બુધવાર, 25 ઑગસ્ટ, 2021

શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ વ્રત કથા ગુજરાતીમાં | Nag Pacham Vrat Katha Gujarati | Okhaharan

શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ વ્રત કથા ગુજરાતીમાં | Nag Pacham Vrat Katha Gujarati | Okhaharan

Nag-Panchami-Vrat-Katha-Gujarati-Lyrics
Nag-Panchami-Vrat-Katha-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે આ ભક્તિ લેખ માં જાણીશું નાગ પાંચમ ની વ્રત વિઘિ અને વ્રત કથા ગુજરાતીમાં.

આ વષૅ શ્રાવણ પાંચમ છે. આ દિવસે નાગ દેવતાની છબી કે મ્રુતિ ની પુજા થાય નહીકે જીવત નાગની. કેટલાક લોકો માન્યતા મુજબ સુદ પાંચમે પણ વ્રત કરે છે તો કેટલાક લોકો વદ પાંચમે વ્રત કરે છે.


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

નાગ પાંચમ વ્રતની વિધિ: 

શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત કરવમાં આવે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નાહી-ધોઈ પાણિયારાં પર નાગનું ચિત્ર દોરી ફોટો માં પુજન કરવું, ઘુપ - ઘીનો દીવો કરી પૂજા કરવી. ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેધ ધરાવવું અને એકટાણું કરવું. એમાં આગલા દિવસે પલાળેલા કઠોર જેમ કે મઠ, મગ, બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય. આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે. નાગદેવતાની કૃપાથી ધન-ધાન્યનો ભંડાર અખૂટ રહે છે.


નાગ પાંચમ વ્રત કથા

એક ગામમાં એક ડોશીમા તેના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા. તેમાંથી પાંચ વહુને માતા-પિતા હતાં,  પિયર હતું. પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું. આથી બધાં તેને નપિરી કહી મેણાં મારતાં હતાં. તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરતી હતી. તેને પુરતુ ખાવા પણ આપતા ન હતા.

jivantika-maa-vrat-katha-in-gujarati

 

ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી. ઘરમાં બધાએ પેટ ભરીનેખીર ખાધી. પરંતુ કોઈને નાની વહુ સાંભળી નહીં. આ દિવસોમાં તે ગર્ભવતી હતી. આથી તેને ખીર ખાવાનું મન થયું હતું. સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું. રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંઈ ના મળે. ખીરની તપેલીમાં બાઝેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું. આથી તે નિરાશ થઈ ગઈ. થતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા. તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાંતે ખાઈશ.

હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડાંમાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી ખાઈ ગઈ. તે પણ ગર્ભવતી હતી. થોડીવારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડાંમાંથી પોપડા ગાયબ હતા.

નાગણ આ બધુ ઝાપ પાછળ સંતાઈને જોતી હતી.  તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે. પરંતુ તેને આશ્ચર્ય થયું આ વહું એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો.


આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્યસ્વરૂપમાં દર્શન આપતાં કહ્યું, બહેન તને કંઈ વાતનું દુ:ખ છે?

જવાબમાં રાધાએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે "મા મારા પિયરમાં કોઈ સગુ નથી. એટલે મને સૌ મેણા મારે છે. વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું?" આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા.

નાગણનું દિલ દ્રવી ઊઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે.

shitala-satam-vrat-katha-gujarati-shravan-satam

 આ સાંભળી વહુ ખૂશ થઈ ગઈ.થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીઓ નાની વહુને મેણાં મારવા લાગી કે પિયરમાં તો કાળું કુતરુંય નથી તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય? આ સાંભળી નાની વહુ દુ:ખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે. સાસુએ નાછુટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી. 


નાની વહુ ખુશ થતી થથી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી. ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતાં કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાનાં છે. તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે.

નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રર્થના કરવા લાગી. ત્યાં તો સાચેજ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એકધારું એ દિશામાં જોવા લાગ્યા. થોડીવારમાં ગાડા આંગણામાં આવી ઊભા રહ્યા. એમાંથી રૂપ રૂપના અંબાર સમા નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેમની પાછળ અન્ય ગાડાં પણ આવીને ઊભા રહ્યાં. 

Nag-Panchami-Upay-Gujarati

 નાની વહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરામણીમાં સોના, રૂપા,-હીરા, માણેકના દાગીના, મોંઘા વસ્ત્ર આપી બધાને ખૂશ કરી દીધા. ખોળો ભરાય ગયા પછી નાગણે સાસુને કહ્યું, "વેવાણ મારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ". 


સાસુ બીચારી શું બોલે? એ તો બધું જોઈ હબકી ગયા. નાગણ નાની વહુને લઈ વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં ને મનમાં મુંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે. પણ દર આગણ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોંયરું દેખાયું. એ ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા. રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાની બહુ આશ્ચર્ય પામી.

નાગણે વહુ ને કહ્યું કે "તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈપીને હિંડોળા પર ઝૂલવાનું છે.  હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર-બપોર-સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે".

Jivantika-ma-ni-stuti-gujarati-lyrics

નાની વહુએ આ કામ સહર્ષ સ્વિકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો.એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી. એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા. આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારની પૂછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાંઝી ગયાં. 


નાગકુમારો બાંડિયા-બુચિયા થઈ જતા છોકરા પર ગુસ્સો ભરાયા અને તેને કરડવા દોડ્યા.  એટલામાં વહુ આવી ગઈને છોકરાને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ તેને દુ:ખ થયું. પણ નાના છોકરાને શું કહી શકાય? નાગ-નાગણીએ નાગ કુમારને શાંત પાડ્યા. પણ નાગકુમારોના મનમાં દાઝ હતી.

થોડા દિવસ પછી નાની બહુને સાસરીમાં વિદાય આપી. સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી જેઠાણીઓ તેના પર દાઝે બળવા લાગી. બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર દાઝે ભરાય હતા. આથે તેને કરડવા માટે તેના ઘરે આવી છૂપાઈ ગયા.  એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરામાં તેને ઠેસ આવતા તે બોલી ઊઠી કે ખમ્મા, મારા બાંડિયા બુચિયા વીરાને.


આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે. હજી પણ આપણને યાદ કરે છે. આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો. બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાગ્યો. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાંખી. આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું? તેમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો-ભેંસો વસાવી શકશો. પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા?


આ સાંભળી નાની વહુને ખૂબ દુ:ખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુ:ખની વાત કરી.

નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી. આથી તેઓ ખૂબ ખુશ થઈ.આખા ઘરમાં આનંદ છવાય ગયો.  હે નાગ દેવતા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો.


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે    

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

નાગપાંચમ ના દિવસે ભુલથી પણ ના કરો આ કાયૅ નહીં નાગદેવતા પ્રકોપથી કોઈ નહીં બચાવી શકે | Nag Panchami Upay Gujarati | Okhaharan

નાગપાંચમ ના દિવસે ભુલથી પણ ના કરો આ કાયૅ નહીં નાગદેવતા પ્રકોપથી કોઈ નહીં બચાવી શકે | Nag Panchami Upay Gujarati | Okhaharan

Nag-Panchami-Upay-Gujarati
Nag-Panchami-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે આ ભક્તિ લેખ માં નાગપાંચમ ની ખાસ વાતો જાણીશું. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપાંચમ કહેવાય કેટલીક માન્યતાઓ પ્રમાણે સુદ પાંચમ પણ ઉજવાય છે. આ વષૅ તિથિ વદ પાંચમ 16 ઑગસ્ટ 2022 ના દિવસે નાગદેવતા ની પુજન કરવાનું વિધાન છે. નાગદેવતા મહાદેવ ના કંઠ માં તથા શીરસાગર માં વાસુકી (નાગ) નારાયણ દેવ બીરજાતા હોય તો.

jivantika-maa-vrat-katha-in-gujarati

 

નાગ પંચમી દિવસ પર ક્યારેય ના કરવા જોઈએ આ કાયૅ

નાગ પંચમીના દિવસે નાગ દેવતા માટે વ્રત રાખવામાં આવે છે, તેમની પૂજા કરવામાં આવે છે. તેમની છબી નું પુજન આરતી તથા વ્રત કથા વાંચવા આવે છે. આજનો દિવસ કાલ સર્પ દોષ તથા રાહુ-કેતુ ગ્રહ સંબંધી દોષોને દૂર કરવા માટે અતિ ઉત્તમ દિવસ માનવામાં આવે છે.જો કે, આ બાબતોને લઈને લોકોમાં થોડી મૂંઝવણ અને ખોટી માન્યતાઓ તથા લોકવાઈકા ના કારણે આ દિવસે પૂજામાં ભૂલો કરવાથી અથવા જીવતા સાપને દુ:ખ પહોંચાડવાથી ઘણું પાપ લાગે છે. આવું કરવું એ જીવનમાં મુશ્કેલીઓને ખુલ્લુ આમંત્રણ આપવાનુ કહેવાય છે.


નાગ પાંચમ વ્રત કથા ગુજરાતીમાં 


નાગ પંચમી ના દિવસે ના કરો આ કાયૅ

નાગ પંચમી ના તિથિ ક્યારેય પણ જીવતા સાપની પૂજા ના કરવી જોઈએ.પણ હા, આ દિવસે નાગ દેવતાની મૂર્તિ , ચિત્ર અથવા ફોટાની પૂજા કરો. તમે દેવો ના દેવ મહાદેવ તથા ભાથીજી મહારાજ મંદિરમાં જઈને નાગ દેવતા ની પૂજા કરી શકો છો.


કોઈ પણ મદારી કે કોઈ ખેતરમાં જીવતા સાપને ક્યારેય દૂધ ન પીવડાવો, આ દૂધ તેમના માટે ઝેર સમાન હોઈ શકે છે. તેથી તેમની મૂર્તિનો તથા મંદિરમાં  દૂધથી અભિષેક કરવાનો હોય છે.

Jivantika-Maa-Ni-Aarti-Gujarati-ma


જ્યોતિષમાં શાસ્ત્રો મુજબ આ સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરાયો છે નાગ પંચમીના દિવસે જો તમારી કુંડળીમાં કાલ સર્પ દોષ અને રાહુ કેતુ કોઈ પણ પ્રકાર નો દોષ નિવારણ કરવા માટે પૂજા-પાઠ વિધિ કરવી, નાગદેવતાની મુર્તિનો દુધ શુધ્ધ જળ અભિષેક કરવો સારું માનવામાં આવે છે. તથા પ્રસાદ ધરાવો ,  પરંતુ તેનો સંબંધ જીવતા સાપ સાથે કોઈ સંબંધ નથી. તેથી આ દોષોને નિવારવા માટે જીવતા સાપની પુજા ના કરો તથા સાપને કોઈ કષ્ટ પહોંચાડો, નહીંતર જીવનમાં ભારે આપત્તિ સામનો કરવો પડી શકે છે.


નાગ પંચમી ના દિવસે આ રીતે કરો નાગ દેવતાની પૂજા ઘર પર નાગ દેવતાની મુર્તિ , ચિત્ર અથવા ફોટો એટલે છબી સ્થાપિત કરો. દૂધથી અભિષેક બાદ શુદ્ધ જળ અભિષેક કરી હડદર કે ચંદન થી તિલક જરૂરથી લગાવો. કંકુ-અક્ષત ફુલ  પછી ધૂપ- દીવો પ્રગટાવી પૂજા કરો. નૈવેદ્ય મિઠાઈનો ભોગ નો પ્રસાદ કરવો સાથે જ તેમને શ્રી ફળ અર્પણ કરો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો. આખા વષૅ દરમિયાન અમારી કોઈ પણ ભુલચુક થઈ હોય તો નાના બાળ જાણીને અમને માફ કરો.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે    

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે      

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે 


 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


ચતુર્થી ના દિવસે શ્રી ગણેશજી ના આ મંત્રો તમારા બધા વિધ્ન દૂર થશે | Ganeshji Mantra For Pujan | Okhaharan

ચતુર્થી ના દિવસે શ્રી ગણેશજી ના આ મંત્રો તમારા બધા વિધ્ન દૂર થશે | Ganeshji Mantra For Pujan | Okhaharan

Ganesh-Mantra-Gujarati-Lyrics-2021
Ganesh-Mantra-Gujarati-Lyrics-2021


શ્રી ગણેશ જાપ મંત્ર

ॐ હ્રીં ગં ગણપતેય નમઃ


ॐ નમોવિઘ્નરાજાય સવૅસૌખ્ય પ્રદાયિને

દુષ્ટારિષ્ટ વિનાશાય પરાય પરમાત્મને


ganesh 12 name gujarati 

 ગણેશ મંત્ર

શ્રી વક્રતુન્દ મહાકાયા સૂર્ય કોટિ સંપ્રભા.

નિર્વિઘ્નમ્ કુરુ મે દેવ સર્વ-કાર્યેષુ સર્વદા।


ગણેશ શુભ લાભ મંત્ર

ॐ શ્રી ગમ સૌભાગ્ય ગણપતિયે.

વરવર્દ સર્વજન્મામાં વસવર્મન્ય નમ.।


ગણેશ ગાયત્રી મંત્ર

ॐ એકદાન્તયા વિધ્ધમહે, વક્રતુન્દયા

ધીમહિ, તન્નો દાન્તિ પ્રચોદયાત્।

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇