ગુરુવાર, 30 ડિસેમ્બર, 2021

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-2 સાંખ્યયોગ નો સાર ગુજરાતીમાં | Bhagavad Gita Gujarati Adhyay-2 Sar | Okhaharan

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-2 સાંખ્યયોગ નો સાર ગુજરાતીમાં | Bhagavad Gita Gujarati Adhyay-2 Sar | Okhaharan

bhagavad-gita-saar-gujarati-Adhyay-2
bhagavad-gita-saar-gujarati-Adhyay-2

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા નો બીજો અઘ્યાય નો સાર ગુજરાતીમાં જાણીશું.


 કરુણાથી વ્યાપ્ત અને આંસુ ભરેલી વ્યાકુળ આંખોવાળા અર્જુનને ભગવાન મધુસુદન કહે છે કે હે અર્જુન તને આ કસમયે આવો અયોગ્ય મોહ થયો છે એ કીર્તિ નો નાશ કરનાર તથા સ્વર્ગ પ્રાપ્તિમાં અડચણ રૂપ છે માટે કાયર ન બન


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 જે સુખ દુઃખમાં સમાનભાવે રહે છે તે અમરત્વ પ્રાપ્ત કરે છે અને એ જ મોક્ષનો અધિકારી થાય છે જેનાથી જગત વ્યાપેલુ છે તેને અવિનાશી સત્ સમજ શરીર નાશવંત છે આત્મા કોઈને નથી મારતો કે નથી કોઈથી મરાતો તે તો જેમ મનુષ્ય જુના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ જુના શરીરો છોડીને નવા શરીરોમાં જાય છે


આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતો નથી કે પવન સૂકવી શકતો નથી તે સર્વમાં રહેલો સ્થિર અચળ અને સનાતન તથા અવિનાશી છે જગતમાં જન્મેલા નું મૃત્યુ તો નિશ્ચિત જ છે અને મરેલા નો જન્મ પણ નિશ્ચિત છે આમાં ફેરફાર કરી શકાતો નથી


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

 ક્ષત્રિય ને માટે ધર્મયુક્ત યુદ્ધ અધિક કલ્યાણકારી છે તું જો યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્તિ કરીશ અને જીતીશ તો રાજ્ય માટે કુંતીપુત્ર તું યુદ્ધ કરવા તત્પર થા.ભોગ અને ઐશ્વર્ય માં તન્મય થઈ ગયેલા બુદ્ધિ આત્મતત્વ માં  સમાધિમાં સ્થિર થઈ શકતી નથી તારો અધિકાર કર્મમાં છે. ફળ ઉપર નથી સમાનતા પૂર્વક કર્મો કરવા એ જ ખરી કાર્યકુશળતા છે.

 એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.  

 જ્યારે મનુષ્ય સર્વ કામનાઓને ત્યાગી દે  અને આત્મા સ્વરૂપમાં સંતોષ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે

 

સર્વે ને અમારા જય શ્રી કૃષ્ણ .

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati