોદ્ધાનું હાસ્ય કરે છે. ચાર ભુજા વડે તે પોતાની પૂર્ણતા દર્શાવે છે. તે આશ્રય લેવાવાળાને નિર્ભય બનાવે છે, તેથી તે અભયમુદ્રા ધારણ કરે છે. તે મૃત પ્રાણીઓના એકમાત્ર સહારો છે, આ દર્શાવવા તે મુંડમાળા પહેરે છે. પ્રલયમાં બધાના નાશથી ભગવતી નગ્ન રહે છે, આથી તે નગ્ન છે.
કાલીના અનેક નામો છે :
દક્ષિણ કાલી,
ભદ્ર કાલી,
કામકલા કાળી,
સ્મશાન કાલી,
ગુહ્ય કાલી વગેરે.
કાલીની ઉપાસના બે રીતે થાય છે.
(૧) સ્મશાન કાલીની ઉપાસના દીક્ષાગમ્ય છે. જ્યારે
(૨) તેમની સાધના કોઈ અનુભવીને પૂછીને કરવી જોઈએ.
મંત્ર
ક્રીં ક્રીર્ ક્રીં, હૂઁ હોં હ્રીં હૂં હૂં દક્ષિણે કાલિકે ક્રીં ક્રીં ક્રોં હો હું હૂં સ્વાહા ॥
ગુપ્ત નવરાત્રિ તંત્રોક્ત દેવીસૂક્ત પાઠ કરો દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો.
બે લાખ મંત્રજપ કરવાથી મંત્રનું પુરશ્ચરણ થાય છે. દિવસે હવિષ્યાન ગ્રહણ કરીને ૧ લાખ મંત્રજપ, રાત્રે અને મુખમાં તાંબુલ મૂકીને ૧ લાખ મંત્રજપ કરવા.
ગુપ્ત નવરાત્રિ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.
શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ ચાલીસા " ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇