મહાદેવ ભજન હર હર ભોલે મહાદેવજી ગુજરાતી લખાણ સાથે Shivji Bhajan with Gujrati Lyrics Okhaharan
Shivji-bhajan-har-har-bhole-mahadevji-gujarati-lyrics-bhajan-gujarati-lyrics |
ૐ નમઃ શિવાય
હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી
તમારી તપસ્યા કોણે કોણે કરી
તમારી તપસ્યા પાર્વતીએ કરી
તમારા વામાંગે જગ્યા લીધી રે મહાદેવજી
હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી
તમારી તપસ્યા કોણે કોણે કરી
તમારી તપસ્યા ગણપતિએ કરી
તમારા ખોળા માં જગ્યા લીધી રે મહાદેવજી
હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી
તમારી તપસ્યા કોણે કોણે કરી
તમારી તપસ્યા ગંગાજીએ કરી
તમારી જટા માં જગ્યા લીધી રે મહાદેવજી
હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી
તમારી તપસ્યા કોણે કોણે કરી
તમારી તપસ્યા ચંદ્રમાએ કરી
તમારા ભાલમાં જગ્યા લીધી રે મહાદેવજી
હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી
તમારી તપસ્યા કોણે કોણે કરી
તમારી તપસ્યા નાગદેવએ કરી
તમારા ગળા માં જગ્યા લીધી રે મહાદેવજી
હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી
તમારી તપસ્યા કોણે કોણે કરી
તમારી તપસ્યા ડમરુએ કરી
તમારા હાથ માં જગ્યા લીધી રે મહાદેવજી
હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી
તમારી તપસ્યા કોણે કોણે કરી
તમારી તપસ્યા નંદીએ કરી
તમારા સન્મુખ જગ્યા લીધી રે મહાદેવજી
હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી
તમારી તપસ્યા કોણે કોણે કરી
તમારી તપસ્યા કાચબાએ કરી
તમારા સામે જગ્યા લીધી રે મહાદેવજી
હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી
તમારી તપસ્યા કોણે કોણે કરી
તમારી તપસ્યા ભક્ત મંડળએ કરી ચરણે નમીને ભક્તિ લીધી રે મહાદેવજી
હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇