શનિવાર, 11 ડિસેમ્બર, 2021

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા કેમ હનુમાનજી ને મચ્છર જેવું રૂપ લેવુ પડ્યું ? | Sunderkand With Gujarati Meaning Doha-3 | Okhaharan

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા કેમ હનુમાનજી ને મચ્છર જેવું રૂપ લેવુ પડ્યું  ? | Sunderkand With Gujarati Meaning Doha-3 | Okhaharan

Sunderkand-With-Gujarati-Meaning-doha-3
Sunderkand-With-Gujarati-Meaning-doha-3

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું રામચરિતમાનસ સુંદરકાંડ ગુજરાતીમાં અને તેના અથૅ સહીત હું આશા રાખું તમને પંસદ આવશે.

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics


 પુર રખવારે દેખિ બહુ કપિ મન કીન્હ બિચાર

 અતિ લઘુ રૂપ ધરૌં નિસિ નગર કરૌં પઇસાર


નગરના બહુસંખ્યક રખેવાળોને જોઈને હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે અત્યંત નાનું રૂપ ધરું અને રાત્રિના સમયે નગરમાં પ્રવેશ કરું. ॥૩॥


મસ્રક સમાન રૂપ કપિ ધરી।

લંકહિ ચલેઉ સુમિરિ નરહરી ॥

નામ લંકિની એક નિસિચરી।

સો કહ ચલેસિ મોહિ નિંદરી॥૧।|


હનૃમાનજી મચ્છર સમાન (નાનકડું) રૂપ ધારણ કરીને નરસિંહરૂપે લીલા કરનારા પુરુષસિંહ રામ અને લક્ષ્મણનું સ્મરણ કરીને લંકાએ ચાલ્યા. [લંકાના દ્વાર ઉપર] લંકિની નામની એક રાક્ષસી રહેતી હતી. તે બોલી - મારો અનાદર કરીને (મને પૂછયાવિના) ક્યાં ચાલ્યો જઈ રહ્યો છે?


 જાનેહિ નહીં મરમુ સઠ મોરા

 મોર અહાર જહોં લગિ ચોરા

મુઠિકા એક મહા કપિ હની।

રૂધિર બમત ધરની ઢનમની॥ર॥


હે મૂર્ખ! તેં મારો ભેદ નથી જાણ્યો? જ્યાં સુધી (જેટલા) ચોર્‌ છે, તે સર્વે મારા આહાર છે. મહાકપિ હનુમાનજીએ તેને એક ઠૂંસો માર્યો, જેનાથી તે લોહીની ઊલટી કરતાં પૃથ્વી પર ઢળી પડી. ॥૨॥


 પુનિ સંભારિ ઉઠી સો લંકા।

 જોરિ પાનિ કર બિનય સસંકા॥

જબ રાવનહિ બ્રહ્ય બર દીન્હા |

 ચલત બિરંચિ કહા મોહિ ચીન્હા ।૩॥ 

ram raksha stotra gujarati


તે લંકિની પછી સંભાળીને ઊઠી અને ભયને લીધે હાથ જોડીને વિનંતી કરવા લાગી. [તે બોલી] રાવણને જ્યારે બ્રહ્માજીએ વર આપ્યો હતો, ત્યારે જતી વખતે તેમણે મને રાક્ષસોના વિનાશની આ ઓળખાણ આપી દીધી હતી કે - ॥૩।।


બિકલ હોસિ તૈં કપિ કે મારે।

તબ જાનેસુ નિસિચર સંઘારે॥

તાત મોર અતિ પુન્ય બહૂતા |

 દેખેઈે નયન રામ કર દૂતા॥૪॥


જ્યારે તું વાનરના મારવાથી વ્યાકુળ થઈ જાય, ત્યારે તું રાક્ષસોનો સંહાર થયો જાણી લેજે. હે તાત! મારાં અત્યંત મોટાં પુણ્ય છે. કે હું શ્રીરામચન્દ્રજીના દૂત(આપ)ને નેત્રોથી જોવા પામી. ॥૪।

 

Sunderkand-With-Gujarati-Meaning-doha-4

Sunderkand-With-Gujarati-Meaning-doha-1

 

 

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો