બુધવાર, 1 ડિસેમ્બર, 2021

પૂજામા ચરણામૃત-પંચામૃતનુ મહત્વ શુ? લાભ શુ થાય છે ? કેમ કરીને પ્રસાદ લેવાય ? | Charanamrit Panchamrut | Okhaharan

પૂજામા ચરણામૃત-પંચામૃતનુ મહત્વ શુ?  લાભ શુ થાય છે ? કેમ કરીને પ્રસાદ લેવાય ? | Charanamrit Panchamrut | Okhaharan

Charanamrit-Panchamrut-gujarati
Charanamrit-Panchamrut-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ચરણામૃત અને પંચામૃત નો લાભ તથા મહિમા. ચરનામૃત મા તુલસી પત્રનો ઉપયોગ થાય તેને ગ્રહણ કરવાથી શુ લાભ થાઈ  છે, તથા પંચામૃત ની અંદર મા પાંચ વસ્તુ  જેમકે ઘી, દૂધ, મધ, દહીં અને મિસરી હોય છે. પંચાંમૃત થી ભગવાન ને અભિષેક પણ કરવામાં આવે છે. તથા પ્રસાદ પણ કરવામાં આવે છે. આને ગ્રહણ કરવાનો આયુર્વેદિક રીતે તથા ધાર્મિક દ્રષ્ટિ એ ઘણું મહત્વ છે તે બધુ આપણે જાણીયે.


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

આપણે પહેલાં જાણીયે પંચામૃત તથા ચરણામૃત નો મહિમા શું છે.


આપણે કોઈ પણ શુભ પંસગે અથવા પુજા મંદિરમાં અથવા ઘરમાં પૂજા કરીયે ત્યારે ચરણામૃત અથવા પંચામૃત કાતો બંને અથવા બેમાંથી એકનો ઉપયોગ તો કરીયે છે પણ શું તમે ખરેખર આનો અથૅ જાણો છો કેમ પંચામૃત તથા ચરણામૃત હોય છે. ચરણામૃત એટલે ભગવાનના ચરણોનું અમૃત અને પંચામૃત એટલે પાંચ અમૃત . જેમાં પાંચ પવિત્ર પદાર્થ બનેલો અમૃત જેની અંદર ગાય દુઘ, ગાય ધી, દહી , મધ અને સાકરનો ઉપયોગ થાય છે.


પહેલા આપણે ચરણામૃત વિશે જાણીયે.
પુરાણોમાં વિષ્ણુ પુરાણ ની અંદર ચરણામૃતને શ્રી હરિના ચરણોનું ફળ અથવા પાણી માનવામાં આવે છે તેની અંદર અમૃત સમાન બઘા ગુણો હોય છે. આને લગતો શ્ર્લોક પણ છે.  


શ્ર્લોક
અકાલમૃત્યુહરં સર્વવ્યાધિવિનાશનમ્ ।
વિષ્ણુઃ પદોદકમ્ પિત્વા પુનર્જન્મ ન વિદ્યતે.
અથૅ
જગતના પાલનહાર ભગવાન વિષ્ણુના ચરણોમાં અમૃતના રૂપમાં જળ હોય જે તમામ પ્રકારના જાણે અજાણે પાપોનો નાશ કરે છે. જે માનવી જીવનમાં ભગવાનનું ચરણામૃતનું સેવન કરે છે તેનો પુનર્જન્મ મનુષ્ય યોનિમાં થતો નથી. તે જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે.
હવે આપણે એ જાણીયે કે ચરણામૃત કેવી રીતે બને છે?
 

ચરણામૃત બનાવવા માટે ખાસ કરીને તાંબાના વાસણનો ઉપયોગ થાય છે. તાબામાં ચરણામૃત તરીકે પાણી રાખવાનું તેની અંદર તુલસીના પાન, તલ અને અન્ય ઔષધીય પ્રદાથો ભેગા કરવામાં આવે છે. પુજન કરતા પહેલાં મંદિર કે ઘરમાં હંમેશા તાંબાના વાસણમાં તુલસી મિશ્રિત પાણી રાખો.


Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

ચરણામૃત પીવાના નિયમો
ચરણામૃત ગ્રહણ કયૅ પછી બધા માથા પર હાથ રાખે છે, પરંતુ શાસ્ત્રોમાં અને પુરાણો તેને નિયમોની વિરુદ્ધ માનવામાં આવે છે. આ નકારાત્મક અસર આપણા પર છોડે છે. ચરણામૃત નો પ્રસાદ હંમેશા જમણા હાથમાં લેવો. ગ્રહણ કરતા પહેલાં મનને શાંત ચિતે કરીને આદર અને ભક્તિ સાથે લેવો. 


ચરણામૃત નો પ્રસાદ લેવાથી શું ફાયદા
આયુર્વેદની રીતે જોઈએ ચરણામૃત સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. કારણકે પહેલું તાંબાની ઘાતું અનેક રોગોનો નાશ કરવાની ક્ષમતા ઘરાવે છે. તાંબાની ઘાતું  એ પુરુષ ગુપ્ત  શક્તિ ફાયદાકારક ગણવામાં આવે છે. બીજી તુલસી હોય છે અનેક પ્રકારના રોગોને મટાડે છે અને તેનું પાણી મગજને શાંતિ અને વિચાર શક્તિ પ્રદાન કરે છે. 


હવે આપણે પંચામૃત વિશે વઘારે જાણીયે.
પંચામૃત ની સંઘિ છુટી પાડીયે એટલે પાંચ + અમૃત. પંચામૃત ની અંદર  ગાયનું દૂધ, દહીં, ઘી અને મધ , સાકર મિશ્ર કરાવામાં આવે છે. આ પંચામૃત ને ભગવાનની કે માતાજી ની મુતિ નો અભિષેક માટે વપરાય છે. પંચામૃત સ્વ-પ્રગતિ નું 5 ચિહ્ન છે.


પંચામૃતમાં રહેલા 5 તત્વોનો અર્થ જાણીયે.
ગાયનું દૂધ પંચામૃતના મિશ્રનો મોટો તથા પ્રથમ ભાગ હોય છે અને દૂઘ એ શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. માટે આપણું જીવન દૂધ જેવું નિષ્કલંક હોવું જોઈએ. 


બીજો ભાગ દહીં નો હોય છે. દહીંનો ગુણ એ છે કે બીજાને પોતાના સમાન બનાવે છે. દહીં અપણૅ કરવાનો અર્થ થાય છે કે પહેલા આપણે નિષ્કલંક રહીએ અને સદગુણો ને ગ્રહણ કરીને અપનાવીએ અને બીજાને પણ આપણા જેવા સહગુણ આપીયે. દહીં એ સ્નેહનું પ્રતીક. આપણા  દરેક સાથે ઉષ્માભર્યા સંબંધો બનાવી રાખે છે. 


Shiv Mantra Gujarati

ત્રીજો ભાગ મધ હોય છે જે મધુર સાથે સાથે શક્તિશાળી પણ છે. કમજોર વ્યક્તિ જીવનમાં મઘનું ગ્રહણ કરે તો શરીર અને મનથી મજબૂત વ્યક્તિ જ સફળતા મેળવી શકે છે. 


ચોથું ઘી નો ભાગ હોય છે. ઘી જેમ બઘાની જોડે ભળી જાય તેવી રીતે તમારા મનને પણ બીજામાં રભેળવી દેછે.


પાચમો ભાગ સાકર અથવા ખાંડ છે.  ખાંડની ગુણવત્તા એ મીઠાશ છે, ખાંડ મિશ્ર કરવાનો અર્થ તમારા અને બીજાના જીવનમાં મીઠાશ ઉમેરવી. દરેક વ્યક્તિને મીઠી વાણી અને વાત કરવી ગમે છે અને તેનાથી મધુર સંબંધ થાય છે. 


પંચામૃતનો લાભ
પંચામૃતનું સેવન આવે તો શરીર મજબૂત અને રોગમુક્ત રહે છે. પંચામૃતથી સ્નાન કરવાથી શરીરનું તેજ વધે છે. પંચામૃતનો ઉપયોગ જરૂર પુરતો કરવો નહીકે અતિશય. પાંચેય પ્રકારનું મિશ્રણ કરીને તૈયાર કરેલું પંચામૃત અનેક રોગોમાં ફાયદાકારક છે અને મનને શાંતિ આપે છે.
 


 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 

108 નામ ગુજરાતી લખાણ સાથે

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati 

 

Tags

Charanamrit Mahtva,
 Panchamrit mahima labh,
 Panchamrit Snan dharmik ,
Aayurvedic mahima,
 panchamrut mahima ,
પંચામૃતના ફાયદા, 

ચારણામૃતના ફાયદા , 

ચારણામૃત અને પંચામૃત વચ્ચેનો તફાવત , 

ચારણામૃત શું છે ,

 પંચામૃત શું છે , 

ચરણામૃત અને પંચામૃત પીવાથી લાભ થાય છે,