વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૧૬,૧૭,૧૮, નો આવો થાય છે અનુવાદ જાણો
શક્તિ શૃજવા શૃષ્ટી, સહજ સ્વભાવ સ્વલ્પ મા
કંચિત કરૂણા દ્રષ્ટી, કૃતકૃત કોટી કલ્પ મા || ૧૬ ||
જય શ્રી બહુચર માં માડી આપ વિશ્વજનની એ સૃષ્ટિ રચવાની સહજ સ્વભાવે અલ્પ વિચારણા કરી જેથી જરા જેટલી દયા દ્રષ્ટિ ની કરૂણા શક્તિ વડે કોટી કલ્પ ની રચના રચાઈ. કદાચિત્ત બ્રાહ્મા જેવા આપ શક્તિ પ્રભા વિના સૃષ્ટિ રચવા ઉધમ આદરતા તોપણ કશું બની શકત જ નહીં કેમકે એ તો આપની પ્રભાવશક્તિ માં જ સત્તા સમાયેલી છે... || ૧૬ ||
માતંગી મન મુક્ત, રમવા કીધું મન માં
જોવા યુક્ત અયુક્ત, રચિયાં ચૌદ ભુવન માં. || ૧૭ ||
જય શ્રી બહુચર માં માડી આપ માતની વિચાર સૃષ્ટિની ઈચ્છા શક્તિએ મુક્ત સૃષ્ટિ સરજનરૂપે રમત રમવાનું વિચાર્યું. સાચું શું ખોટું શું , ધમૅ શું? તેનો જગત ને પરિચય આપવા માટે સાત સ્વર્ગ અને સાત પાતાળનું સજૅન કયું. ભૂ , ભુવઃ , સવ: , મહ, જન, તપ, સત્ય, અતળ , વિતળ , સુતળ, રસાતળ , તળાતળ , મહાતળ, અને પાતાળ આ પ્રમાણે ચૌદ લોક સર્જ્યા છે... || ૧૭ ||