હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ | Hanuman Chalisa Chopai Meaning Gujarati | Okhaharan
Hanuman-Chalisa-Chopai-Meaning-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચૈત્ર સુદ પુનમ એટલે હનુમાન જંયતિ ના દિવસે શ્રી રામ ભક્ત હનુમાન ના ચાલીસ ગુણ નો પાઠ એટલે હનુમાન ચાલીસા ની ચોપાઈ નું ૧૦૮ વખત જાપ કરવાથી વિધા બુદ્ધિ વધે, સવૅ કાયૅ સિદ્ધ થાય , સવૅ સુખની પ્રાપ્તિ થાય , કષ્ટ સમયે દૂર થાય , પ્રેત બાધા નિવારણ થાય , સવૅ રોગ નિવારણ થાય , અનિષ્ટ ભય મુશ્કેલી સમય દૂર થાય , ધન સંપતિ પ્રાપ્ત માટે, અને શ્રી રામ દશૅન માટે માટે અથૅ સહિત ચોપાઈ ની માહિતી આગળ વિડિયો આપ્યો આપ અંત સુધી બન્યા રહેજો. જ્યાં રામ હોય ત્યાં હનુમાન હોય અને જ્યા હનુમાન હોય ત્યાં એમના હ્રદયમાં શ્રી રામ હંમેશ હોય છે.
આ ચોપાઈ ના ૧૦૮ જાપ પહેલા પાઈ સ્વચ્છ કપડાં પહેરીને હનુમાન છબી સામે ધુપ દીપ કરીને મંત્ર જાપ કરવા
બ્રહ્મચર્ય નું પાલન કરવું
મંત્ર જાપ માટે તુલસી માળા, લાલ ચંદન ની માળા , અથવા રુદ્રાક્ષ ની માળા લેવી.
હનુમાનજી સાધકે માંસાહાર , શરાબ, અભક્ષ પ્રદાથો નો ત્યાગ કરવો
મંત્ર જાપ સમયે મન એક ચિત રાખવું ખરાબ વિચારવું નહીં.
હનુમાન જંયતિ ના દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
બોલો અંજનીપુત્ર હનુમાન ની જય આપણે ચોપાઈ માહિતી જાણીયે
વિદ્યા પ્રાપ્તિ માટે
વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામકાજ કરિબે કો આતુર ।
હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન ગુણવાન અને ચતુર છો, સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો,
બુદ્ધિહિન તનુ જાનિકે સુમિરો પવન કુમાર ।
હું મારી જાતને બુદ્ધિહિન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું. હે પ્રભુ આપ મને બળ બુદ્ધિ, તથા વિદ્યા આપો
સદ્ બુદ્રિની પ્રાપ્તિ માટે
મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી ।
હે મહાવીર બજરંગબલી તમે વિશેષ પરાક્રમી છો.તમે કુબુદ્ધિનો નાશ કરનારા છો, અને સુબુદ્ધિના સહાયક છો.
સવૅ કાયૅની સિદ્રિ માટે
ભીમરૂપ ધરિ અસુર સંહારે, શ્રી રામચંદ્ર કે કાજ સંહારે ।।
મહાભંયકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને શ્રીરામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો.
સવૅ સુખની પ્રાપ્તિ માટે
સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના ।।
આપની શરણ જે કોઇ આવે છે એ બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે. તમે અમારા રક્ષક છો તેથી અમને કોઇ જ ડર નથી
કષ્ટ સમય માટે
દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હારે તે તે ।।
જગતમાં જેટલા પણ મુશ્કેલ કામ છે એ બઘા તમારી કૃપાથી સરળ બની જાય છે. પછી એમાં કોઈ પણ વિઘ્ન આવતું નથી .
પ્રેત બાઘા નિવારણ માટે
ભૂત પિસાચ નિકટ નહીં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ ।।
જે ભક્તજન તમારા નામનું રટન કરે છે, તે સાભળી ભૂત – પિશાચ પ્રેત એની પાસે આવતા નથી.
સવૅ રોગ નિવારણ માટે
નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા ।
હે વીર હનુમાનજી !તમારા નામ નિરંતર જપ કરવાથી બધા રોગો નષ્ટ થઇ જાય છે અને તેના તમામ કષ્ટ દૂર થઈ જાય છે.
અનિષ્ટ ભય મુશ્કેલ સમય માટે
સંકટ તે હનુમાન છુડાવૈ, મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ।।
હે હનુમાનજી! જે ભક્ત મન, વાણી અને કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે છે, એને આપ બધી વિપત્તિથી દૂર કરી દો છો.
હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ધન સંપતિ માટે
અષ્ટ સિધ્ધ નવ નિધિ કે દાતા, અસ વર દીન જાનકી માતા ।
હે હનુમાનજી આપને માતા જાનકી નું એવું વરદાન મળેલ છે જેનાથી આપ આઠ સિધ્ધિ અને નવનિધિ આપી શકો છો.
શ્રી રામ ના દશૅન માટે
તુમ્હારે ભજન રામ કો પાવૈ, જનમ જનમકે દુઃખ બિસરાવૈ ।
આપનું ભજન કરનારભક્ત ને શ્રીરામનું દર્શન થાય છે. અને તેના જન્મ જન્માંતરના દુઃખો કાયમ માટે નષ્ટ થઇ જાય છે.
હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.
હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇