વાઘબારસ સુતા પહેલા આ પાઠ જરૂર કરો | સરસ્વતી સ્તોત્ર | Saraswati stotram gujarati lyrics | Okhaharan
Saraswati-stotram-gujarati-lyrics |
શ્રી સરસ્વતી સ્તોત્ર
આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી યાદ શક્તિ વિઘા વઘે છે.
યા કુન્દેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા
યા વીણા વરદણ્ડમણ્ડિતકરા યા શ્વેતપદ્માસના
યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિર્દેવેઃ સદા વન્દિતા
સામા પાતુ સરસ્વતિ ભગવતી નિ:શેષ જાડ્યા યહા
જે કુન્દન , ફુલ, ચંદ્ર બરફ અને હાર સમાન શ્ર્વેત છે શુભ્ર (સફેદ) વસ્ત્ર પહેરે છે, જેના હાથ ઉત્તમ વીછ્યાથી સુશોભિત છે, જે શ્વેત કમલાસન પર બેસે છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દેવી જેમની સદા સ્તુતિ કરે છે અને જે બધા પ્રકારની જડતા હરી લે છે એ ભગવતી સરસ્વતી મારું પાલન કરે છે. ।।૧।
આશાસુ રાશીભલદગવલ્લી
ભાસૈવ દાસીકૃતદુગ્ધ સિન્ધુમ |
મન્દ સ્મિતૈનિન્દિત શારદેન્દુ
વન્દેડરવિન્દાસન સુનદરિ ત્વામ ॥
હે કમળ પર બેસનારી સુંદરી સરસ્વતી ! તું બધી દિશાઓમાં પુંજીભૂત થઈ પોતાની દેહલતાની આભાથી ક્ષીર સમુદ્રને દાસ બનાવનારી મંદ મુસ્કાનથી શરદઋતુંના ચંદ્રમાને તિરસ્કૃત કરનારી છે. તને હું પ્રણામ ડરું છું. ॥૨।।
શારદા શારદામ્ભોજવદના વદનામ્બુજે |
સર્વદા સર્વદા સ્માંક સન્ઞિધિ સંન્નિધિ ક્રિયાત ।૩॥।
શરદકાળમાં ઉત્પન્ન કમળ સમાન મુખવાસી અને મનોરથો આપનારી શારદા સમસ્ત સંપત્તિઓ સાથે મારા મુખમાં સદા નિવાસ કરો. 1
સરસ્વતી ચ તો નૌમિ વાગધિષ્ઠાતૃદેવતામ| '
દેવત્વં પ્રતિપદ્યન્તે યદનુગ્રહતો જનાઃ ।૪॥
એ વચનની અધિષ્ત્રી દેવી સરસ્વતીને પ્રણામ કરું છું, જેમની કુપાથી મનુષ્ય દેવતા બની જાય છે. ।૪।
પાતુનો નિકષગ્રાવા મતિહેમઃ સરસ્વતી |
પ્રાસેતર પરિચ્છેદ વચસૈવ કરોતિ યા ।૫।।
બુદ્ધિરૂપી સોના માટે સમાન સરસ્વતીજી, જે માત્ર વચનથી જ વિદ્દાન અને મુરખાઓની પરીક્ષા કરી દે છે, અમારું પાલન કરે. ॥૫।। |
શુક્લાં બ્રહ્મવિચાર સાર પરમામાધં જગદવ્યાપિની
વીણાપુસ્તકધારિણી મભયદાં જાડ્યાન્ધકારાપહામ
હસ્તે સ્ફટિકમાલિકાં ચ દધતિ પદ્માસને સંસ્થિતાં
વન્દે તાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિપ્રદાં શારદામ ।૬॥
જેમનું રૂપ શ્વેત છે, જે બ્રહ્મવિચારની પરમ તત્ત્વ છે, જે સમસ્ત સંસારમાં ફેલાઈ રહી છે, જે હાથોમાં વીણા અને પુસ્તક ધારણ કરે છે. અભય આપે છે મુર્ખતારૂપી અંધકારને દૂર કરે છે. સ્ફટેકમણિની માળા ધારણ કરે છે, કમળના આસન પર વિરાજમાન થાય છે અને બુદ્ધિ આપનારી છે એ આધ પરમેશ્વરી ભગવતી સરસ્વતીની વંદના કરું છું.
વીણાધરે વિપુલ મંગલદાન શીલે
ભક્તાર્તિનાશિની વિરંચ્ચિ હરીશવન્ધે ।
કીર્તિ પ્રદોખિલ મનોરથયદે મહાર્હે
વિધાપ્રદાયિનિ સરસ્વતી નૌમિ, નિત્યમ |૭॥।
“હે વીણા ધારણ કરનારી, અપાર મંગલ આપનારી, ભક્તોના દુઃખ દૂર કરનારી, બ્રહ્મા, વિષ્ણુ અને શિવથી વંદિત થનારી, કીર્તિ તથા મનોરથ આપનારી, પૂજ્યવરા અને વિધા આપનારી સરસસ્વતિ ! તમને નિત્ય પ્રણામ કરું છું. ॥૭
શ્ચેતાબ્જપૂર્ણ વિમલાસન સંસ્થિતો હે
શ્ચેતામ્બરાવૃત મનોહર મજુગાત્રે।
ઉધન્મનો જ્ઞિસત પંકજ મજુલાસ્યે
વિધા પદાયિનિ સરસ્વતી નૌમિ નિત્યમ 1
હે માતા શ્ર્વેત કમળોથી ભરેલા નિમળૅ આસન પર વિરાજમાન શ્ર્વેત વસ્ત્રોથી ઢાંકેલા સુંદર શરીરવાળી ખુલ્લા સુંદર શ્ર્વેત કમળ સમાન મંજુલ મુખવાળી અને વિઘા આપનારી સરસ્વતિ તમને નિત્ય પ્રણામ કરૂ છું .
માતસ્ત્વદીય પદ પંકજ ભક્તિ યુક્તા
યે ત્વાં ભજન્તિ નિખિલાન પરાન્વિ હાય ।
તેનિર્જરત્વમિહ યાન્તિ કલેપરેણ
ભૂવહિગ્ન વાયુ ગગનામ્બુ વિનિમિતેન ।।૯।॥
. હે માત ! જે (મનુષ્ય) તારા ચરણ કમળોમાં ભક્તિ રાખીને. અને બધા દેવતાઓને છોડીને તારું ભજન કરે છે એ પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ અને જળ આ પાંચ તત્ત્વોનાં બનેલા શરીરથી જ દેવતા બની જાય છે. ।
મોહાન્ધકારભસ્તિ હૃદયે મદીયે
માતઃ સદૈવ કુરુ વાસમુદારભાવે |
સ્વીયાખિલાવય વનિર્મલ સુપ્રભામિ
શીદ્રં વિનાશય મનોગત મન્ધકારમ ।।૧૦॥
“ હે ઉદાર બુદ્ધિવાળી મા ! મોહરૂપી અંધકારથી ભરેલા મારા “હૃદયમાં સદા નિવાસ કરો અને તમારા અંગોની નિર્મળ ક્રાન્તિથી મારા મનનાં અંધકારનો તત્કાળ નાશ કરો. ।
બ્રહ્મા જગત સૃજતિ પાલયતીન્દિરેશ
સમ્ભુર્વિનાશયતિ દેવિ તવ પ્રભાવેઃ।
ન સ્યાત્કૃપા યદિ તવ પ્રકટ પ્રભાવે
ન સ્યુ: કથચ્ચિદપિ તે નિજકાર્ય દક્ષા ।૧૧।।
હે દેવી ! તમારા પ્રભાવથી જ બ્રહ્મા જગતને બનાવે છે, વિષ્ણુ પાળે છે અને શિવ વિનાશ કરે છે, હવે પ્રગટ પ્રભાવવાળી ! જો આ ત્રણે પર તારી કૃપા ન હોય તો તેઓ કોઈ રીતે પોતાનું કામ ન કરી શકે.
ઘનતેરસ લક્ષ્મી પુજન વિઘિ | કોનું કોનું પુજન કરવું ?
લક્ષ્મીમેંધા ધરા પુષ્ટિગૌરી તૃષ્ટિઃ પ્રભા ધૃતિ?
એતાભિઃ પાહિ તનુભિરષ્યાભિર્મા સરસ્વતિ ।।1૧૨॥
હે સરસ્વતિ ! લક્ષ્મી, મેઘા, ધરો, પુષ્ટિ, ગૌરી, તૃષ્ટિ, પ્રભા, ધુતિ આ આઠ મૂર્તિઓથી મારી રક્ષા કરો.
સરસ્વત્યૈ નમો નિત્યં ભદ્રકાલ્યૈ નમો નમઃ ।
વેદવેદાન્તં વેદાંગ વિધા સ્થાનેભ્ય એવ ચ .
સરસ્વતીને નિત્ય નમસ્કાર છે, ભદ્રકાળીને નમસ્કાર છે અને વેદ, વેદાંત, વેદાંગ તથા વિધાઓનાં સ્થાનોને પ્રણામ છે.
સરસ્વતી મહાભાગે વિધૈ કમલ લોચને |
વિધારુપે વિશાલાક્ષિ માત્રાહીનં દેહિ નમોસ્તુ તે 1૧૪
હે મહાભાગ્યવતી જ્ઞાનસ્વરૂપા કમળ સમાન નેત્રવાળી જ્ઞાનદાત્રી સરસ્વતી ! મને વિદ્યા આપો, હું તમને પ્રણામ કરુ છું.
યદક્ષરં પદં ભ્રષ્ટ માત્રાહીનં ચ યદ્ર્ભવતયૈ
તત્સર્વ ક્ષમ્યતાં દેવિ પ્રાસિદ પેરમેવરી
હે દેવી જે અક્ષર, પદ અથવા માત્રા રહી ગઈ હોય એના માટે ક્ષમા કરો અને હે પરમેશ્વરી ! પ્રસન્ન રહો..
શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.