આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગાયત્રી આ પાઠ કરવાથી સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે | Gayatri Kavach in Gujarati Lyrics | Okhaharan
Gayatri-Kavach-in-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી ગાયત્રી કવચ સંપૂણૅ ગુજરાતી અથૅ સાથે. આ કવચનો પાઠ કરવાથી, સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે. પરમ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને હજાર ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે.
ગુરૂવારે એકવાર શ્રી ગાયત્રી ચાલીસા પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
નારદ ઉવાચ
નારદે પૂછ્યું : “હે સર્વ જગતના નાથ, સ્વામી, હે ચોસઠ કળાઓને તેમજ યોગને જાણનારા, મારા મનમાં એક સંશય ઉત્પન્ન થયો છે. માણસનો દેહ, કયા પુણ્યથી, પાપમાંથી છૂટી શકે છે, તેમજ બ્રહ્મરૂપ વેદરૂપ અને મંત્રરૂપ થઈ શકે છે.
(૧-૨)
હે પ્રભો, તે કર્મ, તેના ન્યાસ, ઋષિ, છંદ, તેના દેવ તેમજ ધ્યાન હું સાંભળવા ઇચ્છા રાખું છું.”
નારાયણે કહ્યું : “હે નારદ, ગાયત્રી કવચ છે, જે અત્યંત ગુહ્ય છે, તેનો પાઠ કરવાથી તથા ધારણ કરવાથી માણસ બધાં જ પાપમાંથી છૂટી શકે છે.
(૪)
માણસ પાપમાંથી છૂટી શકે છે, એટલું જ નહિ પણ આ ગાયત્રી કવચનો પાઠ કરવાથી બધી જ કામનાઓ પૂર્ણ થાય છે, દેવી સ્વરૂપ થાય છે, આ ગાયત્રી કવચના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર -
એ ઋષિઓ છે, અને હૈ નારદ - ઋગ્, યજુ, સામ અને અથર્વવેદ તેના છંદ છે, બ્રહ્મરૂપ દેવતા છે અને ગાયત્રી પરમ કલા છે.
તત્ એ બીજ છે, ભર્ગ એ શક્તિ છે. કીલક ધિંયઃ છે અને મોક્ષ મળે એ માટે વિનિયોગ છે.
તેના પહેલા ચાર અક્ષરને હૃદય કહ્યું છે. તે પછીના ત્રણ અક્ષરને શિર કહ્યું છે. તે પછીના ચાર અક્ષરને શિખા કહેલી છે. તે પછીના ત્રણ અક્ષરોને કવચ જાણવું. તે પછીના ચાર અક્ષરોને નેત્ર જાણવાં અને છેલ્લા ચાર અક્ષરને અસ્ત્ર સમજવા. હવે હે નારદ ! હું તમને સાધકની મનોકામના પૂર્ણ કરનાર ધ્યાન કહું છું.
મોતી, પરવાળા, સોનું અને નીલમણિ જેવી ધવલ કાંતિવાળાં, ત્રણ નેત્ર અને પાંચ મુખવાળાં, ચંદ્રથી બાંધેલા રત્નજડિત મુગટવાળાં, તત્ત્વરૂપ અર્થવાળાં, વર્ણોમય અને હાથ વડે વર, અભય, અંકુશ પાશ, ઉજ્વળ ખપ્પર, ધનુષ્યની દોરી, શંખ, ચક્ર તથા બે કમળોને ધારણ કરનાર ગાયત્રીને હું ભજું છું.
પૂર્વ દિશામાં ગાયત્રી મારું રક્ષણ કરો. દક્ષિણમાં સાવિત્રી મારું રક્ષણ કરો. પાછળ બ્રહ્મસંધ્યા મારું રક્ષણ કરો અને ઉત્તરમાં સરસ્વતી મારું રક્ષણ કરો.
જળમાં શયન કરનારા પાર્વતી અગ્નિકોણમાં મારું રક્ષણ કરો અને રાક્ષસોને ભયંકર એવી હે દેવી, મારું નૈઋત્ય ખૂણામાં રક્ષણ કરો.
વાયુ કોણમાં પવન સાથે વિહાર કરનારાં દેવી મારું રક્ષણ કરો અને ઈશાન કોણમાં રુદ્ર સ્વરૂપ રુદ્રાણી મારું રક્ષણ કરો. (૧૩)
ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે અહી ક્લિક કરો.
ઊર્ધ્વ દિશામાં હે બ્રહ્માણી મારું રક્ષણ કરો. નીચે વૈષ્ણવી તમે રક્ષણ કરો. દશે દિશાઓ સર્વાંગે ભુવનેશ્વરી તમે રક્ષણ કરો. (૧૪)
તત્ પદ મારા પગનું રક્ષણ કરો અને સવિતુ: પદ મારી જાંઘોનું રક્ષણ કરો, વરેણ્ય પદ મારી કિટનું રક્ષણ કરો અને ભર્ગઃ પદ મારી નાપમાં નાભિનું રક્ષણ કરો.
દેવસ્ય પદ મારા હૃદયની રક્ષા કરો. ધીમહિ પદ મારા ગાલની રક્ષા કરો. ધિયઃ પદ મારા નેત્રની રક્ષા કરો અને યઃ પદ મારા લલાટનીવરક્ષા કરો.
‘નઃ’ પદ મારા મસ્તકની રક્ષા કરો. પ્રચોદયાત્ પદ મારી શિખાનું રક્ષણ કરો. ‘તત્’ પદ મારા મસ્તકની રક્ષા કરો. સઃ પદ મારા કપાળની રક્ષા કરો.
‘વિ’ મારા નેત્રની રક્ષા કરો. ‘તુઃ’ મારા ગાલની રક્ષા કરો. ‘વ’ મારા નાકનું રક્ષણ કરો. ને રૈ’ મારા મોઢાનું રક્ષણ કરો.
‘ણિ’ મારા ઉપલા હોઠની રક્ષા કરો. ‘ય’ કાર મારા નીચલા હોઠની રક્ષા કરો. ‘ભ’ કાર મારા મોઢાની રક્ષા કરો અને ‘ર્ગો’ કાર મારી દાઢીનું રક્ષણ કરો.
‘દે’ મારા કંઠની રક્ષા કરો. ‘વ’ મારા ખભાની રક્ષા કરો. ‘સ્ય’ મારા જમણા હાથની રક્ષા કરો અને ‘ધી’ મારા ડાબા હાથની રક્ષા કરો.
‘મ’ કાર મારા હૃદયની રક્ષા કરો. ‘હિ’ કાર મારા પેટની રક્ષા કરો. ‘ધિ’કાર મારી નાભિની રક્ષા કરો અને ‘યો’ કાર મારા કટિની રક્ષા કરો.
‘યો’ કાર મારા ગુહ્ય ભાગની રક્ષા કરો. ‘ન’ કાર મારા સાથળનું રક્ષણ કરો. ‘પ્ર’ કાર મારા ઢીંચણનું રક્ષણ કરો અને ‘ચો’ કાર મારી પિંડીઓનું રક્ષણ કરો.
‘દ’ મારા ઘૂંટણનું રક્ષણ કરો. ‘ય’ મારા પગની રક્ષા કરો. ‘ત્’ વ્યંજન મારાં બધાં અંગોની રક્ષા કરો.
આ દિવ્ય કવચ સેંકડો પીડાઓનો નાશ કરનાર છે. ચોસઠ કળાઓ તેમજ વિદ્યા અને મોક્ષ આપનાર છે.
આ કવચનો પાઠ કરવાથી, સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે. પરમ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને હજાર ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે.
।। શ્રી ગાયત્રી વય સંપૂર્ણમ્ ॥
ગાયત્રી મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો | જાપ થી શું ફળ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.
આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતીમાં
ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગુરૂવારે એકવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં અહી ક્લિક કરો.
ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇