ગંગા સપ્તમી ના શુભ દિવસે પાઠ કરો | શ્રી ગંગા બાવની | Ganga Bavani Gujarati Lyrics | Okhaharan
Ganga-Bavani-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હિન્દું ઘમૅ ની સૌથી પવિત્ર નદી માં ગંગાના બાવન ગુણ નો પાઠ એટલે શ્રી ગંગા બાવની વૈશાખ સુદ સાતમના દિવસે ગંગા સપ્તમી પર્વ ઊજવવામાં આવે છે આ દિવસે માતા ગંગા દેવીની પૂજા-અર્ચના કરવાથી તથા ગંગાજળથી સ્નાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પાપનો ક્ષય થાય છે. સાથે જ પિતૃદોષની શાંતિ માટે આ દિવસ શુભ માનવામાં આવે છે. આ વષૅ આ વર્ષે ગંગા સાતમના દિવસે રવિ પુષ્ય, શ્રીવત્સ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે માટે દિવસનું મહત્વ વઘારે બની જાય છે.
આજના શુભ દિવસે ગંગા જન્મોત્સવ કથા, પુજન વિઘિ કેવી રીતે કરવી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગંગા બાવની
શ્રી ગણેશજીને લાગું પાય ,
સરસ્વતી મા કરજો સહાય .
સદગુરુ ચરણે નમાવું શીશ ,
ત્રિદેવ આપો શુંભાશિષ
કૃપયા આપની પૂરણ થાય ,
ગંગાજી નું ગીત લખાય
હિમાલય પૂજય પિતા ..
મેનકા ગંગાના માતા ,
આર્યપુત્ર ભીષ્મપિતા
ગંગાજીના સુત હતા
હિમાલય શિખર ઉપર
ગંગાનું જળ તેના ૫૨
. બરફમાંથી એ જળ વહે
કમંડલે બ્રમાંના રહે .
મુનિ એ જળથી પૂજા કરે
પ્રભુ વિષ્ણુના ચરણે સરે .
બ્રહમ પુરાણ બતાવે સાર
લખાય બાવની એ આધાર .
ઈન્દ્ર પદ મેળવવા કાજ ,
કરે પ્રયન્ત સગરરાજ
અશ્વમેધ સો યશ કર્યા ,
સદ કાય એ અવળા સર્યા .
ઇન્દ્રરાજને ચિંતા થાય
યશ અશ્વ એ ચોરે ત્યાંય
. સાઠ હજાર સગરના સુત ,
અશ્વ શોધવા દોડે તુર્ત .
કપિલ મુનિનો આશ્રમ જ્યાંય ,
મળી ગયો એ અશ્વ ત્યાંય ..
કપિલ મુનિને તસ્કર કહ્યા ,
સમાધિ છૂટી શબ્દો વહ્યા .
સગરાજના સર્વે સુત ,
થયા શ્રાપથી ભસ્મીભુત .
ત્રીજી પેઢીના ભગીરથરાય
શોધે ઉદ્ધા૨વા ઉપાય .
મહર્ષિઓ કહે સત્ય વાત ,
ઊતરે પૃથ્વી ગંગા માત .
બ્રહ્માને રીજવવા રાય ,
આજના શુભ દિવસે માં ગંગા ના 108 નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
તપ આદરે ઉગ્ર ત્યાંય .
પ્રસન્ન થાય બ્રહ્મા એ સ્થાન ,
માગ્યું ભાગીરથે વરદાન .
કરવા પિતૃનો ઉદ્ધાર
ઉતારવી છે . છે ગંગા ધાર .
ધોધ અજબનો દિવ્ય અપાર ,
ઝીલવા કોઈ નહિ તૈયાર .
ભોળા શંભુ એ તે વાર ,
આપ્યો સંપુરણ સહકાર .
વિષ્ણુ ચરણે થી પ્રસ્થાન ,
શિવજી શીરે પામ્યા માન . ,
જટાઝુંડ ફેલાવી થાય ,
માં ગંગા એમા ઝીલાય .
સો વરસ ગંગા નું ગુંચવાય
, ભગીરથ શિવને લાગે પાય
. ભોળા બહુ ગણાતા હર ,
ઉતાર્યા બિન્દુ સરોવર .
વૈકુંઠમાંથી બ્રહ્મલોક ,
આવ્યા સ૨તા શ્રીશિવલોક .
ધ્રુવ ચંદ્ર ને સૂર્ય લોક
તપલોક , જનલોક , મહરલોક .
આવિયા ત્યાંથી ઇન્દ્રલોક ,
મંદાકિની થઈ મૃત્યુ લોક .
ભગીરથે ઉતારી આમ ,
ભાગીરથી ગંગા છે નામ ,
વિષ્ણુના ચરણે થી વહ્યા
, સંકટ માએ સર્વ સહ્યા .
વૈશાખ સુદી સાતમ થાય
, ગંગા સપ્તમી એ જ ગણાય .
પદ્મપુરાણ કહે છે સાર ,
જેઠ દશમ સુદ મંગળવાર .
ગંગા દસમી એ જ મનાય ,
મંદિરે ઉત્સવ ઉજવાય .
એ શુભ દિને ઊતર્યા માત ,
સહુ નદીઓમાં સુવિખ્યાત .
વેદોને શાસ્ત્રો સૌ ગાય .
ગંગા વિષ્ણુ સ્વરૂપ ગણાય .
ગીતામાં શ્રીકૃણ કહે
નદીઓમાં હું ગંગા વહે .
પદ્મપુરાણ કહે છે આમ ,
આમ અલકનંદા ગંગા નામ
. ભારત ની આ સંસ્કૃતિમાં
ઉત્તમ સ્થાને ગંગા મા ..
જગનાથ થયા પંડિત ,
લખ્યું ‘ ‘ ગંગાલહરી ' ' ગીત ..
ચઢચા પગથિયા મા બાવન
પંડિતને તુર્ત કીધા પાવન .
રૈદાસ ઉપર દયા કરી ,
કંકણ આપ્યું હાથે ધરી .
દેહ છૂટતો જયાં દેખાય ,
ગંગા જળ મુખમાં મુકાય .
અસ્થિ ગગે પધરાવાય ,
અનેક જીવો ઉદધારાય .
કરતું ગંગાજળ તો ખાસ
રોગ જંતુનો પુરણ નાશ .
નવસોને નવ્વાણું નદી ,
એમાં ઉત્તમ ગંગા નદી .
વેદ અને પુરાણો સહુ ,
ગંગાના ગુણ ગાતા બહુ –
મહિમા ગંગાજી નો અપાર ,
વર્ણવતા નહિ આવે પાર
. જગત જનની તારણ હાર ,
વંદન મારા વાર હજાર .
સ્વીકારજો આ હૃદયગીત ,
ગાનારાનું કરજો હિત .
રીઝે શ્રી રણછોડ જરૂર ,
આપ કૃપા ઉતરે ભરપુર .
સાખી
ગંગા માની બાવની સ્નાન સમયમાં ગાવ ,
૨ણછોડજી રાજી થશે , પુરણ પાવન થાવ .
બોલો શ્રી ગંગા માતા કી જે ...
નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇