4 ફેબ્રુઆરી મહા સુદ ચોથ ગણેશ જંયતિ માહાત્મ્ય વ્રત કથા વિનાયક ચતુર્થી તિથિ, શુભ સમય અને પૂજાનું મહત્વ | Ganesh Vrat Katha Gujarati | Okhaharan
Vinayak-Chaturthi-2022-Vrat-Katha-Gujarati |
શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું મહા સુદ ચોથ ગણેશ જંયતિ માહાત્મ્ય વ્રત કથા વિનાયક ચતુર્થી તિથિ, શુભ સમય અને પૂજાનું મહત્વ.
મહા સુદ ચોથ ની તિથિને વિનાયક ચતુથી , ગણેશ જયંતિ તથા તિલકુંટ ચોથ તરીકે ઓળખાય છે. આ ચોથ ના દિવસે ઉપવાસ કરવાથી અને ભગવાન ગણેશની જન્મ કથા સાંભળવાથી સવૅ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આનાથી તમારા બધા કાયૅ આવતા વિઘ્ન દૂર થઈને સવૅ મનોકામના પૂર્ણ થઈ જાય છે.
મહા માસમાં શ્રી ગણેશજી સાથે જોડાયેલા બે તિથિ આવે એમાં સુદ પક્ષની ચોથ એટલે વિનાયક ચોથ ગણેશ જંયતિ અને વદ પક્ષની ચોથ એટલે સંકષ્ટી ચોથ આ બંને મહત્વની તિથિ છે. હિન્દુ પંચાંગ અનુસાર, ગણેશ જયંતિ મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશનો જન્મ આ દિવસે જ થયો હતો. આ દિવસને માઘી ગણેશ ચતુર્થી, માઘ વિનાયક ચતુર્થી અથવા તિલકુંડ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ વષૅ
ગણેશ જયંતિ ચતુર્થી તિથિની
શરૂઆતઃ 04 ફેબ્રુઆરી, શુક્રવાર 2022 સવારે 04:38
તિથિની સમાપ્તિ: 05 ફેબ્રુઆરી 2022, શનિવાર, સવારે 03:47
આ દિવસે શુભ મુહૂર્ત: 04 ફેબ્રુઆરી, શુક્રવાર 2022 , સવારે 11:30 મિનિટથી 01 મિનિટ : 41 મિનિટ
આ ગણેશ જયંતિ ના દિવસે બે શુભ યોગમાં પણ બને છે.
04 ફેબ્રુઆરીએ સવારે 07:08 થી બપોરે 03:58 સુધી રવિ યોગ છે અને તે પછી સાંજે 07:10 સુધી શિવ યોગ છે.
વસંત પંચમી દિવસે રાશિ પ્રમાણે, કામ, શિક્ષણ અને બુદ્ધિને લગતી આ સમસ્યાઓ દૂર થશે
વ્રત અને પૂજા વિધિ
ગણેશ જયંતિ ના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરવા. તેના પછી એક બાજટ પર ભગવાન શ્રીગણેશની છબી કે મુતિ વ્રતનો સંકલ્પ લો. પછી પૂજા કરો. પૂજા કરતા સમયે મનમાં ઓમ ગણપતાય નમઃ મંત્રનો જાપ કરો અને જો તમારી પાસે ગણેશજીની મૂર્તિ હોયતો પંચામૃતથી સ્નાન કરાવો, પછી દુવૉ ફળ, ફૂલ, ચોખા ચઢાવો. તેના પછી તલ અથવા તલ-ગોળમાંથી બનેવી મીઠાઈ અને લાડુઓનો ભોગ ચઢાવો. સાંજે કથા સાંભળ્યા પછી ગણેશજીની આરતી કરો. આ દિવસે તલ દાન કરવાનું પણ મહત્ત્વ હોય છે. આ દિવસે ગણેશજીને તલના લાડુનો ભોગ ધરાવવામાં આવે છે તેથી તેને તિલકુંદ ચતુર્થી કહેવામાં આવે છે.
ગણેશ જયંતિનું મહત્વ
પૌરાણિક માન્યતાઓ અને શિવપુરાણ અનુસાર, શુકજીએ શૌનકાદિક ઋષિઓને કહ્યું એક દિવસ પાર્વતીની સખીઓએ વાતચીતમાં કહ્યું પ્રભુ શિવજી ના બધા ઘણો શિવજી ની આજ્ઞામાં રહેનાર છે આપણે કહી શકાય તેવો ગણ ઉત્પન્ન કરવો જોઈએ પાર્વતીને સખીઓની સલાહ ફાયદા કારક લાગી સદાશિવ પુનઃ તપ કરવા ગયા ત્યારે પાર્વતીજી એ એક આજ્ઞાકિત સેવક ઉત્પન કરવાનો વિચાર કરતા પોતાના દેહમાંથી ઉતારેલા મેલમાંથી એક પુરૂષની આકૃત્તિ સર્જી એમાં પણ પ્રાણ સીચ્યો તેમણે પુત્રને સુંદર વસ્ત્રો પહેરાવી ગણપતિ નામ આપ્યું આ દિવસથી ગણેશ જયંતિ ઉજવવામાં આવે છે
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
ગણેશ જયંતિ માઘ મહિનાની વિનાયક ચતુર્થી પર આવે છે અને આ દિવસે ચંદ્રદર્શન પર પ્રતિબંધ છે. ગણેશ જયંતિના દિવસે ચંદ્રના દર્શન ન કરો, નહીં તો તમારા પર ખોટા આરોપ લાગવાની શક્યતા વધી શકે છે.
ગણેશ ની ભક્તિ માટે મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
દરરોજ કરો પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
શ્રી ગણેશ નો ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત અહી ક્લિક કરો
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇