શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

અઘિક માસની વદ પક્ષની પરમા એકાદશી માહાત્મ્ય વ્રત કથા | Parma Ekadashi Vrat Katha Gujarati | Okhaharan | Parma Ekadashi 2023 |

અઘિક માસની વદ પક્ષની પરમા એકાદશી માહાત્મ્ય વ્રત કથા | Parma Ekadashi Vrat Katha Gujarati | Okhaharan | Parma Ekadashi 2023 | 

parma-ekadashi-vrat-katha-gujarati
parma-ekadashi-vrat-katha-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અઘિક માસની વદ પક્ષની પરમા એકાદશી માહાત્મ્ય વ્રત કથા

પુરુષોત્તમ માસ કથા અધ્યાય છવ્વીસમો


અધિક માસની કૃષ્ણ પક્ષ (વદ) એકાદશીનું નામ પરમા એકાદશી છે. આ દિવસે નરોત્તમ એવા વિષ્ણુનું પૂજન અને વ્રત કરવાનો વિધિ છે.
સુમેધા નામનો એક બ્રાહ્મણ મહાન ધર્મનિષ્ઠ હતો. તેની પત્ની પણ પતિપરાયણ હતી. પૂર્વજન્મના દોષને લીધે તે દંપતિ બહુ નિર્ધન હતાં. ભિક્ષા માંગીને તે પોતાનો ઉદરનો નિર્વાહ કરતા હતા. તેની સાધ્વી સ્ત્રી પણ ભૂખ્યે પેટે પતિસેવામાં હાજર રહેતી હતી. આ ભૂખના દુ:ખથી તે અત્યંત નિસ્તેજ અને શુષ્ક થઈ ગઈ હતી.


પતિ પોતાની પત્નીનું આદુ:ખ જાણતો હતો, પરંતુ તેનો કોઈ પણ ઈલાજ ન હતો. એક વાર તેણે પત્નીને પોતાની પાસે બોલાવીને કહ્યું : ‘હે સ્ત્રી ! આપણા દુર્ભાગ્યથી આપણી નિર્ધન અવસ્થા ટળી શકતી નથી. આખા શહેરમાં મને કોઈ ભિક્ષા આપતું નથી અને દેશમાં દાન આપનારાઓ પણ હવે રહ્યા નથી, માટે મને ઈચ્છા છે કે પરદેશમાં જઈને પુરુષાર્થ અજમાવું.”
પતિના વાક્યથી પત્ની દુ:ખી થઈ, તેણેઅશ્રુભરી આંખોથી કહ્યું : “હે નાથ ! હું અબુધ સ્ત્રી આપને શું સલાહ આપું ? છતાં આપની અર્ધાંગના તરીકે હું આપને કહું છું કે પરદેશમાં જઈને પણ ભાગ્ય વિના કાંઈ મળી શકતું નથી. ભાગ્ય વિનાના મનુષ્યને સોનાના મેરૂ પર્વત પાસે ઊભો રાખવામાં આવે તો પણ તે સોનાને બદલે પત્થર ઉઠાવી લે છે. 


કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 


પૂર્વજન્મમાંઆપએલું અન્ન, વસ્ત્ર, ધન ને કીર્તિ બીજા જન્મમાં સાંપડે છે. માટે આપણે પૂર્વમાં કાંઈ આપ્યું નહી હોય તો પ્રયત્ન કરવાનો કોઈ અર્થ નથી, જે મળે તેમાં સંતોષ માનીને ઈશ્વરચિંતન કરીને અહીં જ રહો. હું કેવળ આપના આધારે જ જીવું છું. પતિ પરદેશ ગયા બાદ સ્ત્રીને માતા, પિતા, ભાઈ કે બહેન કોઈ સંઘરતું નથી.”


પતિ-પત્નીનો આ વાર્તાલાપ ચાલતો હતો, ત્યાં જ એક કૌંડિન્ય નામના મુનિ પધાર્યા.દૈવયોગે આવેલાઆ અતિથિનો આ બ્રાહ્મણ દંપતિએ સત્કાર કર્યો. બ્રાહ્મણે વંદન કરીને પૂછ્યું : “હે મુનિરાજ ! આપના પધારવાથી અમો કૃતકૃત્ય થયા છીએ, આપ મને કૃપા કરીને અમારી દરિદ્રાવસ્થા દૂર કરવાનો ઉપાય બતાવો. આપના પધાર્યા પહેલા અમારા વચ્ચે એ જ વાર્તાલાપ ચાલતો હતો.”


ઋષિએ કહ્યું : “પાપ,સંતાપ અને દરિદ્રતાનું દુ:ખ દૂર કરનારું અધિક માસની કૃષ્ણ એકાદશીનું વ્રત તમે કરો. આ વ્રત સર્વ પ્રથમ કુબેર નામના દેવે કર્યું હતું. ભગવાન શંકરે તેમનાવ્રતથી પ્રસન્ન થઈનેતેમને ધનના અધિપતિ બનાવ્યા. સત્યવાદી હરિશ્ચંદ્રે પણ આ વ્રત કર્યું. તેનાથી તેમને સ્ત્રી, પુત્ર અને ગયેલું રાજ્ય પાછું મળ્યું.’ આમ કહી ઋષિએ તેમને વ્રતનો વિધિ કહી સંભળાવ્યો.


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે


સમય આવતાં બંને પતિ-પત્નીએ પરમા એકાદશીનું વ્રત કર્યું. આ એકાદશીથી લઈને વ્રત-ઉપવાસ સહિત અમાવસ્યા સુધીનું પંચરાત્ર કર્યું. આથી ઈશ્વરેચ્છાએ એ શહેરના રાજાનો પુત્ર એને ત્યાં આવ્યો. અને તેને રહેવા માટે સુંદર મકાન, વિવિધ વસ્ત્રાલંકારો અને આજીવિકા ચલાવવા માટે એક ગામ આપ્યું.


આવી રીતે આ એકાદશીના પ્રભાવથી બ્રાહ્મણ અને તેની પત્નીએ સુખ-સંપત્તિઅને મોક્ષસુખ પ્રાપ્ત કર્યું.


જે કોઈ આ અધિકમાસની એકાદશીનું વ્રત કરે છે, અથવા આ આખ્યાન વાંચે કે સાંભળે છે, તેની ઈચ્છાઓ સફળ થાય છે અને મુક્તિ પામે છે.


                         


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

પુરુષોત્તમ માસ કથા અધ્યાય છવ્વીસમો | Purushottam Maas Katha Adhyay 26 in Gujarati | Adhyay 26 | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય છવ્વીસમો |  Purushottam Maas Katha Adhyay 26 in Gujarati  | Adhyay 26 | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-26-in-gujarati
purushottam-maas-katha-adhyay-26-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય છવ્વીસમો વ્રતના નિયમો છોડવાની વિધિ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ઉપવાસનું ફળ નામની વાર્તા. 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ 


અધ્યાય છવ્વીસમો વ્રતના નિયમો છોડવાની વિધિ  


વાલ્મીકિ બોલ્યા : “હે રાજન ! હવે હું તને સમગ્ર પાપોનો નાશ કરવા તથા ગરુડધ્વજ ભગવાનને પ્રસન્ન કરવા જે નિયમો લીધા હોય તેઓનો વિધિપૂર્વક ત્યાગ કરવાનું જણાવું છું.”


હે રાજન ! જે માણસે (પુરૂષોત્તમ માસમાં) રાત્રે એકટાણું કરવાનો નિયમ લીધો હોય તેણે બ્રાહ્મણને જમાડવા અને પછી નિયમ છોડવો. જેણે આખો મહિનો વ્રત કરી તેલ છોડ્યું હોય તેણે દૂધનું દાન કરવું. જેણે પગરખાં ન પહેરવાનો નિયમ લીધો હોય તેણે પગરખાનું દાન કરવું. અમાસના દિવસે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું. જેણે મૌન ધરવાનો નિયમ લીધો હોય તેણે ઘંટડીનું તથા સોના સાથે તેલનું દાન કરવું અને એક બ્રાહ્મણ સ્ત્રી તથા પુરૂષને ઘી-દૂધવાળું ઉત્તમ ભોજન કરાવવું. જે માણસે એકાંતરે ઉપવાસ વ્રત કર્યું હોય તેણે આઠ કળશોનું દાન કરવું. એ બધાં કળશો વસ્ત્ર સાથે તથા સોનાથી યુક્ત હોવા જોઈએ અને માટીના કે (શક્તિ હોય તો) તદ્દન સોનાના પણ આપી શકાય છે.


ઉપરાંત ગાડાની ઘોંસરીમાં જોડી શકાય એવો શક્તિશાળી બળદ પણ દાનમાં આપવો. જે મનુષ્ય એક અન્નથી મળમાસને સેવે છે તે ઉત્તમ ગતિને પામે છે. અધિક માસમાં માત્ર એક વાર રાતે જમે છે તે રાજા થાય છે અને તેની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે, એમાં સંશય નથી. બપોરના સમયે મુનિઓ જમે છે. દિવસના પાછલા ભાગમાં પિતૃઓ ખાય છે અને આત્મજ્ઞાની તો છેક સાંજના ભોજન કરે છે. માટે તે સર્વ વેળા ઓળંગીને (સાયંકાળ વીત્યા પછી) ભોજન કરે છે તે રાજા થાય છે.


એટલું જ નહી, પણ તેના બ્રહ્મહત્યાદિ પાપો નાશ પામે છે. શ્રીહરિને પ્રિય એ પુરૂષોત્તમ માસમાં અડદ ન ખાવાથી મનુષ્ય સર્વે પાપોથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં જાય છે. હે રાજન! ભક્તિથી પણ સર્વકાળે દર્ભનો કુચો પાસે ન રાખવો. કારણકે તે અતિ પવિત્ર છે. (કેવળ અમુક પવિત્રધર્મ ક્રિયા કરતી વખતે જ પાસે રખાય. પણ સર્વકાળે રખાય નહી.)


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


કપિલા ગાયનું દૂધ પીવું નહી, જનોઈ પહેરવી નહી અને વૈદિક ક્રિયા કરવી નહી. (એમ શૂદ્ર માટે તે તે શાસ્ત્રીય ક્રિયાઓનો નિષેધ છે) છતાં તે વૈદિક આજ્ઞાનો અનાદર કરી જે શૂદ્ર તે તે વેદોક્ત કર્મ કરે છે તે પોતાના પિતૃઓ સાથે નરકમાં ડૂબે છે. શૂદ્રે પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરવો નહી. શૂદ્ર તો બ્રાહ્મણને માત્ર નમસ્કાર કરવાથી જ પાપમાંથી છૂટી જાય છે.


આમ પુરૂષોત્તમ માસનું વ્રત પરિપૂર્ણ કરવું. હે રાજન ! મેં તને આ ઉત્તમ ધર્મ બતાવ્યો, જે કલ્યાણકારી, પાપનાશક અને ઉત્તમ ફળ આપનાર છે. માધવ ભગવાનની પ્રસન્નતાના કારણે આ મનોહર રહસ્યનો નિત્ય પાઠ કરવો. હે રાજન ! જે મનુષ્ય આ સાંભળે છે અથવા દરરોજ આનો પાઠ કરે છે તે જ્યાં યોગીશ્વર શ્રીહરિ બિરાજે છે તે શ્રેષ્ઠલોકમાં જાય છે.


 “ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“વ્રતના નિયમો છોડવાની વિધિ” નામનો છવ્વીસમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ઉપવાસનું ફળ


એક નગરીમાં એક અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. એ જેટલી સુખી હતી એટલી જ ધર્મનિષ્ઠ હતી. બારેમાસ વ્રત-તપ અને ધર્મધ્યાન કરતી. એક વિશ્વાસુ દાસી ઘરનું બધું કામ કરતી. એમ કરતાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ ઉપવાસ શરૂ કર્યા. રોજ નદીએ નહાવા જાય. વાર્તા સાંભળે અને આખો દિવસ પ્રભુ ભજન કરે.
દાસી સવાર-સાંજ જમે અને વિચારે કે પ્રભુએ પેટ આપ્યું છે તો ખાવા માટે, નાહક શું કામ ભૂખ્યા મરવું ?


એમ કરતાં પંદર દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. એવી માંદી પડી કે મોત નજીક આવી ગયું. રોગ અસાધ્ય હતો. વૈદોએ હાથ ધોઈ નાખ્યા.


મોત નજર સામે દેખાતાં દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી અને રડતાં રડતાં કહ્યું : “આવો અમુલખ મનખાવતાર મળ્યો ચતાં મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નથી,દાન-પુણ્ય કર્યાં નથી, કદી ભૂખ્યાની આંતરડી ઠારી આશિષ મેળવ્યા નથી, ઉપવાસ કરવાને બદલે ત્રણ-ત્રણ ટંક પેટ ભરીને ખાધું છે. મારો અવતાર એળે ગયો. હવે નક્કી મારો નર્કમાં વાસ થશે. મને ડંખ એ વાતનો છે કે તમારા પવિત્ર પાવન સંગમાં રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર ન આવ્યો. હે દેવી ! મને મુક્તિ મળે એવું કાંઈક કરો.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે


ત્યારે દયાળુ બ્રાહ્મણ કન્યા બોલી : “હે દાસી ! અંત સમયે સંતાપ કરવો નકામો છે. ગયા ભવમાં પુણ્ય કર્યા હોય તો આ ભવમાં ધર્મમાં મન લાગે. છતાં તેં મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત-તપ કરી શકી છું. બોલ, તારે શું જોઈએ છે ? તારા અંતકાળે હું તારું દિલ નહી દુભવું. તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ.”


ત્યારે દાસી ગળગળા અવાજે બોલી : “હે દેવી ! તમે પવિત્ર પુરૂષોત્તમ માસ સેવી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે, કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થઈ જાય.”


બ્રાહ્મણ કન્યાએ તત્કાળ જમણા હાથમાં જળ લીધું ને પુરૂષોત્તમ પ્રભુનું નામ લઈને દાસીને એક ઉપવાસનું ફળ અર્પણ કર્યું. એ જ ક્ષણે દાસીના શ્વાસ બંધ થઈ ગયા. એ જ ક્ષણે દેવલોકમાંથી વિમાન આવ્યું અને દાસી એમાં બેસીને સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગસુખ ભોગવ્યું. ત્યાર બાદ તે કાશીના ધર્મિષ્ઠ રાજાના ઘેર કુંવરી તરીકે જન્મી.એ ભવમાં એણે આજીવન પુરૂષોત્તમ વ્રત કર્યું.


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા દાસીને ફળ્યા એવા સૌને ફળજો.


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

પુરુષોત્તમ માસ કથા અધ્યાય પચીસમો | Purushottam Maas Katha Adhyay 25 in Gujarati | Adhyay 25 | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય પચીસમો |  Purushottam Maas Katha Adhyay 25 in Gujarati  | Adhyay 25 | Adhik Mass 2023 | Okhaharan |  

purushottam-maas-katha-adhyay-25-in-gujarati
purushottam-maas-katha-adhyay-25-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય પચીસમો પુરૂષોત્તમ માસની ઉદ્યાપન વિધિ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ગુરુ શિષ્યની ની વાર્તા. 


પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચોવીસમો 


અધ્યાય પચીસમો પુરૂષોત્તમ માસની ઉદ્યાપન વિધિ 


દ્રઢધન્વાએ પૂછ્યું : “હે મહામુનિ ! મને પુરૂષોત્તમ માસનો ઉદ્યાપનવિધિ બતાવો.”


ઋષિએ કહ્યું : “હે રાજન ! પુરૂષોત્તમ માસના કૃષ્ણ પક્ષની આઠમ-નોમ અથવા ચૌદશને દિવસે આ વ્રતનું ઉદ્યાપન કરવું. ત્રીસ સુપાત્ર બ્રાહ્મણોને નિમંત્રણ દેવું અને પોતાને ત્યાં અર્ધો મણ, દસ શેર, પાંચ શેર કે અ‍ઢી શેર પાંચ પ્રકારના ધાન્યનું સર્વઁતોભદ્ર નામનું ઉત્તમ મંડલ રચવું. એના પર સોનાના, રૂપાના, તાંબાના અથવા માટીના છિદ્ર વિનાના ચાર કળશ સ્થાપિત કરવા. તેના પર ફળ મૂકવાં. વસ્ત્રો પુષ્પ, ચંદન આદિથી તેની પૂજા કરવી. તેમાં પંચપલ્લવ મૂકવા અને વાસુદેવ, બળભદ્ર,પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ ચારે મૂર્તિઓનું ક્રમવાર ચારે દિશામાં સ્થાપન કરવું ને ચાર બ્રાહ્મણો પાસે જપ કરાવીને ભોજન વસ્ત્રો અને દક્ષિણા આપવી. ચારે દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરૂષોત્તમની પૂજા કરવી તથા “વાસુદેવાય સ્વાહા:” એ મંત્રથી તલનો હોમ કરવો. 

પૂજા કરનાર બ્રાહ્મણને તથા તેની પત્નીને પ્રસન્ન કરીને વાછરડા સહિત ગાયનું દાન આપવું. બની શકે તો ત્રીસ કાંસાના વાડકામાં ત્રીસ-ત્રીસ માલપુડા મૂકીને દાન આપવું.નોંતરેલા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી. બ્રાહ્મણ પત્નીઓને વાંસના સુપડાં, હળદર, કંકુ તથા બંગડીઓ દાનમાં આપવી. તે પછી ભગવાન પુરૂષોત્તમની પ્રાર્થના કરી વ્રતની ભૂલચૂક માટે ક્ષમા માંગવી અને તે પછી ગૌ ગ્રાસ તથા શ્વાનભાગ કાઢી કુટુંબ સાથે પોતે ભોજન કરવું.


વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરવું અને પુરૂષોત્તમ ભગવાનનું વિસર્જન કરીને વ્રત પૂર્ણ કરવું. આ વ્રત અને ઉદ્યાપન જે કોઈ સ્ત્રી-પુરૂષ શ્રદ્ધાપૂર્વક કરે છે તે ઘણાં સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે.


 “ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“પુરૂષોત્તમ માસની ઉદ્યાપનવિધિ” નામનો પચીસમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


 શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય


ગુરુ શિષ્યની વાર્તા


એક નદીના કિનારે એક સંતનો આશ્રમ હતો. સંતને એક શિષ્ય હતો. સંત ઘણા જ્ઞાની અને શિષ્ય ઘણો જિજ્ઞાસુ. પાવન પુરૂષોત્તમ માસ આવતાં ગુરૂએ વ્રતની તૈયારી કરી અને શિષ્યને પણ આ વ્રત કરવા જણાવ્યું ત્યારે શિષ્યે પૂછ્યું કે પુરૂષોત્તમ ભગવાન પ્રસન્ન થાય તો શું આપે ?
ગુરુ બોલ્યા : “હે વત્સ ! પુરૂષોત્તમ પ્રભુનો મહિમા અપાર છે. આ મહિનામાં દાન-ધ્યાન, જપ-તપ કરનારનું જીવન સફળ થઈ જાય. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવાથી સુખ-સમૃદ્ધિ મળે, અને વ્રતના ઉજવણાના સમયે બ્રહ્મભોજન વખતે સાક્ષાત પ્રભુનાં દર્શન થાય.


શિષ્યે વિચાર કર્યો કે આટલી સહેલાઈથી પ્રભુનાં દર્શન થતાં હોય તો તો આ વ્રત કરવું જ જોઈએ. શિષ્યે તો વ્રત કર્યું. ઉજવણાના દિવસે એક સો એક બ્રાહ્મણ નોંતર્યા. લચપચતા લાડુ બનાવ્યા અને જાતે દેખરેખ રાખવા લાગ્યો. બ્રાહ્મણો જમતા હતા એ વખતે એક મેલોઘેલો દુર્ગંધ મારતો કૃશ કાયાવાળો ભિખારી ત્યાં આવ્યો અને કરગરવા લાગ્યો : “હે ભાઈ ! હું એક અઠવાડિયાથી ભૂખ્યો છું.હવે તો ચાલી પણ શકતો નથી.માટે મને થોડુંક ભોજન આપો, જેથી મારી ભૂખ સંતોષાય.” 

શિષ્યને તો ભિખારીના દરહણ જોઈને એવી સૂગ ચઢી કે તેને ધક્કા મારીને બહાર કાઢ્યો,પણ ભિખારી કરગરતો ત્યાં જ ઊભો રહ્યો અને ભોજન  માટે વિનવવા લાગ્યો ત્યારે ક્રોધથી આકળો બનેલો શિષ્ય લાકડી લઈને ભિખારી ઉપર તૂટી પડ્યો. ભિખારીને માર મારીને બહાર કાઢ્યો. ભિખારીના ગયા પછી હાશકારો કરતો તે પ્રભુની રાહ જોવા લાગ્યો. હમણાં પ્રભુ પ્રગટ થાય અને દર્શન કરીને જીવન સફળ કરી લઉં.


બ્રાહ્મણો જમી જમીને ઊભા થવા લાગ્યા પણ પ્રભુ ન પ્રગટ્યા. દક્ષિણા લઈને બ્રાહ્મણો વિદાય થઈ ગયા તોય પ્રભુ ન પ્રગટ્યા. ત્યારે શિષ્ય આવ્યો ગુરુ પાસે, ફરિયાદ કરી કે પ્રભુ તો આવ્યા જ નહી. ગુરુ બોલ્યા કે પ્રભુ ન આવે એવું બને જ નહીં. શિષ્યે સોગંદ ખાઈને કહ્યું કે કોઈ આવ્યું નથી. ત્યારે ગુરુએ સમાધિમાં જોયું. બધી વાત જાણી લીધી પછી શિષ્યને કહ્યું કે પ્રભુ તો આવ્યા હતા, પણ તારી આંખો એને ઓળખી ન શકી. જેને તે લાકડીઓ ફટકારી તે સ્વયં પ્રભુ હતા.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


શિષ્યના ગળે વાત ન ઊતરી ત્યારે શિષ્યને ખાત્રી કરાવવા ગુરુએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને યાદ કર્યા. તત્કાળ પુરૂષોત્તમ પ્રભુ પ્રગટ થયા. પ્રભુના શરીર પર લાકડીના સોળ જોઈને શિષ્ય પ્રભુના પગમાં પડી ગયો. પ્રભુ બોલ્યા: “ હે અજ્ઞાની ! મારાં અનેક રૂપો છે અને હું ક્યારે કયા સ્વરૂપે પ્રગટ થાઉં તે કોઈ જાણી શકતું નથી. જે પ્રાણીમાત્ર પર દયા રાખે છે તે જ મને ઓળખી શકે છે. માટે હવે ક્યારેય કદી પણ કોઈનો અનાદર ના કરતો અને ભૂખ્યાને ભોજન કરાવજે. એ અન્ન સીધુ મને પહોંચે છે.” દયાળુ પ્રભુએ એને માફ કરીને અન્નદાનનું મહત્વ સમજાવ્યું.


પ્રભુના દર્શનથી ધન્ય થયેલા એ શિષ્યના મનનો મેલ ધોવાઈ ગયો અને તેણે જીવમાત્ર પ્રત્યે દયા રાખી આખી જિંદગી અન્નક્ષેત્ર ચલાવ્યું અને અંતે વૈકુંઠને પામ્યો.


હે પુરૂષોત્તમ નાથ તમે જેવા ગુરુ-શિષ્યને ફળ્યા એવા સૌને ફળજો.

Gujarati Bhakti Lekh on Whatsapp


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇