રવિવાર, 28 ઑગસ્ટ, 2022

રામદેવપીર નોરતામાં નિત્ય પાઠ કરો "" શ્રી રામદેવ બાવની "" ગુજરાતીમાં | Ramdev Bavni Gujarati Lyrics | Okhaharan

 રામદેવપીર નોરતામાં નિત્ય પાઠ કરો  "" શ્રી રામદેવ બાવની ""  ગુજરાતીમાં | Ramdev Bavni Gujarati Lyrics | Okhaharan
ramdev-bavni-gujarati-lyrics

શ્રી રામદેવ બાવની

જય જય ગજમુખ ગવરી સુત,

રૂપ આપનું છે. અદ્ભુત.

શરણાગતના સંકટ હરો,

વરદ હસ્ત મસ્તક પર ધરો. ૨

વીણાધરી જય વાગેશ્વરી,

વિશુદ્ધ વાણી દેજો ભરી. ૩

રામદેવના ગુણલાં ગાઉ,

 લખી બાવની પાવન થાઉં. ૪

ચૌદમી સદીમાં રામદેવ થયા,

અદ્ભુત જીવન જીવી ગયા. ૫

મરુભૂમિ પોકરણ ગઢ ગામ,

અજમલજી રાજાનું નામ.

સુંદર નાર મીણલદે સતી,

મન કર્મ વચને સેવે પતિ. ૭

દર્શન કરવા અજમલરાય,

દર વર્ષે દ્વારિકા જાય. ૮

અજમલજીને નહિ સંતાન,

માગ્યું પુત્રતણું વરદાન. ૯

કાઢી ભક્ત કેરું માપ,

પુત્ર રૂપે પ્રગટ્યાં પ્રભુ આપ. ૧૦ 

શ્રી રામદેવ 24 ફરમાન ગુજરાતી અથૅ સહિત

રામદેવજી રાખ્યું નામ,

પારણે ઝૂલે પુરણ કામ. ૧૧

 કુમકુમ કેરાં પગલાં પડયાં,

રાય-રાણીને નજરે ચડ્યાં. ૧૨

પુત્ર જોઈ હૈયે હરખાય,

નક્કી આવ્યા રણછોડરાય. ૧૩

ગરમ દૂધને આવ્યા વેગ,

ચૂલેથી ઉતારી દેગ. ૧૪

માતા મનમાં વિસ્મિત થયાં,

પુત્રપ્રેમમાં ડૂબી ગયાં. ૧૫

પુત્ર લઈ બેઠાં છે બહાર,

જાતો દીઠો ઘોડેસ્વાર. ૧૬

રામદેવજીએ લીધી હઠ,

ઘોડો લાવી આપો ઝટ. ૧૭

અજમલજી ત્યાં આવ્યા પાસ,

દરજીને તેડાવ્યો ખાસ. ૧૮

કપડું આપ્યું ચાલીસ હાથ,

દરજીને સમજાવી વાત. ૧૯

મેલા ફાટ્યા ડૂચા ભરી,

લીલ લુગડે સુંદર કરી. ૨૦.

દરજી ઘોડો લાવ્યો દ્વાર,

થયા રામદેવ ઝટ સ્વાર. ૨૧

ઊડી ઘોડો ગગને ગયો,

 હાહાકાર ભારે ત્યાં થયો. ૨૨ 

દરજીભાઈને પૂર્યા જેલ,

 ઊતરી આવ્યા રામદે મહેલ. ૨૩

રામદે દેખી રાજી થયા,

દરજીના સૌ દુઃખડા ગયા. ૨૪

કર ભાલો લઈ વનમાં ગયા,

ભૈરવા દૈત્યની સામે થયો. ૨૫

ભૈરવ માર્યો ભાલે કરી,

 દુનિયાની ઉપાધી હરી. ૨૬

ગુરુ બનાવ્યા બાલીનાથ,

રામદેવ પગ મૂક્યો હાથ. ૨૭

જ્ઞાન દઈને કંઠી ધરી;

રામદેવને સિદ્ધિ વરી. ૨૮

ભકતતણો જોઈને ભાવ,

બોયતા વણિકનું તાર્યું નાવ. ૨૯

અસત્ય વણઝારાએ કહ્યું,

મીસરી કેરું મીઠું થયું. ૩૦

 મીઠું સરોવર કડવું થયું,

અભિમાન ઝંભાનું હર્યું. ૩૧

સગુણાબેનનું સંકટ હયુ,

શાહ સૈન્યને પૂરું કર્યું. ૩૨ 

શ્રી રામદેવપીર ચાલીસા

વાંકી નેત્રા સીધી કરી,

રણુજે લાવ્યા પોતે વરી. ૩૩

મરેલ ભાણેજ જીવતો કર્યો,

શોક સગુણા કેરો હર્યો. ૩૪

બાર વાયકમાં પોતે ગયા,

 બાર બીજના સ્વામી થયા. ૩૫

નિજ્યા ધર્મનો દઈ ઉપદેશ,

ભકતોને દીધો આદેશ. ૩૬

ડાલીબાઈને દાસી કરી,

સિદ્ધિ સઘળી દીધી ભરી. ૩૭

દલુ વાણિયે રાખી ટેક,

રામદેવ પર ભાવ અતિરેક. ૩૮

નરનારી જાત્રાએ જાય,

માલ દેખી ચોર સાથે થાય. ૩૯

ઘેરી ઝાડી ચારે કોર,

હથિયાર લઈ ઉગામે ચોર. ૪૦

વણિક મારી લૂંટ્યો માલ,

શેઠાણી થઈ ગઈ બેહાલ. ૪૧

રામદેવને કર્યો પોકાર,

વ્હેલા આવો જગ્દાધાર. ૪૨

ચોપાટ રમતાં સૂમ્યો સાદ,

રક્ષણ કરવા લાગ્યો નાદ. ૪૩

લીલે ઘોડે થયા અસવાર,

 હાથે લઈ લીધા હથિયાર. ૪૪

રામદે આવી ઊભા રહ્યા,

સમાચાર શેઠાણીએ કહ્યા. ૪૫ 

ધડ મસ્તક બે જોડયા સાથ,

માથે મૂક્યો મીઠો હાથ. ૪૬

ભકત દલુને જીવતો કર્યો,

માલ બધો લાવીને ધર્યો. ૪૭

ભાટી ભગતની ભંભલી ભરી,

સજીવન વીરડી ત્યાં તો કરી. ૪૮

હરજી ભાટી સંકટ મ્હાંય,

 સત્વર જઈને કીધી સહાય. ૪૯

 કાપડ ઘોડો સાચો કર્યો,

જોધપુર રાયનો હુંપદ હર્યો. ૫૦

પૂરણ કરી પોતાનું કામ,

લીધી સમાધિ ગયા સ્વધામ. ૫૧

હરભજીને દર્શન દીધાં,

 સાથે બેસી કસુંબા લીધાં. ૫ર

દોહરો :

રામદેવની બાવની જે કોઈ પ્રીતે ગાય;

ગોવિંદ આ સંસારના સંકટ તેના જાય.

બીજ સ્પેશિયલ શ્રી રામદેવપીર નો આ પાઠ કરવાથી ભક્તો ના સવૅ કષ્ટ દૂર કરે છે 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 25 ઑગસ્ટ, 2022

14/15 સપ્તેમ્બર શ્રાવણ અમાસ ક્યારે? | અમાસ દિવસે શું કરવું ? શું ના કરવું ? | Shravan Amavasya 2023 | Okhaharan

14/15  સપ્તેમ્બર શ્રાવણ અમાસ ક્યારે? | અમાસ દિવસે શું કરવું ? શું ના કરવું ? | Shravan Amavasya 2023 | Okhaharan

Shravan-Amavasya-2023-Gujarati
Shravan-Amavasya-2023-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રાવણ માસ ની અમાસ ક્યારે છે? ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું?  અમાસ ના દિવસે શું કરવું ? શું ના કરવું?

 શનિદેવ નો આ પાઠ કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય. અમાસ તિથિ પિતૃઓને આપણૅ છે. આ દિવસે લક્ષ્મીનારાયણ દેવ , શિવ પાવૅતી તથા હનુમાનજીના ની પણ પૂજા કરવા માં આવે છે.અમાસ તિથિ ના દિવસે પિતૃઓ વાયુવેગે તપણૅ આરોગવા આવે છે. આ દિવસે પિતૃઓ માટે જાપ ,તપ,  વ્રત , સ્નાન, અને દાન કરવાથી સુખ સમૃદ્ધિ  વધે છે.

આ વષૅ શ્રાવણ માસની અમાસ તિથિ બે દિવસ રહેશે એટલે કે 14 સપ્તેમ્બર અને 15 સપ્તેમ્બર. તિથિ માહિતી

અમાસ તિથિ ની શરૂઆત 14 સપ્તેમ્બર સવારે 4:48 મિનિટ

અમાસ તિથિ ની સમાપ્તિ 15 સપ્તેમ્બર સવારે 7:09 થાય છે

આમ બે દિવસ અમાસ રહેશે

અમાસ ના દિવસે શું કરવું

અમાસ તિથિ દેવી દેવતા ની સાથે સાથે પિતૃઓને અપણૅ છે આ દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. ધૂપ કરવા માટે બપોર તથા સંઘ્યાનો સમય સૌથી ઉત્તમ રહે છે. બપોર અથવા સંઘ્યા સમયે ગાયના ગોબર ના છાણા અથવા કોલસા ઉપર ગુગળ મુકીને ઘુપ કરો અને પછી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય, ત્યારે બળતા છાણા અથવા કોલસા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. પિતૃઓ પૃથ્વી પર વાયુ વેગે આવે છે આ દરમિયાન પિતૃઓનું ધ્યાન કરતા રહેવું જોઈએ.

સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.  

અમાસ તિથિ ના દિવસે સ્નાન સાથે દાન માહાત્મ્ય છે. પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો મહિમાં વઘારે છે. જો નદીમાં સ્નાન ના થઈ શકે તો ઘરમાં સવૅ નદીઓનું મંત્રથી ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.અને શક્ય હોય તો પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. પછી સ્વચ્છ થઈને જરૂરિયાત મંદ લોકોને ધન, વસ્ત્ર અને અનાજનું દાન કરવું જોઈએ. તમારી નજીક કોઈ ગૌશાળામાં લીલું ઘાસ , ગાયનું ભોજન ખોળ વગેરે ચથાશક્તિ મુજબ દાન કરવું જોઈએ.

શનિશ્ર્ચરી અમાસ રાત્રે સૂતા પહેલાં શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો  

અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો.  જળ ચઢાવતી સમયે  તેમાં લાલ ચંદન અને લાલ ફુલ વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ

અમાસ તિથિ ના ભગવાન શિવ પણ છે . આ તિથિ ના દિવસે મહાદેવ મંદિરમાં શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ તથા ચાંદીના લોટાથી કાચુ દૂધ ચઢાવો અને સાથે સાથે શિવ પંચઅક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. શિવલિંગનો ચંદન ચોખા, બીલીપાન, ધતૂરો, ફળ-ફૂલ ચઢાવો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.

અમાસ ના દિવસે શું ના કરવું?

અમાસ તિથિ ના દિવસે તમો વ્રત ના કરો તો કંઈ પણ નશીલા પદાર્થો નું કોઈ વસ્તુ નશો ના કરો.

અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.

અમાસ ના દિવસે ધરમાં કે બહાર કોધ ના કરવો

અમાસ ના દિવસે મસ મંદિર નું સેવન ના કરવું

અમાસ ના દિવસે બીજા નું અન્ન ના ખાવ.

 હનુમાનજી ના 12 નામનો મહિમા | મંત્ર ક્યાં સમયે જાપ કરવા | બાળ રક્ષા ઉપાય ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો 

મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ખબર પડી હશે અને આ લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો.

શનિ પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 21 ઑગસ્ટ, 2022

અજા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Aja Ekadashi Kayre che 2024 Gujarati | Okhaharan

અજા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Aja Ekadashi Kayre che 2024 Gujarati | Okhaharan

Aja-ekadashi-kyare-che-2022-Gujarati
Aja-ekadashi-kyare-che-2024-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ શ્રાવણ માસની વદ પક્ષની અજા એકાદશી ક્યારે છે 28 કે 29 ઓગસ્ટ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 અજા એકાદશી 2024:

 શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને અજા એકાદશી કહે છે. હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે, સુદ અને વદ પક્ષ. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવવાના આ વ્રત કરવામાં આવે છે.

એકાદશી વ્રત કોણ કરી શકે છે ? એકાદશી વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે. આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન થાય.

ૐ નમો ભગવતે વાસુદેવાય

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

 શ્રાવણ માસના વદ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. દરેક એકાદશી તિથિ એક વિશેષ મહાત્મય હોય છે એમાં પણ શ્રાવણ માસની વદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે.

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. શ્રાવણ  માસની વદ પક્ષની એકાદશી ને અજા એકાદશી કહે છે. આ બઘી એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  

 આ વષે 2024 ની શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા એકાદશી તિથિ

 શરૂઆત 28 ઓગસ્ટ 2024 બુધવાર રાત્રે 1:17 મિનિટ એટલે 29 ઓગસ્ટ ની વહેલી સવારે

સમાપ્ત  29 ઓગસ્ટ 2024 ગુરૂવાર રાત્રે 1:18 મિનિટ એટલે 30 ઓગસ્ટ ની વહેલી સવારે

ઉપવાસ 29 ઓગસ્ટ 2024 ગુરૂવાર કરવો

પુજન નો શુભ સમય  સવારે 6:09  થી 7:44 સુધી.

પારણા સમય 30 ઓગસ્ટ 2024  સવારે 6:04 થી 8:33 સુધી.

શ્રાવણ અજા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી આલોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશી છે . 

 અજા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો 

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2022

શ્રાવણ વદ-8, જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મ કથા| Janmashtami Vrat Katha in Gujarati | Janmashtami 2024 | Okhaharan

શ્રાવણ વદ-8, જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મ કથા| Janmashtami Vrat Katha in Gujarati | Janmashtami 2024 | Okhaharan

janmashtami-vrat-katha-in-gujarati
janmashtami-vrat-katha-in-gujarati

મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો. તેને પવનરેખા નામે રાણી હતી. એક દિવસ તે પોતાની સખીઓ સાથે વિહાર કરવા ગઈ. ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો. તેની દૃષ્ટિ રાણી પવનરેખા પર પડી. તે રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું જ માયાવી રૂપ ધારણ કરી રાણી સાથે આનંદ કરવા લાગ્યો. પવનરેખા કંઈ સમજી નહિ ને તેને ગર્ભ રહ્યો. આ ગર્ભમાં કાળનેમીએ પ્રવેશ કર્યો. નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો. તેનું નામ કંસ રાખવામાં આવ્યું. આ કંસ કાળનેમીનો અવતાર હતો. કંસમાં જન્મથી જ રાક્ષસનાં લક્ષણો હતાં. આઠ વર્ષની વયે તો તે મગધદેશમાં ગયો અને જરાસંધ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યો. આવો તે બળવાન હતો.

જન્માષ્ટમી શ્રી કૃષ્ણ 12 રાશિ મુજબ ઉપાય  ગુજરાતીમાં અહીં ક્લિક કરો 

 શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહીં ક્લિક કરો

કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું. કંસે તેને પાળીપોષીને મોટી કરી હતી. દેવકી સમજણી થતાં વસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયાં. આજે કંસના આનંદનો પાર ન હતો. તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો. રથ થોડે દૂર ગયો, ત્યાં આકાશવાણી થઈ. ‘હે કંસ ! આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે.’

આવું સાંભળતાં જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ. તેને થયું - જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે !' તેણે ઝટ ખડ્ગ કાઢ્યું અને દેવકીને મારવા ગયો. ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું : “જો તમે તમારી બહેનનો વધ કરશો, તો તમને સ્રીહત્યાનું પાપ લાગશે. જો તમને દેવકીના બાળકનો ડર હોય તો હું તમને જેટલાં દેવકીનાં બાળકો જન્મશે તે આપતો જઈશ.”

 શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો  

કંસને વસુદેવની વાત ઠીક લાગી. પાછો ઘડીકમાં તેણે વિચાર કર્યો કે - ‘કદાચ વસુદેવ બાળક ન લાવી આપે તો હાથે કરીને મોત શા માટે ઊભું કરવું ? તેણે જલદીથી રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન-બનેવીને કારાગૃહમાં

પૂર્યાં. કંસના પિતા ઉગ્રસેન કાંઈ બોલે તે પહેલાં તેમને પણ ગાદી પરથી ઉઠાડી, કારાગૃહમાં પૂર્યા. આમ કંસ પોતાના પિતાના જીવતાં જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો. પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ.

થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો. કંસને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને મારી નાખ્યો ! આમ કંસે દેવકીના એક પછી એક એમ છ પુત્રોનો નાશ કર્યો.

આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી. દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ. બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું. દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર માંડ્યો, દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની. દેવો ગોવાળિયાઓ બન્યા.

જન્માષ્ટમી ના દિવસે જાણો શ્રીકૃષ્ણ ભગવાન એ જન્મ રાત્રે 12 વાગ્યે કેમ લીધો ? અહીં ક્લિક કરો 

દેવકી સાતમી વાર સગર્ભા થઈ, તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો. પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્રી રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો. રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો. તેનું નામ રામ પાડ્યું. રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો, તેથી તે બલરામ કહેવાયા. બલરામ શેષાવતાર ગણાય છે.

દેવકી આઠમી વાર સગર્ભા થઈ.

ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા. તેને જશોદા નામે પત્ની હતી. તે પણ આજ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો.

દેવકી ને વસુદેવ કારાગૃહમાં હતાં. કંસની ક્રૂરતાથી દેવકી થરથર ધ્રૂજતી હતી, ને મનમાં ને મનમાં ગર્ભરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી.

આગળ કથા વાંચવા અહીં ક્લિક કરો 

 શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા વ્રત કથા ગુજરાતીમાં અહીં ક્લિક કરો