મંગળવાર સંઘ્યાએ પાઠ કરીયે ગણેશ આવ્યા ગૌરીનંદન ગણપતિ | Ganesh Bhajan Gujarati Lyrics | Okhaharan
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે મંગળવાર સંઘ્યાએ પાઠ કરીયે ગણેશ આવ્યા ગૌરીનંદન ગણપતિ મહારાજ .
આવ્યા ગૌરીનંદન ગણપતિ મહારાજ
મારા હૈયામાં હરખ ન માય છે રે, (૨)
આવ્યા ગવરીનંદન ગણપતિ મહારાજ (૨)
મારૂ દિલડુ આનંદે ઉભરાય છે રે (૨)
આવ્યા ગવરીનંદન ગણપતિ મહારાજ(૨)
આજ મારી ઝુંપલડી ઝબકારા મારતી,
આજની આનંદ હેલી આંતરડી ઠારતી,
હે મારી જીભલડી જોર કરી ગાય છે રે ...આવ્યાં...
ભોળાનાં પુત્ર હીત સૌનું કરનાર છે,
ઉમીયાજી માતા જેના રિદ્ધી સિધ્ધી નાર છે,
હે એતો દુ:ખીયાની વ્હારે ધાય છે રે ...આવ્યાં...
મોહક છે વેષ જેનો મૂષકપર સ્વાર છે,
શુભ કાર્ય પૂજનમાં પહેલો અધિકાર છે,
હે એતો મીઠા મીઠા મોદક ખાય છે રે...આવ્યાં...
આજે મારે આંગણીયે મોંઘા મ્હેમાન છે,
એની ભક્તિમાં મારૂં દીલડું કુરબાન છે,
હે ‘રામભક્ત’ આજ મસ્ત બની જાય છે રે ...આવ્યાં...
અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇