ચંદ્રગ્રહણ દરમિયાન રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો કુંડળીના અનેક દોષોની અસર ઓછી થઈ શકે છે | 12 Rashi Chandra Grahan 2022 dan |
![]() |
12-rashi-chandra-grahan-2022-dan |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ચંદ્રગ્રહણ દરમિયાન રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો કુંડળીના અનેક દોષોની અસર ઓછી થઈ શકે છે.
આ વષૅ 2022 માં 8 નવેમ્બર, મંગળવારે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે. જેનું સૂતક ભારત તથા ગુજરાત માં પાડવામા આવશે. સૌથી પહેલા ભારતની પૂર્વ દિશાના શહેરોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અને બાકી શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે . ગુજરાત ના સમય અનુસાર ચંદ્રોદય સાથે જ ગ્રહણ પણ દેખાવાનું શરૂ થશે. આ કારણે દેશમાં સૂતક રહેશે. ચંદ્રગ્રહણનું સૂતક તેના ગ્રહણ ના 9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. માટે સાંજે 4.23 વાગ્યાથી પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે.જેથી સવારે 7 વાગ્યાથી સૂતક રહેશે તથા જે સાંજે 7-26 મિનિટે સમાપ્તી થશે. આ સમય પછી ધર મંદિર વગેરે સ્વચ્છ કરી પુજન દિવસ કરી શકાશે. આ સૂતક સમય દરમિયાન ભગવાન મંત્ર , ભજન ભકિત , કીર્તન વગેરે કરવું કોઈ એક જગ્યાએ બેસીને . મંદિર કે ધરના પુજન સ્થાન પર ના બેસવું. આ ગ્રહણ ના સમય દરમિયાન રાશિ મુજબ દાન કરવાથી અનેક દોષ તથા પુણ્ય મળે છે આપણે રાશિ મુજબ જાણીયે
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મેષ : આ રાશિનો સ્વામી મંગળ છે એટલે ધંઉ, જમીન, મસૂરની દાળ, લાલ કપડાં, લાલ ગાય, ગોળ, ચંદન, લાલ ફૂલ, સોનું, તાંબુ, કેસરનું દાન કરવું જોઈએ.
વૃષભ : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ દિવસે ચોખા, સાકર, હીરા, ચાંદી, મોતી, સફેદ કપડાં, ઘી, સોનાનું દાન કરી શકે છે.
મિથુન : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ દિવસે કાંસાના વાસણો, લીલા કપડાં, ઘી, ધન, પન્ના, સોનું, બધા પ્રકારનાં ફૂલ, કર્પૂર, શંખ, ફૂલ, ભોજન દાન કરી શકે છે.
કર્ક : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે ચોખા, સફેદ કપડાં, ચંદન, ફૂલ, સાકર, ચાંદી, સફેદ તલ, ઘી, શંખ, દહીં, મોતી અને કર્પૂરનું દાન કરી શકે છે.
સિંહ : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે ઘઉં, માણેક, ગાય, કમળના ફૂલ, લાલ ચંદન, લાલ કપડાં, સોનું, તાંબુ, કેસર, મૂંગા રત્નનું દાન કરી શકે છે.
શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ અહી ક્લિક કરો.
કન્યા : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે કાંસાના વાસણો, લીલા કપડાં, ઘી, પન્ના રત્ન, સોનું, ફૂલ, કર્પૂર, શંખ, ફળ અને ભોજનનું દાન કરી શકે છે.
તુલા : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે ચોખા, સાકર, હીરા, ચાંદી, મોતી, સફેદ કપડાં, ઘી તથા સોનાનું દાન કરી શકે છે.
વૃશ્ચિક : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે જમીન, મસૂરની દાળ, લાલ કપડાં, ગોળ, ફૂલ, સોનું, તાંબુ અને કેસરનું દાન કરી શકે છે.
ધન : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે અનાજ, પીળા કપડાં, સોનું, ઘી, પીળા ફૂલ, પુખરાજ, હળદર, પુસ્તકો, રૂપિયા-પૈસા, મધ, સાકર, મીઠું, જમીનનું દાન કરી શકે છે.
મકર : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે મકર રાશિના જાતકો તેલ, સાત અનાજ, નીલમ રત્ન, તલ, વાદળી કપડાં, સોનું, અડદનું દાન કરી શકે છે.
હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.
કુંભ : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે તેલ, સાત પ્રકારના અનાજ, તલ, વાદળી અને કાળા કપડાં, કામળો, ગરમ વસ્ત્રો અને સોનાનું દાન કરી શકે છે.
મીન : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે પીળા કપડાં, અનાજ, સોનું, ઘી, પીળા ફળ, પુખરાજ રત્ન, હળદર, પુસ્તકો, રૂપિયા-પૈસા, મધ, સાકર, મીઠુાનું દાન કરવું જોઈએ.
શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી વિષ્ણ્વષ્ટકમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇