સોમવાર, 6 ડિસેમ્બર, 2021

શિવ કૃપા માટે પાઠ કરો શિવ સ્તુતિ | Shiv Stuti | Shiv Stuti Gujarati Lyrics | Okhaharan

 શિવ કૃપા માટે પાઠ કરો શિવ સ્તુતિ | Shiv Stuti | Shiv Stuti Gujarati Lyrics | Okhaharan

Shiv-Stuti-Gujarati-Lyrics
Shiv-Stuti-Gujarati-Lyrics

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શિવ સ્તુતિ જય જય ભોલા શંભુ ગુજરાતી લખાણ સાથે. આ સ્તુતિ નિત્ય એકવાર , દર સોમવારે અથવા મહાદેવ ના મંદિરે અવશ્ય પાઠ કરો સવૅ ના મારા ૐ નમઃ શિવાય .

Shiv Mantra Gujarati

શિવ સ્તુતિ

જય જય ભોલા શંભુ

જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ

શિર પર વહેતી ગંગા ધારા અદભુત ત્રણ નયનોવાળા

સોહે  કંઠમાં રુદ્રની માળા ભક્તોના છો રખવાલા

જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ

નાગ વીટાળ્યો મસ્તક ઉપર કુંડળ કાનોમાં સારા

 ભાંગ પીનારા ભોળા શંભુ બીલીપત્રને ચાહનારા

જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ 

કરમાં સોહે ત્રિશૂળ ચમકતું અંગે ભભૂત લગાઈ

 ઝળહળતી જ્યોતિ જેવું સુખ પર તે છવાય

જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ

શિવ અદભુત મૂર્તિ તારી છે નંદિની રખવાળી

 ડમક ડમક ડમરુ ના નાદે વાતો કહે  તું મરમાળી

જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ 

સુરનર મુનિવર શંભુ તારુ ધ્યાન અહનિશ ધરતા

 ગંગા પાર્વતીજી નિશદિન જાપ તમારો કરતાં

જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ

અંગ ઉપર મૃગછાલ લપેટી કૈલાસ ઉપર છો વસનારા

સ્મરણ કરે જે ભાવે તેનું કષ્ટ તુરંત તો હરનારા  

 જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ

હે શિવ શંકર ભોલે શંકર વિનંતી એટલી કરીએ

 ભક્ત ઉપર કરજો કૃપા કે સુખ શાંતિ માં રહીએ

જય જય ભોળા શંભુ ચરણોમાં વંદુ જય જય ભોળા શંભુ 

બોલીયે શ્રી ઉમાપતિ કૈલાસપતિ મહાદેવ ની જય 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati

 Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in-gujarati