સોમવાર, 31 જાન્યુઆરી, 2022

અમાવસ્યા પર રાશિ મુજબ કરો આ વસ્તુઓનું દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ | Posh Amavasya 2022 Rashi Dan | Okhaharan

અમાવસ્યા પર રાશિ મુજબ કરો આ વસ્તુઓનું દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ | Posh Amavasya 2022 Rashi Dan | Okhaharan

Posh-Amavasya-2022-Rashi-Dan
Posh-Amavasya-2022-Rashi-Dan
 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું 70 વષૅ પછી બની રહ્યો છે સોમવતી ભોમવતી અમાસ નો શુભ સંયોગ કરો રાશિ મુજબ કરો આ વસ્તુઓનું દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ.

સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો. 

હિંદુ ધર્મમાં દરેક તહેવારનું પોતાનું અલગ અલગ મહત્વ છે અને લોકો દરેક તહેવારને ના દિવસે વઘારે લોકો તીથૅ સ્નાન જેમકે ગંગા, યમુના વગેરે સ્નાન કરીને દિવસે ઉજવે સાથે સાથે દાન પણ કરે છે. આજે આપણે જાણીયે રાશિ મુજબ દાન શું કરવુ તે પહેલા અમાસ તિથિ ની માહીતી અમાસ તિથિ ની

શરૂઆત 31 જાન્યુઆરી 2022 સોમવારે બપોરે 2:16 મિનિટ

સમાપ્ત 1 ફ્રેબુઆરી 2022 મંગળવારે સવારે 11:35 મિનિટ

આમ સોમવારે એટલે સોમવતી અમાસ અને મંગળવાર એટલે ભોમવતી અમાસ પંચાગ ભેદ હોવાથી બે દિવસ અમાસ રહેશે આવુ 70 વષૅ પછી બની રહ્યુ છે

 

મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શુભ રંગ : લાલ

અમાવસ્યાના દિવસે મેષ રાશિના લોકોને તલ તથા ઘઉંનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ વશે.  આ રાશિના લોકો મંગળદેવ ને સંબંધિત વસ્તુઓનું પણ દાન કરી શકો છો, મંગળ રંગ લાલ છે માટે લાલ રંગની મીઠાઈ, ફળ અથવા લાલ મસૂર.

 

વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ જવ અને ખાંડનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. આ રાશિના લોકો શુક્રદેવ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેઓ રંગ સફેદ છે માટે દૂધ, સફેદ કપડું, ઘી, સફેદ ફૂલ, ધૂપ, અગરબત્તી, અત્તર, સફેદ ચંદન વગેરે દાન કરી શકાય 

 

પરમ પુજય અશ્ર્વિન પાઠક ના સ્વરે સુંદરકાંડ નો પાઠ અહી ક્લિક કરો. 

મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ સ્ત્રીને લીલા રંગના કપડા દાન કરવા જોઈએ. આના કારણે પૈસા અને ભોજનની જીવનમાં કમી રહેશે નહી. 

 

કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો   

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ સૂર્યોદય સમયે સફેદ ફૂલ અને કાળા તલથી સૂર્ય ભગવાનને જળ અઘ્યૅ અર્પણ કરવું જોઈએ. તેનાથી તમારા ઘર પરિવારમાં માન-સન્માન વધશે સાથે સાથે પિતૃદોષમાંથી મુક્તિ મળશે. 

 

કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ પશુઓને લીલો ચારો ખવડાવવો વધુ સારું રહેશે. આ રાશિના લોકો  બુઘદેવને સંબઘિત વસ્તુનું દાન કરો જેમકે લીલા મગ કઠોળ, તિલકૂટ લીલા રંગની મીઠાઈઓ અથવા ફળોનું દાન કરી શકાય છે.

 

તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ કન્યાઓને ખીર ખવડાવો. આનાથી તમારી બધી મનોકામનાઓ સંપૂણૅ રીતે પૂર્ણ થશે.

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.

વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ તાંબાની વસ્તુઓનું દાન કરવું જોઈએ. તમે લાલ રંગની મીઠાઈઓ, ફળો અથવા કોઈપણ લાલ રંગના કપડાંનું દાન કરી શકો છો.

 

ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ શુભ અવસર પર મંદિરમાં ચણાની દાળ, ગોળ, મધ વગેરેનું દાન કરવું જોઈએ. 

 

 મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ કાળા રંગની વસ્તુઓનું દાન કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ હંમેશાં માટે દૂર થઈ જશે.  આ રાશિના લોકો  શનિદેવને સંબઘિત વસ્તુનું દાન  જેમકે કાળા રંગના તલ અને તલથી બનેલી વસ્તુઓનું દાન કરી શકાય છે.

 

કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ લોખંડની વસ્તુઓ, તલ અને સરસવના તેલનું દાન કરો. આનાથી વ્યવસાયમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જાય.  

 સવૅ પિતૃ અમાવસ્યા એક ખાસ યોગ કરો આ ઉપાય પિતૃ તૃપ્ત થશે અહી ક્લિક કરો.

મીન :- દ, ચ,ઝ, થ 

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ પીળા ચંદન, ચણા અને ધાબળાનું દાન કરવું જોઈએ. આનાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ રહેશે નહી

આ દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો, મનુમાંથી મૌની શબ્દની ઉત્પત્તિ થઈ છે. આ દિવસે મૌન પાળવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, તેથી આ અમાવાસ્યાનું નામ મૌની અમાવસ છે. તમે કંઈ ના કરો આ મૌન વ્રત જરૂર કરજો 

 

 

આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે શિવ ભજન ઉમાપતિ શિવ 

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ    

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે  

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇