ગુરુવાર, 3 ફેબ્રુઆરી, 2022

વસંત પંચમી દિવસે રાશિ પ્રમાણે, કામ, શિક્ષણ અને બુદ્ધિને લગતી આ સમસ્યાઓ દૂર થશે | Vasant Panchami Rashi Upay Gujarati | Okhaharan

વસંત પંચમી દિવસે રાશિ પ્રમાણે, કામ, શિક્ષણ અને બુદ્ધિને લગતી આ સમસ્યાઓ દૂર થશે | Vasant Panchami Rashi Upay Gujarati | Okhaharan

Vasant-Panchami-Rashi-Upay-gujarati
Vasant-Panchami-Radhi-Upay-gujarati

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું વસંત પંચમી પર રાશિ પ્રમાણે, કામ, શિક્ષણ અને બુદ્ધિને લગતી આ સમસ્યાઓ દૂર થશે.

 વસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ?  અહી ક્લિક કરો. 

5 ફેબ્રુઆરી વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય 

 

વસંત પંચમી 2022: વસંત પંચમીનો તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. મા સરસ્વતીની પૂજા માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વર્ષ 2022 માં, વસંત પંચમીનો દિવસ 5 ફેબ્રુઆરી, શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દેવીની પૂજા કરવાથી વિદ્યા અને જ્ઞાનના આશીર્વાદ મળશે. આ દિવસે રાશિ પ્રમાણે આ કામ કરવું ફાયદાકારક છે. આવો જાણીએ વસંત પંચમીના દિવસે શું કરવું જોઈએ.  


મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શુભ રંગ : લાલ

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે મા સરસ્વતી કવચનો પાઠ કરવો લાભકારી માનવામાં આવે છે. આનાથી બુદ્ધિમત્તાની પ્રાપ્તિ થાય છે અને કામમાં એકાગ્રતા આવે છે.


વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે આ દિવસે તેમને સફેદ ચંદનનું તિલક લગાવો. એટલું જ નહીં માતાને પ્રિય સફેદ ફૂલ ચઢાવો. આમ કરવાથી જ્ઞાન પણ વધે છે.


મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને લીલા રંગની કલમ અર્પણ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ કરતી વખતે, તેમને તમારી ઇચ્છાઓ જણાવો.

સુતા પહેલા આ પાઠ જરૂર કરો સરસ્વતી સ્તોત્ર  અહી ક્લિક કરો.  


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે મા સરસ્વતીને ખીર અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવું સંગીત સાથે જોડાયેલા લોકો માટે ફાયદાકારક રહેશે.  


સિંહઃ એવું માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે પૂજા સમયે ઓછામાં ઓછા 27 વાર ગાયત્રી મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે તમે આ જાપ જેટલો વધુ કરી શકો છો તેટલો વધુ ફાયદો થાય છે. આમ કરવાથી જે લોકો વિદેશમાં ભણવા ઈચ્છે છે તેમની ઈચ્છા જલ્દી પૂરી થશે.


કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે બાળકોને અભ્યાસ સામગ્રી આપવાથી તેમના અભ્યાસમાં આવતી અડચણો દૂર થાય છે.


તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે બ્રાહ્મણને સફેદ વસ્ત્રોનું દાન કરવાથી વાણીની સમસ્યા દૂર થાય છે.  

 

ગુરુવારે કરો વેદમાતા શ્રી ગાયત્રી માં ના ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા કરો અને ત્યારબાદ તેમને લાલ રંગની કલમ અર્પણ કરો. આમ કરવાથી યાદશક્તિની સમસ્યા દૂર થાય છે.


ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાના માતાને પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરો. આમ કરવાથી નિર્ણય લેવાની ક્ષમતાનો વિકાસ થાય છે. એટલું જ નહીં ઉચ્ચ શિક્ષણની ઈચ્છા પણ પૂર્ણ થાય છે. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 


મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે ગરીબ વ્યક્તિને સફેદ રંગના અનાજનું દાન કરવાથી બુદ્ધિમાં વિકાસ થાય છે.


કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે ગરીબ બાળકોને સ્કૂલ બેગ અથવા અન્ય શૈક્ષણિક વસ્તુઓનું દાન કરવાથી માતા સરસ્વતીની કૃપા બની રહે છે. 

વસંત પંચમી ના દિવસે કરો માં સરસ્વતી નો બે મિનિટ નો આ પાઠ વાણી અને વિધા માં હકારાત્મક ઉર્જા મળે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો. 


મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાના દિવસે કન્યાઓને પીળા રંગના વસ્ત્રોનું દાન કરવાથી કરિયરમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

 Saraswati Chalisa Gujarati

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો