ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2023

મહા વદ " સંકટ ચતુર્થી " મહાત્મય વ્રતકથા | Maha sankat chaturthi ni vrat katha | sankat chauth 2023 | Okhaharan

મહા વદ " સંકટ ચતુર્થી " મહાત્મય વ્રતકથા | Maha sankat chaturthi ni vrat katha | sankat chauth 2023 | Okhaharan

maha-sankat-chaturthi-ni-vrat-katha
maha-sankat-chaturthi-ni-vrat-katha

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મહા વદ " સંકટ ચતુર્થી " મહાત્મય વ્રતકથા


આ વષૅ મહા માસ ની કરવા સંકષ્ટી ચતુર્થી  

 તિથિ પ્રારંભ 9 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર સવારે 6:22

તિથિ સમાપ્તી 10 ફેબ્રુઆરી 2023 શુક્રવાર સવારે 7:57

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ 9 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર

પુજન નો શુભ સમય 11:29 થી 3:42

ચંદ્ર દશૅન સમય રાત્રે 9:37 મિનિટ છે.

 

મહા વદ " સંકટ ચતુર્થી " મહાત્મય વ્રતકથા

 

 પોષ માસની ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા સાંભળ્યા પછી શૌનકાદિ મુનિઓ કહેવા લાગ્યા : ‘હે સૂતજી, હવે તમે મહા માસમાં આવતી ગણેશ સંકટ ચતુર્થી વિશે કહો.’

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

પાર્વતી માતાએ શ્રીગણેશને પૂછ્યું : ‘હે પુત્ર, મહા મહિનામાં કયા ગણેશનું પૂજન કરવું જોઈએ? તે દિવસે પૂજામાં કઈ વસ્તુઓનું નૈવેદ્ય મૂકવું જોઈએ? કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ? તે વિશે વિસ્તારથી કહેવાની કૃપા કરો.’

 

શ્રી સૂતજી બોલ્યા :

શ્રી ગણપતિજીએ ઉત્તર આપ્યો : ‘હે માતાજી, મહા માસમાં આવતી ગણેશ સંકષ્ટી ચતુર્થીને વિકટ ગણેશ ચતુર્થી કહે છે. વિકટ એટલે ભયંકર. શ્રીગણેશજીનું ધડ માનવીનું હતું. જ્યારે મસ્તક હાથીનું હતું. હાથીને વિકટ ગણીને આ નામ અપાયું છે. ભાલચંદ્ર નામના શ્રીગણેશજીનું પૂજન તે દિવસે કરવું જોઈએ.

 

હે માતે, વિધિવિધાન મુજબ પૂજન કરવું અને તલના દશ લાડુ બનાવવા. પાંચ લાડુ દેવને અર્પણ કરવા અને બાકી રહેલા પાંચ લાડુ બ્રાહ્મણને દાનમાં આપવા. તે સાથે બ્રાહ્મણનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું અને તેમને યથાશક્તિ દક્ષિણા આપવી. હવે હું મહા મહિનાની ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા કહી સંભળાવું છું.

 

સતયુગમાં હરિશ્ચંદ્ર નામના એક યશસ્વી રાજા થઈ ગયા. તેઓ ક્ષત્રિય હતા. ક્ષત્રિય ધર્મનું પાલન કરતા હતા. તેઓ ચતુર, સરળ સ્વભાવના, સત્યનિષ્ઠ હતા. હરિશ્ચંદ્ર રાજા વિદ્વાન બ્રાહ્મણોને હંમેશાં સન્માન આપતા હતા. તેથી તેમના રાજ્યમાં અધર્મ નામની કોઈ વસ્તુ નહોતી. વળી તેમના રાજ્યમાં કોઈ પણ ગરીબ, લૂલા-લંગડા, દુઃખી કે દરિદ્ર નહોતા. બધા લોકો આધિ-વ્યાધિ-ઉપાધિ રહિત અને ચિરાયુ હતા.

 

હરિશ્ચંદ્રના રાજ્યમાં ઋષિશર્મા નામનો એક મહા તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. એક પુત્ર પ્રાપ્ત થયા પછી ઋષિશર્માનો સ્વર્ગવાસ થયો. પછી પુત્રનું પાલન તેની માતા કરવા લાગી. અત્યંત ગરીબ સ્થિતિ હોવાથી વિધવા માતા પુત્રનું પાલનપોષણ ભિક્ષા માગીને કરવા લાગી.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.   

 

 

એ માતાએ પતિએ આપેલા ઉપદેશને અનુસરીને મહા મહિનાની સંકષ્ટી ચતુર્થીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું. એ વિધવા હંમેશાં ગાયના પવિત્ર છાણથી શ્રીગણેશજીની મૂર્તિ બનાવીને તેનું પૂજન કરતી હતી. વિધિપૂર્વક પૂજા કર્યા પછી, હે માતે, તલની ભિક્ષા માગી લાવીને તલના અગિયાર લાડુ તેણે બનાવ્યા. એ દરમિયાન તેનો પુત્ર શ્રીગણેશજીની મૂર્તિ પોતાના ગળામાં બાંધીને રમવા માટે ચાલ્યો ગયો.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

એ વખતે એક ચંડાળ-નરપિશાચ-કુંભારે વિધવા બ્રાહ્મણીના પાંચેક વર્ષના બાળકને જબરદસ્તી પકડી લઈ જઈ માટીનાં વાસણો પકાવવાના નિભાડામાં નાખી દીધો. પછી નિભાડો બંધ કરી દઈને માટીનાં વાસણો પકાવવા માટે નિર્દય થઈને આગ ચાંપી.

 

હવે ઘરમાં બાળકને નહીં જોતાં માતા બેબાકળી થઈ ગઈ. તે આખા ગામમાં બાળકને શોધી વળી. પુત્ર નહીં મળતાં તે આકુળવ્યાકુળ થઈ ગઈ. દુઃખી દુઃખી થઈ ગઈ. રડતાં કકળતાં તે શ્રીગણેશજીની પ્રાર્થના કરવા લાગી :


આગળ કથા વાચવાં અહી ક્લિક કરો

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇