શનિવાર, 20 માર્ચ, 2021

દરરોજ કરો ચોટીલા ડુંગર વાળા ચામુંડા દેવી ની આ સ્તુતિ જાપથી થાય ઉદ્ધાર તમારો Daily Chamunda Ma Stuti -Okhaharan 

દરરોજ કરો ચોટીલા ડુંગર વાળા ચામુંડા દેવી ની આ સ્તુતિ જાપથી થાય ઉદ્ધાર તમારો Daily Chamuda Maa Ni Stuti -Okhaharan 

chamunda maa ni stuti gujarati
Chamunda-Maa-Ni-Stuti-Gujarati


ચામુંડા માની સ્તુતિ

 અહો ! ધન્ય ચામુંડા શક્તિ તમારી ,

કહું શું કથી એક જિહુવા મારી ;

કળા જોઈ તારી સહુ દેવ લાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

તમે મોહમાયા તમે જોગમાયા ,

તમે કાળી તારા તમે જયોત જ્વાળા ;

નિરાકાર રૂપે ભવાની બિરાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

તમે કામ દુર્ગા તમે બાળી બાળા ,

તમે યોગિની મા ગલે મુંડમાલા ; .

સદા માજી મંદિરમાં ઘંટ વાજે , .

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

દયા આણી દાસો તણાં કાર્ય કીધાં ,

ભલા ભક્તને મા અભયદાન દીધાં ;

સદા શ્રીમહારાજાધિરાજ જાચે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ... 


મનથી ભરોસો તમારો જ જાણી ,

 ખુશીમાં રહું રાજ રાજેશ રાણી ;

કરે સેવના દેવ માજી સ્વ કાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

કરું ઉડતાં બેસતાં જાપ તારો ,

અજય જાપથી થાય ઉદ્ધાર મારો ; .

દયાળી દાન દો માત આજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

નહિ મિત્રતા કે નહિ વે ૨ કો'થી ,

નહિ હેત હારી ખરા ખેર સૌથી ;

મહા માત મારી સદા સહાય થાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

સદાકાળ ભક્તિ તમારી જ માંગું ,

જનેતા અનીતિ થકી દૂર ભાગું ;

ચહું દયા માત એક અવાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો....


 સદાકાળ માતા પિતા દાસ થઈને ,

ગુજારો કરું ચરણ પાસ રહીને ,

કરું ખૂબ ખાંતે હું ફરજો અદા જે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો....

નમી હું નમી હું નમી હું નમું છું ,

ચામુંડા ચામુંડા મુખેથી જપું છું ;

વદે દાસના દાસ સેવક આજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે. અહો ...

 

ચામુંડા મંત્ર | Chamunda Mantra | Most Powerful Mantra | CHAMUNDA MANTRA | 2021

 

માં ચામુંડા વ્રત|માહાત્મ્ય| વિધિ|ઉજવણું|maa chamunda vrat | Vidhi | mahatmay | Chamunda Mata Na Vrat 


ૐ ચામુડા માતાય નમઃ જરૂર લખજો.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

Khodiyar chalisa Gujarati

 

 

harshidhi-chalisa-gujarati-lyrics