ગુરુવાર, 31 ઑગસ્ટ, 2023

જ્ઞાનની દાતા શ્રી વેદમાતા ગાયત્રી 108 નામવલી | શ્રી ગાયત્રી અષ્ટોત્તર નામાવલી | Gayatri 108 name in gujarati with Lyrics | Okhaharan |

જ્ઞાનની દાતા શ્રી વેદમાતા ગાયત્રી 108 નામવલી | શ્રી ગાયત્રી અષ્ટોત્તર નામાવલી | Gayatri 108 name in gujarati with Lyrics | Okhaharan |


gayatri-108-name-in-gujarati-with-Lyrics
gayatri-108-name-in-gujarati-with-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું સતબુદ્ધિ જ્ઞાનની દાતા ગાયત્રી 108 નામવલી જેને પઠન શ્રવણ માત્રથી માતા ગાયત્રી ની કૃપા થી જ્ઞાન, ભક્તિ, શક્તિ, સત્સંગ, ધર્મ અર્થ કામ મોક્ષ ની પ્રાપ્તિ થાઈ છે જે મનુષ્ય નિત્ય સવારે સૂર્ય પૂજા કરતી વખતે આ મંત્ર બોલે અથવા સાંભળે તેને 100% શુભ પરિણામ મળે જ છે. 


ગુરૂવારે એકવાર શ્રી ગાયત્રી ચાલીસા પાઠ કરો ગુજરાતી લખાણ સાથે



|| શ્રી ગાયત્રી અષ્ટોત્તર શતનામાવલીઃ ||
 
ૐ શ્રી ગાયત્ર્યૈ નમઃ ||
ૐ જગન્માત્ર્યૈ નમઃ ||
ૐ પરબ્રહ્મસ્વરૂપિણ્યૈ નમઃ ||
ૐ પરમાર્થપ્રદાયૈ નમઃ ||
ૐ જપ્યાયૈ નમઃ ||
ૐ બ્રહ્મતેજોવિવર્ધિન્યૈ નમઃ ||
ૐ બ્રહ્માસ્ત્રરૂપિણ્યૈ નમઃ ||
ૐ ભવ્યાયૈ નમઃ ||
ૐ ત્રિકાલધ્યેયરૂપિણ્યૈ નમઃ ||
ૐ ત્રિમૂર્તિરૂપાયૈ નમઃ || 10 ||
ૐ સર્વજ્ઞાયૈ નમઃ ||
ૐ વેદમાત્રે નમઃ ||
ૐ મનોન્મન્યૈ નમઃ ||
ૐ બાલિકાયૈ નમઃ ||
ૐ તરુણ્યૈ નમઃ ||
ૐ વૃદ્ધાયૈ નમઃ ||
ૐ સૂર્યમંડલવાસિન્યૈ નમઃ ||
ૐ મંદેહદાનવધ્વંસકારિણ્યૈ નમઃ ||
ૐ સર્વકારણાયૈ નમઃ ||
ૐ હંસારૂઢાયૈ નમઃ || 20 ||


ૐ વૃષારૂઢાયૈ નમઃ ||
ૐ ગરુડારોહિણ્યૈ નમઃ ||
ૐ શુભાયૈ નમઃ ||
ૐ ષટ્કુક્ષિણ્યૈ નમઃ ||
ૐ ત્રિપદાયૈ નમઃ ||
ૐ શુદ્ધાયૈ નમઃ ||
ૐ પંચશીર્ષાયૈ નમઃ ||
ૐ ત્રિલોચનાયૈ નમઃ ||
ૐ ત્રિવેદરૂપાયૈ નમઃ ||
ૐ ત્રિવિધાયૈ નમઃ || 30 ||
ૐ ત્રિવર્ગફલદાયિન્યૈ નમઃ ||
ૐ દશહસ્તાયૈ નમઃ ||
ૐ ચંદ્રવર્ણાયૈ નમઃ ||
ૐ વિશ્વામિત્ર વરપ્રદાયૈ નમઃ ||
ૐ દશાયુધધરાયૈ નમઃ ||
ૐ નિત્યાયૈ નમઃ ||
ૐ સંતુષ્ટાયૈ નમઃ ||
ૐ બ્રહ્મપૂજિતાયૈ નમઃ ||
ૐ આદિશક્ત્યૈ નમઃ ||
ૐ મહાવિદ્યાયૈ નમઃ || 40 ||


ૐ સુષુમ્નાખ્યાયૈ નમઃ ||
ૐ સરસ્વત્યૈ નમઃ ||
ૐ ચતુર્વિંશત્યક્ષરાઢ્યાયૈ નમઃ ||
ૐ સાવિત્ર્યૈ નમઃ ||
ૐ સત્યવત્સલાયૈ નમઃ ||
ૐ સંધ્યાયૈ નમઃ ||
ૐ રાત્ર્યૈ નમઃ ||
ૐ પ્રભાતાખ્યાયૈ નમઃ ||
ૐ સાંખ્યાયન કુલોદ્ભવાયૈ નમઃ ||
ૐ સર્વેશ્વર્યૈ નમઃ || 50 ||
ૐ સર્વવિદ્યાયૈ નમઃ ||
ૐ સર્વમંત્રાદયે નમઃ ||
ૐ અવ્યયાયૈ નમઃ ||
ૐ શુદ્ધવસ્ત્રાયૈ નમઃ ||
ૐ શુદ્ધવિદ્યાયૈ નમઃ ||
ૐ શુક્લમાલ્યાનુલેપનાયૈ નમઃ ||
ૐ સુરસિંધુસમાયૈ નમઃ ||
ૐ સૌમ્યાયૈ નમઃ ||
ૐ બ્રહ્મલોકનિવાસિન્યૈ નમઃ ||
ૐ પ્રણવપ્રતિપાદ્યાર્થાયૈ નમઃ || 60||
ૐ પ્રણતોદ્ધરણક્ષમાયૈ નમઃ ||
ૐ જલાંજલિસુસંતુષ્ટાયૈ નમઃ ||
ૐ જલગર્ભાયૈ નમઃ ||
ૐ જલપ્રિયાયૈ નમઃ ||
ૐ સ્વાહાયૈ નમઃ ||
ૐ સ્વધાયૈ નમઃ ||
ૐ સુધાસંસ્થાયૈ નમઃ ||
ૐ શ્રૌષડ્વૌષડ્વષટ્પ્રિયાયૈ નમઃ ||
ૐ સુરભયે નમઃ ||
ૐ ષોડશકલાયૈ નમઃ || 70 ||



ૐ મુનિવૃંદનિષેવિતાયૈ નમઃ ||
ૐ યજ્ઞપ્રિયાયૈ નમઃ ||
ૐ યજ્ઞમૂર્ત્રૈ નમઃ ||
ૐ સ્રુક્સૃવાજ્યસ્વરૂપિણ્યૈ નમઃ ||
ૐ અક્ષમાલાધરાયૈ નમઃ ||
ૐ અક્ષમાલાસંસ્થાયૈ નમઃ ||
ૐ અક્ષરાકૃત્યૈ નમઃ ||
ૐ મધુછંદઋષિપ્રિયાયૈ નમઃ ||
ૐ સ્વચ્છંદાયૈ નમઃ ||
ૐ છંદસાંનિધયે નમઃ || 80 ||
ૐ અંગુળીપર્વસંસ્થાનાયૈ નમઃ ||
ૐ ચતુર્વિંશતિમુદ્રિકાયૈ નમઃ ||
ૐ બ્રહ્મમૂર્ત્યૈ નમઃ ||
ૐ રુદ્રશિખાયૈ નમઃ ||
ૐ સહસ્રપરમાંબિકાયૈ નમઃ ||
ૐ વિષ્ણુહૃદ્ગાયૈ નમઃ ||
ૐ અગ્નિમુખ્યૈ નમઃ ||
ૐ શતમધ્યાયૈ નમઃ ||
ૐ દશવારાયૈ નમઃ ||
ૐ જલપ્રિયાયૈ નમઃ || 90 ||


ૐ સહસ્રદલપદ્મસ્થાયૈ નમઃ ||
ૐ હંસરૂપાયૈ નમઃ ||
ૐ નિરંજનાયૈ નમઃ ||
ૐ ચરાચરસ્થાયૈ નમઃ ||
ૐ ચતુરાયૈ નમઃ ||
ૐ સૂર્યકોટિસમપ્રભાયૈ નમઃ ||
ૐ પંચવર્ણમુખ્યૈ નમઃ ||
ૐ ધાત્ર્યૈ નમઃ ||
ૐ ચંદ્રકોટિશુચિસ્મિતાયૈ નમઃ ||
ૐ મહામાયાયૈ નમઃ || 100 ||
ૐ વિચિત્રાંગ્યૈ નમઃ ||
ૐ માયાબીજવિનાશિન્યૈ નમઃ ||
ૐ સર્વયંત્રાત્મિકાયૈ નમઃ ||
ૐ સર્વતંત્રરૂપાયૈ નમઃ ||
ૐ જગદ્ધિતાયૈ નમઃ ||
ૐ મર્યાદપાલિકાયૈ નમઃ ||
ૐ માન્યાયૈ નમઃ ||
ૐ મહામંત્રફલદાયૈ નમઃ || 108 ||
 
|| શ્રી ગાયત્રી અષ્ટોત્તર શતનામાવલીઃ સંપૂર્ણમ્ ||

 

ગાયત્રી મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો | જાપ થી શું ફળ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.   

 

આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતીમાં

 

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે અહી ક્લિક કરો.   

 

ગુરૂવારે એકવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં અહી ક્લિક કરો.  

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 28 ઑગસ્ટ, 2023

રક્ષાબંઘન ક્યારે છે ? રાખડી બાંઘવાનો સમય ? રાખડી બાઘતા સમયે કંઈ દિશામાં બેસવું અને રક્ષાબંઘન કયો મંત્ર બોલવો ? | Raksha bandhan 2023 Kayre che | Okhaharan

રક્ષાબંઘન ક્યારે છે ? રાખડી બાંઘવાનો સમય ? રાખડી બાઘતા સમયે કંઈ દિશામાં બેસવું અને રક્ષાબંઘન કયો મંત્ર બોલવો ? | Raksha bandhan 2023 Kayre che | Okhaharan


raksha-bandhan-2023-kayre-che
raksha-bandhan-2023-kayre-che

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રક્ષાબંઘન ક્યારે છે ? રાખડી બાંઘવાનો સમય ? રાખડી બાઘતા સમયે કંઈ દિશામાં બેસવું અને રક્ષાબંઘન કયો મંત્ર બોલવો ?
 
રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિના ની સુદ પક્ષની પૂનમ દિવસે ઉજવાય છે. આ તહેવાર ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેન ભાઈ ના ધરે જાય અને ભાઈના દીધૉ આયુષ્ય  માટે ભાઈ કાંડા પર રક્ષા સુત્ર બાંધે છે. આને ભાઈ બહેન ગિફ્ટ કે કપડાં કે પછી બહેન ને જે જોઈએ તે આપે છે.


પવિત્ર મહિનો ભક્તિ કરી હોય કે ના કરી હોય "શિવ માળા 108 મણકા" ૐ નમઃ શિવાય આખા મહિનાનું  ફળ મળશે



  હવે આપણે જાણીએ  રક્ષાબંધન ની તિથિ માહિતી
સૌપ્રથમ આપણે એ જાણીયે કે શ્રાવણ માસ ની પૂણિમા તિથિ માહિતી
આ વષૅ 2023 ની શ્રાવણ પૂણિમા તિથિ


શરૂઆત 30 ઓગસ્ટ 2023 બુધવાર સવારે 10: 49 મિનિટે
સમાપ્તિ 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર. સવારે 7:04 મિનિટ સુધી રહે. 


હવે આપણે રક્ષા સુત્ર એટલે રક્ષાબંધન વિશે જાણીયે. 


આ સમય ખાસ કરીને અશુભ ચોધડિયા, નક્ષત્ર અને કાળ જેવા મા આવે છે. આ પૂણિમા ના  દિવસે આયુષ્યમાન યોગ, બુધાદિત્ય યોગ, વાસી યોગ અને સનફા યોગ પણ રક્ષાબંધનના દિવસે હશે. ખાસ કરીને હોળી અને રક્ષાબંધન ભદ્રાકાળ જોવામાં આવે છે હવે સવાલ એવો થાય કે આ ભદ્રાકાળ શુ છે. ભદ્રાકાળ એ ભદ્રા નક્ષત્ર છે જે પરમપિતા બ્રહ્માના શ્રાપ થી અશુભ થઈ હતી અને આ ભદ્રાકાળ મા સુરપંખા જે રાવણ ની બહેન હતી. તે પોતાના ભાઈ એવા રાવણ, કુભકરણ, ઈન્દ્રજીત વગેરે રક્ષ સુત્ર બાધી હતી અને જે આગળ જતા અશુભ ફળ આપ્યું હતું માટે રક્ષાબંધન ના કાયૅ મા આ ભદ્રા કાળ અશુભ મનાય છે. 


 આ રક્ષાબંધન ના દિવસે ભદ્રાકાળ કયારે છે. 


શરૂઆત 30 ઓગસ્ટ 2023 બુધવાર સવારે 10:59 થાય 
સમાપ્ત 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર સવારે 7:04 મિનિટે સમાપ્ત થાય 


પરંતુ ભદ્રા ના મુખ ભાગ એટલે શરૂઆત સમય મા શુભ કાયૅ ના થાય પણ તેના પુછ ભાગ એટલે સમાપ્ત પછી સમયે શુભ કાયૅ થાય. 


જે સમય 30 ઓગસ્ટ 2023 બુધવાર રાત્રે 9:02 થી 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર સવારે 7:04 મિનિટે સુધી રહેશે આ સમય રાખડી બાંધી શકાય છે. 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત


અમુક લોકો એવું પણ માને છે કે રક્ષા સુત્ર રક્ષણ માટે જ હોય માટે કોઈ પણ ચોધડિયા કે સમય જોવામાંઆવતો નથી. 
 
જે તમારી રક્ષા કરે છે, તમને સુરક્ષિત રાખે છે તેના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે બહેન ભાઈ ને રક્ષાસૂત્ર બાંધી છે. ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે રક્ષાબંધનનો તહેવાર તેમની સેના સાથે ઉજવો, તેનાથી પાંડવો અને તેમની સેનાની રક્ષા થશે. રક્ષાસૂત્રમાં અદ્ભુત શક્તિ છે. બાય ધ વે, ખાસ કરીને રક્ષાબંધન પર બહેન પોતાના ભાઈને જ રાખડી બાંધે છે. પરંતુ બ્રાહ્મણો, ગુરુઓ, વૃક્ષો જેવા આદરણીય સંબંધીઓ દ્વારા અને પુત્રીની જેમ પરિવારની નાની છોકરીઓ દ્વારા પણ તે પિતા સાથે જોડાયેલું છે. 
 રક્ષાશુત્ર કંઈ દિશામાં બેસીને બાંધવું


 
ભાઈ તેનું મુખ પુર્વ દિશામાં અને બહેન નું મુખ પશ્ર્ચિમ દિશામાં આવે તેવી રીતે બેસવું. ભાઈ એ માથા પર રૂમાલ ઠાડી રાખવો અને બહેને પણ માથે ઓઢણી કે સાડી નો પલ્લું રાખવો. ભાઈ ને કપાળ પર તિલક કરી ચોખા લગાવવાના  રાખડી બાંધી ભાઈ ની આરતી કરી બહેને ભાઈને મીઠાઈ ખવડાવવી અને ભાઈ એ બહેન યથા શક્તિ મુજબ ભેટ આપે છે.
 
રક્ષા સુત્ર બાંધવાનો મંત્ર


 
યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ પ્રતિબદ્ધનામિ રક્ષે માચલ માચલઃ


હું આશા રાખું આ સંપૂર્ણ માહિતી ખબર પડી ગઈ હશે અને તમારો પશ્ર્ન હોય તો WhatsApp  મેસેજ કરશો. 






બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 21 ઑગસ્ટ, 2023

સર્વ રોગોની એક જ દવા "શિવ માળા 108 મણકા" ૐ નમઃ શિવાય || Shiv Mala with Lyrics || Shiv 108 Manka || Okhaharan

સર્વ રોગોની એક જ દવા "શિવ માળા 108 મણકા" ૐ નમઃ શિવાય || Shiv Mala with Lyrics || Shiv 108 Manka || Okhaharan 

shiv-mala-with-lyrics-shiv-108-manka
shiv-mala-with-lyrics-shiv-108-manka

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું "શિવ માળા 108 મણકા". ભગવાન શિવ ની કૃપા પ્રાપ્તિ માટે આ શિવ માળા ના મણકા નિત્ય કરવા જોઈએ. ૐ નમઃ શિવાય - આ જાપ સાંભળવાથી આરોગ્ય, સૌભાગ્ય, ધન, સુખ, શાંતિ મળે, સર્વ દુઃખ દરિદ્રતા દૂર થઈ, ભવ ભય ના કષ્ટો નુ હરણ થઈ જય ભોળાનાથ પ્રસન્ન રહે છે.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત


ૐ નમઃ શિવાય અષ્ટોત્તર સતનામ માળા 


મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
સાચું સુખ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
વાંછિત ફળ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ઋષિ, મુનિ, જપતા નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
બ્રહા, વિષ્ણુ ઉચ્ચારે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
પાર્વતીના પ્યારા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
નંદી, ગણેશ જપતાં એ જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
નારદ, શારદ ગાતાં ગાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
તેત્રીસ કરોડ દેવ જપતાં જપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ગાંધર્વ, કિન્નર, ગાતાં ગાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
સાધુ-સંતો ના પ્યારા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ધૂન મચાવો આઠે જામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
વિશ્વ સકળના તારણહાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 


કૈલાસમાં ગુંજે એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 અણુ અણુમાં ભોલેનો વાસ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 શ્વાસે શ્વાસે . જપજો જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અંત સમય આપે છે કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
જ્યોતી સ્વરૂપે પ્રગટ્યા નાથ, નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
સોમનાથ કહેવાય નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
કાર્તિકેયના પ્યારા તાત. નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 મલ્લિકાર્જુનથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
પૂનમ અમાસના દર્શન થાય. નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અવન્તિકામાં બિરાજ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય


 "મહાકાલ” થી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 બાર વરસે અમૃત ઉભરાય. નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 કુંભ મેળાનું તિરથધામ' નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ભક્તિ મુક્તિ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 મધ્યમાં છે કાર નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 વિન્ધ્યાચલ ના તારણહાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 પરલી ગામે બિરાજ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 “વેજનાથ” નો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 દર્શન કરતાં દુખડાં જાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ડાકિન વનમાં વસીયા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ભીમ રાક્ષસને હણતાં નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ભીમા શંકર પાન્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 સેતુ બંધ દક્ષિણમાં ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
રામની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 વિજયના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ૐ નમઃ શિવાય


 દારુક વનમાં બિરાજે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 નાગેશ્વરનું પામ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અસુરોના સંહારક નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
દીન:દુખીયાઓના તારણહાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
કાશીનગરી અમર છે ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
વિશ્વેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અમરવાનું આપે વરદાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ગૌતમી તટે વિરાજ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ત્રયંબકેશ્વરથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 દર્શન કરતાં પાવન થવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
કેદારનાથે પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 જનમજનમના પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 કેદારનાથનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 


હરિદ્વાર હરીહરનું ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ઋષિકેશ નો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ધુશ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ધુશ્મેશ્વર થી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અમર કર્યું ઘુશ્માનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 જ્યોતિલીંગનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 જન્મમરણ હણનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ભાવના પાપ હરે ભવનાથ, નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
દર્શન કરતી પાવળ થવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 કુબેરેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
કુબેર ભંડારી આપ્યું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 કળીયુગના સાચા આઘાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અષ્ટ સિધ્ધિ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 જ્ઞાન ભક્તિના છે. ભંડાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ચાર પદારથ આપે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
અડસઠ તિરથનું પુન્ય દેનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય


 ચાર વેદનો એક જ સાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
તેત્રીસકરોડ જપતાં જે જપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 શિવપદ આપે ભોલેનાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
કામક્રોધ હણનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
માયા-મોહને દૂર કરનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
શિવરાત્રિએ જપજો જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 જનમ-જનમના બાળે પાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 શ્રાવણ માસમાં કરતા જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
શિવ-ચરણોમાં પામ વાસ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ઈક્કોતેર પેઢી તારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 નિર્ધનને ધન આપે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 પુત્રહીનને પુત્ર દેનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ગ્રહની પીડા દૂર કરનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 દુઃખ દરિદ્ર દૂર કરનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 મહારોગોનો એકજ ઈલાજ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 અકાળ-મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
શિવ શરણું આપે એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
તેમા કાયરનું નહી કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ભજી લ્યોને છોડી સૌ કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 બતાવ્યું ગુરૂએ સાચુ જ્ઞાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 શ્વાસે શ્વાસે જપ જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
સંકટમાં આપે આરામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 


અરજી સાંભળ જો ભોલેનાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 ભક્તિ અનન્ય આપજે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 “વિશ્વનાથ” જપતા એક જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય 
ૐ જડેશ્વરદાદાના જપતા જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
 નિશદિન માળા જે કરે સવાર, બપોર ને સાંજ
 સંકટ તેના દુર થાય, જરીના આપે આંચ 
આધિ, વ્યાધિ, ઉપાધિ, હરે, પરમપાવન 
શિવનામ મનોકામના પૂરણ કરે ભક્તવત્સો ભોલેનાથ. 
બોલ શ્રી શિવશંકરકી જય 
ઉમાપતિ મહાદેવકી જય 
શ્રી રામચંદ્ર ભગવાનકી જય 
શ્રી ગજાનન ગણપતિની જય
 શ્રી પવનસુત હનુમાન કી જય
 બોલો રે સબ સંતનકી જય, 
શ્રી કાળ ભૈરવનાથકી જય 
ૐ જડેશ્વરદાદા કી જય છે નમ: પાર્વતી પતયે હરહર મહાદેવ હર







બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 19 ઑગસ્ટ, 2023

શ્રાવણ સુદ ત્રીજ શ્રી ઠકુરાણી ત્રીજ મહારાણી એવા શ્રી યમુનાજી ની આ સ્તુતિ પઠન કરવા માત્રથી સવૅ પ્રકારના પાપનો નાશ થાશે અને પ્રભુને પ્રિયે થાશે | Shri Yamunaji Stuti in Gujarati Lyrics |

શ્રાવણ સુદ ત્રીજ શ્રી ઠકુરાણી ત્રીજ મહારાણી એવા શ્રી યમુનાજી ની આ સ્તુતિ પઠન કરવા માત્રથી સવૅ પ્રકારના પાપનો નાશ થાશે અને પ્રભુને પ્રિયે થાશે | Shri Yamunaji Stuti in Gujarati Lyrics | Okhaharan |

shri-yamunaji-stuti-in-gujarati-lyrics
shri-yamunaji-stuti-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રાવણ સુદ ત્રીજ એટલે શ્રી ઠકુરાણી ત્રીજ શ્રી ઠકોરજી ના રાણી એવા શ્રી યમુનાજી મહારાણી ની આ સ્તુતિ પઠન કરવા માત્રથી સવૅ પ્રકારના પાપનો નાશ થાશે અને પ્રભુને પ્રિયે થાશે.


 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે


શ્રી યમુનાજી સ્તુતિ
(૧)
શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યાં
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી   રહ્યું
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું
પૂજે સુરાસુર સ્નેહથી  વળી સેવતા  દૈવી જીવો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
(૨)
મા સૂર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં
ત્યાં કાલિન્દીના શિખર ઉપર શોભા અતિ સુંદર દીસે
તે  વેગમાં પથ્થર ઘણા હરખાઈને ઊછળી  રહ્યાં
ને આપ પણ ઉલ્લાસપૂર્વક ઊછળતાં શોભી રહ્યાં
હરિ હેતના ઝૂલા  ઉપર જાણે બિરાજ્યા આપ હો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
(૩)
શુક મોર સારસ હંસ આદિ પક્ષીથી સેવાયેલાં
ગોપીજનોએ સેવ્યાં ભુવન સ્વજન પાવન રાખતાં
તરંગ રૂપ શ્રી હસ્તમાં  રેતી રૂપી મોતી તણાં
કંકણ સરસ શોભી રહ્યાં શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે
નિતમ્બ રૂપ શ્રી તટ  તણું અદ્ભુત દર્શન  થાય જો
વંદન કરું શ્રી યમુનાજીને  શ્રી કૃષ્ણ આશ્રય  આપજો
(૪)
અનન્ત ગુણથી શોભતાં  સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘનશ્યામ  જેવું  મેઘ  સમ  છે  સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ  મથુરા  આપના  સાન્નિધ્યમાં શોભી રહ્યું
સહુ  ગોપ ગોપી વૃન્દને ઇચ્છિત ફળ આપી રહ્યું
મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાશરના કર્યાં
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો


(૫)
શ્રીકૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાં
સત્સંગ પામ્યાં  આપનો ને સિદ્ધિદાયક થઈ ગયા
એવું મહાત્મ્ય છે આપનું સરખામણી કોઈ શું કરે
સમકક્ષમાં આવી શકે સાગર સુતા  એક જ ખરે
એવાં  પ્રભુને  પ્રિય મારા  હૃદયમાં  આવી  વસો
વંદન કરું શ્રીયમુનાજીને  શ્રી કૃષ્ણ આશ્રય આપજો
(૬)
અદ્ભુત ચરિત્ર  છે આપનું વંદન કરું હું પ્રેમથી
યમ યાતના આવે  નહિ મા આપના પયપાનથી
કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન છીયે અમે આપનાં
સ્પર્શે  ન અમને કોઈ ભય  છાયા  સદા છે આપની
ગોપીજનોને પ્રિય બન્યાં  એવી  કૃપા  બસ રાખજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

(૭)
શ્રી કૃષ્ણને  પ્રિય આપ છો  મમ દેહ સુંદર રાખજો
ભગવદ લીલામાં  થાય  પ્રીતિ  સ્નેહ  એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં  વહ્યાં
મમ દેહ મન શ્રી કૃષ્ણને  પ્રિય  થાય એવાં રાખજો
વિરહા ર્તિમા હે માત મારા  હૃદયમાં  બિરાજજો
વંદન કરું શ્રી યમુનાજીને  શ્ર કૃષ્ણ આશ્રય આપજો
(૮)
હું આપની સ્તુતિ શું  કરું માહાત્મ્ય અપરંપાર છે
શ્રી લક્ષ્મી  વિષ્ણુ  સેવવાથી  મોક્ષનો અધિકાર છે
પણ આપની સેવા થકી  અદ્ભુત  જલક્રિડા તણાં
જલના અણુની પ્રાપ્તિ થાય ગોપીજનોના સ્નેહથી
એ  સ્નેહનું સુખ  દિવ્ય છે મન મારું  એમાં સ્થાપજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો


કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટકતણો
નિશ્ચય પ્રભુને પ્રિય  થશે  ને  નાશ  થાશે  પાપનો
સિદ્ધિ સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં  વધશે પ્રીતિ
આનંદ સાગર ઊમટશે ને  સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વહાલા અમારા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે
વંદન કરું શ્રી યમુનાજીને  શ્રી કૃષ્ણ  આશ્રય આપજો