મહાશિવરાત્રી શિવલિંગ પુજન માં કંઈ વસ્તુ નો ઉપયોગ કરવો અને ખાસ કંઈ વસ્તુ નો ઉપયોગ ના કરવો | Mahashivratri Pujan Samagri Gujarati | Okhaharan
Mahashivratri-Pujan-Samagri-Gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મહાશિવરાત્રી શિવલિંગ પુજન માં કંઈ વસ્તુ નો ઉપયોગ કરવો અને ખાસ કંઈ વસ્તુ નો ઉપયોગ ના કરવો તે આજે આ લેખમાં જાણીશું.
મહાશિવરાત્રી કરો શિવજીના આ 5 મંત્ર શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.
મહાશિવરાત્રી ના દિવસ એટલે મહાદેવ ની ભક્તિ કરવાનો વષૅ સોથી ઉત્તમ દિવસ છે.
સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને ધરમાં અથવા મહાદેવ મંદિરે દશૅન કરવા જવું. મહાશિવરાત્રી એટલે મહા મહિનાની શિવ ની રાત્રી ખાસ કરીને રાત્રિ ના સમયે એટલે કે ચાર પ્રહર પુજન કરવાનો અનોખો મહિમા છે. આ પ્રહર પુજન સમય આ રીતે છે.
રાત્રિના પ્રથમ પ્રહર પૂજાનો સમય - સાંજે 06:25 થી 09:28 સુધી
• રાત્રિના બીજા પ્રહર પૂજાનો સમય - રાત્રે 09:28 થી મધરાત 12:31 સુધી
• રાત્રિ તૃતીયા પ્રહર પૂજા સમય - મધરાત 12:31 થી 3:34 સુધી
• રાત્રિ ચતુર્થ પ્રહર પૂજા સમય - મધરાત 03.34 થી સવારે 06:37 સુધી
• નિશિતા કાલ મુહૂર્ત - રાત્રે 12:07 થી મધરાત 12:55 સુધી (9 માર્ચ 2024)
• વ્રત પારણાનો સમય - સવારે 06:37 થી બપોરે 03:28 (9 मार्च 2024)
સવૅ પ્રથમ મહાદેવ ના મંદિર બેલ વગાડી ને શ્રી ગણેશ શ્રી હનુમાન નંદી દેવ કશ્યપ દેવ અને માતા પાવૅતી ધ્યાન ધરી મહાદેવ છબી , મૂર્તિ કે સ્વરૂપ શિવલિંગ સ્વરૂપે પુજન કરવુ.
પુજન ની અંદર ભગવાન શિવને દૂધ દહીં ધી સાંકળ અને મધ મિક્ષ કરીને અથવા આ પાંચ વસ્તુઓ અલગ અલગ શિવલિંગ પર અભિષેક કરવો . ત્યાર બાદ શુદ્ધ જળ થી દર વખત અથવા પંચામૃત ના અભિષેક પછી સ્નાન કરાવી સ્વચ્છ કરવા. અત્યારે શરળતાથી બજાર માં શેરડી નો રસ મળે છે તો અભિષેક જરૂર કરો. ત્યાર બાદ ભસ્મ , ભાંગ અને ચંદન વડે તિલક લગાવો. દરેક વસ્તુ ના અભિષેક સમયે શિવ રુદ્ર ગાયત્રી મંત્ર અથવા દ્રાદશ જ્યોતિર્લિંગ મંત્ર બોલવો. ત્યાર પછી ત્રિમુખ બિલિના પત્ર ૧૧ કે ૨૧ અથવા બની શકે તો ૧૦૮ ચડાવો અને સાથે સાથે બિલ્વાઅષ્ટક નો પાઠ કરો અથવા શિવ ૧૦૮ નામ અથવા કંઈ ના કરો તો ૐ નમઃ શિવાય બોલીને આપણૅ કરો .
મહાશિવરાત્રી ના દિવસે શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
પછી શુગધિત પુષ્પ જેમ કે ગુલાબ , હજારી , કમળ અથવા બીજા ધણાં પુષ્પ શિવલિંગ પર ચડાવવા ખાસ કરીને શિવજી ને ધતુરો અતિપ્રિય છે એટલે ધતુરો ચડાવાવાનુ ભુલતા નહીં. ત્યાર પછી પુષ્પ માળા ચડાવો પછી મંત્ર સ્તુતિ ધ્યાન ધરો . પછી પ્રસાદ ધરાવો જેમાં મીઠાઈ , ફળો , ફરારી ભોજન ,સૂકો મેવો જો બની શકે તો ખીર બનાવો પણ ચોખા વગર આમ આટલી વસ્તુ કરીને ભગવાન ને નૈવેદ્ય ધરાવો.
2024 મહાશિવરાત્રી ના દિવસે 617 વષૅ ચાર ગ્રહ ના સંયોગ માં કરો 12 રાશિ મુજબ આ ઉપાય અને મંત્ર
પછી પાંચ દિવાની ભગવાની આરતી કરો. પછી ભગવાની આરતી આપો અને ભગવાન તથા માતાજી ને વસ્ત્ર આપણૅ કરો. માતાજી ને સોહાગણ બધી વસ્તુ સાથે આપણૅ કરો સાથે સાથે શકન ના ૧,૫, કે ૧૧ રૂપિયા જરૂર મુકજો.
આ જે આપણે ભગવાનને પુજા કરી તેનું ફળ અને શ્રી ફળ માતાજી ને આપણૅ કરો અને કહો તેનું સારૂ ફળ આપે. ૐ ઈદમ્ ફલમ્ મયા દેવે તેને મેન સફલા વાદે ભવે જન્મ જન્મની પુંજી ફળ શિવા આપણૅ નમસ્તુ.
ત્યાર બાદ શિવલિંગ પાસે દાન દક્ષિણા મુકો અને આ પુજા કોઈ બ્રહ્માણ સાથે કરાવતા હોય એમને પણ દાન દક્ષિણા જરૂર આપો પછી મહાદેવ મંદિર 5 ,11, કે 21 વખત પ્રદક્ષિણા કરો.
આપણે જાણીયુ પુજનમા કંઈ વસ્તુ નો ઉપયોગ કરવો કેવી રીતે કરવો પણ કેટલીક એવી વસ્તુઓ છે જે કદાપી શિવ પુજન માં ના કરવી ચાલો આપણે જાણીએ.
મહાશિવરાત્રી શિવજીના 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે અહી ક્લિક કરો.
ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવે શંખચૂડ રાક્ષસનો વધ કર્યો હતો. માટે શિવલિંગ પર અભિષેક સમયે શંખ નો ઉપયોગ ના કરવો.
શિવજી ના પુજન સમયે કેતકી નું પુષ્પ ઉપયોગ કરવામાં આવતો નથી કારણકે શિવપુરાણ ના ખંડ મુજબ બ્રહ્મા અને વિષ્ણુ વિવાદ માં કેવડો કે કેતકી ખોટી સાશી પુરાય હોવથી મહાદેવ શ્રાપ આપે કે મારી પુજન માં તારો ઉપયોગ કદી નહી થાય
શિવ પુજન સમયે સિંદૂર તમામ દેવી-દેવતાઓને પ્રિય છે. ભગવાન શિવને સિંદૂર ચઢાવવામાં આવતું નથી કારણ કે હિન્દુ મહિલાઓ તેને તેમના પતિના લાંબા આયુષ્ય માટે લગાવે છે. ભગવાન શિવને ત્રણ આગણી વડે સિંદૂર ચઢાવવાને બદલે ચંદનનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે.
શિવ પુજન સમયે ચંપા નું ફુલ ચડાવમાં આવતુ નથી.
મહાશિવરાત્રી ના દિવસે શિવજી ની સ્તુતિ કરવાથી ભોળાનાથ ભરી દેશે ધનના ભંડાર અહી ક્લિક કરો.
મિત્રો આ હતી શિવ પુજનની સંપૂણૅ માહિતી અને કંઈ વસ્તુનો ઉપયોગ ના કરવો એ જાણ્યું આપડે હું આશા રાખું આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે તો ૐ નમઃ શિવાય કોમેન્ટ માં જરૂર લખજો.
સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇