રવિવાર, 24 ઑક્ટોબર, 2021

કરવા ચોથ પૂજા મુહૂર્ત | ચંદ્રને અર્ઘ્ય આપવાનો સમય | કરવા ચોથ પૂજા વિધિ | કરવા ચોથ વ્રત કથા | Karva chauth Vrat Katha Gujarati | Okhaharan

કરવા ચોથ પૂજા મુહૂર્ત | ચંદ્રને અર્ઘ્ય આપવાનો સમય | કરવા ચોથ પૂજા વિધિ | કરવા ચોથ વ્રત કથા | Karva chauth Vrat Katha Gujarati | Okhaharan

karva-chauth-vrat-katha-2021-gujarati
karva-chauth-vrat-katha-2021-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું કરવા ચોથ પૂજા શુભ મુહૂર્ત , રાત્રે ચંદ્રને દશૅન અર્ઘ્ય આપવાનો સમય ,કરવા ચોથ સંપૂણૅ પૂજાન વિધિ તથા કરવા ચોથ વ્રત કથા ગુજરાતી આજે વાચીશું.

Shree-Ganesh-Kavach-in-Gujarati-Lyrics

 

આસો માસની વદ પક્ષની ચતુર્થી ને કરવા ચોથ કહેવામાં આવે છે. આખા વષૅ સુદ અને વદ પક્ષની કુલ ૨૪ ચતુર્થી આવે છે અને અધિક માસની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ આપણા હિન્દુ પંચાગ માં કરેલો છે. આ વષૅ આસો માસ ની વદ પક્ષની ચતુર્થી વર્ષ ની સૌથી મોટી સ્ત્રીઓ માટેની ચતુર્થી છે. આ ચતુર્થી ને કરવા ચોથ કહેવામાં આવે છે.

આ વષૅ આસો માસ ની કરવા સંકષ્ટી ચતુર્થી  


 તિથિ પ્રારંભ 31 ઓક્ટોબર 2023 મંગળવાર રાત્રે 9:30


તિથિ સમાપ્તી 1 નવેમ્બર 2023 બુઘવાર રાત્રે 9:19


ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે


ચતુર્થી તિથિ નો ઉપવાસ 1 નવેમ્બર 2023 બુઘવાર


પુજન નો શુભ સમય 6:33 થી 9:22


ચંદ્ર દશૅન સમય રાત્રે 8:30 મિનિટ છે.


કરવા ચોથ પુજન સમય સાંજે 5:41 થી 7:02 સુઘી

 ગૌરી માતા પુજન સમય શુભ સમય છે.


આ સમયગાળામાં ચંદ્રદેવની સામે ઉભા રહીને પૂજા કરવી. દૂધ, ચોખા અને ફૂલ મિશ્રિત જળથી ચંદ્રને અર્ઘ્ય આપવું.


હવે આપણે જાણીયે કરવા ચોથની પૂજાન ની વસ્તુઓ તથા વિઘિ.

ખાસ કરીને આ ચોથના દિવસે માતા ગૌરી અને શિવ પરિવારની પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો માટીની માતા ગૌરી મુતિ બનાવીને પુજન કરે છે. પુજન થાળીમાં અબીલ, ગુલાલ, કંકુ, હળદર, મહેંદી, નાડાછડી, જનોઈ, ફૂલ, ચોખા, ચંદન, અત્તર, ઘીનો દીવો, અગરબત્તી નારિયેળ અને મીઠાઈ હોવી જોઇએ.

ચંદ્રદેવની પુજન સમય ની વસ્તુ ચાયણી, અર્ઘ્ય આપવા માટે જળ અને વ્રત ખોલવા માટે પાણી તથા મીઠાઈ હોવી જોઇએ. પરણિતાઓ સાથે જોડાયેલી સામગ્રી જેમ કે, બિંદી, સિંદૂર, બંગડી હોય છે. એને સરગી કહે છે પછી પોતાના સાસું અને ના હોય તો કોઈ મોટી ઉમંર ની સ્ત્રી ને અપણૅ કરવું જેનો જીવનસાથી જીવંત હોય.

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

 

કરવા ચોથ ના દિવસે સવારે સૂયદય પહેલા સ્નાન કર્યા પછી પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય સાથે જ, અખંડ સૌભાગ્ય માટે સંકલ્પ કરો.

આ દિવસે પોતાની શક્તિ પ્રમાણે કઇંપણ ખાધા-પીધા જળ પણ વિના રહો. તમારી સ્વાસ્થ અનુકુળ ના હોય માતાજીનું નામ દઈને ફળ લઈ શકાય.

ઉપર જણાવેલ સાંજે  પુજન જ્યાં પૂજા કરવાની હોય ત્યાં એક બાજટ પર લાલ કપડું પાથરીને તેના ઉપર ભગવાન શિવ-પાર્વતી, સહિત  સ્વામી કાર્તિકેય અને ભગવાન શ્રીગણેશની સ્થાપના કરો. ગૌરીમાની તસવીર લગાવો અને પૂજા સ્થાન ઉપર માટીનો શક્ય ના હોય તો કળશ તાબાં  કરવો (કળશ) પણ રાખો. કરવામાં થોડું પાણી ભરો અને દીવાથી ઢાંકીને એક રૂપિયાનો સિક્કો રાખો. તેના ઉપર લાલ કપડું રાખો. વિઘિવત રીતે પુજન કરી આરતી થાળ કરો.ત્યાર બાદ ચંદ્ર દશૅન પછી ઉપર મુજબ ચંદ્રદેવનું પુજન કરો. 


કરવા ચોથ વ્રત કથા  

એકવાર નીલગીરી પર્વત પર અજુન તપ કરવા ગયો હતો તે સમયે પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવવા લાગી આથી ગભરાઈ ને દ્રોપદીએ શ્રીકૃષ્ણનું ધ્યાન ધર્યું શ્રીકૃષ્ણ આવ્યા એટલે દ્રૌપદીએ પોતાની શંકા વ્યક્ત કરી આથી શ્રીકૃષ્ણએ જણાવ્યું એકવાર પાર્વતીજીએ પણ શિવજીને આ પ્રશ્ન કર્યો હતો ત્યારે સદાશિવે પાર્વતીજીને કરવા ચોથનું વ્રત કરવા જણાવ્યું હતું

 

એક બ્રાહ્મણને ચાર પુત્રો અને એક પુત્રી હતાં પુત્રી ખૂબ જ ધાર્મિક હતી તેણે લગ્ન બાદ કરવા ચોથનું વ્રત કર્યું પણ તેનાથી ભૂખ સહન ન થતાં તેણે ચંદ્ર દર્શન કર્યા પહેલા જ જમી લીધું તેથી તેનો પતિ બેભાન થઈ ઢળી પડ્યો આથી તે વિલાપ કરવા લાગી તે સમયે ઈન્દ્રાણી ત્યાંથી પસાર થતાં હતા તેમણે તે કન્યા પાસે આવીને તેના રડવાનું કારણ પૂછ્યું તે કન્યાએ બધી વાત કરી તે કન્યા ની વાત સાંભળી ઇન્દ્રાણીએ તેને ફરી કરવા ચોથનું વ્રત કરવાની સલાહ આપી તેણે ફરી શ્રદ્ધા પૂર્વક અને ભક્તિ ભાવથી આ વ્રત પૂર્ણ કર્યું અને તેનો પતિ જીવિત થયો 

Ganesh-Bavani-Lyrics-in-Gujarati

શ્રી કૃષ્ણ દ્રૌપદીને કહ્યું તું પણ આ વ્રત કરીશ તો બધું સારું થશે શ્રી કૃષ્ણની વાત માની દ્રોપદીએ આ વ્રત કર્યું અને પરિણામે પાંડવ પર આવતી આપત્તિઓ નું નિવારણ થયું અને સંકટમાંથી મુક્ત બની વિજય થયા આ રીતે કરવા ચોથનું વ્રત પતિના સુખ અને સુરક્ષા માટે કરવામાં આવે છે


 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
Shree-Ganesh-Visarjan-kem-gujarati-2021
 
ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics