શુક્રવાર, 6 ઑગસ્ટ, 2021

6-8-2021 આજથી શરૂ થતું માં એવરત જીવરત વ્રત કથા ગુજરાતી લખાણ સાથે | Aevarat Jivarat Vrat Katha Gujarati Vrat Katha Okhaharan

 6-8-2021 આજથી શરૂ થતું માં એવરત જીવરત વ્રત કથા ગુજરાતી લખાણ સાથે | Aevarat Jivarat Vrat Katha Gujarati Vrat Katha Okhaharan

Aevarat-Jivarat-Vrat-Katha-Gujarati-Vrat-Katha
Aevarat-Jivarat-Vrat-Katha-Gujarati-Vrat-Katha

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. નવી પરણેલી વહુ આ વ્રત કરવું. એ દિવસે સવારે વહેલા ઊઠી ને નાહી પરવારી. એવરત જીવરત દેવીઓનું  પુજન કરવું.  ઉપવાસ હોય એ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું. બીજા સમયમાં ફળ લઈ શકાય. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો.


lakshmi-stuti-lyrics-gujarati 

માં એવરત-જીવરતની કથા ટુકમાં આ રીતે છે.


એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે. ગોર-ગોરાણી બધી વાતે સુખી, પણ પગલીનો પાડનાર પુત્ર પ્રભુએ આપ્યો ન હતો, તેથી નિઃસંતાનપણાનું દુઃખ આ દંપતીને સાલતું હતું. સંસારનાં મહેણાંટોણાં સહન થતાં નહીં, તેમનાથી આ દુઃખ ખમાતું ન હતું.આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી મનાવાનું વિચાર્યું અને જંગલ તરફ નીકળાયાં. સાત દિવસ ના તપ પછી ભોળાનાથ આ બ્રાહ્મણ પર પ્રસન્ન થયા. અને શિવજી વરદાન માગવા કહ્યું. બ્રાહ્મણએ વરદાન એક પુત્ર માગ્યો. શિવજીએ કહ્યું, "તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ તેને પરણાવવા માટે ઉતાવણ ના કરતો એને ભણાવજે. બઘી પ્રકાર ની વિઘ્યાં પછી જ એના લગ્ન કરજે.


શિવજી તથાસ્તુ કહી ચાલ્યા ગયા. બ્રાહ્મણ પ્રસન્નવદને ઘેર આવ્યો. પોતાની પત્નીને બધી જ વાત કરી. પત્નીના હર્ષનો તો પાર ન હતો. સમય જતાં શિવજીના આશીર્વાદ પ્રમાણે પુત્રરત્નનો જન્મ થયો. પુત્ર ઘણો રૂપાળો હતો. પુત્રનું લાલનપાલન, ઉછેર, ભણતર વગેરે માટે માતા-પિતાએ ખૂબ જ કાળજી રાખી. આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે? બ્રાહ્મણે શિવજીએ રાખેલી શરતનો ભંગ કર્યો. આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકર કહેલા વચન ભુલી ગયો. અને દિકરાના લગ્ન પર ગામ નકકી કરી દિઘા. જયારે જાન સાથે દીકરો પરણીને ઘેર આવ્યો. એકાએક રસ્તાં માં  તોફાન ચડી આવ્યું. વાદળાંઓનો ગડગડાટ અને વીજળીના ચમકારા થવા લાગ્યા. જાન ઘેર આવી શકી નહીં અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ. ચારેય બાજુ પાણીનું જ સામ્રાજ્ય હતું.


Maha-Lakshmi-Upay-Gujarati

એકાએક એક કાળો ઝેરી સાપ પાણીમાં તણાતો તણાતો આવી પહોંચ્યો અને વરરાજાને દંશ દઈ સડસડાટ ચાલ્યો ગયો. સાપના ઝેરથી તરફડીને વરરાજાનું પ્રાણપંખેરું ઊડી ગયું. જ્યાં આનંદમંગલ હતાં ત્યાં બઘું માતમ માં ફેરવાઈ જતાં બઘા રાડારોળ શરુ થઈ ગયું. પુત્રના મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તત્પર થયાં તે જોઈ નવપરિણીતા બોલી, "ગામમાં જેને જવું હોય તે જાઓ, હું તો મારા પતિદેવ સાથે અહીં જ રહીશ. જ્યાં તે ત્યાં હું. મારો સંસાર અહીં છે, મારું સ્વર્ગ મારા પતિ જ છે. હું એમની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ."


ગામના આગેવાનોએ નવવધૂને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ તે એકની બે ન થઈ. કોઈ તેને દૃઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં. ભયંકર ઘોર અંધારી રાત જામી. મેઘલી રાત બિહામણી બનીને ડરાવવા લાગી. વીજળીના ચમકારામાં દૂર એક મંદિરની ધજા ફરકતી જોઈ.નવવઘુ પોતાના પતિના મૃતદેહને લઈ તે મંદિરમાં આવી અને બારણાં બંધ કરી અંદર બેઠી.


 

 ચોતરફ મેઘનું તાંડવ મચ્યું હતું. આ સમયે મંદિરના પ્રાંગણમાં એવરતમા આવી પહોંચ્યાં. બારણે ટકોરા માર્યા. નવવધૂએ મંદિરનું બારણું ઉઘાડયું. દેવીનાં દર્શન કરી પરિણીતાએ પોતાની કથની રડતાં હૃદયે કહી સંભળાવી. દેવીએ હું એવરતમા છું એમ કહી પોતાની ઓળખાણ આપી. નવવધુએ પોતાના પતિ માટે પ્રાથૅના કરી માં એ કીઘુ તુ મને વચન આપ હું માગું તેઆપીશ નવવઘુ હા પાડી માં તથાસ્તું બોલતા પતિ એક પડખું ફર્યો. ત્યારબાદ આવી રીતે જીવરતમાં , જયામાં, અને વિજયાં માં આવ્યા નવવઘુએ બઘા માં ને વચન આપ્યાં માગશે તે આપશે.


પછી વષૅ જતા નવવઘે દીકરો થયો અને જન્મ રાક્ત્રે જીવરતમા આવીને લઈ ગયાં. આવી રીતે 4 વષૅ સુઙી પછી જીવરતમાં, જયામાં, અને વિજયાં માં આવ્યા અને એના દિકરાને લઈ જાય. પછી 5 વષે દીકરીને જન્મ આપ્યો. માં લેવા આવ્યા નહી માટે માં વ્ર પુરૂ થયું અને એનું ઉજવણું કરયું તથા માં જમવા આમત્રણ આપ્યું.જમતાં સમયે નાની દીકરી રડી ત્યારે માં બોલ્યાં કેમ રડે છે.દિકરી બોલી મારે કોઈ ભાઈ નથી ત્યારે ચારેય માં બોલ્યા આ રહ્યાં તારા 4 ભાઈ . એમ કરીને નવવઘું 4 ચારેય દીકરા પાછા આપ્યાં અને અંતરઘ્યાન થઈ ગયાં.


સમય જતાં વ્રત ફળ્યાં અને ઘેર પારણું બંધાયું. આ નવવધૂની માફક જે કોઈ એવરત-જીવરત વ્રત કરે છે તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે, 

 

માટે જયા પાર્વતી, એવરત-જીવરત, જીવંતિકા વગેરે વ્રતોનો મહિમા વિશેષ છે.

 લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

Angarak-Stotram-Gujarati-Lyrics-PDF