શુક્રવાર, 22 જાન્યુઆરી, 2021

શનિવારે જાણો હનુમાન ચાલીસા નો દરેક દોહા અને ચોપાઈ નો અથૅ ગુજરાતી લખાણ સાથે

શનિવારે જાણો હનુમાન ચાલીસા નો દરેક દોહા અને ચોપાઈ નો અથૅ ગુજરાતી લખાણ સાથે

 

 

હનુમાન ચાલીસા ( અર્થ સહિત ) 

શ્રી ગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ । 

બરનઉ રઘુબર બિમલ જસુ જો દાયક ફલ ચારી ।।


શ્રી ગુરુદેવના ચરણ રજથી મારૂ મન પવિત્ર કરી હવે હું 

 શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરૂં છું. 

જે (ધર્મ, અર્થે કામ અને મોક્ષ) ચારે પ્રકારનાં ફળ આપનાર છે.


 

બુદ્ધિહિન તનુ જાનિકે સુમિરો પવન કુમાર । 

બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ, હરહુ ક્લેસ બિકાર ।।


હું મારી જાતને બુદ્ધિહિન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું. 

હે પ્રભુ આપ મને બુદ્ધિ, બળ તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો.
 

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહું લોક ઉજાગર ।

જ્ઞાન અને ગુણોનાં સાગર શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો ! 

ત્રણેય લોકમાં કીર્તિમાન મારૂતિ, આપનો જય હો !

 


રામદૂત અતુલિત બલધામા, અંજનિપુત્ર પવનસુત નામા ।।

શ્રી રામજીના દૂત આપમાં અનંત શક્તિ છે આપનું 

અંજનિપુત્ર અને પવનપુત્ર નામજગ પ્રસિદ્ધ છે.


 

મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી ।

આપ મહાવીર તથા મહાપરાક્રમી છો. આપનું શરીર વજ્ર સમાન છે. 

આપ કુબુદ્ધિનો નાશ કરનારા છો, અને સુબુદ્ધિના સહાયક છો.કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા ।।

હે કપિ શ્રેષ્ઠ, આપના દેહનો વર્ણ કંચન જેવો છે. કાનમાં કુંડળ છે અને 

મસ્તક પર વાકડીયા વાળ છે. આપનું આ સ્વરૂપ અતિ સોહમણું છે.


 


હાથ વજ્ર ઔર ધ્વજા બિરાજૈ, કાંધે મુંજ જનેઉ સાજે ।

આપના હાથમાં ગદા અને ધ્વજા છે ખભા પર જનોઇ શોભાયમાન છે.


 

શંકર સુવન કેસરીનંદન, તેજ પ્રતાપ મહા જગ વંદન ।।

કેસરીનંદન આપ શંકરના અવતાર છો, આપનું મહાપ્રતાપી અને 

તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પૂજનીય છે.

 

વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામકાજ કરિબે કો આતુર ।

હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન ગુણવાન અને ચતુર છો, 

સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો,

 


પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા ।।

પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં આપને ઘણી આસક્તિ છે. 

શ્રીરામ, શ્રી લક્ષ્મણ અને સીતામૈયા આપના હ્રદયમાં કાયમ નિવાસ કરે છે.


 


સૂક્ષ્મરૂપ ધરિ સિયહિં દિખાવા, બિકટ રૂપ ધરી લંકા જરાવા ।

સીતામૈયાને સુક્ષ્મરૂપ ધારણ કરી બતાવ્યું અને 

વિકરાળ રૂપ ધરી લંકાને બાળ હતી.


  

ભીમરૂપ ધરિ અસુર સંહારે, શ્રી રામચંદ્ર કે કાજ સંહારે ।।

મહાભંયકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને 

શ્રીરામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો.


લાય સંજીવન લખન જિયાયે, શ્રી રઘુવિર હરષિ ઉર લાયે ।

સંજીવની બુટ્ટી લાવી શ્રી લક્ષ્મણજીને જીવત્દાન આપ્યું તેથી 

અતિ હર્ષિત થઇ પ્રેમથી શ્રીરામજીએ આપને છાતીએ લગાવ્યા હતા.


 


રઘુપતિ કીન્હી બહુત બડાઇ, તુમ મમ પ્રિય ભરત હિ સમ ભાઇ ।।

ભગવાન શ્રીરામે આપની ઘણી પ્રશંસા કરીને કહ્યું કે, 

ભરત જેટલો જ તું મારો પ્રિય ભાઇ છે


 


સહસ્ત્ર બદન તુમ્હરો જશ ગાવૈ, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે ।

સહસ્ત્ર મુખવાળા શેષનાગ આપના યશગાન ગાય છે 

એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રીરામે આપને ગળે લગાડ્યા


 


સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ શારદ સહિત અહીસા ।।

સનકાદિક ઋષિ, બ્રહ્મા, નારદ, સરસ્વતી શેષનાગ 

આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી.

 


જમ કુબેર દિગપાલ જહાં તે, કબિ કોબિદ કહિ સકે કહાં તે ।

યમરાજ, કુબેર, દિગપાલ જેવાં દેવતા પણ આપનો મહિમા પૂર્ણરૂપે વર્ણન 

કરી શકતા નથી તો પૃથ્વી પરના કવિ અને વિદ્વાનો કઇ રીતે કહી શકે ?


 


તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા, રામ મિલાય રાજ પદ દીન્હા ।।

આપે સુગ્રીવજીને સહાય કરી ભગવાન શ્રીરામ સાથે 

તેમનો મેળાપ કરાવ્યો અને એમને રાજા બનાવ્યા


 


તુમ્હારો મંત્ર બિભીષણ માના, લંકેશ્વર ભએ સબ જગ જાના ।

આપનો મંત્ર વિભીષણે સ્વીકાર્યો અને તે લંકાનો 

રાજા થયો, આ વાત સમસ્ત વિશ્વ જાણે છે


 


જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ।।

ઘટાથી હજારો જોજન દૂર સૂર્યનું મધુર ફળ 

માનીને આપ ગળી ગયા હતા


 


પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહિ, જલધિ લાંધી ગયે અચરજ નાહિં ।

શ્રીરામની વીંટી મોઢામાં રાખી આપ વિશાળ સમુદ્રને 

પાર કરી ગયા એમાં કાંઇ ખાસ આશ્ચર્ય નથી


 


દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે ।।

હે કેસરી નંદન સંસારમાં જે કઠિન કાર્ય છે તે 

આપની કૃપાથી સરળ બની જાય છે.


 


રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે ।

આપ શ્રીરામના દ્વારપાળ છો, આપની આજ્ઞા 

વિના કોઇ અંદર પ્રવેશ કરી શકતો નથી.


 


સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના ।।

આપની શરણ જે કોઇ આવે છે એ બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે. 

તમે અમારા રક્ષક છો તેથી અમને કોઇ જ ડર નથી


 


આપન તેજ સમ્હારો આપૈ, તીનોં લોક હાંક તે કાંપૈ ।

હે અંજની પુત્ર ! આપ જ આપનું તેજ સહન કરી શકો છો. 

આપના હુંકારથી ત્રણેય લોક કાંપવા લાગે છે.


 


ભૂત પિસાચ નિકટ નહીં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ ।।

ભક્તજન જ્યારે આપના નામનું રટન કરે છે, 

ત્યારે ભૂત - પ્રેત એમની પાસે આવતા નથી.


 


નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા ।

હે કેશરી નંદન ! આપનું નામ સતત જપનારના બધા રોગો દૂર થઇ જાય છે 

અને તેની બધી પીડા દૂર થઇ જાય છે.


 


સંકટ તે હનુમાન છુડાવૈ, મન કર્મ બચન ધ્યાન જો લાવે ।।

હે અંજની પુત્ર ! જે ભક્ત મન, વાણી અને કર્મથી

આપનું એક ચિત્તે ધ્યાન કરે છે,

 એને આપ બધી વિપત્તિથી બચાવો છો.


 


સબ પર રામ તપસ્વી રાજા, તિન કે કાજ સકલ તુમ સાજા ।

સર્વોપરી રાજા શ્રીરામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે, 

તેમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે.


 


ઔર મનોરથ જો કોઇ લાવૈ, સોઇ અમિત જીવન ફલ પાવૈ ।

હે કેશરી નંદન ! આપની સમક્ષ મનોરથ લઇને જે કોઇ વ્યક્તિ આવે છે 

તેના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે.


 


ચારોં જુગ પરતાપ તુમ્હારા, હૈ પરસિદ્ધિ જગત ઉજિયારા ।

આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે. 

વિશ્વમાં આપની કીર્તિ, યશ પ્રકાશમાન છે.


 


સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે ।।

સાધુ, સંતના આપ રક્ષક છો, આપ રાક્ષસોના સંહાર કરનાર છો 

અને આપ શ્રીરામને અતિ પ્રિય છો


 


અષ્ટ સિધ્ધ નવ નિધિ કે દાતા, અસ વર દીન જાનકી માતા ।

સીતામૈયાયે આપને વરદાન આપ્યું છે કે આપ અષ્ટસિધ્ધિ અને 

નવનિધિ ચાહો એને પ્રદાન કરી શકો.


 


રામ રસાયન તુમ્હારે પાસા, સદા રહો રઘુપતિ તે દાસા ।।

હે બજરંગબલી ! “શ્રીરામ” નામરૂપી રસાયણ આપની પાસે છે. 

આપ સદાય શ્રીરામની સેવામાં તત્પર રહો છો.


 


તુમ્હારે ભજન રામકો પાવૈ, જનમ જનમકે દુઃખ બિસરાવૈ ।

આપનું ભજન કરનારને શ્રીરામનું દર્શન થાય છે. અને 

તેના જન્મ જન્માંતરના દુઃખો કાયમ માટે નષ્ટ થઇ જાય છે.


 


અંતકાલ રઘુબર પુર જાઇ, જહાં જનમ હરિભક્ત કહાઇ ।।

તે અંતકાળે સાકેત ધામમાં જાય છે. કદાચ મૃત્યુલોકમાં જન્મે 

તો તેને શ્રીહરિના ભક્ત તરીકે પ્રસિદ્ધિ મળે છે.


 


ઔર દેવતા ચિત્ત ન ધરઇ, હનુમંત સેઇ સર્વ સુખ કરઇ ।

જે ભક્ત અન્ય દેવતાઓનું હ્રદયમાં સ્થાન ન રાખી 

શ્રી હનુમાનજી સેવા કરે તો તે સર્વ સુખ સંપન્ન થાય છે.


 


સંકટ કટે મિટૈ સબ પિરા, જો સુમિરૈ હનુમંત બલબીરા ।।

અતિ બળવાન વીર બજરંગબલીનું જે સ્મરણ કરે છે 

તેના બધા સંકટો દૂર થાય છે.


 


જૈ જૈ જૈ હનુમાન ગૌસાંઇ, કૃપા કરહુ ગુરૂ દેવકી નાઇ ।

શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો, 

આપ મારા પરમ કૃપાળુ ગુરૂદેવની જેમ કૃપા કરો.


 


જો સતબાર પાઠ કર કોઇ, છુટહી બંદિ મહા સુખ હોઇ ।।

જે કોઇ વ્યક્તિ હનુમાન ચાલીસા નો સો વખત 

પાઠ કરશે તે સર્વ બંધનમાંથી મુક્તિ પામશે અને પરમ સુખને પામશે.


 


જો યહ પઢૈ હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા ।

જે ભક્ત “હનુમાન ચાલીસા”નો નિત્ય પાઠ કરશે 

તેને ચોક્કસ સફળતા મળશે. આના સાક્ષાત્‌ ભગવાન શંકર સાક્ષી છે.


 


તુલસીદાસ સદા હરિ ચેરા, કીજૈ નાથ હ્રદય મહં ડેરા ।।

સંતશ્રી તુલસીદાસજી કહે છે કે, “સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું

 હે નાથ આપ મારા હ્રદયમાં નિત્ય બિરાજો”


 


।। દોહા ।।

પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ । 

રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સૂર ભૂપ ।।

હે પવન પુત્ર હનુમાનજી, સર્વ સંકટોનો નાશ કરનારા, 

આપ મંગલમૂર્તિ રૂપ છો. આપ શ્રીરામ, લક્ષ્મણ અને 

સીતા મૈયા સહિત અમારા હ્રદયમાં નિત્ય બિરાજો.