Today એકાદશી ના દિવસે બંને ખાસ યોગ કરો આ એક સરળ ખાસ ઉપાય જેનાથી ધન લાભજ લાભ - Ekadashi Upay- Okhaharan
![]() |
Ekadashi Upay- Okhaharan |
શ્રી ગણેશાય નમઃ
આજ રોજ ફાગણ વદ એકાદશી એટલે પાપમોચિની એકાદશી તારીખ 7 એપ્રિલ 2021 બુધવાર છે.
આ દિવસે જગત ના પાલન હાર ક્ષી હરિ શ્રી વિષ્ણુ ભગવાની પૂજા અને વ્રત-ઉપવાસ કરવામાં આવે છે.
બુધવાર વાર અને એકાદશી તિથિ નો ખાસ યોગ હોવાથી શ્રી વિષ્ણુજી સાથે શ્રી ગણેશજીની પણ વિધિવત અને મંત્રો સાથે પુજન કરો.
આ બંને ખાસ યોગમાં કરો આ શુભ કામ.
હિંદુશાસ્ત્ર પ્રમાણે એક માસમાં બે એકાદશી હોય છે.આ પ્રકારે 12 મહિનામાં કુલ 24 એકાદશી આવે છે. જે વર્ષે અધિકમાસ હોય છે, ત્યારે 2 વઘારાની એટલે 26 એકાદશી આવે છે.
દરેક એકાદશી નું મહત્ત્વ અલગ અલગ ઉલ્લેખવામાં આવ્યું છે. એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે.
ફાગણ મહિનાના વદ પક્ષની એકાદશી સમસ્ત પાપ ને નષ્ટ કરનારી છે. આ દિવસે યથા શકતિ પ્રમાણે દાન કરવું જોઇએ.
એકાદશીએ સવારે સૂયદય પહેલા સ્નાન આદી નિત્યક્રમ પરવારી ઘરના આવેલા મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રી મહાલક્ષ્મીની પૂજા કરો.
ઘરના મંદિરમાં રહેલા દેવી-દેવતાઓની દરરોજ ની જેમ વિઘિવત પૂજા કરો.
સૌથી પહેલાં શ્રીગણેશની પૂજા કરો. તે પછી તમારી પાસે દક્ષિણાવર્તી શંખ અદંર કેસર મિશ્રિત દૂધ ભરો અને વિષ્ણુ-લક્ષ્મીનો અભિષેક કરો. સાથે મંત્ર નો જાપ કરો અને જો સમય હોય તો વિષ્ણુ સ્હસ્ત્ર નો પાઠ કરો
પૂજામાં ધૂપ-દીપ અગરબતી ફળ-ફૂલ, ગંગાજળ, વસ્ત્ર, અને પ્રસાદ સાથે પુજન ના સિકકા વગેરે વસ્તુઓ દેવી-દેવતાઓને ચઢાવો. ભોગ ધરાવો.
વિષ્ણુજીને ખાસ 11, 21, કે અનુકુળાતા પ્રમાણે તુલસીના પાન ચડાવો તથા પ્રસાદ ચઢાવો જોઇએ. કથા વાતૅ વાચો સાભળો ભગવાનની આરતી કરો.
જે લોકો એકાદશી વ્રત કરે છે, દિવસમાં ફળ નો આહાર લેવાનો હોય છે તેમણે આખો દિવસ અનાજનો અથવા રાઘેલા ચોખા ત્યાગ કરવો જોઇએ.
રાતે ભગવાન વિષ્ણુ સામે અખડં એક દિવસ નો દીવો પ્રગટાવવો. ભગવાનના મંત્રનો, વિષ્ણુ સ્હસ્ત્ર નો પાઠ , ભગવત ગીતા વગેરે પાઠ કરો જાપ કરવો. બીજા દિવસે કોઇ બ્રાહ્મણને અને મંદિર માં દાન-દક્ષિણા આપો. તે પછી ઉપવાસ છોડો.
બુધવાર અને એકાદશીના યોગમા આ શુભ કામ પણ કરવું જોઇએઃ-
બુધવાર એ શ્રી ગણેશજી નો વાર છે માટે શ્રી ગણેશજી ને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને ૐ ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ 108વાર કરો.
ગણેશજીની પૂજા ગજાનંદ સ્વરૂપમાં કરવામાં આવે છે. એટલે કોઇ હાથીને શેરડી , ગોળ ખવડાવો. ગણેશજી સાથે જ રિદ્ધિ-સિદ્ધિની પણ પૂજા કરો. જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
કોઇ વિષ્ણુ-લક્ષ્મી મંદિરમાં કેળા અને સિઝનલ ફળ તથા શ્રીફળ અને બદામ અર્પણ કરો. આનાથી આથિક તંગી દુર થશે. વિષ્ણુજીને પીળા વસ્ત્ર ચઢાવો.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે👇👇👇
એકાદશી ના દિવસે ખાસ કરો શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે 👇👇👇