પુરુષોત્તમ માસ કથા અધ્યાય અગિયારમો | Purushottam Maas Katha Adhyay 11 in Gujarati | Adhyay 11 | | Adhik Mass 2023 | Okhaharan |
purushottam-maas-katha-adhyay-11-in-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય અગિયારમો મેઘાવતીને શિવનું વરદાન અને અમૃત ધારા જે વાતૉ કહેવાય વણિકની વાર્તા.
પુરુષોત્તમ માસ કથા અધ્યાય દસમો
અધ્યાય અગિયારમો : મેઘાવતીને શિવનું વરદાન
નારદે પૂછ્યું : “હે મહામુનિ ! એ કુમારીએ સર્વ મુનિઓને પણ કરવું ઘણું મુશ્કેલ થાય એવું જે મહાન કર્મ કર્યું હતું તે કહો.”
શ્રી નારાયણ બોલ્યા : “તે પછી તે ઋષિકન્યા મેઘાવતીએ ઘણી જ સખત તપશ્ચર્યા શરૂ કરી દીધી અને સનાતન દેવ શંકરનું તે ચિંતન કરવા લાગી. જેમનું લલાટ ચંદ્રની કળાથી શોભી રહ્યું છે અને જટાજૂટથી જે ઘણા જ શોભી રહ્યા છે.
“એ શંકર દેવનો આશ્રયકરી એ બાળા ઘણું આકરું તપ કરવા લાગી. ગ્રીષ્મ ઋતુના સૂર્યમાં તે પંચાગ્નિના મધ્યમાં બેસતી, હેમંત ઋતુમાં તે જળ મધ્યે બેસતી, ચોમાસામાં ઘાસની પથારી કરી ઓઢ્યા વગર સૂઈ રહેતી. આહારમાં ફક્ત ધુમાડો જ ગ્રહણ કરતી તે કન્યા તપ કરવા લાગી. સર્વ દેવોતેને તપથી રોકી શક્યા નહી અને સર્વ મહર્ષિઓમાં તે પ્રિય થઈ પડી. આ રીતે ઋષિકન્યા મેઘાવતીએ નવ હજાર વર્ષ સુધી તપ કર્યું.
મેઘાવતીના એ તપથી પાર્વતીપતિ ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેમણે પોતાના અગોચર સ્વરૂપનું એ બાળાને દર્શન દીધું. તપ કરવાને લીધે શરીરે સાવ કૃશ થઈ ગયેલી તે કન્યા ભગવાન શંકરનાં દર્શનમાત્રથી ઉત્સાહિત બની ઊભી થઈ ગઈ જાણે દેહમાં પ્રાણ આવ્યા હોય ! ભગવાન શંકરની કૃપાદ્રષ્ટિથીસિંચાઈને ગૌરવશાળી બનેલી તે બાળાએનીચા વળી પાર્વતીપતિ શંકરને વંદન કર્યા. ભક્તિયુક્ત ચિત્ત વડે તે જગન્નાથની આ પ્રમાણે સ્તુતુ કરવા લાગી.
“હે પાર્વતીનાપ્રિય પ્રાણનાથ ! હે પ્રભો શંકર ! હે ભુતેશ ! હે ગૌરેશ ! હે શંભો ! ચંદ્ર, સૂર્ય, અગ્નિરૂપ દિવ્ય ત્રિનેત્રવાળા, ગળામાં સર્પોની માળા ધારણ કરનારા હે પ્રભુ ! આપને નમસ્કાર છે. મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરે પીડાયો હોય, ઘોર સમુદ્રમાં ઘણા જ ડૂબકા ખાતો હોય અને દુષ્ટ સર્પ સરખા કાળની તીક્ષ્ણ દાઢોથી દંશાયેલો હોય તો પણ શરણે આવેલા પર કૃપા કરનાર આપને શરણે આવીને સર્વ દુ:ખોથી છૂટી જાય છે. હે જનમ-મરણને હરનારા આપને નમસ્કાર છે. હે પાપને હરનારા પ્રભુ ! હું આપના શરણે આવી છું. મારી રક્ષા કરો.”
શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે
શિવજીનું એ વચન સાંભળી કુમારી મેઘાવતી આનંદમાં મગ્ન બની, તેણીએ અતિશય પ્રસન્ન થયેલા સદાશિવને આ પ્રમાણે કહ્યું :
અઘિક માસની " પદ્મિની એકાદશી 2023 " ઉપવાસ ક્યારે કરવો?
બાળા બોલી : “હે દીનાનાથ ! જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મારા મનમાં જેની ઈચ્છા છે તે આપ આપો.મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો… પતિ સિવાય મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી.”
શંકરને એમ કહી ઋષિ કન્યા મેઘાવતી તે વખતે બોલતી બંધ થઈ. મહાદેવે તે મુનિ કન્યાને આ પ્રમાણે કહ્યું : “હે મુનિકન્યા ! તેં તારા મોઢે જે કહ્યું તે થાઓ. તેં પાંચ વાર પતિની માંગણી કરી તેથી હવે તારે પાંચ પતિ થશે.જે પોતાના ગુણોથી પ્રખ્યાત, શૂરવીર,દાનવીર, ધર્મનું આચરણ કરવાવાળા, જિતેન્દ્રીય, પરસ્ત્રીની સામે કદી ખરાબ દ્રષ્ટીથી ન જોનાર,રાજવંશી ક્ષત્રિયો અને ગુણોથી શોભનારા હશે.”
મહાદેવજીનું આવું વરદાન સાંભળી મેઘાવતી ડઘાઈ ગઈ અને બોલી : “હે પાર્વતીપતિ ! તમે આ કેવું વરદાન આપ્યું. એક પુરૂષને પાંચ પત્નીઓ હોય છે, પણ એક સ્ત્રીને પાંચ પતિ હોય તેવું મેં જોયુંય નથી કે સાંભળ્યુંય નથી. મારા સંબંધમાં આવું વચન બોલવું આપને યોગ્ય નથી. આપના આવા વરદાનથી જગત આખામાં મારી હાંસી થશે. હું આપની ભક્ત છું. આપ કૃપા કરી મને આવું અયોગ્ય વરદાન આપશો નહીં. આ તો મારી વર્ષોની તપસ્યા એળે ગઈ એવું મને લાગે છે.” આમ બોલી તે અત્યંત દુ:ખી થઈ રુદન કરવા લાગી.
તેને આમ વિલાપ કરતી જોઈ ભગવાન શિવ બોલ્યા : “હે ભયભીત થયેલી બાળા ! આ જન્મમાં એમ નહિ થાય, પણ બીજા જન્મમાં એમ થશે. મહામુનિ દુર્વાસા મારી પ્રિય મૂર્તિ છે. તેમના શબ્દોનું તેં અપમાન કર્યું છે. એ જો કોપાયમાન થાય તો ત્રણે જગતને બાળી નાખવા સમર્થ છે અને સર્વ દેવોને જે પ્રિય છે એવો ગોલોકપતિ ભગવાન કૃષ્ણનો પુરૂષોત્તમ માસ તેં કર્યો નથી અને ઉપરથી તેનો તિરસ્કાર કરી તેની નિંદા કરી છે. એ કારણથી તારા પાંચ પતિ થશે. અમે બધા દેવો પણ પુરૂષોત્તમ માસને શ્રદ્ધાપૂર્વક સેવીએ છીએ. જો શ્રેષ્ઠ રીતે જપ, તપ, વ્રત, પૂજા કરવામાં આવે તો પુરૂષોત્તમ ભગવાન જલદી પ્રસન્ન થાય છે. પણ તેઓનું અપમાન તો કદી ન જ થાય. તેં એમનું અપમાન કર્યુંછે, તેનું ફળ તારે ભોગવવું જ પડશે.”
એમ બોલી ભગવાન નીલકંઠ શંકર તરત અદ્રશ્ય થઈ ગયા અને એ ઋષિકન્યા તો ટોળાથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે ચકિત જ થઈ ગઈ.
સુત બોલ્યા : “હે મુનિશ્વરો ! જેમનો લલાટપ્રદેશ ચંદ્રની કળાની નિશાનીવાળો છે, એવા સદાશિવ શંકર ઈશાન દિશામાં જતા રહ્યા. મુનિરાજની કન્યા મેઘાવતીને જેમ બ્રહ્મ હત્યાએ ઈંદ્રને દુ:ખી કર્યો હતો તેમ ચિંતાએ દુ:ખી કરી નાખી.”
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ
“મેઘાવતીને શિવનું વરદાન” નામનો અગિયારમો અધ્યાય સંપૂર્ણ.
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.
વણિકની વાર્તા
એક ગામમાં ગરીબ વિપ્ર દંપત્તિ રહે. સંતાનમાં સાત છોકરા, માંડ માંડ ગુજરાન ચાલે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી ગરીબી. એક વાર ગામમાં એક મહાત્મા આવ્યા. બ્રાહ્મણની ગરીબી જોઈને તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને તેના ઉપાય તરીકે તેને પૂર્ણ શ્રદ્ધાથી પુરૂષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું.
પાવન પુરૂષોત્તમ માસ આવતાં બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો. પડોશમાં એક વણિક રહેતો હતો. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એવો મહાકંજૂસ. ક્યારેય દાન-ધરમ કરે નહીં. સંતાનમાં એને સાત દીકરી પણ દીકરો એકેય નહી.
પુરૂષોત્તમ મહિનામાં લોકોને વ્રત કરતાં જોઈ વણિકે પણ વિચાર કર્યો કે મારી પત્ની ગર્ભવતી છે. લાવને હુંય આ વ્રત કરું. કદાચ પ્રભુ દયા કરીને આ વખતે દીકરો આપે. વણિકે પણ વ્રત શરૂ કર્યું. એ પણ બ્રાહ્મણ-બ્રાહ્મણી સાથે નદીએ નહાવા જવા લાગ્યો. ત્યાં સ્નાન કરે. વાર્તા સાંભળે પણ જ્યાં દાન-દક્ષિણા આપવાની વાત આવે ત્યાં આડું જોઈ જાય. કદી કોઈને કશું આપ્યું ન હતું, એટલે પાઈ-પૈસો આપતાં જીવ ન ચાલે.
એમ કરતાં કમલા એકાદશી આવી.રાતે શેઠને પુરૂષોત્તમ પ્રભુએ દર્શન દીધાં અને કહ્યું કે “હે વણિક ! જીવનમાં તે કોઈ પુણ્યનું કામ કર્યું નથી, તે કદી ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપ્યું નથી. તારી પાસે આટલી અઢળક સંપત્તિ હોવા છતાં તે કદી પાઈનું દાન કર્યું નથી. પછી ભગવાનની કૃપા તારા પર ક્યાંથી ઊતરે ? પણ હે શેઠ ! ભલે સ્વાર્થવશ પણ તેં મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થયો છું અને તને પુત્ર પ્રાપ્ત થશે.પરંતુ તારે મારી વાત માનવી પડશે. તારા એ પુત્રના ભારોભાર સુવર્ણદાન તારી પડોશમાં રહેતા દરિદ્ર બ્રાહ્મણને કરજે અને એના દારિદ્રયને ટાળજે. આ પ્રમાણે કરીશ તો મારી કૃપા તારા ઉપર સદાય રહેશે.” સપનામાં દર્શન આપીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. પ્રભુના દર્શનથી શેઠના સર્વે પાપ બળી ગયાં.
સૂર્યોદય થતાં જ દાયણે પુત્ર જન્મના સમાચાર આપ્યા. શેઠે એને મોં માગ્યું ઈનામ આપ્યું અને દિલ ખોલીને ગરીબ-ગુરબાને દાન દીધાં.
પ્રથમ પ્રહરે જ ગરીબ બ્રાહ્મણને બોલાવ્યો અને પુત્રના વજન જેટલી સોનામહોરનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્રય ટળ્યું. આખી જિંદગી બેઠાં બેઠાં ખાય તો પણ ન ખૂટે એટલું ધન બ્રાહ્મણને મળ્યું. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ અને શેઠ-શેઠાણીએ આજીવન પુરૂષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇