શ્રી ગણેશ 32 નામ સ્વરૂપ નામ પાઠ માત્રથી સવૅ પરેશાની નાશ થાય છે | Shree Ganesh 32 Names Gujarati | Okhaharan
Shree-Ganesh-32-Names-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી ગણેશ ભગવાન 32 સ્વરૂપો વિશે જેના નામ પાઠ કરવાથી માત્રથી બધી પ્રકાર ની પરેશાની નાશ પામે છે.
રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો.
શ્રી ગણેશ પાવૅતી નંદન અને મહાદેવ પુત્ર છે તેમને માતા પાવૅતી પિતા મહાદેવ ના આશીર્વાદ થી પ્રથમ પુજ્ય દેવ કહેવાય છે . શ્રી ગણેશ નો પંચ મુખ્ય દેવ માં પણ સમાવેશ થયેલ છે. જેમાં પંચ દેવ એટલે શ્રી ગણેશ , વિષ્ણુ , દેવી દુર્ગા ,દેવો ના દેવ મહાદેવ, તથા સૂર્ય નારાયણ નો સમાવેશ થાય છે.
શ્રી ગણેશ એ રિધ્ધિ સિધ્ધિ ના સ્વમાની છે તથા દરેક કાયૅ નામ લેવાતા શુભ લાભ ના પિતા પણ છે. ભગવાન ગણેશ ની પુજન કરવાથી રિધ્ધિ સિધ્ધિ આવે છે તથા જ્યોતિષ પ્રમાણે ભગવાન ગણેશ નો બુધ ગ્રહ ના દેવતા માનવામાં આવ્યા છે.
દરેક કાયૅ માં ભગવાન ગણેશ નું પ્રથમ કરવું આવશ્યક છે. શ્રી ગણેશ ભક્તોના દરેક વિધ્નો કષ્ટો રોગ ,ગ્રહ દોષ તથા જીવનમાં રહેલી દરિદ્રતા ને દૂર કરનાર છે. બુધવાર ના દિવસે ખાસ જો ગણેશ પુજન કરવામાં આવે તો અનેક ધણા ફાયદા થાય છે. બુધ ગ્રહ એ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે માટે ખાસ આ બે રાશિ વાળા લોકોએ શ્રી ગણેશ નું પુજન આવશ્યક કરવું.
બધા યુગ સમય અનુસાર શ્રી ગણેશ ના અલગ અલગ અવતાર નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો આપણે એ 32 શ્રી ગણેશ ના અલગ સ્વરૂપ તથા તે નામનો અથૅ જાણીયે.
શ્રી બાલ ગણપતિ - જેમના છ હાથ અને લાલ રંગનું શરીર છે
શ્રી તરુણ ગણપતિ - જેમના આઠ હાથ લોહીવાળા રંગનું શરીર.
શ્રી ભક્ત ગણપતિ- જેમના ચાર હાથ સફેદ રંગનું શરીર હોય છે.
શ્રી વીર ગણપતિ - જેમના દસ હાથ લોહીવાળા રંગનું શરીર.
શ્રી શક્તિ ગણપતિ- જેમના ચાર હાથ સાથે સિંદૂર રંગનું શરીર
શ્રી સિદ્ધિ ગણપતિ - જેમના છ હાથવાળા પિંગલ રંગનું શરીર હોય છે.
શ્રી વિઘ્ન ગણપતિ - જેમને દસ હાથ સુવર્ણ શરીર.છે
શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
શ્રી ઉચ્ચિષ્ઠ ગણપતિ –જેમને ચાર હાથ ધરાવતું વાદળી રંગનું શરીર.
શ્રી હેરંબ ગણપતિ- જેમના આઠ હાથ ગૌર રંગનું શરીર.
શ્રી ઉદ્ધ ગણપતિ - જેમને છ હાથ કનક એટલે સુવર્ણ રંગનું શરીર.
શ્રી ક્ષિપ્ર ગણપતિ - જેમને છ હાથ લોહીવાળા રંગનું શરીર હોય છે
શ્રી લક્ષ્મી ગણપતિ - જેમને આઠ હાથ ગૌર રંગીન શરીર.
શ્રી વિજય ગણપતિ - જેના ચાર હાથ લોહીવાળા રંગનું શરીર હોય છે.
શ્રી મહાગણપતિ- જને આઠ ભુજાઓ રક્તના રંગનું શરીર હોય છે.
શ્રી નૃત્ય ગણપતિ - જેમને છ હાથ રક્ત રંગનુ શરીર.હોય છે
શ્રી એકાક્ષર ગણપતિ - જેમને ચાર હાથ ધરાવતું લોહીવાળા રંગનું શરીર હોય છે
શ્રી હરિદ્ર ગણપતિ - જેમને છ હાથ પીળા રંગનું શરીર હોય છે.
શ્રી ત્રિયક્ષ ગણપતિ - જેમનુ સુવર્ણ એટલે સોનાના રંગનું શરીર, હોય અને ત્રણ આંખો સાથે ચાર હાથ હોય છે.
શ્રી વર ગણપતિ - જેમને છ હાથ રક્ત રંગનું શરીર હોય છે.
શ્રી ઠુન્ડી ગણપતિ - જેમને ચાર હાથ લોહીવાળા રંગનું શરીર હોય છે..
શ્રી ક્ષિપ્રપ્રસાદ ગણપતિ - જેમને છ હાથ, લોહીની રંગ જેવું શરીર અને ત્રણ આંખવાળા. હોય છે
શ્રી ઋણ મોચન ગણપતિ - જેમને ચાર હાથ લાલ રંગના વસ્ત્રો ધારણ કરે છે.
શ્રી એકદંત ગણપતિ - જેમને છ હાથ શ્યામ રંગ નું શરીર હોય છે .
નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
શ્રી સૃષ્ટિ ગણપતિ - જેમને ચાર હાથ હોય છે ઉંદર પર સવારી કરતા લોહીના રંગનું શરીર.હોય છે
શ્રી દ્વિમુખ ગણપતિ - જેમને ચાર હાથ હોય અને બે મુખવાળા પીળા રંગના શરીર હોય છે.
શ્રી ઉદંડ ગણપતિ - બાર હાથ ધરાવનાર, લોહીના રંગનું શરીર વાળા તથા હાથમાં કંકુ અને અમૃતનું વાસણ ધરાવે છે.
શ્રી દુર્ગા ગણપતિ - આઠ ભુજાઓ રક્ત રંગીન અને લાલ વસ્ત્રો ધારણ કરે છે.
શ્રી ત્રિમુખ ગણપતિ - જેમને ત્રણ મુખવાળા,હોય છે તથા છ હાથ હોય અને , લોહીના રંગવાળા શરીર હોય છે
શ્રી યોગ ગણપતિ - યોગ મુદ્રામાં બેઠેલા, વાદળી વસ્ત્રો પહેરીને, ચાર ભુજાઓ સાથે.
શ્રી સિંહ ગણપતિ - સફેદ રંગના આઠ હાથ, સિંહનો મુખ તથા હાથીનું ધડ હોય છે.
શ્રી સંકટ હરણ ગણપતિ - ચાર હાથ, રક્ત રંગનું શરીર, હીરા જડિત મુગટ પહેરેલો. હોય છે.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
તો મિત્રો આ હતા શ્રી ગણેશ ભગવાન 32 સ્વરૂપો વિશે જેના નામ પાઠ કરવાથી માત્રથી બધી પ્રકાર ની પરેશાની નાશ પામે છે.
ગણેશ ની ભક્તિ માટે મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇