29 વષૅ પછી બન્યો શુભ સયોગ દશેરા ના દિવસે કરો આ ઉપાય લક્ષ્મીજી પ્રસન્ન થાય અને ઘરનાં દુઃખ દુર થાય | VijayaDashmi Upay Gujarati | Okhaharan
Vijayadashmi-2021-upay-gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું દશેરાની તિથિ પર બન્યો સંયાગ શુક્રવાર માતા સીતા એટલે લક્ષ્મીજી નો વાર અને રાવણ દહન કરો નાના ઉપાય એટલે દરેક નકારાત્મક ઊજા નાશ પામે.
વિજયાદશમી નો તહેવાર અઘમૅ પર ઘમૅ નો વિજય નું પ્રતિક છે. જીતનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે આસો માસની સુદ પક્ષની દશમ તિથિ આવે છે. આ ઉત્સવ દશમ તિથિ નવરાત્રી અંત આવે છે. પૌરાણિક કથા અનુસાર આ પવિત્ર દિવસે ભગવાન શ્રી રામચંદ્રએ લંકાપતિ રાવણ તથા દેવી શ્રી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. તે પછી આ પવિત્ર તહેવાર ઉજવવાની પ્રથા શરૂ થઈ. હિન્દુ શાસ્ત્રો આ તિથિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. વિજય મુહૂર્તમાં આ દિવસે શરૂ કરાયેલ કોઈપણ કાર્ય લાભદાયક હોય છે.અને આ દિવસે કરવામાં આવેલા કટેલાક ઉપાય કે ટુચકા દશેરાની રાત્રે રાવણ દહન પછી કરવામાં આવે છે.
કેટલાક દશેરાના ઉપાય
દશેરાના દિવસે ઘરમાં, ઘંઘા રોજગાર, અને સૌનિક શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. આમ કરવાથી માનવામાં આવે છે કે કોઈ પણ કાયૅ તથા દુશ્મન પર વિજય મળે છે.
વિજયા દશમીના દિવસે ઘરની અંદર આવેલા ઉત્તર-પૂર્વ દિશામાં અથવા તેની મઘ્યમાં એટલે ઈશાન ખુણમાં કુમકુમ અથવા લાલ ફૂલોથી રંગોળી અથવા અષ્ટકમલનો આકાર બનાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
દશેરાના દિવસે પવિત્ર વૃક્ષ શમી પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજામાં શમીના અપણૅ ચવવાથી આર્થિક ધન લાભ મળે છે.
દશેરાના દિવસે પૂજા ઘરમાં શમી વૃક્ષની માટી રાખવાથી દુષ્ટ શક્તિ અથવા નકારાત્મક અસર અંત થાય છે.
દશેરાના દિવસે શ્રીરામ અને મહાદેવ દર્શન કરવાનું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી નસીબ ખુલ્લી જાય છે.
દશેરાના દિવસે શમીના વૃક્ષ, પીપળો, બિલિ નીચે દીવો પ્રગટાવવાથી કોઈ પણ કાયૅમાં આવતી અડચણો અંત થાય છે. આમ કરવાથી સફળતાનો માર્ગ ખુલે છે.
રાવણ દહનની રાખને સરસવના તેલમાં મિક્સ કરીને ઘરની દરેક દિશામાં છાંટવી જોઈએ. એવું માનવામાં આવે છે દશેરાના દિવસે ઘરની નકારાત્મકતાને દૂર કરવા ઉપાય કરવો.
લગ્ન જીવન સુખી રાખવા માટે દશેરાના દિવસે પાન ખાવાનું જોઈએ ( કોઈ પણ તમાકું અથવા શરીર હાનિકારક પ્રદાથૅ વગર ) ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ માહીતી અમે પુસ્તક અને ઈન્ટરનેટ પરથી ભેગી કરી છે આને અપનાવતા પહેલા,તેને લગતા ક્ષેત્રના નિષ્ણાત અથવા વડીલોની ની સલાહ જરૂર લેજો આમા અમે જવાબદાર નથી.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇