મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2023

મિત્રતા ની એક લઘુકથા "" ઋણાનુબંધ "" | Runanubandh Short Story By Gayatri Jani |

મિત્રતા ની એક લઘુકથા "" ઋણાનુબંધ "" | Runanubandh Short Story By Gayatri Jani | 

runanubandh-short-story-by-gayatri-jan
runanubandh-short-story-by-gayatri-jan

શીર્ષક:-ઋણાનુબંધ

કરણ અને રામ નાનપણથી મિત્ર હતા કરણની આર્થિક સ્થિતિ સારી ન હતી અને માતા પણ નહી આથી પિતા એને રામના ઘરે મુકીને નોકરી પર જતા હતા. 



રામના પિતા એને બધુ નવુ નવુ શીખવાડે અને રોજ કઈક શીખે તો ચોકલેટ પણ લાવે. રામ નાનો હતો એને કયારેક આ બધુ ગમતુ નહી એના મનમા ઈર્ષા થતી કે મારા પપ્પા મને નથી આપતા અને કરણને આપે છે આથી મિત્ર ભાવ એ ઈર્ષામા બદલાઈ ગયો કરણ ખૂબ હોશિયાર હતો પણ પરિસ્થિતિના કારણે એ કઈ કરી શકતો નહી એને ડોકટર બનવુ હતુ રામના પિતાએ એનો ખર્ચો આપી ભણાવ્યો મોટા થયા પછી રામને વધુ ઈર્ષા થતી એ ભુલી ગયો કે આ મારો મિત્ર છે. પણ કરણની સ્થિતિએ નાની ઉંમરમા ઘણો મોટો બનાવી દીધો હતો આથી એની સમજણ વધારે હતી.

એકવાર રામ ખૂબ બિમાર થાય છે અને કરણ એની ખૂબ સરસ સારવાર કરે છે રામ મનોમન પસ્તાય છે કે હુ જ ખોટુ વિચારતો હતો કરણને તો હજુ મારા પ્રત્યે લાગણી છે એ માફી માંગે છે ત્યારે કરણ જવાબ આપે છે કે મિત્રતામા માફી ના હોય અને તારા પિતાનુ ઋણ મારા પર છે. 



રામ ધરતી પર જન્મ લેતા પહેલા દરેક સબંધ ઈશ્વર નકકી કરીને મોકલે છે માત્ર મિત્રતાનો સંબંધ જ જાતે બાંધવાનો હોય છે અને આજે તને ભૂલ સમજાઈ એજ મારા માટે મારી મિત્રતા સાચી હોવાનો પૂરાવો છે અને આ બધુ ઋણાનુબંધ છે.

રામ અને કરણ બધુ ભૂલીને નાના હતા એ દિવસો યાદ કરી આનંદ માણવા લાગ્યા.

 સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

 

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા | Literacy Shot Story By Gayatri Jani |

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા | Literacy Shot Story By Gayatri Jani | 

 

સાક્ષરતા

મમ્મી ઓ મમ્મી બોલ બેટા

ઉમિયા કેમ સ્કૂલ જતી નથી? ક્રિષ્ના બેન તીર્થ ને જવાબ આપવા વિચારે ત્યાં જ તીર્થ બોલ્યો

મમ્મી એ આપણે ત્યાં આવે છે અને ઘણી બધી વાર બેસીને ટી વી જોવે છે ત્યારે હુ એને શિખવાડું?



દસ વર્ષ નો તીર્થ એકદમ સહજ ભાવે મમ્મી સાથે વાત કરી રહ્યો હતો.

એટલે ક્રિષ્ના બેને પણ એનો ઉત્સાહ જોઈને હા પાડી

હા બેટા તું શિખવાડજે

ઉમિયા ક્રિષ્ના બેન ને ત્યાં કામ કરતી એક આદિવાસી છોકરી હતી

અને જવાબદારી થોડી જડતા વાળો સમાજ જેથી ભણી શકી નહી

પણ એનુ ગણતર ખુબ ઉત્તમ હતુ એને રૂપિયા કમાવા અને ગણવા બધુ જ આવડતુ


એ સિવાય ટીવી ની ચેનલ બદલવી કે મોબાઇલ ઓપરેટ કરવો બધુ જ સરળતા થી કરી લેતી. જો ભણે તો હજી સરસ બધુ કરી શકે

ઉમિયા જયારે વાસણ  ઘસવા આવે ત્યારે તીર્થ એને રમત કરતા એને કક્કો શિખવાડે બેવ ને મજા આવે.

આમ કરતા કરતા એ વધારે નહી પણ લખતા વાચતા સીખી ગઈ

ઉમિયા એમની આજુબાજુ મા રહેતી છોકરીઓ ને પણ શિખવાડવા લાગી અને એક પછી બે, ત્રણ એમ સંખ્યા વધતી ગઈ

અને એક નાના છોકરા એ ભણતર ની નાના પ્રયત્ન દ્વારા ખૂબ મોટી શરૂઆત કરાવી.

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

માં ની કરૂણા " સફેદ કાગળ" એક લધુકથા | White Paper short story by Gayatri Jani |

 માં ની કરૂણા " સફેદ કાગળ" એક લધુકથા | White Paper short story by Gayatri Jani | 


સફેદ કાગળ


"મીના બેન કેમ આજે રીંકુ ના રડવાનો અવાજ બહુ આવે છે?"


એવું પૂછતા જસોદા બેન આવે છે


"અરે કઈ નહી આજે રીંકુ મારુ કઈ માનતી નથી એટલે મને ગુસ્સો આવ્યો હુ એને લડી માટે


"હા એ વાત સાચી પણ તમે એને સમજાવો તો સમજી જશે"



"જસોદા બેન એ પહેલા આવુ નહોતી કરતી પણ જ્યારથી એ મામા ને ત્યાં રહીને આવી ત્યાર થી આવુ કરે છે "


"હા મામા ને ત્યાં લાડ હોય એટલે"


તમારી પાસે થોડો સમય રહેશે એટલે બધુ સરસ થઈ જશે


"બાળક તો સફેદ કાગળ જેવુ છે તમે જેમ અને જેવા ઇચ્છો એવા રંગ પુરી શકો છો "


હા તમે મને આજે મોટી વાત સમજાવી દીધી
હવે થી હુ પણ એવુ જ કરીશ.


સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની


સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

સરસ બોઘ એક લઘુકથા "" આરાધના "" | Aradhna Short Story By Gayatri Jani |

 સરસ બોઘ એક લઘુકથા "" આરાધના ""   | Aradhna Short Story By Gayatri Jani | 

aradhna-shot-story-by-gayatri-jani

 

લઘુકથા "" આરાધના "" 

 "પાયલ આજે કેમ ઓફિસ આવવાનું મોડુ થયું?"


અરે માયા હુ રોજ મારા નિયમ મુજબ મંદિર જઈને ઓફિસ આવુ છું પણ આજે મંદિર મા ભીડ હતી દર્શન કર્યા નીકળી અને રસ્તામાં ફાટક નડ્યો "


"કંઈ વાંધો નહિ"


"માયા તુ એકદમ સમયસર આવી જવ કારણ કે તું કોઈ દિવસ મંદિર જતી નથી પણ મને એવુ ના ગમે ".


મારે તો રોજ ભગવાન ની આરાધના કરવાની પછી બીજુ બધુ.



બીજા દિવસે પાયલ માયા ને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે


"માયા કાલે સવારે મારા ઘરે જ ઓફિસ ની અગત્ય ની વાત કરવી છે તુ સમયસર આવી જજે."

"હા ચોક્કસ "


સવારે માયા પાયલ ને ત્યાં જાય છે.


દરવાજો ખખડાવે છે

 

એક બેન આવીને ખોલે છે કહે છે બેસો પાયલ બેન મંદિર મા છે


માયા ને નવાઈ લાગી એ અંદર જોવા જાય છે તો એક રૂમ માં સરસ પોતાના માતા પિતા નો ફોટો મૂક્યો હોય છે ત્યાં પૂજા કરતી હોય છે.


પાયલ ઉભી થઇ માયા ને બેસવા નુ કહે છે


"અરે પાયલ તુ શુ કરે છે?"


"માયા હુ મારા માતા પિતા ની આરાધના કરતી હતી એ થોડા સમય પહેલાં મૃત્યુ પામ્યા હતા મારા માટે પૃથ્વી પરના પહેલા પરમેશ્વર હતા અત્યારે એજ મારા ભગવાન છે હુ રોજ ઘરે જ એમની આરાધના કરુ છુ"


માયાની આંખ માં આંસુ આવી જાય છે કે હુ ઘર મા માતા પિતા ને સાચવતી નથી અને રોજ મંદિર જવ છું "


સાચી આરાધના તો પાયલ ની જ છે.

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

છોટું અને દાદા ની વાતૉ એક લઘુકથા " " નમસ્તે "" | Namaste Short Story By Gayatri Jani |

 છોટું અને દાદા ની વાતૉ એક લઘુકથા " " નમસ્તે ""   | Namaste Short Story By Gayatri Jani | 

namaste-short-story-by-gayatri-jani
namaste-short-story-by-gayatri-jani

 

" " નમસ્તે ""

 "લગ્નની સિઝન ચાલી રહી છે એટલે એક દિવસમા બે ત્રણ જગ્યાએ જવાનું હોય એવુ પણ બને.


"પપ્પા તમે અને છોટુ પરાગ ભાઈને ત્યાં જઈ આવો અને અમે બે ઓફિસના સાહેબને ત્યા જઈ આવીએ."


"હા વહુ બેટા"



છોટુ અને દાદા બેવ લગ્નમા જાય છે. ત્યા બધા દાદાને નમસ્તે નમસ્તે કરી વાત કરતા હતા અને અમુક એન આર આઈ આવ્યાં હતા એ હાથ મિલાવીને નમસ્તે કરતા હતા આ બધુ છોટુએ જોયુ એટલે પાછા આવતા છોટુએ દાદાને પૂછ્યું.


"દાદા ત્યા બધા બે રીત થી નમસ્તે કરતા હતા એવુ કેમ?"


"બેટા આપણા ભારતની સાચી રીત બે હાથ જોડીને નમસ્તે કરવાની છે અને આપણે એમ જ કરતા હતા પણ ધીમે ધીમે પશ્ચિમી અનુકરણ કરવા લાગ્યા ત્યા કોરોના આવ્યો અને સમજાવ્યું કે આવી રીતે નહી. જે લોકો હાથ મિલાવીને કરતા હતા એ ભારતના જ હતા પણ પશ્ચિમ ની સંસ્કૃતિ ને વધારે મહત્વ આપતા હતા પણ એ રીત ખોટી છે બેટા "


છોટુને દાદાની વાત સરસ સમજાઈ ગઈ. 

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

 

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

એક લઘુકથા "" ઉડતા પક્ષી "" | Flying Birds Short Story By Gayatri Jani |

 એક લઘુકથા  "" ઉડતા પક્ષી ""   | Flying Birds Short Story By Gayatri Jani | 

 

flying-birds-short-story-by-gayatri-jani
flying-birds-short-story-by-gayatri-jani

 

"" ઉડતા પક્ષી ""


રોજ સાંજે એક હરોળમા પક્ષીઓ ઉડતા જોવા મળે.


"મમ્મી મમ્મી જોવો ઉપર કેવા સરસ પક્ષીઓ જાય છે.


"હા બેટા સરસ છે તારા જેવા "


"હા મમ્મી પણ મારે એમની જેવુ ઉડવુ છે"

 

થોડીવાર તો સંગીતા બેન વિચારમા ખોવાઈ ગયા કે ખરેખર કેટલુ સરસ મુક્તપણે ઉડવાનું કોઈ જ બંધન નહી.



નાના હતા ત્યારે પ્રાણીસંગ્રહાલયમાં જતા હતા બધા પ્રાણીઓને જોઈ આનંદ મળતો પણ જ્યારે હવે પોતાના બાળકોને જોવા લઈ જઈએ ત્યારે નથી ગમતુ એ પક્ષી અને પ્રાણીઓને પુરેલા જોઈ દયા આવે છે. એમ પક્ષી, પ્રાણી કે વ્યક્તિ મુક્ત મને વિહરી શકે એજ આનંદ.

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

 

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો.