મંગળવાર, 21 માર્ચ, 2023

ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ 1 કડવાં 1 -10 "" | Okhaharan Part 1 to 10 | Okhaharan In Gujarati |

ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ 1 કડવાં 1 -10  "" |  Okhaharan Part 1 to 10 | Okhaharan In Gujarati |

okhaharan-part-1-to-10-okhaharan-in-Gujarati
okhaharan-part-1-to-10-okhaharan-in-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી તાવ તારીયો એકન તરીયો આવતો નથી. અને મહારોગ માંથી મુક્તિ થાય. ભૂત પ્રેતના ભણકારા સ્વપ્ન માં આવતા નથી. અને સુખી મન તન પામી જીવનમાં લાભ થાય છે.તથા અંખડ સોભાગ્યપ્રાપ્તિ નું વ્રત છે. આ કથા કવિ પ્રેમાનંદજી એ 93 કડવાં ના રૂપ મા છે જેમાં આપણે આજે 1-10 કડવાં વાછીશું.,.આ ઓખાહરણ નુ વાંચન ચૈત્ર મહિના મા ત્રણ દિવસ કરવાથી મનુષ્ય ને તાવ, એકાંતરિયો, ભૂત બાધા, રોગ આદિ થી મુક્તિ મળે છે


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે

સ્તુતિ  

શ્રી ગણેશજી ની પ્રાથૅના  

એક નામ મુજને સાંભર્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ;  

પાર્વતીના અંગથી ઉપન્યો, તાત તણો ઉપદેશ. (૧)  

 

માતા જેની પાર્વતી ને, પિતા શંકરદેવ;  

નવખંડમાં જેની સ્થાપના, કરે જુગ ભુતળ સેવ. (૨)  

 

સિંદુરે શણગાર સજ્યા, ને કંઠે પુષ્પના હાર;  

આયુદ્ધ ફરસી કર ધરીને, હણ્યા અસુર અપાર. (૩)  

 

પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર;  

ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. (૪)  

 

ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિરાય;  

મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુસુતને પાય. (૫)  

 

એવા દેવ સાચા મુનિવાચા, પૂરે મનની આશ;  

બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. (૬)  

 


              કડવું-૧  

શ્રી અંબાજી ની પ્રાથૅના

આદ્યશક્તિ મા અંબા પ્રગટ્યાં, જ્યાં પવન નહિ પાણી;  

સુરીનર મુનિજન સર્વ કળાણા, તું કોણે ન કળાણી. (૧)  

 

તારું વર્ણન કેઈ પેરે કરીએ, જો મુખ રસના એક;  

સહસ્ત્રફેણા શેષનાગને, મા ! તોયે ના પામ્યો શેષ. (૨)  

 

જુજલાં રૂપ ધરે જુગદંબા, રહી નવખંડે વ્યાપી;  

મહા મોટા જડમૂઢ હતા મા, તેમની દુરમત કાપી. (૩)  

 

ભક્તિભાવ કરી ચરણે લાગું, મા આદ્યશક્તિ જાણી;  

અમને સહાય કરવા તું સમરથ, નગરકોટની રાણી. (૪)  

 

તું તારા ત્રિપુરા ને તોતળા, નિર્મળ કેશ રંગે રાતે;  

બીજી શોભા શી મુખ કહીએ, રચના બની બહુ ભાતે. (૫)  

 

હંસાવતી ને બગલામુખી, અંબીકા તું માય;  

ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. (૬)  

 

મા સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય;  

બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. (૭)  

 

શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય;  

અબીલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર. (૮)  

 

સિંહાસન બેઠી જુગદંબા, અમૃત દૃષ્ટે જોતી;  

સોળે શણગાર તેં સજ્યા મા, નાકે નિરમળ મોતી. (૯)  

 

ખીર ખાંડ મધ શર્કરા, આરોગો અંબામાય;  

અગર કપુરે તારી કરું આરતી, સેવકજન શિર નમાય. (૧૦)  

 

તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિદેવા;  

સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા. (૧૧)  

 

માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આશ;  

કુશળક્ષેમ રાખજો મા સર્વને, એમ કહે ત્રિપુરાદાસ રે. (૧૨)  

 

  

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

              કડવું-૨  

 

પરીક્ષિત રાજા શુકદેવજી ઓખાહરણ ની કથા કહેવા કહે છે.  

 

હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદારથ પામું;  

વામું વામું રે, દુઃખ સકળ કલેવર તણાં રે.

 

(રાગ:ઢાળ)  

 

દુઃખ સકળ વામું કુળીવરના, સુણતાં પાતક જાય;  

ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મૂકાય. (૧)  

 

તાવ, તરીઓ એકાંતરીઓ, ન ચઢે તેની કાય;  

ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નામાંય. (૨)  

 

પરીક્ષિત પૂછે કહોને શુકજી, ઓખાનો મહિમાય;  

કોણ રીતે થયો, ઓખા અનિરુદ્ધનો વિવાય. (૩)  

 

પ્રથમથી તે નવમે સુધી, કહ્યા મને નવ સ્કંધ;  

હવે દશમની કહો કથા, જેમ ઉપજે આનંદ. (૪)  

 

હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંસ;  

પ્રથમ મારી પુતના ને, પછી પછાડ્યો કંસ. (૫)  

 

પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી;  

સોળ સહસ્ત્રશત રાણી તેમાં, અષ્ટ કરી પટરાણી. (૬)  

 

તેમાં વડાં જે રુક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન;  

પ્રદ્યુમનના અનિરુદ્ધિ કહિએ, કર્મ કથા પાવન. (૭)  

 

આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન;  

મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્યકશ્યપ રાજન. (૮)  

 

વિષ્ણુભક્ત પ્રહલાદજી તેને, વહાલા શ્રીભગવંત;  

પ્રહલાદનો સુત વિરોચન, બળીરાય તેનો તન. (૯)  

 

બળિતણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન;  

એક સમે ગુરુ શુક્ર આવ્યા, ત્યારે બોલ્યો વચન. (૧૦)  

 

અહો ગુરુજી, અહો ગુરુજી, કહોને તપમહિમાય;  

શુક્ર વાણી બોલિયા, તું સાંભળને જગરાય. (૧૧)  

 

ત્રણ લોકમાં ભોળા શંભુ, આપશે વરદાન;  

મધુવનમાં જઇ તપ કરો, આરાધો શિવ ભગવાન રે. (૧૨)  

 

  

              કડવું-૩  

બાણાસુર તપનું શિવે આપેલું વરદાન  

 

રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુવનમાંય રે;  

કીધું રાયે નિમૅળ સ્નાન રે, ધરિયું શિવજી કેરું ધ્યાન રે. (૧)  

 

રાય બેઠો છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે;  

માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોયે આરાધે શિવ ભગવાન રે. (૨)  

 

રુધિર માંસ સુકાઇ ગયું રે, શરીર સુકાં કાષ્ટવત થયું રે;  

મહાબળીઓ કેમે નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. (૩)  

 

વળતી બોલ્યા શંકરરાય રે, તમે સાંભળો ઉમિયાય રે;  

એક અસુર મહાતપ સાથે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. (૪)  

 

કોણ કહીએ જેના બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે;  

તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર કરીને થાપું રે. (૫)  

 

વળતાં બોલ્યાં રુદ્રાણી રે, મારી વાત સુણો શૂલપાણી રે;  

દૂધ પાઇને ઉછીરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. (૬)  

 

ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠાળ થયો રે;  

વરદાન રાવણને તમે આપ્યાં રે, તેણે જાનકીનાથ સંતાપ્યાં રે. (૭)  

 

માટે શી શિખામણ દીજે રે, ભોળા રુડું ગમે તે કીજે રે;  

વળતાં બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. (૮)  

 

સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિરમળ રે;  

સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધનધન રે. (૯)  

 

જે કોઈ ચઢાવે બિલિપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે;  

સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. (૧૦)  

 

નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતાં નવ રાખીએ વારી રે;  

હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાઉં રે. (૧૧)  

 

એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે;  

તું તો જાગ્ય બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. (૧૨)  

 

હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે;  

શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. (૧૩)  

 

કર એકેકો એવો કીજે રે, દસ સહસ્ત્ર હસ્તીતણું બળ દીજે રે;  

અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. (૧૪)  

 

  નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે

   

              કડવું-૪  

સમસ્ત સૃષ્ટિ નો અધિપતિ બાણાસુર બન્યો  

વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય;  

વનનાં વાસી પશુ રે પંખી, તે લાગ્યાં બ્‍હીવાય. (૧)  

 

કાંઇ નવ દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય;  

આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુરરાય. (૨)  

 

નગર સમીપે ચાલી આવ્યો, બાણાસુર બળવાન;  

કૌભાંડ નામે રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન. (૩)  

 

કોઇક દેશની કન્યા લાવી, પરણાવ્યો રાજન;  

દેશ જીતવા સંચર્યો, રાય બાણાસુર બળવંત. (૪)  

 

પાતાળે નાગલોક જીતી, ચાલ્યો તેણીવાર;  

દેશદેનાઠા મહિપતિ જીત્યા કહેતા ન આવે પાર.  

 સ્વગે જઈને દેવ જીત્યા સવૅ દેવ નાઠા જાય

સૂરજે વળતી સાંગ આપી, બાણાસુર તણા કરમાંય. (૬)  

 

જીતી સુરને પાછો વળિયો, મળિયા નારદમુન;  

પ્રણામ કરીને પાયે લાગ્યો, તેણે સમે રાજન. (૭)  

 

ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારું કામ;  

એકે જોધ્ધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. (૮)  

 

નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય;  

જેને તુજને હાથ આપ્યા, તે શિવશું કર સંગ્રામ. (૯)

  

              કડવું-૫  

શિવજી સાથે યુધ્ધ કરવા બાણાસુર ગયો  

કૈલાસ પર્વત જઈ રાજાએ, ભીડી મોટી બાથ;  

જળમાંહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરિનાથ. (૧)  

 

ટોપ કવચ ને ગદા ફરસી, કડકડાટ બહુ થાય;  

એણે સમે ઉમિયાજી મનમાં, લાગ્યાં બ્‍હીવાય. (૨)  

 

જઇને શંકરને ચરણે નમિયાં, અહો અહો શિવરાય;  

શાને કાજે બીહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. (૩)  

 

શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર;  

વળી માગવા શું આવ્યો છે, અંધ તણો કુમાર. (૪)  

 

સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય;  

એક યોધ્ધો મુજને આપો, યુધ્ધ કરવા સમર્થ. (૫)  

 

આવો શિવ આપણ બે વઢિયે, આપ આવ્યા મારી નજરે;  

ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજ રે. (૬)

 

 

   

              કડવું-૬  

શિવજી ના સાપથી ગણપતિ અને ઓખાની ઉત્પત્તિ  

તે તો તારે વણ કહે મેં, ઉપજાવ્યો છે એક;  

જે કર છેદન કરીને તારા, કરશે કટકા અનેક. (૧)  

 

તે તો સ્વામી કેમ કહું હું જાણું, ચિંતા મુજને થાય;  

લે બાણાસુર જા હું આપું, એક આ ધજાય. (૨)  

 

જ્યારે ધજા એ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાય;

રૂધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોજાર. (૩)  

 

ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર;

વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય. (૪)  

 

એક સમે મહાદેવ કહે, મારે તપ કરવાનું મન;  

તેણે સમે ઉમિયાએ માંડ્યું, અતિ ઘણું રુદન. (૫)  

 

અહો શિવજી, અહો શિવજી, જનમારો કેમ જાય;  

મારે નથી એકે બાળક તો, કહો વલે શી થાય ? (૬)  

 

મહારુદ્ર વાણી બોલિયા, લે આ મારું વરદાન;  

તું એક પુત્રને એક પુત્રી, ઉપજાવજે સંતાન. (૭)

 

વરદાન આપી મહાદેવજી, વન તપ કરવાને જાય;  

ઉમિયાજી નહાવાને બેઠાં, વિચાર્યું મનમાંય. (૮)  

 

શિવનાં ઘર મોટાં જાણીને, રખે આવતું કોય;  

બે બાળક મેલું બારણે તે, બેઠાં બેઠાં જોય. (૯)  

 

દક્ષિણ અંગથી મેલ લઈને, અઘડ ઘડિયું રૂપ;  

હાથ ચરણને ઘુંટણપાની, ટુંકું અંગ સ્વરૂપ. (૧૦)  

 

ચતુર્ભુજને ફાંદ મોટી, દીસે પરમ વિશાળ;  

શોભા તેની શું કહું, કંઠે ઘુઘરમાળ. (૧૧)  

 

પહેલાં કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર;  

ત્રીજા કરમાં ફરસી સોહિએ, ચોથે રે જપમાળ. (૧૨)  

 

ગણેશને ઉપજાવીને, બોલ્યાં પાર્વતીમાત;  

એની પાસે જોડ હોય તો, કરે તે બેઠાં વાત. (૧૩)  

 

વામ અંગથી મેલ લઈને, ઘડી કન્યારૂપ;  

શોભા તેની શી કહું, શુકદેવજી કહે સુણ ભૂપ. (૧૪)  

 

સેંથો ટીલડી રાખડી, અંબોડી વાંકી મોડ;  

કંઠ કપોળ અને કામની, તેડે મોડામોડ. (૧૫)  

 

કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભાત;  

કંકુ પડો નાડાછડી તે, આપ્યો લઈને હાથ. (૧૬)  

 

(વલણ)  

 

પરિક્ષિતને શુકદેવ કહે, કુંવરી કન્યા જેહ રે;  

ઘર સાચવવાને બાળકો, બે પ્રગટાવ્યાં તેહ રે. (૧૭)  

 

  

              કડવું-૭  

શિવજી એ ગણેશજી શિરોચ્છેદ કયૉ  

દેવી નાવણ કરવા બેઠાં, નારદ આવ્યા ત્યાંય;  

બાળક બે જોઇને નાઠા, ગયા શિવ છે જ્યાંય. (૧)  

 

નારદ ચાલી આવિયા, મધુવન તતખેવ;  

ઓરે શિવજી ઓરે શિવજી, નફટ ભૂંડી ટેવ. (૨)  

 

વનવગડામાં ભમતા હીંડો, માથે ઘાલો ધૂળ;  

આ ધંતુરો વિજિયા ચાવો, કરમાં લ્યો ત્રિશૂળ. (૩)  

 

તમે રે વનમાં તપ કરો, ને ઘેર ચાલ્યું ઘરસુત્ર;  

તમો વિના તો ઉમિયાજીએ, ઉપજાવ્યા છે પુત્ર. (૪)  

 

મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય;  

ગણપતિ વાણી બોલિયા, આડી ધરી જેષ્ટિકાય. (૫)  

 

અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે, દિસંતો અદ્દભુત;  

આજ્ઞા વિના અધિકાર નહિ, હોય પૃથ્વીનો જો ભૂપ. (૬)  

 

વચન એવું સાંભળીને, કોપિયા શિવરાય;  

લાતો ગડદા, પાટુ મૂકી, આવ્યા ઘરની માંય. (૭)  

 

ગણપતિનો ગડદો પડે, બ્રહ્માંડ ભાંગી જાય;  

ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય ? (૮)  

 

ત્યારે શિવજી કોપિયા ને, ચડી મનમાં રીસ;

કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીષ. (૯)  

 

માગશર વદી ચોથને દહાડે, પુત્ર માર્યો તર્ત;  

તે દહાડેથી ચાલ્યું આવ્યું, ગણેશ ચોથનું વ્રત. (૧૦)  

 

તે મસ્તક તો જઇને પડ્યું, ચંદ્રના રથમાંય;  

તેથી ચતુર્થીને દિવસે, ચંદ્રપૂજન થાય. (૧૧)  

 

એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી ન્હાય;  

ઓખા બેઠી‘તી બારણે તે, નાસી ગઇ ઘરમાંય. (૧૨)  

 

લવણ કોટડીમાં જઇને પેઠી, મનમાં વિચારી;  

ભાઇના કકડાં કીધા માટે, મુજને નાંખશે મારી. (૧૩)  

 

મહાદેવજી ઘરમાં ગયા ને, ઝબક્યાં ઉમિયા મન;  

નેત્ર ઉઘાડી નિરખિયું, ત્યારે દીઠા પંચવદન. (૧૪)  

 

વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ;

આક ભાંગ ધંતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. (૧૫)  

 

નાહાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહિ મન માંહે;  

બે બાળક મેલ્યાં બારણે, કેમ આવ્યાં મંદિર માંહે. (૧૬)  

 

છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું;  

આટલા દહાડા સતિ જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. (૧૭)  

 

મુજ વિના તેં તો પ્રજા કીધી, એવું તારું કામ;  

પારવતીજી ! તમે રાખ્યું, હિમાચલનું નામ. (૧૮)  

 

વચન એવું સાંભળીને, ઉમિયાજીને ઊઠી જ્વાળ;  

કાલે તમો કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. (૧૯)  

 

ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી,  

તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો  મારી. (૨૦)  

  નવરાત્રી એકવાર પાઠ દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત

   

              કડવું-૮  

ગણેશજી ના મૃત્યુ નો ઉમિયાજીયે કરેલ વિલાપ  

(સાખી)  

 

વાડી વિના ઝુરે વેલડી, વાછરું વિના ઝુરે ગાય;  

બાંધવ વિના ઝુરે બેનડી, પુત્ર વિના ઝુરે માય. (૧)  

 

પુત્ર ધાન્ય ને પુત્ર ધન , પુત્ર જ આગેવાન;  

જે ઘેર પુત્ર ન નિપજ્યો, તેનાં સૂનાં બળે મસાણ. (૨)  

 

પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ;  

શિવ શાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી પામીશ ? (૩)  

 

(રાગ:વિલાપનો)  

 

બોલો હો બાળા રે હો ગણપત. બોલો હો બાળા. ટેક.  

 

ઉમિયાજી કરે છે રુદન, હો ગણપત.  

શિવ શાને માર્યો મારો તન, હો ગણપત. (૧)  

 

શિવ પુત્ર વિના જેવી માય હો ગણપત.  

તેને સંપત્તિ પાઘેર જાય. હો ગણપત. (૨)  

 

શિવ પુત્ર વિનાની માય હો ગણપત

તે તરણાથી હળવી થાય, હો ગણપત. (૩)  

 

ત્યારે શિવને આવ્યું જ્ઞાન, હો ગણપત.  

મેં તો આપ્યું હતું વરદાન. હો ગણપત. (૪)

 

પેલા નારદિયાનું કામ, હો ગણપત.  

જૂઠા બોલો છે એનું નામ, હો ગણપત. (૫)  

 

એણે વાત કરી સર્વ જૂઠી, હો ગણપત.  

હું તો તપથી આવ્યો ઊઠી, હો ગણપત. (૬)  

 

મેં તો માર્યો તમારો તન, હો ગણપત.  

આ ઊગ્યો શો ભૂંડો દન , હો ગણપત. (૭)  

 

(રાગ:આશાવરી)  

 

નંદી ભૃંગી મોકલ્યા તે, પહેલી પોળે જાય;  

હસ્તી એક મળ્યો મારગમાં, તે શિરે કીધો ઘાય. (૧)  

 

ગજનું મસ્તક લાવીને , ધડ ઉપર મેલ્યું નેટ;

ગડગડીને હેઠે બેઠું, આગળ નીકળ્યું પેટ. (૨)  

 

કાળા એના કુંભસ્થળ, વરવા એના દાંત;  

આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. (૩)  

 

દેવમાં જાશે શું પોષાશે. અપાર મુજને દુઃખ;  

દેવતા સર્વે મેણાં દેશે , ધન પાર્વતીની કુખ. (૪)  

ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો.   

                   કડવું-૯  

રૂપ સાથે ગુણ પણ જરૂરી છે.  

રૂપગુણને વાદ પાડ્યા, ચાલ્યા રાજદ્વાર;  

ગુણને આપ્યા બેસણાં, પછી રૂપને કર્યા જુહાર. (૧)  

 

રૂપ તો આપ્યાં શિવે નાગરાં, કોઇ જોગી અબધુત;  

ચતુરાઈ દીધી જે ચારણાં, વળી કોઇ રજપુત. (૨)  

 

પુન્ય વિના ધન શા કામનું ઉદક વિના કુપ

એ બે વસ્તુ કંઈ ન કામની જેમ ગુણ વિના રૂપ. (૩)  

 

સ્વરૂપ દિયો શિવ ચાતુરી નિકર રૂપ તારું પાછું લે:

રૂપ ગુણ ચતુરાઈ નહીં એ તો દુ:ખ મહાદેવ દે. (૪)  

 

માયા દીધી તેં સોમને મૂર્ખ ધર દીધી નાર

લોચન દીધાં કુકડાને જાય બેસે ઊંડી ઝાડ(૫)  

 

   

              કડવું-૧૦  

ગણેશજી નો દશૉવેલ મહિમા  

પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ;  

કથા ગ્રંથ આરંભે જેહ, પ્રથમ ગણપતિ સમરે તેહ. (૧)  

 

સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે;  

સોની સમરે ઘડતાં ઘાટ, પંથી સમરે જાતાં વાટ. (૨)  

 

પંચવદનના દહેરામાંય , પહેલી પૂજા ગણપતિની થાય;  

એ વિના મુજને પૂજે તો, સર્વે મિથ્યા થાય. (૩)  

 

ઉથલો—શાને કાજે રુવે પાર્વતી, શાને લોચન ચોળે;  

જેને ઘેર વિવાહવાજન હશે. ત્યાં બસશે ઘીને ગોળે રે. (૪)  

 

  ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ -11 -20  ""

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ 


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇