શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા 2 ગુજરાતી લખાણ સાથે અથૅ સહિત | Sunderkand With Gujarati Meaning Doha-2 | Okhaharan
Sunderkand-With-Gujarati-Meaning-doha-2 |
Sunderkand-With-Gujarati-Meaning-doha-1 |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું રામચરિતમાનસ સુંદરકાંડ ગુજરાતીમાં અને તેના અથૅ સહીત હું આશા રાખું તમને પંસદ આવશે.
દોહા-2
રામ કાજુ સબુ કરિહહું તુમ્હ બલ બુદ્ધિ નિધાન |
આસિષ દેઇ ગઈ સો હરષિ ચલેઉ હનુમાન
તમે શ્રીરામચન્દ્રજીનાં સર્વે કાર્ય કરશો, કેમકે તમે બળ-બુદ્ધિના ભંડાર છો. આ આશીર્વાદ આપીને તે ચાલી ગઈ; પછી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા. ।। ૨।।
નિસિચરિ એક સિંધુ મહું રહઈ।
કરિ માયા નભુ કે ખગ ગહઈ ॥
જીવ જંતુ જે ગગન ઉડાહીં।
જલ બિલોકિ તિન્હ કૈ પરિછાહીં ॥૧॥
સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી. તે માયા કરીને આકાશમાંથી ઊડતાં પખીઓને પકડી લેતી હતી. આકાશમાં જે જીવ-જંતુ ઊડ્યા ર હતાં, તેમનો પડછાયો જોઈને તે, ॥૧॥
ગહઇ છાર્હૅ સક સો ન ઉડાઈ |
એહિ બિધિ સદા ગગનચર ખાઈ ॥।
સોઈ છલ હનૂમાન કુહઁ કીન્હા ।
તાસુ કપટુ કપિ તુરતહિં ચીન્હા ।। ૨।।
એ પડછાયાને પકડી લેતી હતી, તેથી તે ઊડી શકતાં ન્ હતાં [અને જળમાં પડી જતાં હતા]. આ પમાણે તે કાયમ આકાશમાં ઊડનારા જીવોને ખાધે રાખતી હતી. તેણીએ એજ છળ હનુમાનજી સાથે પણકર્યું, હનુમાનજીએ તરત જ તેનું કપટ ઓળખી લીધું. ।। ૨ ।
તાહિ મારિ મારુત સુત બીરા।
બારિધિ પાર ગયઉ મતિધીરા ॥
તહોં જાઇ દેખી બન સોભા
ગુંજત ચંચરીક મધુ લોભા ।1૩॥
પવનપુત્ર ધીરબુદ્ધિ વીર હનુમાનજી તેને મારીને સમુદ્રની પાર ગયા. ત્યાં જઈને તેમણે વનની શોભા જોઈ. મધુ(પુષ્પરસ)ના લોભે ભમરા ગુંજન કરી રહ્યા હતા. ।૩]
નાના તરુ ફલ ફૂલ સુહાએ।
ખગ મૃગ બંદ દેખિ મન ભાએ |
સૈલ બિસાલ દેખિ એક આગેં |
તા પર ધાઇ ચઢેઉ ભય ત્યાગેં।૪॥
અનેક પ્રકારનાં વૃક્ષ ફળ-ફૂલથી શોભિત છે. પક્ષી અને પશુઓના સમૃહને જોઈને તો તેઓ મનમાં ઘણા જ પ્રસન્ન થયા. સામે એક વિશાળ પર્વતને જોઈને હનુમાનજી ભય ત્યાગીને તેના પર દોડીને જઈ ચઢ્યા. ।॥૪॥
ઉમા ન કછુ કપિ કૈ અધિકાઈ।
પ્રભુ પ્રતાપ જો કાલહિ ખાઈ ।॥
ગિરિ પર ચઢિ લંકા તેહિ દેખી |
કહિ ન જાઈ અતિ દુર્ગ બિસેષી ।૫।॥।
[શિવજી કહે છે -] હે ઉમા! આમાં વાનર હનુમાનની કંઈ મોટાઈ નથી. આ તો પ્રભુનો પ્રતાપ છે, જે કાળને પણ ખાઈ જાય છે. પર્વત પર ચઢીને તેમણે લંકા જોઈ. ઘણો જ મોટો કિલ્લો છે, કંઈ કહી નથી શકાતો, ॥૫।।
અતિ ઉતંગ જલનિધિ ચહું પાસા
કનક કોટ કર પરમ પ્રકાસા
તે અત્યંત ઊંચો છે, તેની ચારેય કોર સમુદ્ર છે. સોનાના કોટ(વંડા)નો પરમ પ્રકાશ થઈ રહ્યો છે. ।। ૬।।
[છંદ ૧|
કંનક કોટ બિચિત્ર મનિ કૃત સુંદરાયતના ઘના |
ચઉહટ્ટ હટ્ટ સુબટ્ટ બીથી ચારુ પુર બહું બિધિ બના ॥
ગજ બાજિ ખચ્ચર નિકર પદચર રથ બરૂથન્હિ કો ગનૈ ।
બહુરૂપ નિસિચર જૂથ અતિબલ સેન બરનત નહિં બને ॥૧॥
વિચિત્ર મણિઓથી જડેલો સોનાનો કોટ છે, તેની અંદર ઘણાં જ સુંદર-સુંદર ઘર છે. ચાર રસ્તાઓ, બજાર, સુંદર માર્ગો અને શેરીઓ છે; સુંદર નગર અનેક પ્રકારે શણગારેલું છે. હાથી, ઘોડા, ખચ્ચરોના સમૂહ તથા પગપાળા (પાયદળ) અને રથોના સમૂહોને કોણ ગણી શકે છે! અનેક પ્રકારનાં રક્ષસોનાં દળો છે, તેમની અત્યંત બળશાળી સેના વર્ણવી જ શકાતી નથી. ॥ ૧।।
[છંદ ર]
બન બાગ ઉપબન બાટિકા સર કૂપ બાપીં સોહહી |
નર નાગ સુર ગંધર્બ કન્યા રૂપ મુનિ મન મોહહીં ॥
કર્હું માલ દેહ બિસાલ સૈલ સમાન અતિબલ ગર્જહી ।
નાના અખારેન્હ ભિરહિં બહુબિધિ એક એકન્ડ તર્જહી ॥ ૨॥
વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તળાવ, કૂવા અને વાવડીઓ સુશોભિત છે. મનુષ્ય, નાગ, દેવો અને ગંધર્વોની કન્યાઓ પોતાના સૌન્દર્યથી મુનિઓનાંય મનોને મોહી લે છે. ક્યાંક પર્વત સમાન વિશાળ શરીરવાળા ઘણા જ બળવાન મલ્લ (પહેલવાન) ગરજી શ્હ્યા છે, તેઓ અનેક અખાડાઓમાં અનેક પ્રકારે ભીડાય છે અને બેકબીજાને લલકારે છે. ॥ ૨॥
[છંદ ૩]
કરિજતન ભટ કોટિન્હ બિકટ તન નગર ચર્હુદિસિ રચ્છહીં ।
કહું મહિષ માનુષ ધેનુ ખર અજ ખલ નિસાચર ભચ્છહીં ॥
એહિ લાગિ તુલસીદાસ ઇન્હ કી કથા કછુ એક હૈ કહી |
રઘુબીર સર તીરથ સરીરન્હિ ત્યાગિ ગતિ પૈહહિં સહી ॥। ૩॥
ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધા યત્ન કરીને (ઘણી ચોકસાઈથી)નગરની ચારેય દિશાઓમાં (સર્વે બાજુથી) રખેવાળી કરે છે. ક્યાંક દુષ્ટ રાક્ષસ ભેંસો, મનુષ્યો, ગાયો, ગધેડાં અને બકરાઓને ખાઈ રહ્યા છે. તુલસીદાસે આની કથા એટલા માટે કંઈક ટૂંકમાં જ કહી છે કે તે (રાક્ષસો) ચોક્કસ શ્રીરામચન્દ્રજીના બાણરૂપી તીર્થમાં શરીરોને ત્યાગીને પરમગતિને પામશે. ।॥૩॥
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇