લેબલ gujarati katha સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ gujarati katha સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 13 મે, 2022

શ્રી નૃસિંહ જયંતિ 2024 ક્યારે છે, તિથિ માહિતી પુજન શુભ સમય, મંત્ર અને નૃસિંહ ચતુર્દશીનું મહત્વ | Narsimha jayanti 2024 Gujarati | Okhaharan

 શ્રી નૃસિંહ જયંતિ 2024 ક્યારે છે, તિથિ માહિતી પુજન શુભ સમય, મંત્ર અને નૃસિંહ ચતુર્દશીનું મહત્વ  | Narsimha jayanti 2024 Gujarati | Okhaharan

Narsimha-jayanti-2023-Gujaratai
Narsimha-jayanti-2022-Gujaratai

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ભગવાન વિષ્ણું ચોથો અવતાર શ્રી નૃસિંહ જયંતિ 2024 ક્યારે છે, તિથિ માહિતી પુજન શુભ સમય, મંત્ર અને નૃસિંહ ચતુર્દશીનું મહત્વ તે બઘું આપણે જાણીશું 

 

શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


હિન્દું સનાતન ઘમૅ મુખ્ય ચાર યુગનો ઉલ્લેખ છે અને આ ચારેય યુગમાં જગત ના પાલનહાર શ્રી વિષ્ણું ભગવાનનાં અવતાર છે તેવી જ રીતે સતયુગમાં એક આ દિવસે ભગવાન વિષ્ણુએ નૃસિંહ તરીકે અવતાર લીધો હતો અને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો અને તે દિવસે અનિષ્ટ પર સારાનો વિજય થયો હતો. 


 


હિંદુ ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુનું નૃસિંહ અવતાર અડધુ શરીર સિંહનું અને અડધું શરીર મનુષ્યનું હતું.ઉત્પતિ થઈ હતી તેથી આ દિવસને નૃસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.ભગવાન વિષ્ણુએ આ અવતાર તેમના પરમ ભક્ત પ્રહલાદની રક્ષા માટે અને અનિષ્ટ પર સારાની જીત માટે લીધો હતો.

નૃસિંહ જંયતિ વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


નૃસિંહ જયંતિ દર વર્ષે વૈશાખ મહિનાની સુદ ચતુર્દશી ના દિવસે ઉજવવામાં આવે છે. તેને નૃસિંહ ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ વર્ષે નૃસિંહ ચતુર્દશી 21 મેના રોજ આવશે. ભગવાન વિષ્ણુનું અડધુ શરીર નો ઉપર નો ભાગ સિંહનું અને નીચેનો ભાગ શરીર મનુષ્યનું હતું. ભગવાન વિષ્ણુ નૃસિંહ અવતારમાં દેખાયા હતા, તેથી આ દિવસને નૃસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ પોતાના પરમ ભક્ત પ્રહલાદની રક્ષા માટે અને અસત્ય પર સત્ય ની જીત માટે આ અવતાર લીધો હતો અને અત્યાચારી અસુર હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. કેમ અસુરરાજ હિરણ્યકશિપુનો  ના આકારા વરદાનને ઘ્યાનમાં લઈને ભગવાન વિષ્ણુના આ સ્વરૂપને નૃસિંહ તરીકે ઓળખવામાં આવે છે. આવો જાણીએ નૃસિંહ જયંતિનું મહત્વ, શુભ સમય અને પૂજા પદ્ધતિ વિશે.



હિન્દું પંચાંગ અનુસાર, વૈશાખ માસની સુદ પક્ષની ચતુર્દશી તિથિને નૃસિંહ જયંતિ કહે છે જે આ વષે તિથિની શરૂઆત 21 મે 2024.

નૃસિંહ ભગવાનની ઉત્પતિ સંઘ્યાં સમયે થઈ હતી માટે નૃસિંહ જયંતિ 21 મે 2024, રોજ રહેશે અને ભક્તો આ દિવસે ઉપવાસ તથા મંદિરોમાં તહેવાર હષૅ ઉલ્લાસ થી ઉજવાસે.


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 


નૃસિંહ ભગવાનનાં પૂજા કરતી વખતે કેટલાક મંત્રોનો જાપ કરવાથી ઈચ્છિત ફળ મળે છે.

એકાક્ષર નૃસિંહ મંત્રનો સિદ્ધ મંત્ર: "ક્ષૌં"


ત્ર્યક્ષરી નૃસિંહ મંત્ર: "ॐ ક્ષૌં ॐ "


ષડાક્ષર નૃસિંહ મંત્ર: "ॐ હ્રીં ક્ષૌં ક્રૌં હૂં ફટ્ "

નૃસિંહ ગાયત્રી: " ॐ ઉગ્ર નરસિંહાય વિદ્મહે વ્રજ નખાય ધીમહિ તન્નો નરસિંહઃ પ્રચોદયાત્ । નૃસિંહ ગાયત્રી: " ॐ વજ્ર-નાખાય વિદ્મહે તીક્ષ્ણ-દ્રષ્ટયા ધીમહિ. તન્નો નારસિંહઃ પ્રચોદયાત્ ।



નૃસિંહ ચતુર્દશીનું મહત્વ


આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર નૃસિંહની પૂજા કરવામાં આવે છે. વિષ્ણું પુરાણ અનુસાર, ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુ નો વઘ કરવા માટે નૃસિંહનો અવતાર લીધો હતો કારણ કે હિરણ્યકશિપુ એ ભગવાન બ્રહ્માં પાસે વરદાન આપવામાં આવ્યું હતું કે તેનો વઘ સમય તે દિવસ કે ના રાત, ના ઘરની અંદર કે ના ઘરની બહાર ના કોઈપણ નર કે પ્રાણી વડે ના કોઈ અસ્ત્ર કે શસ્ત્ર વડે ન તો જમીન કે ના આકાશમાં મને મારી શકે છે. હિરણ્યકશિપુએ પોતાના અભિમાનમાં ગભરાટ ફેલાવી દીધો હતો. તેણે નિર્દોષોને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે રોક્યો. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુએ નૃસિંહનો અવતાર લીધો હતો અને તે સ્તંભ ફાડીને પ્રગટ થયા હતા. તેણે હિરણ્યકશિપુને ઘરની ઉંબરી પર પોતાના બંને પગ પર સુવડાવીને અને નખ વડે તેનું શરીર ફાંડી નાખ્યું હતું 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ? અહી ક્લિક કરો.  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

Amazon Today Offer 

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 10 મે, 2022

વૈશાખ સુદ નોમ જાનકી નોમ તિથિ માહિતી , પુજનવિઘી | જાનકી નોમ નું મહત્વ | Sita Nom Vrat Katha | Okhaharan

 વૈશાખ સુદ નોમ જાનકી નોમ તિથિ માહિતી , પુજનવિઘી | જાનકી નોમ નું મહત્વ | Sita Nom Vrat Katha | Okhaharan


Sita-Nom-Vrat-Katha
Sita-Nom-Vrat-Katha

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જાનકી નોમ ક્યારે છે  ? તિથિ માહિતી શુભ સમય , પુજનવિઘી અને આ જાનકી નોમ નું મહત્વ શું છે તે બઘું આજે આપણે જાણીશું.

 

મોહિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


વૈશાખ સુદ નોમ જાનકી નોમ એટલ દેવી સીતાની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


જાનકી નોમ 2024 વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે સીતા જયંતિ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા સીતાનો જન્મ મંગળવારે પુષ્ય નક્ષત્રમાં થયો હતો. આ વષૅ પણ એજ મંગળવાર આવવાથી ખાસ સંયોગ બને છે. દેવી સીતાના લગ્ન ભગવાન રામ સાથે થયા હતા, ભગવાન રામનો જન્મ પણ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ નોમ તિથિએ થયો હતો. હિંદુ પંચાગ અનુસાર સીતા જયંતિ રામનવમીના બરાબર એક મહિના પછી આવે છે.  



સીયાવરરામચંદ્ર ભગવાનની જય

 સૂયૅદય પ્રમાણે કરવી માટે ઉદયા તિથિના કારણે 17 મી મેના રોજ સીતા નવમીની ઉજવણી તથા આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવશે.

આ દિવસે પુજન શુભ સમય સવારે 10:57 થી બપોરે 01:39 સુધીનો છે.

સીતા નવમી સૌથી ઉત્તમ મધ્યાહન ક્ષણ - 12:18 PM


સીતા નોમની પૂજા પદ્ધતિ

સીતા નવમીના દિવસે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને નિત્યકમ્ર પરવારી મંદિર પાસે બેસીને ઉપવાસનું વ્રત લેવું.


પછી ભગવાન શ્રી રામ સીતાજીની મૂર્તિને ગંગાના જળથી સ્નાન કરાવો.અને ફોટો હોય તો ગંગા જળ છાંટી સ્વચ્છ કપડાં વડે સાફ કરો. પ્રતિમાની સામે ઘીનો દીવો પ્રગટાવો. આ પછી ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં સીતા રામની વિઘિવઘ રીતે પૂજા કરો અને ભોગ ધરાવો.

 

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

અને તેના પછી ભગવાન રામ અને સીતા માતાની આરતી અને સ્તુતિ કરો.


 આ કારણે માતા સીતાને જાનકી કહેવામાં આવે છે

માતા સીતાને જાનકી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે મિથિલાના રાજા જનકની દત્તક પુત્રી હતી. તેથી આ દિવસને જાનકી નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે રાજા જનક યજ્ઞ કરવા માટે જમીન ખેડતા હતા, ત્યારે તેમને સોનાના શબપેટીમાં એક બાળકી મળી. જમીન ખેડતી વખતે ખેતરની અંદરથી સોનાની કોફીન મળી આવી હતી. ખેડેલી જમીનને સીતા કહેવામાં આવે છે, તેથી રાજા જનકે છોકરીનું નામ સીતા રાખ્યું. રાજા જનકની દિકરી હોવાથી તેમને જનકનંદની પણ કહેવામાં આવે છે.


સીતા નવમીનું મહત્વ

એવું માનવમાં આવે છે કે સીતા નોમનું વ્રત રાખવાથી જો વિવાહિત લોકો ભગવાન રામ અને સીતા માતાની પૂજા-અર્ચના કરે છે તો તેમને ઈચ્છિત વરદાન મળે છે. આ વ્રત રાખવાથી ઘરમાં સુખ-શાંતિનું વરદાન મળે છે અને પતિનું દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. સીતાનોમનું વ્રત કરવાથી ઉપવાસ અને પૂજા કરવાથી અનેક તીર્થોના દાન અને દાન સમાન ફળ મળે છે.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

Amazon Today Offer 

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 15 એપ્રિલ, 2022

હનુમાન જન્મોત્સવ ના દિવસે સાભળો "" હનુમાન જન્મ કથા "" | Hanuman Janma Katha Gujarati | Okhaharan

હનુમાન જન્મોત્સવ ના દિવસે સાભળો "" હનુમાન જન્મ કથા "" |  Hanuman Janma Katha Gujarati | Okaharan |


Hanuman-Janma-Katha-Gujarati
Hanuman-Janma-Katha-Gujarati


ચૈત્ર માસની પૂર્ણિમા ની તિથિ એ હનુમાન જંયતિ ઉત્સવ ઉજવાય છે આ દિવસે હનુમાનજી નો જન્મ થયો હતો આ દિવસે હનુમાન મંદિરે હનુમાન જંયતિ ધુમધામથી ઉજવાય છે. હનુમાનજી જાગતા દેવ છે . હનુમાનજી નું સાત ચંરજીવિ માં સ્થાન છે.હનુમાનજી ને તેમના માતા પિતા એટલે કે અંજનીપુત્ર કેસરીનંદન તરીકે ઓળખાય છે . હનુમાનજી ને વિષ્ણુ ભગવાન ના સાતમાં અવતાર શ્રી રામચંદ્ર ના પરમ ભક્ત માનવામાં આવે છે. શિવ રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે.

હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.   


આ વર્ષે ચૈત્ર માસની સુદ પક્ષની પૂર્ણિમા હનુમાન જયંતિ 16 એપ્રિલે ઉજવવામાં આવશે. આ દિવસે હનુમાનજી માટે વિધિ-વિધાન પૂજા કરવામાં આવે છે. હનુમાનજી ની વિશેષ આશીવૉદ મેળવવા ઉપવાસ કરતા હોય છે.



સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં કેસરીનુ રાજ્ય હતુ. તેની અતિ સુંદર અંજના નામની પત્ની હતી. એક વાર અંજનાએ પોતાની ઈચ્છઅનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષાઋતુમાં પર્વતના શિખર પર વિચરવા લાગી. આ સમયે પર્વતની ટોચ ઉપર વાયુ સડસડાટ વાતો હતો. અંજનાના શરીર ઉપરનું સૂક્ષ્મ વસ્ત્ર વાયુએ ખસેડી નાખ્યું.


સર્વાંગ સુંદર એવી અંજના ઉપર વાયુદેવ તત્કાળ કામવશ થઈ ગયા. તેમણે અદ્રશ્ય સ્વરૂપે પોતાની લાંબી ભુજાઓ પ્રસારી અંજનાને છાતી સાથે ચાંપી ગાઢ આલિંગન કર્યું. આથી વાયુદેવનું આત્મતેજ તરત જ અંજનાના ગર્ભની અંદર પ્રવિષ્ઠ થઈ ગયું. જયારે અંજનાને ભાન થયું કે પોતાને કોઈએ ગાઢ આલિંગન કર્યું છે. પરંતુ દ્રષ્ટિએ કોઇ પુરુષ જોવામાં આવતો નથી. ગભરાયેલી અંજના એકદમ ક્રોધિત થઇ બોલી, ‘મારા પતિવ્રતને કલંક લગાડનાર તું કોણ છે?’

 હનુમાન જંયતિ ના દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.

આ સાંભળી વાયુદેવ તરત જ પ્રત્યક્ષ થયા અને અંજનાને સાંત્વન આપતાં બોલ્યા : ‘હે, સુશ્નોણી! તું ભય ન પામ. હું તારા પતિવ્રતનો નાશ નહીં કરું. હે મહાયશસ્વિની તારા પર મારું મન અત્યંત આસકત થવાથી મેં તને માત્ર આલિંગન જ કર્યું છે. પરંતુ તેથી તને મારા અંશરૂપે એક મહાસમર્થ પુત્ર પ્રાપ્ત થશે. તેના સામર્થ્ય, બુદ્ધિ, તેજસ્વી, બળ, પરાક્રમને ત્રિલોકમાં કોઇ પણ આંબી નહીં શકે. તદ્દન મારા સમો જ થશે.’ સમય જતા અદ્ભુત શકિતશાળી પુત્રનો જન્મ થયો. તે પુત્ર એટલે મહાબલી હનુમાનજી.


મહાવીર હનુમાન કપિવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે. હનુમાન નાનપણમાં ઉદય પામતા સૂર્યને કોઇ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઇચ્છાથી આકાશમાં ઊડવા લાગ્યા. ત્યારે સૂર્ય દેવે પોતાના તેજ વડે હનુમાનજીને પાછા પૃથ્વી પર નાખ્યા. છતાં પણ બાલહનુમાન ફરીથી તેજ ગતિથી સૂર્ય તરફ ધસ્યા. દેવતાઓમાં હાહાકાર મચી ગયો. બાલહનુમાનને રોકવા માટે ઈન્દ્ર દેવે તેમના પર વજ્રનો પ્રહાર કર્યો. આથી તેમનો ડાબો હનુ (હડપચી) છેદાઈ અને તે એક પર્વતના શિખર પર પડયા. આથી જ અંજનીપુત્ર ‘હનુમાન’ કહેવાયા.

હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો

પોતાના પુત્ર ઉપર ઇન્દ્ર દેવના વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું. સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઇ ગયો ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું - તરત જ બ્રહ્માજીએ વરદાનરૂપે હનુમાનનું શરીર વજ્રનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ વિવિધ શકિતઓ આપી હનુમાનજીને મહાશકિતશાળી બનાવી દીધા. આ રીતે વરદાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના કામ કર્યા.

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics અહી ક્લિક કરો.   

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.   

હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.   

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 

ગુરુવાર, 14 એપ્રિલ, 2022

હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ | Hanuman Chalisa Chopai Meaning Gujarati | Okhaharan

હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ | Hanuman Chalisa Chopai Meaning Gujarati |  Okhaharan

Hanuman-Chalisa-Chopai-Meaning-Gujarati
Hanuman-Chalisa-Chopai-Meaning-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચૈત્ર સુદ પુનમ એટલે હનુમાન જંયતિ ના દિવસે શ્રી રામ ભક્ત હનુમાન ના ચાલીસ ગુણ નો પાઠ એટલે હનુમાન ચાલીસા ની ચોપાઈ નું ૧૦૮ વખત જાપ કરવાથી વિધા બુદ્ધિ વધે, સવૅ કાયૅ સિદ્ધ થાય , સવૅ સુખની પ્રાપ્તિ થાય , કષ્ટ સમયે દૂર થાય , પ્રેત બાધા નિવારણ થાય , સવૅ રોગ નિવારણ થાય , અનિષ્ટ ભય મુશ્કેલી સમય દૂર થાય , ધન સંપતિ પ્રાપ્ત માટે, અને શ્રી રામ દશૅન માટે માટે અથૅ સહિત ચોપાઈ ની માહિતી આગળ વિડિયો આપ્યો આપ અંત સુધી બન્યા રહેજો. જ્યાં રામ હોય ત્યાં હનુમાન હોય અને જ્યા હનુમાન હોય ત્યાં એમના હ્રદયમાં શ્રી રામ હંમેશ હોય છે. 



 

આ ચોપાઈ ના ૧૦૮ જાપ પહેલા પાઈ સ્વચ્છ કપડાં પહેરીને હનુમાન છબી સામે ધુપ દીપ કરીને મંત્ર જાપ કરવા
બ્રહ્મચર્ય નું પાલન કરવું
મંત્ર જાપ માટે તુલસી માળા, લાલ ચંદન ની માળા , અથવા રુદ્રાક્ષ ની માળા લેવી.
હનુમાનજી સાધકે માંસાહાર , શરાબ, અભક્ષ પ્રદાથો નો ત્યાગ કરવો
મંત્ર જાપ સમયે મન એક ચિત રાખવું ખરાબ વિચારવું નહીં.

હનુમાન જંયતિ ના દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.


બોલો અંજનીપુત્ર હનુમાન ની જય આપણે ચોપાઈ માહિતી જાણીયે
 
વિદ્યા પ્રાપ્તિ માટે
વિદ્યાવાન ગુની અતિ ચાતુર,  રામકાજ કરિબે કો આતુર ।
હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન ગુણવાન અને ચતુર છો,  સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો,

બુદ્ધિહિન તનુ જાનિકે સુમિરો પવન કુમાર ।
હું મારી જાતને બુદ્ધિહિન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું. હે પ્રભુ આપ મને બળ બુદ્ધિ, તથા વિદ્યા આપો



સદ્ બુદ્રિની પ્રાપ્તિ માટે
મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી ।
હે મહાવીર બજરંગબલી તમે વિશેષ પરાક્રમી છો.તમે કુબુદ્ધિનો નાશ કરનારા છો, અને સુબુદ્ધિના સહાયક છો.

સવૅ કાયૅની સિદ્રિ માટે
ભીમરૂપ ધરિ અસુર સંહારે, શ્રી રામચંદ્ર કે કાજ સંહારે ।।
મહાભંયકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને  શ્રીરામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો.

હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


સવૅ સુખની પ્રાપ્તિ માટે
સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના ।।
આપની શરણ જે કોઇ આવે છે એ બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે. તમે અમારા રક્ષક છો તેથી અમને કોઇ જ ડર નથી

કષ્ટ સમય માટે
દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હારે તે તે ।।
જગતમાં જેટલા પણ મુશ્કેલ કામ છે એ બઘા તમારી કૃપાથી સરળ બની જાય છે. પછી એમાં કોઈ પણ વિઘ્ન આવતું નથી .

પ્રેત બાઘા નિવારણ માટે
ભૂત પિસાચ નિકટ નહીં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ ।।
જે ભક્તજન તમારા નામનું રટન કરે છે, તે સાભળી ભૂત – પિશાચ પ્રેત એની પાસે આવતા નથી.


સવૅ રોગ નિવારણ માટે
નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા ।
હે વીર હનુમાનજી !તમારા નામ નિરંતર જપ કરવાથી બધા રોગો નષ્ટ થઇ જાય છે અને તેના તમામ કષ્ટ દૂર થઈ જાય છે.

અનિષ્ટ ભય મુશ્કેલ સમય માટે
સંકટ તે હનુમાન છુડાવૈ, મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ।।
હે હનુમાનજી! જે ભક્ત મન, વાણી અને કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે છે,  એને આપ બધી વિપત્તિથી દૂર કરી દો છો. 

હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


ધન સંપતિ માટે  
અષ્ટ સિધ્ધ નવ નિધિ કે દાતા, અસ વર દીન જાનકી માતા ।
હે હનુમાનજી આપને માતા જાનકી નું એવું વરદાન મળેલ છે જેનાથી આપ આઠ સિધ્ધિ અને  નવનિધિ આપી શકો છો.

શ્રી રામ ના દશૅન માટે
તુમ્હારે ભજન રામ કો પાવૈ, જનમ જનમકે દુઃખ બિસરાવૈ ।
આપનું ભજન કરનારભક્ત ને શ્રીરામનું દર્શન થાય છે. અને  તેના જન્મ જન્માંતરના દુઃખો  કાયમ માટે નષ્ટ થઇ જાય છે.

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 10 એપ્રિલ, 2022

ચૈત્ર સુદ નોમ એટલે """ રામ નવમી """ જન્મ કથા ગુજરાતી | Ram Navmi Katha Gujarati | Okhaharan

 ચૈત્ર સુદ નોમ એટલે """ રામ નવમી """ જન્મ કથા ગુજરાતી | Ram Navmi Katha Gujarati | Okhaharan

Ram-Navmi-Katha-Gujarati
Ram-Navmi-Katha-Gujarati


 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ શ્રી રામ જન્મ કથા સંપૂર્ણ ગુજરાતી લખાણ સાથે. તે પહેલા સૌને ને અમારા તરફથી રામનવમી ની શુભેચ્છાઓ. 

આજે રામ નવમી કરો શ્રી રામ બાવની વાચવાં માત્રથી તાપ ત્રિવિધ તનમનના દૂર થાય અહી ક્લિક કરો. 


 ત્રેતાયુગ ની વાત છે સૂર્યવંશ ની આ કથા છે સૂર્યવંશી રઘુ રાજા નું પુત્ર જ હતો આ જ રાજા ના લગ્ન ઇન્દુમતી સાથે થયેલા આ આજ અને ઈન્દુમતી ના પુત્ર દશરથ હતાં દશરથ રાજા સરયૂ નદીના કાંઠે આવેલા અયોધ્યામાં રાજ કરતા હતા તેવો અત્યંત પરાક્રમી અને કુશળ વહીવટ કરતાં હતા તેમના રાજમાં પ્રજા સુખી અને સમૃદ્ધ હતી દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા સુમિત્રા અને કૈકેયી.



દશરથ રાજા બધી વાતે સુખી હતા પણ રાજાના અંતરમાં એક દુઃખ ઊંડું રહ્યા કરતું હતું તેથી તેવો ઉદાસ રહેતા હતા ત્રણ ત્રણ રાણીઓ હોવા છતાં તેમને ની સંતાન થયેલ નહીં અયોધ્યા જેવા વિશાળ અને સમૃદ્ધ રાજ્ય નું કોઈ ગાદી વારસ મળે નહીં આથી તેમનો બધો આનંદ લઇ જતો હતો તેવો નિરાજ અને દુઃખી રહ્યા કરતા હતા

આજે રામ નવમી કરો શ્રી રામ ચાલીસ પાઠ કરવાથી સુખ શાંતિ અને મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 


દશરથ રાજાએ સંતાન પ્રાપ્તિ માટે ધણી પૂજા અનુષ્ઠાન કર્યા પણ તેમની મનોકામના પૂર્ણ થઇ ઉંમરની સાથે સાથે તેમની નિરાશા પણ વધતી જતી હતી દશરથ રાજાને ગમગીની અને ખિન્ન જોઇ એક દિવસ ગુરુ વશિષ્ઠે પૂછ્યું રાજન આપના મુખ ઉપર નિરંતર ઉદાસીનતા રહ્યા કરે છે તેનું કારણ શું છે



દશરથ રાજાએ કહ્યું ગુરુદેવ તમે સારી રીતે જાણો છો કે સંતાન ચિંતા મને સતત કોરી ખાય છે ઉંમરની સંધ્યાએ મને એવું લાગે છે કે હવે સૂર્ય વંશ નો અંત તક નિશ્ચિત છે આનો કોઈ ઉપાય જણાવો ગુરૂ વશિષ્ઠ બોલ્યા રાજન તમે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવો આ યજ્ઞથી મનોકામના પૂર્ણ થાય છે દશરથ રાજાએ કહ્યું ગુરુજી હું આ યજ્ઞ કરવા તૈયાર છું તમે મારા માટે તૈયારી કરાવો

આજે રામ નવમી રામાયણના 108 મણકા અહી ક્લિક કરો. 


અયોધ્યામાં યજ્ઞ ની તૈયારી થવા લાગી સરયૂ નદીના તટ ઉપર વિશાળ યજ્ઞ વિધિનું નિર્માણ કરાયું શૃંગી ઋષિ એ અયોધ્યા આવ્યા તેમની પાસે યજ્ઞ કરાવ્યો જ્યારે યજ્ઞ પૂરો થયો ત્યારે યજ્ઞકુંડમાં થી એક મહાન તેજસ્વી યજ્ઞપુરુષ હાથમાં એક સુવર્ણ કળશ લઈ બહાર આવ્યો અને બોલ્યો એ રાજા આ કળશમાં ખીર છે દેવતાઓએ તમારા યજ્ઞથી પ્રસન્ન થઈ મોકલી છે તેથી તમારી રાણીઓને ખવડાવી દેજો એમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે આટલું કઈ યજ્ઞપુરુષ અદ્રશ્ય થઈ ગયો



પછી દશરથ રાજાએ ખીર 3 ભાગ રાણી ને સરખા ભાગમાં વહેંચી દીદી એમાં તેમણે સુમિત્રાને થોડો વધારે ભાગ આપ્યો જેથી તેમને પુત્ર થયા

થોડા જ માસ પછી ત્રણેય રાણી ગર્ભવતી થઈ અને આખા અયોધ્યામાં આનંદ છવાઈ ગયો ચૈત્ર માસની અમે કૌશલ્યાએ એક પુત્ર સુમિત્રાએ બે પુત્ર અને કૈકેયી એક પુત્ર એમ કુલ ચાર પુત્ર ના જન્મ થયા દશરથ રાજાને ચાર પુત્રોના જન્મ થતાં અયોધ્યાની પ્રજા આનંદ ઘેલી બની ગઈ આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો મેવા મીઠાઈ વેચાવા લાગ્યા દાન-પુણ્ય ના કાર્ય થવા લાગ્યા આમ દશરથ રાજા કૌશલ્યા સુમિત્રા કૈકેયી સ્વર્ગસુખ અનુભવ થવા લાગ્યા બારમે દિવસે ગુરૂ વશિષ્ઠ જી એ બોલાવી નામકરણ વિધિ થઇ તેમાં કૌશલ્યાના પુત્ર નું નામ રામ રાખ્યું સુમિત્રા ના બે પુત્રોના નામ લક્ષ્મણ શત્રુઘ્ન રાખ્યા અને કૈકેયી ના પુત્ર નું નામ ભરત રાખ્યું 

આજે રામ નવમી એક શ્ર્લોકી રામાયણ  નો પાઠ તથા તેનો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


હા રીતે ચારે પુત્ર ના જન્મ થયા મિત્રો આ હતી રામ જન્મની કથા હું આશા રાખું છું તમને જરૂર પસંદ આવી હશે

 

શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર  

 

 આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?

શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.   

 

દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.  

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.   

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 

શનિવાર, 9 એપ્રિલ, 2022

નવરાત્રિના છેલ્લા બે દિવસ જ બાકી રહ્યા છે કેટલાક નાનકડા ઉપાય | Navratti Ke Upay Gujarati 2023 | Okhaharan

નવરાત્રિના છેલ્લા બે દિવસ જ બાકી રહ્યા છે કેટલાક નાનકડા ઉપાય | Navratti Ke Upay Gujarati 2023 |  Okhaharan

Navratri-Ke-Upay-Gujarati
Navratri-Ke-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે આ લેખમાં જાણીશું નવરાત્રિના છેલ્લા બે દિવસ જ બાકી રહ્યા છે કેટલાક નાનકડા ઉપાય જાણી લઈએ.

નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.


પહેલાં આપણે એ જાણીએ કે વષૅ માં કેટલી વખત નવરાત્ર આવે પહેલાં ચૈત્ર નવરાત્રી, બીજી આસો નવરાત્રી , બે ગુપ્ત નવરાત્રી એમ વષૅ ચાર નવરાત્રિ આવે છે. આ નવરાત્રી માં જગત જનની માં ના તથા એમના  અલગ અલગ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે અને નવ દિવસ ખાસ નવદુર્ગા ના નવે નવ સ્વરૂપો નું પુજન ખાસ કરવામાં આવે છે. જો તમારી પાસે નવદુર્ગા સ્વરૂપ નું કંઈ ના હોય તો શ્રી યંત્ર નું પણ પુજન કરી શકાય છે.


આ નવ દિવસ માં અંબા કે કુળદેવી ની ભક્તો સાચા હ્રદયથી માં પુજા કરે છે.લોકો નવ દિવસ મીઠા. ડુંગરી લસણ, તામસી ભોજન , માસ મંદીરા વગર  ઉપવાસ કરે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ ને કંઈ નાની સમસ્યા જેમ કે પોતાની કારકિર્દી, બાળકોના લગ્ન, બાળકોનુ ભણતર ચિંતા હોય છે. ચાલો આપણે જાણીએ નવરાત્ર છેલ્લા બે દિવસ નાનકડા ઉપાય કરવાથી સવૅ મનોકામના પૂર્ણ થાય.એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં કરવામાં આવેલ ઉપાય ચોક્કસપણે ફળ આપે છે.


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.

 

 નવરાત્રીમાં ઉપાય

નવરાત્રી ના છેલ્લા બે દિવસમાં અંજનીપુત્ર હનુમાનજી ને એક સોપારી અને લાલા રંગનું ફુલ આપણૅ કરવાથી ધન સંબંધી સમસ્યાઓનો અંત આવશે.

નવરાત્રિ ની છેલ્લી બે તિથિ આઠમ અને નોમ જે નવદુર્ગા કે પછી કુળદેવી ના આશીર્વાદ મેળવવા ઉત્તમ દિવસ છે આ બે માંથી એક દિવસ  નાની કન્યાઓને  જેમને આપણે માતાઓ કહેતા હોઈએ છે તેમની પૂજા કરી ક્ષમતા અનુસાર ભોજન કરાવીને દક્ષિણા આપો. જમવામાં એક મીઠાઈ જેમ કે રસ, કે શીખંડ કે ખીર, અને શાક રોટલી દાળ ભાત અને એક ફળ સાથે જમાડો આમ કરવાથી માતા રાણીની કૃપા બની રહે છે. અને તેમને દક્ષિણા માં કપાસ, થાળી , ડબ્બો કે રૂપિયા તમારી યથા શક્તિ મુજબ આપો. પછી ચોખા વધાવી ને નમન કરવું.


નવરાત્રી છેલ્લા દિવસ માં ચાંદીના સિક્કા , શ્રી યંત્ર અથવા કુબેર યંત્ર ખરીદવું શુભ માનવામાં આવે છે.ખરીદી કરી માતા રાણી કે મહાલક્ષ્મી ના ચરણો આપણૅ કરવાની વિશેષ કૃપા રહે છે.

નવરાત્રી ના છેલ્લા બે દિવસ તમારા કુળદેવી અથવા જગત જનની કોઈ પણ મંદિરે ધ્વજા ચડાવો. જરૂરિયાત મંદોમાં ભોજન કરવો , કોઈ મંદિર માં હનુમાન ની મૂર્તિ અથવા અખંડ સૌભાગ્યવતી ની વસ્તુ ઓ દાન કરો.

 

શનિવારે કરો હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો. 

 

મિત્રો આ નવરાત્રી ના કેટલાક ઉપાય કરવાથી માતા રાણી ની વિશેષ કૃપા રહે છે. મને આશા છે આ તમે બે દિવસ માં આ ઉપાય જરૂર કરવો.


નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે અહી ક્લિક કરો.  

 

નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.

 

 નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇